ઢીંચાક પૂજા...
બીગ બોસ - ૧૧ માં ઢીંચાક પૂજાને લીધી તે ઘટનાથી સમગ્ર સૃષ્ટિમાં ખળભળાટ વ્યાપી ગયો છે. બીગ બોસ હાઉસમાં ય લોકો, ખાસ કરીને હીના ખાન ઉર્ફે ' યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ અક્ષરા રીતસરની ફફડી ગઇ છે. એને એમ થઇ ગયું છે કે ઘરની દાઝી વનમાં ગઇ તો વનમાં લાગી આગ. એટલે એ ઢીંપૂ (ઢીંચાક પૂજા) ને નિતનવી તરકીબોથી હેરાનગતિ કરવામાં કોઈ કસર છોડતી નથી જેથી કરીને ઢીંપૂ પોતે જ શો છોડી દે. પણ થયું છે એવું કે ઢીંપૂબેન મજબૂત થતાં જાય છે. પેલું કહે છે ને કે સોનું ટીપો એમ વધુ નીખરે, બિલકુલ એમ જ ઢીંપૂ નીખરતી જાય છે. ઢીંપૂ બીગ બોસ ૧૧માં દાખલ થઈ એ પહેલાંનો એનો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યુ અત્રે પ્રસ્તુત છે.
પ્રશ્નકર્તા: હેલો પૂજા, તમને કેવું લાગે છે બીગ બોસ જેવા મોટાં શોની ઓફર મળવાથી?
ઢીંચાક પૂજા : હેય, માય નેઈમ ઈઝ નોટ પૂજા, ઈટ્સ 'ઢીંચાક પૂજા'. કોલ મી 'ઢીંચાક પૂજા.' પૂજા ઈઝ સો મીડલક્લાસ નેઈમ, યુ નોવ..
પ્ર: ઓ સોરી સોરી , ઢીંચાક પૂજા.. તમે હાલમાં કેવું ફીલ કરી રહ્યા છો?
ઢીંપૂ : માર્વેલસ.. આવું તો મેં કદી સપનું જ નહતું જોયું કે હું પણ કોઈ દિવસ બીગ બોસમાં એઝ અ કન્ટેસ્ટન્ટ હોઇશ. શું છે કે તમને કહું, મને પર્સનલી આ શો બહુ જ ગમે છે. બિકોઝ ઓફ સલમાન ખાન.. સલમાન ખાનને મળવું મારું ઓલટાઈમ ફેવરિટ ડ્રીમ છે.
પ્ર: સલમાન તમારો ડ્રીમબોય છે?
ઢીંપૂ: ઓહ નોવવવવ.. એ તો મને એમના પર ક્રશ છે. યાહ, હી ઇઝ માય ફર્સ્ટ ક્રશ પણ નોટ અ ડ્રીમબોય. મારો ડ્રીમબોય તો 'કોઈ બીજું' છે.
પ્ર: ઓકે, ઢીંચાકજી, તમે અમને એમ કહેશો કે તમને આ બધી પ્રેરણા ક્યાંથી મળે છે? શું વિષય વૈવિધ્ય છે ! માઈન્ડબ્લોઈંગ.
ઢીંપૂ: આઉઉઉ.. થેન્કયુ સો મચ. બેઝિકલી મને એમ. જે. - માઇકલ જેક્સન ગમે છે. ટેરિફિક.. એમ.જે. મારો પ્રેરણાસ્રોત છે. પણ ટુ બી ઓનેસ્ટ, વિડીયો બનાવવાની પ્રેરણા મને તાહેર શાહ 'એન્જલ' પાસેથી મળી. સચ અ નાઈસ પર્સન, ના? એમણે 'એન્જલ' સોન્ગમાં જે રેન્જ પકડી છે એનાથી હું બહુ જ પ્રભાવિત થઈ. એમાં ય જ્યારે એમણે પેલો લીલો ભુરો મત્સ્યકન્યા જેવો ને પરી જેવો ગાઉન પહેરીને શુટ કરાવ્યું છે એ મને અપીલ કરી ગયું એન્ડ આઈ ડિસાઈડેડ ટુ મેઈક અ વિડિયો સોન્ગ. રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી.
પ્ર: ગ્રેટ. તમને ક્યારે જાણ થઈ કે તમે ગાઈ શકશો?
ઢીંપૂ: આમ તો મને બહુ નાનપણથી જ ગાયિકા બનવાની હોંશ હતી. એટલે હું બાથરુમમાં ખૂબ ગાતી. મારાં કેટલાંક મિત્રોને મારી આ ટેલેન્ટની જાણ કોઈ રીતે થઈ ગઈ. આઈ થિન્ક, મારા ફેમિલીમાંથી જ કોઈએ કહ્યું હશે. મારા ફેમિલીનાં લોકો ય સખ્ખત સપોર્ટિવ છે, યુ નોવ. મારા મિત્રોને ખબર પડી એટલે એમણે ગીત માટે જિદ્ કરી. ને મજાક મજાકમાં મેં એક ગીત લખીને વિડીયો શુટ કર્યું. અહીં તમને કહું કે મને મારાં લખેલાં ગીતો ગાવાની જ મઝા આવે છે કારણકે પહેલી લીટી મગજમાં આવે ત્યારથી જ મારા મગજમાં ધૂન પણ બનતી જતી હોય છે. નો નો.. સિરીયસલી, આઈ મીન ઈટ. એટલે મને એ પછી ગીત ગાવામાં ક્યાં અટકવું કે સુર બદલવાનું કોઇએ શીખવવું નથી પડતું. ને હા, મેં ગાવા કે લખવા માટે કોઈ પધ્ધતિસર તાલીમ નથી લીધી. ગોડ ગીફ્ટેડ, યુ નોવ.
પ્ર:તમારું પહેલું ગીત ' સ્વેગવાલી ટોપી' છે પણ તમે 'સેલ્ફી' ગીતથી પ્રખ્યાત થયા. બરાબર? એનું કોઈ ખાસ કારણ કહી શકશો?
ઢીંપૂ: નો કમેન્ટ્સ, પ્લીઝ.
પ્ર: બીગ બોસમાં તમારી વાઈલ્ડકાર્ડથી એન્ટ્રી થઈ છે. તમને પોતાને એમ લાગે છે કે તમે આ શોમાં ભાગ લેવા લાયક છો?
ઢીંપૂ: મને ખબર નથી.
પ્ર: તો ય.. કંઈક તો તમને એવું ફીલ થયું હશે ને ?
ઢીંપૂ: અ.. યા...મને લાગે છે કે મારી લોકપ્રિયતા જોઈને કદાચ શોમાં મને એન્ટ્રી આપી હોય અને શોનો ટીઆરપી વધારવાનો ટ્રાય કર્યો હોય.. ને યસ્સ.. તમે જુઓ કે મારા આવવાનાં સમાચાર માત્રથી જ બધે હો હા થઈ ગઈ છે. સાંભળ્યું છે કે પેલા હીના આન્ટી તો એટલા ગભરાઈ ગયા છે કે અત્યારથી જ કન્ટેસ્ટન્ટોને મારા વિરુધ્ધ ભડકાવવા માંડ્યા છે.
પ્ર: હીના આન્ટી?
ઢીંપૂ: યસ, અફકોર્સ.આન્ટી જ તો. હું તો હજી અર્લી ટ્વેન્ટીઝમાં છું ને એ તો કેટલા મોટા છે?
પ્ર: તમે બીગબોસ સિઝન ઇલેવનના કન્ટેસ્ટન્ટોને કંઈ કહેવા માંગશો?
ઢીંપુ: ચોક્કસ . હું એમને કહેવા માંગું છું કે હું તો એમની નાની બહેન જેવી છું. મારી સાથે પ્યાર મુહબ્બતથી જ બિહેવ કરજો પ્લીઝ. બધા જૂનાં બીગ બોસ શોઝમાં મેં જોયું છે કે બધાં અંદરોદર જ બહુ મિસબિહેવ કરતા હતા. મારે કહેવું છે કે મિત્રો, આપણે એક ઘરમાં રહેતા હોઇએ એટલે એક કુટુંબ જ કહેવાઈએ. એમાં રાજકારણ ના રમવાનું હોય આઈ ટેલ યુ.
પ્ર : તમારા ચાહકોને કંઈ સંદેશો આપશો?
ઢીંપૂ: હા , કેમ નહીં? ચાહકો છે તો હું છું. એક કલાકારની કદર ત્યારે જ થાય જ્યારે એનો ચાહકવર્ગ હોય. મને ટ્રોલ થવાથી સહેજ પણ ડર નથી. હાથી પાછળ કૂતરાં ભસે ત્યારે જો હાથી વારે વારે એમને જવાબ આપે તો એમાં હાથીની જ ગતિ અવરોધાય. એ જ રીતે મહાન કલાકાર જો બધે જવાબ આપવા બેસે તો એની અસર એની કલા પર પડે જ પડે. માટે હું કોઈ જ દલીલો કે ટ્રોલમાં પડ્યા વિના મારું કામ કરતી રહીશ. ને એમ જોવા જાવ તો જગતમાં દરેક મહાન વિભૂતિએ પહેલાં ટ્રોલ થવું જ પડ્યું છે. તો ય એમણે એ આફતમાં અવસર જોયો છે ને એમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા જ છે ને? મિત્રો, હું આ શોમાં જાઉં છું ત્યારે તમે મારાં વિડિયોઝ એટલાં લાઈક ને શેર કરજો કે ખૂદ યુટ્યુબ પણ પોતાનું નામ બદલીને ઢીંચાકટ્યુબ રાખે.
પ્ર: આમીન ..
ઢીંપૂ: થેન્કયુ સો મચ માય ડીયર ફ્રેન્ડ, હું તમારાથી પ્રભાવિત થઈ છું એટલે હવે નવા વિડીયોમાં મારા મિત્રોનાં સમૂહમાં તમને ચોક્કસ ઈન્ક્લુડ કરીશ.
પ્ર: આભાર ઢીંચાક પૂજાજી. વિશ યુ ઓલ ધ બેસ્ટ.
ક્રોંખારો:
ટ્રોલ થવું ઇઝ જસ્ટ લાઈક, બદનામ હી સહી નામ તો હુઆ...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર