હોરર મ્યુઝિક

06 Apr, 2016
12:00 AM

mamta ashok

PC:

સુહાસ સંગીત જગતનું ઠીક ઠીક જાણીતું નામ. કરિયરની શરૂઆતમાં થોડા હિટ્સ આપ્યા પછી એક લાંબા અંતરાલથી કોઈ ખાસ સારા ગીતો ન આપી શકવાનો મલાલ એને કાયમ હેરાન કર્યા કરે. છેલ્લા દોઢેક વર્ષનો ક્રમ, સુહાસ ધૂન બનાવવા બેસે પણ કંઈ સૂઝે નહીં અને ગુસ્સે થઈને બહાર નીકળી આંટો મારવા નીકળી જાય. જુન મહિનાની શરૂઆત હતી, એક સાંજે સુહાસ મ્યુઝિક સ્ટુડિયો પર બેસી રોજની જેમ જ નવી ધૂન બનાવવાનું વિચારી રહ્યો હતો. મ્યુઝિક કોન્સોલ અને બાજુમાં પડેલા પિયાનોને સુહાસ તાકી રહ્યો હતો. એવામાં અચાનક એક ધૂસૂઝી અને સુહાસ કોઈ મંજાયેલા સંગીતકારની અદામાં એને વગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એક જાણીતા પ્રોડક્શન હાઉસ માટે સુહાસ હોરર ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરી રહ્યો હતો.

પિયાનોની ધૂન વાગી અને એટલી સરસ વાગી કે સુહાસને એ પહેલી જ વારમાં ગમી ગઈ. મ્યુઝિક સ્ટુડિયોમાં સાથે બેઠેલા દોસ્ત રાજને પણ સંભળાવી અને એ પણ આ ધૂન સાંભળીને ઝૂમી ઉઠ્યો! સુહાસે સાંજે ઘરે જતાં પહેલા આ ધૂનની સોફ્ટ કોપી બનાવી અને પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી. બહુ ખુશ થવા જેવું નહોતું કારણ કે હજુ તો માત્ર ચાળીસ સેકન્ડ્સની ધૂન બની હતી અને બાકીની ધૂન રસ્તામાં વિચારીશ એમ સમજીને સુહાસે પોતાની બાઈક સ્ટાર્ટ કરી અને ત્યાંથી નીકળ્યો. ઘરે પહોંચી ફ્રેશ થઈને સુહાસ આડો પડ્યો. પેલી ધૂન હેડફોન ભરાવીને સાંભળવી શરુ કરી તો એ ધૂન વાગ્યે જ રાખે અને સુહાસે ચેક કર્યું તો ચાળીસ સેકન્ડ્સની ધૂન પૂરી પાંચ મિનીટ અને વીસ સેકન્ડ્સની બતાવતી હતી! આ કારણે સુહાસને આશ્ચર્ય અને ડર બંને લાગ્યા. આખરે આવું કેવી રીતે શક્ય બને? થોડી વારમાં સુહાસનાં એક દોસ્તનો ફોન આવ્યો અને ફરી પેલી ધૂન વાગી! સુહાસને ફરી આશ્ચર્ય થયું કે આ ધૂનને મેં રિંગટોન તરીકે સેટ જ નથી કરી તો એ કેવી રીતે વાગી?

સુહાસ તરત તૈયાર થઈને ફરી સ્ટુડિયો જવા નીકળ્યો. લગભગ પંદર મિનીટમાં એ સ્ટુડિયો પહોંચી ગયો. ચાવીઓ સિક્યોરીટી ગાર્ડ પાસેથી માગીને ઉપર જઈ લાઈટ્સ ચાલુ કરી. સિસ્ટમ ઓન કરી ફરી એ પિયાનો ધૂનની ફાઈલ ચેક કરી તો એમાં પણ એ 5.20 મિનીટ્સની ફાઈલ બતાવી રહ્યું હતું. આવું શક્ય જ કેવી રીતે બને જયારે એણે માત્ર 40 સેકન્ડ્સની જ ધૂન બનાવી હતી. સુહાસ ફરી ઘરે જવા નીકળ્યો. એવામાં એનાં મોબાઈલ પર એક મેસેજ આવ્યો. લખ્યું હતું,અમને તમારી દુનિયામાં બોલાવવા બદલ આભાર!’ સુહાસને હવે ડર પેઠો. એણે તરત કોલબેક કરીને ચેક કર્યું. સામે પેલી એ જ હોરર ફિલ્મ માટે બનાવેલી પિયાનો ધૂન કોલર ટ્યુન તરીકે વાગી અને કોલ કપાઈ ગયો.

સુહાસ નીચે ઉતર્યો અને બાઈક સ્ટાર્ટ કરી. ઉપર જોયું તો સ્ટુડિયોની બારી ખૂલ્લી હતી અને લાઈટ્સ ઓન થ ગઈ હતી! નવાઈ તો લાગી કે હમણાં જ બધું બંધ કર્યું, તો ફરી કોણે ઓન કર્યું? નક્કી કંઈ મોટી ગરબડ થ રહી હતી. સુહાસ આ વખતે સિક્યોરીટી ગાર્ડને લઈને ઉપર ગયો. એને પેલી ધૂન વાગતી સંભળાઈ રહી હતી. એ પણ ખૂબ જ મોટા અવાજે. તેઓ છેક સ્ટુડિયો સુધી પહોંચ્યા અને ધૂન કાનનાં પડદા ચીરી નાંખે એટલા જોર થી વાગી રહી હતી. જોકે એમણે જેવો દરવાજો ખોલ્યો કે તરત પેલી ધૂન વાગતી બંધ થ ગઈ. અંદર બધું ચેક કર્યું તો બધું બરાબર હતું. લાઈટ્સ બધી જ બંધ હતી અને પિયાનો પણ ઢાંકેલો હતો. બારીઓ પણ બંધ! ફરી સુહાસ તાળું મારવા લાગ્યો, સિક્યોરીટી ગાર્ડે આશ્ચર્યથી સુહાસને પૂછ્યું, ‘શું ગરબડ છે સર?’ સુહાસે કહ્યું, ‘બસ કંઈ નહીં. થોડું ચેક કરવું હતું. ખાસ કંઈ નથી.’

સુહાસે નીચે ઉતરી ઉપર જોયું તો બધું બંધ જ હતું. પેલી ટ્યુન પણ બંધ થ ગઈ હતી. સુહાસે બાઈક સ્પિડમાં દોડાવી અને કાનમાં એ જ પેલી ધૂન એને સંભળાતી રહેતી હતી. આગળ એક ઝાડ સાથે બાઈક ભટકાઈ અને સ્લિપ થતાં સુહાસ પડ્યો. એને ખાસ્સું વાગ્યું હતું. સુહાસ જેમ તેમ કરીને ભો થયો. ખિસ્સામાં રાખેલો મોબાઈલ જોયો તો ફરી એક મેસેજ આવેલો પડ્યો હતો ‘અમને તમારી દુનિયામાં બોલાવવા બદલ આભાર!’

સુહાસનાં ગુસ્સાનો પાર ન રહ્યો. એ એક દવાખાનામાં ડ્રેસિંગ કરાવી માંડ માંડ ઘરે પહોંચ્યો. થોડું જમીને પથારીમાં આડો પડ્યો. આંખો ખૂલી તો એને બાથરૂમમાં શાવરનો અવાજ આવી રહ્યો હતો. જોયું તો એક માણસ શાવર લ રહ્યો હતો! રસોડામાં જોયું તો એક સ્ત્રી ગીત ગણગણતી રસોઈ બનાવી રહી હતી અને અંદરનાં રૂમમાં એક માણસ કોઈ મેગેઝિન વાંચી રહ્યો હતો! કોણ હતા આ બધા? સુહાસ તરત ભો થયો અને એ લોકો સામે જોવા લાગ્યો પણ એ બધા પોતાનાં કામમાં વ્યસ્ત હતા. સુહાસે મોબાઈલ લઈને પેલી ધૂન ડિલિટ કરવા ફોલ્ડર ખોલ્યું કે તરત ત્રણેય જણ એની તરફ ઘુરવા લાગ્યા અને માથું ધુણાવવા માંડ્યા. સાથે જ સૂસૂસૂસૂસૂ....નો અત્યંત ભયાનક અવાજ આવવા માંડ્યો જાણે ક્યાંક વાવાજોડું ફૂંકાયુ હોય. થોડી જ પળમાં એ લોકો સુહાસની ખૂબ નજીક પહોંચી ગયા. સુહાસે મોબાઈલનો ઘા કર્યો અને પેલા લોકો ફરી એના કામમાં વ્યસ્ત થ ગયા.

સુહાસ રિક્ષા કરી સ્ટુડિયો ગયો. હવે એને ખ્યાલ આવી રહ્યો હતો કે પેલો મેસેજ શું હતો? એને અજાણતા એ ભેદી ધૂન બનાવીને આફત નોતરી લીધી હતી. પેલા લોકો કોઈ મૃત માણસો જણાઈ રહ્યા હતા. સ્ટુડિયો પહોંચતા રસ્તામાં પણ પેલા ત્રણેય જણ સુહાસને વારાફરતી ક્યાંક ને ક્યાંક માથું ધુણાવતા નજરે પડ્યા! સુહાસને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. સ્ટુડિયો પહોંચી જોયું તો એનો દોસ્ત રાજ ત્યાં બેઠો હતો.

સુહાસે આખી વાત રાજને જણાવી અને તરત પિયાનો ઉપર એક ખુરશી ઊંચકીને એને તોડવા લાગ્યો! રાજ ભો થઈને સુહાસને ખેંચવા લાગ્યો. સિસ્ટમમાંથી ધૂન ડિલિટ કરવા સુહાસ આગળ વધ્યો અને તરત સ્ટુડિયોમાં શોર્ટ સર્કિટ થ! અંધારું છવાઈ ગયું અને આખા સ્ટુડિયોમાં પેલી ધૂન ફરી વાગવા લાગી! રાજને પણ આશ્ચર્ય થયું અને આઘાતથી રાજ લગભગ સુન્ન થ ગયો હતો. થોડી વારમાં હોંશ આવતા એણે જોયું તો પિયાનો પર સુહાસની લાશ પડી હતી, એના ગળામાં કેટલાક ભેદી નિશાન હતા. મોબાઈલ નીચે પડ્યો હતો અને પેલી ધૂન હજુ ડિલિટ નહોતી થ.

આજે આ વાતને એક વર્ષ વીતી ગયું છે. પેલી હોરર ફિલ્મ પછી ક્યારેય બની જ ન શકી. કોઈ બીજા પ્રોજેક્ટસ માટે એ જ સ્ટુડિયોમાં કેટલાય સંગીતકાર આજે પણ આવે છે. પેલી ધૂન આજે પણ સિક્યોરીટી ગાર્ડને તો ક્યારેક કેટલાક સંગીતકારોને પણ રાત્રે સંભળાયા કરે છે!

ગુઝબમ્પ:

તમને ક્યારેય એવો ડર લાગ્યો છે કે તમે જેની સાથે વાત કરી રહ્યા છો એ કદાચ છેલ્લી વખતનો સંવાદ છે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.