ઈમરજન્સી વોર્ડ અને નાઈટ શિફ્ટસ

09 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

મેડિકલ ફિલ્ડમાં ઈમરજન્સી એ અનિવાર્ય બાબત છે અને એ રહેવાનું જ. એમાં લેડી ડોક્ટર હોય તો પણ એવું કહી ન શકે કે એને કેબ જોશે કે, પપ્પા નાઈટ શિફ્ટની ના પાડે છે! ડોક્ટર બન્યા એટલે એ ઈમરજન્સીનો પર્યાય, ગમે ત્યારે કોઈ પણ દર્દીને તાત્કાલિક ઈલાજની જરૂરત પડે ત્યારે ડોક્ટરે તો હાજર થવું જ પડે. ડોક્ટરની રોજિંદી લાઈફ અને અનુભવો પર તો અલગથી એક પુસ્તક બની શકે, કારણ કે, દરરોજ ઈમરજન્સી વોર્ડમાં શિફ્ટ બદલાતી રહે છે અને એમાં આવતા ડોક્ટર્સની લાઈફ પણ એટલી જ રસપ્રદ હોય છે!

અમદાવાદનાં એસજી હાઈવે પર આવેલી એક ઘણી જાણીતી ખાનગી હોસ્પિટલનાં ઈમરજન્સી વોર્ડની આ વાત છે. ખાનગી હોસ્પિટલ હોય એટલે મેનેજમેન્ટ કોઈ સરકારી હોસ્પિટલની સરખામણી એ ઘણું વ્યવસ્થિત અને ‘ઓન ટાઈમ’ હોય એવું કહી શકાય. લગભગ બે વર્ષ પહેલાની વાત છે. જુલાઈ 2013ની એ રાત્રે રાબેતા મુજબ સવારની શિફ્ટ પૂરી થતાં જ રેસિડેન્ટ ડોક્ટર્સની ટીમ ઘરે જઈ રહી હતી. ઘડિયાળમાં સમય લગભગ સાડા આઠ બતાવી રહ્યો હતો. નાઈટ શિફ્ટનાં ડોક્ટર્સ ધીરે ધીરે એક પછી એક શિફ્ટ પર હાજર થ રહ્યા હતા. હોસ્પિટલના ફોયરમાં રિસેપ્શન પાસે આવેલું ગણેશજીનું મંદિર એઝ યુઝલ દર્દીઓના સગાં-વહાલાઓથી એકદમ જીવંત લાગતું હતું.

મહેતા પરિવારનાં મોભી એવા 68 વર્ષીય નરોત્તમ મહેતાને હજુ તો છ-સાત મહિના પહેલા જ કેન્સર ડિટેક્ટ થયેલું. નરોત્તમભાઈને કેન્સર ડિટેક્ટ થયું ત્યારે ખુબ મોડું થ ચૂક્યું હતું. એમનું કેન્સર ત્રીજા સ્ટેજમાં હતું! કેન્સર પણ લિવરનું હતું એટલે ઘણું જટિલ અને પીડાદાયક. નરોત્તમભાઈ માટે પરિવારજનોએ આયુર્વેદિક અને હોમિયોપેથી ઉપચારો પણ અજમાવેલા, પણ કેન્સર સામે ઝઝૂમવું હવે લગભગ અશક્ય જણાતું હતું. નરોત્તમભાઈએ હોસ્પિટલમાં દાખલ કરાયાનાં બે જ અઠવાડિયામાં મલ્ટીઓર્ગન ફેલિયોરનાં કારણે જીવ ગુમાવ્યો! પરિવાર અને આપ્તજનો ડિપ્રેશનમાં હતા. હોસ્પિટલનાં બિલ્સ અને ડેથ સર્ટિફિકેટની ફોર્માલિટીઝમાં સમય લાગે એમ હતો એટલે નરોત્તમભાઈનાં મૃત શરીરને શબઘરમાં રાખવામાં આવેલું. પરિવારમાં થોડા સમયથી ખૂબ જ વિખવાદો રહેતા એની સૌને જાણ હતી, પણ આવી ઘડીએ એ બધી વાતો કરવી અને સુઝવી બંને અશક્ય હતી.

રાત્રે ન્ચાર્જ ડોક્ટર શબઘરમાં ગયા ત્યારે ત્યાની લાઈટ્સ એકાએક બંધ થ ગઈ. નરોત્તમભાઈનું શરીર જે દિશામાં હતું એ દિશામાં પીળા રંગનો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. ડોક્ટરને અજીબ લાગતા તેઓ દિશામાં ગયા. ચાલતી વખતે એમના પગમાં કંક તીક્ષ્ણ ખીલી જેવું વાગ્યું અને એમને લોહી નીકળવા માંડ્યું. ડોક્ટરને એ પીળા પ્રકાશમાં એક પડછાયો પણ દેખાયો એટલે એ ભયભીત હાલતમાં ત્યાંથી બહાર આવી ગયા.

બીજે દિવસે સવારે નરોત્તમ ભાઈનું નશ્વર શરીર તો ત્યાંથી લ જવામાં આવ્યું હતું, પણ એ રાતનો અનુભવ આખી હોસ્પિટલમાં ચોમેર ચર્ચાઈ રહ્યો હતો! લગભગ થોડા દિવસો બાદ એક રાત્રે ઓન્કોલોજી વિભાગમાં એટલે કે કેન્સર વિભાગમાં જ રાત્રે એક નર્સને સૂતા પછી પોતાની પથારીમાં બાજુમાં કોઈ સૂતું હોય એવો આભાસ થતાં એણે ચીસો પાડેલી. જોકે ઉંઘવામાં મશગુલ બાકીનાં સ્ટાફે કોઈ પ્રતિસાદ ન આપતા એ નર્સ કેટલાય દિવસો સુધી બઘવાયેલી રહેલી.

શબઘરમાં ક્યારેક દિવાલો પર ઘણા બધા ડોક્ટર્સને એક ખૂણામાં આવેલા વોશબેઝિન પાસે આવેલી દીવાલ પર ‘The End’ લખેલું દેખાતું, પણ સવાર પડતા જ તપાસ થતી ત્યારે એ દીવાલો કોરા કાગળ જેવી સાફ દેખાતી!

આ જ ખાનગી હોસ્પિટલમાં હવે નાઈટ ડ્યુટી માટે ડોક્ટર્સ ભયભીત રહેતા અને એટલે જ તેઓ ત્યાં કામ કરવાની આનાકાની કરતા. એક તરફ પોતે મેડિકલ ફિલ્ડમાં હોઈ આવી સુપરનેચરલ વાતો અને અનુભવો પર માનવું થોડું અજીબ લાગતું પણ આવા મિસ્ટિક અનુભવો ખરેખર હેરતથી ભરપૂર હતા!

લગભગ થોડા મહિનાઓ પછી નરોત્તમ મહેતાનાં પરિવારજનો એમનાં ડેથ સર્ટિફિકેટની એક એક્સ્ટ્રા ઓરિજિનલ કોપી કઢાવવા આવેલા ત્યારે હોસ્પિટલનાં રજિસ્ટરમાં ખૂબ બધું શોધ્યા બાદ પણ નરોત્તમ મહેતાનો પેશન્ટ તરીકેનો સમગ્ર રેકોર્ડ જ યાદીમાંથી ગાયબ હતો! આવું શક્ય જ કેવી રીતે બને? અહીં આખી સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ હતી. એનું બેકઅપ પણ સર્વર પર લેવાતું તો પછી એમનો રેકોર્ડ કઈ રીતે બધેથી જ ગાયબ થ જાય? જોકે કેટલીય મથામણ પછી પણ આનો ખુલાસો ન મળતા અંતે એ વાત જ પડતી મૂકી એને ભૂલાવી દેવામાં આવેલી!

દિવાળીની આસપાસ બધા જ ડોક્ટર્સ એક પછી એક રજા પર જઈ રહ્યા હતા. ડોક્ટર નિશા શાહ પણ એમાંના એક હતા, પણ પોતાની રજા મંજૂર ન થતા એ રાબેતા મુજબ પોતાની ડ્યુટી પર હતા. દિવાળીની રાત્રે તેઓ જ્યારે પણ શબઘર પાસેથી પસાર થાય ત્યારે એમના કાનમાં ‘યુ આર નેવર અલોન’ એવું સંભળાતું, એકદમ ધીમા અવાજે જાણે કોઈ ફૂંક મારી રહ્યું હોય એમ! શબઘરમાં પ્રવેશતા જ એ અવાજ બંધ થ જતો. એ લેડી ડોક્ટર હિંમતવાળા હતા. એમણે એ રાત્રે એક પછી એક શટર ખોલીને મૃતદેહો જોયેલા. અને બસ, ત્યારે એમણે એકાએક એક સ્ત્રીનાં મૃતદેહનાં ચહેરા પરનાં હાવભાવ બદલાતા જોયેલા! એ સમયે એમની નીચેની જમીન સરકી ગયેલી! એ સ્ત્રીનાં મૃતદેહની આંખોમાં આંસુ બાઝેલા દેખાયા હતા, શાયદ એ કોઈ પીડિત અને જિંદગીથી કોઈ કંટાળેલી સ્ત્રી હશે!

ધીમે ધીમે આ બધી વાતો હવે બહાર આવવા લાગી હતી. છાપાઓમાં અને અમદાવાદની લોકલ ન્યૂઝ ચેનલ્સમાં આ સમાચારો અને ઘટનાઓ ગમે એટલા દબાવવાનો પ્રયત્ન કરવા છતાં પ્રસારિત થયેલા. કેટલાય ડોક્ટર્સ હવે નાઈટ ડ્યુટી માટે તૈયારી ન બતાવતા એ હોસ્પિટલનું મેનેજમેન્ટ ખૂબ પરેશાન હતું. ત્યાં કેટલીય પૂજાઓ અને વિધિઓ કરવામાં આવેલી! પણ સત્ય અને લોજિકથી એ વાત પરે હતી કે કેવી રીતે એક મેડિકલ ન્સ્ટીટયુશનમાં ભૂતપ્રેતનાં અનુભવો અને એને દૂર કરવાની વિધિઓ કરવામાં આવતી. કેવા વિરોધાભાસો!

આજે પણ આ હોસ્પિટલ હયાત છે, પણ રાત્રે ત્યાં જૂજ સ્ટાફ હોય છે. ખાસ કોઈ ભેદી ઘટનાઓનાં સમાચારો ચમકતા નથી પણ પેલા શબઘર વાળી જગ્યાને કાયમ માટે બંધ કરી દેવામાં આવી છે. મોર્ચર રૂમની સગવડ હવે બહારથી જ આઉટસોર્સ કરાય છે! કોઈ નરોત્તમ મહેતા હજુ પણ આ શબઘરમાં જીવિત છે એવું ત્યાનાં સ્ટાફનું માનવું છે!

ગુઝ્બમ્પ્સ:

we need ghost stories because we, in fact, are the ghosts

Stephen King

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.