રૂમ નંબર 310માં કોણ હતું?

30 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

રાજકોટનાં શ્રોફ રોડ પર આવેલી એ ફોર સ્ટાર હોટેલ ખૂબ જ પ્રખ્યાત. 2014નું વર્ષ અને જાન્યુઆરી મહિનો. હું એ હોટેલનાં રિસેપ્શન ડેસ્ક પર જ બેસતો. દરરોજ સાંજે સાડા સાતે રિસેપ્શન ડેસ્ક પરનાં ફોનની રિંગ વાગતી અને સામેથી કોઈ બોલતું કે હું રૂમ નંબર 310માંથી વાત કરું છું. એક સેન્ડવિચ અને ચા મોકલ, જલદી! રૂમ નંબર 310 છેલ્લા બે-ત્રણ વર્ષથી ખાલી જ રહેતો અને ક્યારેય કોઈને અલોટ પણ નહોતો કરવામાં આવતો. તો પછી આ કોલ કોણ કરતું? કોણ સેન્ડવિચ અને ચા ઓર્ડર કરતું? આજે સાંજે પણ બરાબર સાડા સાત વાગ્યે ફોનની રિંગ વાગી. મેં ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો, ‘એક સેન્ડવિચ અને એક ચા મોકલ ફટાફટ... જેટલું કહેવામાં આવે એટલું ચૂપચાપ કર.’

મને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. મારે આજે જાણવું જ હતું કે એ છે કોણ જે આમ ઓર્ડર કરે છે? મેં જાતે જઈને સેન્ડવિચ અને ચા બનાવ્યા અને ટ્રોલી પર સજાવીને રૂમ તરફ ગયો. ત્રીજા માળે લિફ્ટથી પહોંચ્યો. ત્રીજા માળની લૉબીમાં રાબેતા મુજબનો ભેદી સુનકાર હતો. મારા માટે એ કંઈ નવી વાત નહોતી એટલે મને નવાઈ ન લાગી. હું આગળ વધ્યો. રૂમ નંબર 310 સુધી પહોંચું એ પહેલા જ લૉબી જ્યાં શરૂ થતી હતી ત્યાં મને એક પડછાયો દેખાયો. હું તરત એ તરફ દોડ્યો પણ વ્યર્થ હતું. ત્યાં એ બાજુ મને કોઈ ન દેખાયું. લૉબીની સીડીઓ તરફ પહોંચ્યો અને તરત જ પેલા રૂમ નંબર 310 સુધી ફરી ગયો.

રૂમ નંબર 310ના દરવાજા સુધી પહોંચું એ પહેલા એ દરવાજો જોરથી બંધ થયો! જાણે મારા ગાલ પર કોઈ તમાચો મારતું હોય એમ! મને પાક્કી ખાતરી થ કે થોડી જ ક્ષણો પહેલા કોઈ એ રૂમ સુધી કોઈ આવ્યું હતું અને રૂમમાં દાખલ થયું હતું. નવાઈની વાત તો એ હતી કે જ્યારે હું સીડીઓ તરફ ગયો ત્યારે પેલું ટ્રોલી ટેબલ ગાયબ થ ગયું હતું. આશ્ચર્ય અને સહેજ ગભરાટ સાથે હું ફરી એ રૂમ તરફ ગયો તો એ ટ્રોલી ટેબલ દરવાજાની બહાર જ પડ્યું હતું. સેન્ડવિચ અને ચા લેવાઈ ગયા હતા. ટેબલ પર એક ચિઠ્ઠી પડી હતી, એ ચિઠ્ઠી ઉપાડીને ખોલી તો એમાં લખ્યું હતું, ‘Thank You’.

હું ફરી નીચે રિસેપ્શન પર ગયો. ચારે તરફ સીસીટીવી કેમેરા હોવાથી હું પ્રમાણમાં નિશ્ચિંત હતો કે આજે તો ખબર પડશે જ કે એ રૂમમાં કોણ હતું. મેં સીસીટીવી કેમેરાનાં રેકોર્ડિંગ ચેક કર્યા, એવામાં ફરી રિસેપ્શન પાસેથી કોઈ અજાણ્યો માણસ પસાર થ ડાયરેક્ટ લિફ્ટમાં જતો રહ્યો. મેં તરત ત્રીજા માળની લોબીનાં ફૂટેજ જોયા તો એ માણસ અત્યંત સ્પિડમાં પેલા રૂમ નંબર 310માં જ દાખલ થયો!

મેં હોટેલનાં સિક્યોરીટી ઇન્ચાર્જ અવિનાશને બોલાવ્યો અને અમે બંને સીસીટીવી ફૂટેજ જોવા લાગ્યા. અમને પેલી ટ્રોલી દેખાઈ, પછી હું સીડીઓ તરફ ગયો હતો એ પણ દેખાયું. પણ ફરી રૂમ પાસે ટ્રોલી આવી અને એમાંથી સેન્ડવિચ અને ચા લેવાય એટલો ભાગ એકદમ બ્લર થઈને દેખાયો જ નહીં!

શું થ રહ્યું હતું કંઈ સમાજમાં જ નહોતું આવી રહ્યું. ફાયનલી અમે હિંમત કરીને બંને જણ ત્રીજા માળે સાથે ગયા, અને રૂમ નંબર 310ની ચાવી પણ અમારી પાસે હતી. અમે રૂમ ખોલ્યો અને અંદર જઈને જોયું તો બધું જ નોર્મલ હતું. સૌથી પહેલા મેં બારીના પડદા ખોલ્યા, બહાર દેખાતા મકાનોની લાઈટ્થી આ રૂમ પણ રોશન થ ઉઠ્યો હતો. જાણે વર્ષો પછી કોઈએ અહીં પગ મૂક્યો હોય એવું લાગી રહ્યું હતું. હું બારીની બહાર જોઈ રહ્યો હતો એવામાં બાથરૂમમાંથી નળનાં ટપકવાનો અવાજ આવી રહ્યો હતો.

બાથરૂમમાં જઈ જોયું તો એક વપરાયેલો સાબુ અને બાલદી, શેમ્પુની એક બોટલ પણ ત્યાં હતા! જાણે અહીં હમણાં જ કોઈ નાહ્યું હોય! હું બાથરૂમની બહાર નીકળ્યો તો અવિનાશ મારી સામે જોયા વગર જ બીજી દિશામાં બે હાથ જોડી કરગરી રહ્યો હતો, ‘સાહેબ, મને ન મારો, આટલી નાની વાતમાં મને મોતની સજા ન આપો!’

મેં જોયું કે અવિનાશ કોઈ બીજી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો, જે એ રૂમમાં મૌજૂદ હતી! થોડી જ વારમાં સતત ચાર ગોળીનાં અવાજ આવ્યા અને પોઈન્ટ બ્લેન્ક રેંજથી કોઈએ શૂટઆઉટ કર્યું હોય એવી રીતે અવિનાશનાં કપાળમાં કાણા પાડીને એને વીંધી નખાયો હતો. હું ચીસો પાડી ઉઠ્યો, મારું શરીર ધ્રુજી રહ્યું હતું. મને કોઈ વાતમાં રસ નહોતો અને હું દોડીને રિસેપ્શન તરફ નીચે ભાગ્યો. હજુ તો હું કંઈ સમજુ એ પહેલા બહાર લોબીમાં મને સીડીઓ પાસે અવિનાશ મળ્યો!

આ શું થ રહ્યું હતું? મેં અવિનાશ ને કહ્યું ‘યાર તું તો અંદર હતો, તારા પર ગોળીબાર થયો!’ અવિનાશ કહે ‘નહીં યાર, હું તો અહીં જ બહાર ભો છું અને હું તો અંદર આવ્યો જ નહોતો...

આ બધુ શું થઈ રહ્યું હતું એની મને કોઈ ખબર નહોતી પડતી અને મારા ભેજામાં એકસાથે અનેક સવાલો તીરની જેમ વીંઝાઈ રહ્યા હતા. અવિનાશ અંદર તો આવ્યો હતો મારી સાથે. તો આ બહાર છે એ કોણ છે? અવિનાશ અંદર કોની સાથે વાત કરી રહ્યો હતો? શું ચાલી રહ્યું હતું આ બધું?

છેવટે બધું અવગણીને હું રિસેપ્શન ડેસ્ક પર પહોંચ્યો. હોટેલનાં માલિક શાહ સાહેબ આવી ગયા હતા. મેં સાહેબને આખી વાત કહી. લગભગ એક શ્વાસે બધું જ બોલી ગયો હતો. શાહ સાહેબ એકદમ ઠંડકથી બોલ્યા, ‘જો, તું બેસ અહીં શાંતિથી, હું તને બધું સમજાવું છું.’ મને નવાઈ લાગી, જાણે એ બધું જ જાણતા હતા એવું મને કેમ લાગી રહ્યું હતું?

છેવટે એમણે વાતરૂરી. લગભગ બે વર્ષ પહેલાની વાત છે. અહીં રૂમ નંબર 310માં એક ગેસ્ટ આવેલો, જેણે સાંજે સાડા સાતે એક ચા અને સેન્ડવિચનો ફોન પર ઓર્ડર આપેલો. રિસેપ્શન પર કોઈ નહોતું એટલે એ ગેસ્ટ રૂમનો દરવાજો ખોલી બહાર લૉબીમાં નીકળેલો. લોબીમાં સિક્યોરીટી પર્સન અવિનાશ પસાર થ રહ્યો હશે અને પેલો ગેસ્ટ પણ માથનો ફરેલ ગુંડો હતો એટલે એણે રડાકીથી અવિનાશને કહ્યું, ‘ચાલ એય મારા માટે એક ચા અને સેન્ડવિચ લ આવ ફટાફટ.

અવિનાશે કહ્યું, ‘સાહેબ, હું તો સિક્યોરીટી વાળો છું. એ મારું કામ નથી’. પેલો ગેસ્ટ બગડ્યો અને એણે અવિનાશને ધમકી આપી કે, હવે તો તારે જ લાવવું પડશે. છાનોમાનો લ આવ જા.

અવિનાશ પણ સ્વમાની અને મક્કમ હતો. એણે કહ્યું, હું નહીં જ જાઉં સાહેબ. તમારાથી જે થાય એ કરી લો!અવિનાશનો આવો જવાબ સાંભળીને પેલાનો પિત્તો ગયો અને એણે એની પાસેની પિસ્તોલથી અવિનાશનાં કપાળમાં ચાર ગોળીઓ ધરબી દીધી હતી.

આવા ઘાતકી હુમલાને કારણે અવિનાશ ત્યાં જ અને ત્યારે જ ઢળી પડ્યો હતો. એ ગેસ્ટને અમે પોલીસને હવાલે કરી દીધો હતો. પણ આજે બબ્બે વર્ષ પછી પણ સાંજે સાડા સાત વાગ્યે જાણે અવિનાશની આત્મા બોલતી હોય એવા કરડાકી વાળા અવાજે ફોન પર સેન્ડવિચ અને ચા નો ઓર્ડર આપવામાં આવે છે! અવિનાશ આજે પણ તારી જેમ કેટલાયને લોબીમાં તો ક્યારેક અહીં લિફ્ટમાં દેખાય જાય છે!

ગુઝબમ્પ:

Astraphobia : વીજળીનાં ચમકવા અને ગડગડાટથી લાગતો ડર!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.