મારા સપનાનું KBC

09 Sep, 2017
12:01 AM

શિલ્પા દેસાઈ

PC: livingindianews.co.in

મથાળું વાંચીને બચ્ચનસર યાદ આવ્યા કે નહીં? આઠ સિઝનથી ભયંકર લોકપ્રિય રહેલા કાર્યક્રમનો બચ્ચનસરને બેઠા કરવામાં બહુ મોટો ફાળો છે. જુ.બચ્ચન ઠરી નથી શક્યા હજુ સુધી ફિલ્મોમાં એનો વસવસો હશે બચ્ચન સરને બીજા સામાન્ય બાપની માફક . એમને ટેકો કરવા માટે સરે હજુ ફિલ્મો કે જાહેરખબરોના પાટિયે ચડવું પડે છે. પણ શું કે આવી ઘરની વાત કહે કોને બચાડા? મોટા માણસ, યુ નોવ.. તે ઘરમાં જયાજીએ કહ્યું હશે કેબાબાની વહુ કમાય ને આપણે ત્રણ  બેઠાબેઠા ખાઈએ તે સારું દેખાય. હું તો બા થયા પહેલાં રિટાયર થઇ ગઇ છું ને મને હવે દીકરી-વહુઓનાં  સીમંત પ્રસંગો સિવાય કોઈ પુછતું નથી. તમે  હજુ લોકોમાં પૂજનીય અને પૂછનીય છો તો તમે કંઈ કામ કરો. એમ કરતાં કોઈ વાર બાબાનો ચાન્સ લાગી જાય તો આપણે શાંતિથી ચારધામની જાતરાએ જઇશું.’ જે હોય તે , સરે તમાચો મારીને ગાલ લાલ રાખીને   કામ કરવું પડે છે હકીકત છે. પણ સરનો દબદબો જોરદાર. એમાં બેમત નહીં. સર જરાક માંદા પડે તો આખું મિડીયા ઉમટી પડે એમની ખુશીખબર જાણવા. સરે સૂપ પીધો કે પેટ સાફ નથી આવ્યુંથી માંડીને રેખાજી ખબર જોવા આવેલા એવું શોધી કાઢે. તો વળી કોઈ બાબુજીની મધુશાલા ઉંચકી લાવે

..૧૯૩૩માં લખાયેલી ચિરકાલીન કવિતા બાબુજીના સુપુત્રના શ્રીમુખે સાંભળજો કોઈવાર. નક્કી નહીં કરી શકો કે બહેતર શું છે.. (એમ તો મન્ના ડેએ ગાયેલું વર્ઝન વધારે અદ્ભુત છે પણ બચ્ચન સર એટલે બચ્ચન સર. ) મને શું વિચાર આવ્યો છે કે જો બચ્ચનસરવાળું સપનું જે અધૂરું રહી ગયેલું તે આવે તો મારી તો મન કી બાત મનમાં વિરમી જાય. તો હુઆ યું કિ હું એમને એક પત્ર લખી દઉં. એમાં મારે જે અધૂરા ઓરતા છે એટલીસ્ટ જણાવી તો દઉં . સર તો સોશિયલ મિડીયા ફ્રેન્ડલી છે એટલે તો ઈન્સ્ટા, ટમ્બલર, ફેસબુક, ટ્વીટર સબ બંદર કે વેપારી છે. પણ શું છે કે એમને બધા માધ્યમોમાં તો રોજના લાખો કાગળ મળે,એમાં મારો પત્ર ગેરવલ્લે જાય તો? એટલે પત્ર એમને હાથોહાથ મળે રીતે રજિ..ડી. કરીશ. સોશિયલ મિડીયા પર તો હમણાં વાઈરલ કરી દઈશ. તો મહામૂલો પત્ર મુજબ છે :                     

પરમ પૂજ્ય બચ્ચનજી,

 અત્ર કુશલં તત્રાસ્તુ.

જય ભારત સાથે જણાવવાનું કે સાથે આપના માટે થોડાં પ્રશ્નો - ઓપ્શન્સ સાથે મોકલું છું જેના વિચારીને ઉત્તર આપશો એવી આશા રાખવી વધુ પડતી તો કહેવાય. આપનું  સુસંસ્કૃત, સુશિક્ષિત ફેમિલી બેકગ્રાઉન્ડ છે અને એમાં હિન્દી ભાષા પરનો ગજ્જબનો કાબુ મારા સહિત ઘણાં બધાંને લઘુતાગ્રંથિ અનુભવવા મજબૂર કરી મૂકે છેહિન્દી આપણી રાષ્ટ્રભાષા હોવા છતાં મને લખતાં કે બોલતાં થોડી તકલીફ પડે છે. પણ આઇ પ્રોમિસ કે હું હિન્દી સુધારવાનો પ્રામાણિક  પ્રયત્ન ચોક્કસ કરીશ. આતીફેરી ગુજરાતીમાં પત્ર લખ્યો છે. આપે તો ઘણો સમય ગુજરાતમાં ગુજાર્યો છે તો એટલું ગુજરાતી તો હવે આવડી ગયું હશે એવી મારી માન્યતા ખોટી નથી ને ?

Anyways, રહ્યાં પ્રશ્નો. તમે લાઇફ લાઇન્સ પણ ઉપયોગ જેટલી વાર કરવો હશે એટલીવાર કરી શકશો. અત્યાર સુધીના  કેબીસીમાં ફોન--ફ્રેન્ડ, આસ્ક એક્સપર્ટ, ડબલ ડિપ અને ઓડિયન્સ પોલ એમ ચાર લાઈફ લાઈન્સ હતી પણ તમને એક વધારાની લાઈફ લાઈન આપી છે- વાઈફ લાઈન. વખતે જો કે કેબીસીમાં બધી લાઈફલાઈન્સના નામ બદલાયાં છે પણ તમારે જે લાઈફલાઈનનો ઉપયોગ કરવો હોય . મને ખબર છે કે તમે એક લાઈફલાઈનનો ઉપયોગ કરશો. પ્લસ , તમને બહુ મૂંઝવણમાં મૂકતા માત્ર પ્રશ્નો પુછ્યા છે તે ધ્યાને લેશો. તમે શરુઆતમાં  સરળ પ્રશ્ન પુછો છો એવી સામાન્ય છાપ છે. પ્રશ્નો તો સરળ છે પણ કદાચ તમારા માટે એના ઉત્તર મુશ્કેલ હોય એવી શક્યતા નકારી શકાતી નથી. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ.. (અહીં કોઈ બઝર ફઝર બજવાનું નથી તે સ્હેજ)

 

. તમારી ફિલ્મી કારકિર્દીમાં તમે સૌથી વધુ કમ્ફર્ટેબલી  કઈ અભિનેત્રી સાથે અભિનય કરી શકો?

A.   હેમા

B.   રેખા.

C.   જયા.

D.   સુષ્મા

. સોનિયાજી તમને અચાનક કોઈ સ્થળે મળી જાય તો :

A.   તમે નજર ફેરવીને ચાલવા માંડશો. .

B.   તમે રાહુલ બાબતે સાંત્વના આપશો.

C.   જુનાં દિવસો યાદ કરશો.

D.   ઘરે આવવાનું આમંત્રણ આપશો ( જો જયાજી સંમતિ આપે તો

. રાજકારણમાં ફરીથી આવશો?

A.   નો કમેન્ટ્સ.

B.   સાહેબ કહે તે ઘડીથી.

C.   વિચાર્યું નથી.

D.   કદી નહીં

. અભિષેકપુત્રી આરાધ્યા અભિનયના અજવાળાં ક્યારથી પાથરશે?

A.   એની જે મરજી હોય કરે.

B.   એના પપ્પા કહે ત્યારથી.

C.   એની મમ્મી કહે ત્યારથી.

D.   જેટલું જલદી તમારો ભાર ઉંચકવામાં મદદ કરે એટલું સારું

. પનામા પેપર્સ શું છે?

A.   કાગળ બનાવતી કંપની

B.   સિગારેટ.

C.   જાણીતી બ્રાન્ડની સિગારેટના કાયદેસરના કાગળિયા

D.   જે તે વ્યક્તિની સમગ્ર મિલકત અંગેની ગુપ્ત માહિતી રાખતા દસ્તાવેજ. 

.  બોફર્સ તોપવાળા કૌભાંડમાં તમે સામેલ હતા?

A.   ના.

B.   હા.

C.  ખબર નથી.

D.  I quit the game

તમારાં માટે આટલાં પ્રશ્નો છે. જો તમે ખેલ રમવા માંગતા હોવ તો તમારા જિયોના સીમકાર્ડથી સોની ટીવીમાં જાણ કરજો. આપણે તમારાથી શરુ કરીને અન્ય હસ્તીઓને પણ સાણસામાં ભેરવવાનો પ્લાન છે તે સફળ બનાવીશું. પૈસાની લેવડદેવડ ભુલી જજો . ક્યાંક તો ભગવાનથી ડરો. બધે શું પૈસા પૈસા ભેગાં કરવાનું વિચારો છો?

પૂ. જયાબાને સ્નેહસ્મરણ. ઐશ્વર્યાને કંઈ કહેવું નથી અને અભિષેકને ભગવાન જલદી સારાં દિવસો દેખાડે એવી શુભેચ્છાઓ. ટબલીને અઢળક વહાલ.

આપની વિશ્વાસુ,

હું.

ક્રોંખારો : મોટાંભાગે મહાન હસ્તીઓની નજીક જવામાં ભ્રમનિરસન થતું હોય છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.