ચાપોરા ફોર્ટની અકથ્ય વાત...

31 Aug, 2016
12:00 AM

ભાવિન અધ્યારુ

PC: khabarchhe.com

ગોવા વર્ષોથી દરેક ટુરિસ્ટનું મનગમતું ડેસ્ટિનેશન. કોઈ વીકેન્ડ પર ફક્ત ચિલ મારવા અને રિલેક્સ થવા જાય તો કોઈ વધુમાં વધુ જગ્યાઓ એક્સ્પ્લોર કરવા. નિશાંત બીજા હજારો ગુજરાતીઓની જેમ જ પોતાના દોસ્તો સાથે ગોવા આવવા નીકળેલો. આ વખતે થોડી કોંકણી શિખવી છે, SLRનાં લેન્સમાં મેક્સિમમ બીચ અને ફોર્ટ્સ કવર કરીશ એવું મનોમન વિચારેલું. 22 જુલાઈ શુક્રવારે ગોવાનાં દેબોલિમ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવા જઈ રહી હતી ત્યારે ત્યાંની હરિયાળી અને આસમાની રંગનું સમુદ્રનું પાણી જોઇને જ નિશાંત ખુશ ખુશ થઇ ગયો હતો.

નિશાંત, એની પત્ની આલિશા, વિક્રમ અને પત્ની કાજલ એમ ચાર જણ સાથે ગોવા આવેલા. પહેલા બે દિવસ તો સાઉથ ગોવા અને નોર્થ ગોવાનાં કેટલાક બીચ અને જાણીતા સ્થળો જોવામાં ગયા. ત્રીજા દિવસે 25મી જુલાઈએ ચારેય દોસ્તો અંજુના બીચ જોવા નીકળ્યા અને ત્યાંથી પછી વાગાટર બીચ અને ચાપોરા ફોર્ટ જોવા જવાનું હોવાથી થોડા ઉતાવળમાં હતા. અંજુના બીચ ખૂબ જ અન્ડર ડેવલપ્ડ છે અને ત્યાં જતાં જ તમે સાવ ટૂંકા અને ભૂભૂલામણી જેવા રસ્તાઓમાં જ ખોવાઈ જાવ એની ગેરંટી. નિશાંત અને બાકીના દોસ્તો ગોવામાં જેનું ચલણ છે એ પ્રમાણે રેન્ટ પર બાઈક લઈને નીકળેલા.

અંજુના બીચ પહોંચવા માટેનાં રસ્તાઓ થોડા અટપટા હતા અને બંને બાઈક એકબીજાથી થોડી અલગ પડી ગઈ. થોડા ઓવર કોન્ફિડન્સમાં જ બંને કપલ દિશા ભૂલી ગયા અને વિખૂટા પડી ગયા. ત્યાનાં સ્થાનિક લોકો એ પણ અંજુના બીચ આ નથી, અહીંથી સીધા જતા રહો અને જે આવે એ છે! તો કોઈ એ કહ્યું, નાં એ નથી, આ સામે જે દેખાય એ અંજુના બીચ છે! આવા વિરોધાભાસી સ્ટેટમેન્ટ્સથી નિશાંત અકળાઈ ગયો હતો. જેમ તેમ કરી જે બીચ પર પહોંચ્યા એને અંજુના માની લીધો એમ કહો તો ચાલે! સાંજે લગભગ સાડા છ વાગી ગયા હતા, સૂરજ અસ્ત થઇ રહ્યો હતો.

નિશાંત અને આલિશાએ અંજુના બીચ પર થોડા ફોટોગ્રાફ્સ લીધા, પણ ત્યાં બસ એકલદોકલ લોકો જ દેખાતા નિશાંતને થોડો ડર પેઠો કે અહીં એ લોકો સાથે લૂંટફાટ કે બીજી કોઈ ઘટના પણ ઘટી શકે. આથી તેઓ જલદીથી રિટર્ન થયા અને ત્યાંથી ઉપર દૂર દેખાતો ચાપોરા ફોર્ટ પણ આજે જ કવર કરવાનો હતો. બીજા દિવસે 25 જુલાઈની તો મુંબઈની રિટર્ન ફ્લાઈટ હતી! નિશાંત અને આલિશા થોડે આગળ ગયા તો એ લોકોનું બાઈક ડચકા ખાઈને બંધ પડી ગયું, એટલું ઓછું હોય એમ આજુબાજુથી કેટલાક કૂતરાઓ આવી ગયા અને જોર જોરથી ભસવા લાગ્યા! આલિશાએ શોર્ટ સ્કર્ટ પહેરેલું હતું... બે કૂતરા ખૂબ નજીક આવી ગયા અને આલિશાનાં ખભા પર લટકતી સ્લિંગ બેગ ખેંચવા લાગ્યા! નિશાંતે માંડ માંડ કરી કૂતરા ભગાડ્યા, પણ એને કંઈ ઠીક લાગી રહ્યું નહોતું.

વાગાટર બીચ તો હવે જવાશે નહીં એ તો નક્કી હતું, પણ આ બંધ પડેલી બાઈકનું શું કરવું? ચાપોરા ફોર્ટ જવાશે કે કેમ એ બધા જ સવાલો નિશાંતને પરેશાન કરી રહ્યા હતા! સાંજની ઠંડી હવામાં પણ બંનેના કપાળ પર પરસેવો નીતરી રહ્યો હતો. આજુબાજુનાં કેટલાક માછીમારો શંકાસ્પદ તો ક્યારેક ભૂખાળવી નજરથી આલિશાને જોઈ રહ્યા હતા એવું નિશાંતને લાગ્યું. ટુલ કિટ કાઢીને નિશાંતે માંડ માંડ કરી બાઈક તો ચાલુ કરી દીધી. આજે કંઇક અઘટિત ઘટના બનવાની હતી એનો કદાચ આ પહેલો ઈશારો હતો!

નિશાંત અને આલિશા તાત્કાલિક ખૂબ તેજ ગતિએ અંજુનાની સાંકડી ગલીઓમાંથી બહાર નીકળી ક્લન્ગુટથી ચાપોરા જતાં મેઈન રસ્તા પર આવી ગયા! આશ્ચર્ય એ વાતનું હતું કે વિક્રમ અને કાજલનો હજુ એક પણ ફોન આવ્યો નહોતો. નિશાંત ડ્રાઈવ કરી રહ્યો હોઈ, આલિશાએ ફોન કર્યા પણ કોઈ રિસ્પોન્સ ન મળ્યો! જેમ તેમ કરી છેવટે ચાપોરા ફોર્ટ પહોંચી ગયા અને પાર્કિંગ એરિયામાં જ વિક્રમ અને કાજલ મળી જતાં હાશકારો થયો. નિશાંત વિક્રમ પર ખૂબ જ અકળાયો હતો, ‘યાર તમે લોકો કેમ અલગ પડી ગયેલા? તમારો ફોન કેમ નહોતો લાગતો? અમારો જીવ નીકળી ગયો હતો. ચાલો જલદી ચાપોરા ફોર્ટ પર, આઈ કાન્ટ વેઇટ એનિમોર!’

ચાપોરા ફોર્ટ જવા માટે ખાસ કોઈ સારો રસ્તો બનાવવામાં આવ્યો હોવાથી વારાફરતી કાજલ અને આલિશા લપસી ગઈ અને કાંકરીઓ પગમાં ખૂંચી તાં આલિશાને લોહી નીકળવા માંડ્યું! ચાપોરા ફોર્ટ જવાની હાય અને ઉત્સાહમાં દર્દ કંઈ નહોતું. ફાઇનલી, ચાપોરા ફોર્ટનાં દરવાજાની કમાને પહોંચી નિશાંત અને વિક્રમે જયઘોષ કર્યો. આગળ જવા ગયા એવામાં થોડા અંધારામાં કેટલીક બિયરની બોટલો રસ્તામાં આવી અને પગ સાથે અથડાઈ, નિશાંતે બોટલ ગુસ્સામાં ઊંચકી કિલ્લાની દીવાલ પર જોરથી ફેંકી, કિલ્લાની દીવાલો વચ્ચે બોટલ તૂટવાનાં પડઘાઓ ગુંજી ઉઠ્યા! નીચે દેખાતો વાગાટર બીચ અને ઘૂઘવતો દરિયો અને આખા ફોર્ટમાં કોઈ અજીબ ઘેરી શાંતિ હતી.

નિશાંતે SLR કેમેરા કાઢી ફટાફટ ખાસી એવી ક્લિક લઇ લીધી! આલિશા અને કાજલ સેલ્ફિ લેવામાં વ્યસ્ત હતાં, વિક્રમ ટોર્ચ ચાલુ કરી કિલ્લાની એક એક દીવાલ જોઈ રહ્યો હતો. ખૂણા પરની એક દીવાલનાં કાંગરા પર લોહીનાં તાજા ડાઘ જોવામાં આવ્યા અને વિક્રમે ચીસ પાડી, 'જલદી અહીં આવો, અહીં લોહી છે!' થોડી વધુ તપાસ કરી તો ખાસ્સું એવું લોહી નીચે પણ હતું, જેનાં પર વિક્રમે ઓલરેડી પગ મૂકી દીધો હતો. નિશાંતે ત્યાં આવીને જોયું તો પગ નીચેથી જમીન સરકી ગઈ! આલિશા અને કાજલ સેલ્ફિ લેવાનું છોડી અહીં આવી તો જોઈને ચક્કર આવવા લાગ્યા હતાં, નિશાંતે બધાને સમજાવીને શાંત પાડ્યા.

જે દીવાલ પર લોહી જોવા મળેલું દીવાલ પર દિ કોતરેલું હતું, સાથે કેટલીક શુન્ય ચોકડીની રમત જેવા ચોકઠાંઓ અને મીંડા કોતરેલા હતા. નિશાંતે મજાક કરી અને બોલ્યો, ''લો તો કોઈ લવરિયાઓનાં કારસ્તાન છે! ગાય્ઝ ડરવાની કોઈ જરૂર નથી આજે આપણે અહીં રહીશું, ચાપોરા ફોર્ટ બહુ રસપ્રદ લાગે છે લેટ્સ એક્સપ્લોર મોર!'

આલિશાને એકાએક ગભરામણ થવા લાગી અને જે દીવાલનાં ટેકે ભી હતી દીવાલ જર્જરિત હશે કે કેમ પણ ધડાકા સાથે તૂટી પડી અને આલિશા લગભગ 80થી 100 ફિટ નીચે દરિયા તરફ પડી! નિશાંત ધ્રુજી ઉઠ્યો હતો અને જોર જોરથી રડવા લાગ્યો! કાજલ અને વિક્રમે દોડીને નીચે જોયું અને ટોર્ચ ચાલુ કરી પણ કંઈ દેખાયું હીં. વિક્રમની હાલત કફોડી હતી નિશાંતને શાંત પાડું કે કાજલનું ધ્યાન રાખું? ચાપોરા ફોર્ટ પર ચારેય દોસ્તો ગયા તો ખરા, પણ લોકો માંથી હવે ત્રણ બચ્યા હતા! ગોવાનો વાગાટર બીચ ઘૂઘવી રહ્યો હતો, સામે કિંગફિશર વિલાની આછી રોશની દેખાઈ રહી હતી, ત્રણેય દોસ્તો આલિશાની ભાળ મેળવવા ફોર્ટની નીચે ઉતરવા ગયા અને પાછળથી વિક્રમને કોઈ અવાજ સંભળાયો, 'આપ લોગ અબ કહીં નહીં જા સકતે, યુ આર ગોન!'

 

 

ગૂઝબમ્પ:

આવતા બુધવારે ચાપોરા ફોર્ટ પર નિશાંત-આલિશા-વિક્રમ-કાજલ સાથે શું થયું જાણીશું, શું આલિશા મરી ગઈ હશે? પેલો ભેદી અવાજ કોનો હતો? લોહીનાં ડાઘ કોના હતા? ચાપોરા ફોર્ટ પર બીજું કોઈ પણ હાજર હતું? શું લોકો મુંબઈ પરત જઈ શકશે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.