નવરાશ

07 Oct, 2017
12:01 AM

શિલ્પા દેસાઈ

PC: anglokids.com

ઘણાં લોકોને નવરા બેસવું ગમતું હોય. ઉદ્યમી કીડીની જેમ કંઈ ને કંઈ કર્યા કરે. જરાક સમય મળ્યો એવું લાગે એટલે કશુંક તો શોધી કાઢે. ' કર્યું કામ' એમનો જીવનમંત્ર હોય. સારું છે આવો એટિટ્યુડ હોય પણ એના લીધે બિચારાં આજુબાજુવાળાને ભાગે સાંભળવાનું આવે. ભગવદ્ ગોમંડલમાં ' નવરાશ' શબ્દનો અર્થ અને સમજૂતી મુજબ આપી છે: નવરાશ: કામકાજ હોય એવો વખત; ફૂરસદ; અવકાશ; નિવૃત્તિ; નવરાઈ; કંઈ કામ કરવાનું હોય અથવા તો કામ બંધ કરવું હોય અથવા બંધ રાખ્યું હોય તે વખતને નવરાશ કહે છે. નવરાશ કામનો અભાવ જણાવે છે. ફૂરસદનો અર્થ જરા જૂદો પડે છે. નવરા માણસ પાસે કામ હોય પણ ફૂરસદવાળા પાસે કામ તો હોય છે. 'વિદ્યાપીઠનાં પંડિતો નવરાશનો વખત પત્રાવળા તૈયાર કરવામાં ગાળતા.' આવું ભગવદ્ ગોમંડલમાં લખ્યું છે. ફૂરસદનો સદુપયોગ, બીજું શું

કેટલાંક તો એમ માને - કેટલાંક શું, ૯૦% લોકો એમ માને છે કે ઘરમાં વળી શું કામ હોય? ઘરે રહેનારા નવરાધૂપ હોય, કોઈના સમય સાચવવાના હોય એટલે નસીબદાર. મારી એક મિત્રએ નોકરી છોડી દીધી. કારણ એટલું કે કોઈ આપણાને કહી શાનું જાય કે ટાઈમે કામ જોઈશે. નોકરી કરતી ત્યારે ઘરનું બધું કામ સમયસર થઈ જતું. જેવી નોકરી છોડી કે ત્રીજાં દિવસથી પતિ અને બાળકોએ જુદાં જુદાં ફરસાણ મિષ્ટાન્નની ફરમાઈશો કરવા માંડી. અધૂરામાં પૂરું પતિ મહાશય તો ઓફિસે થી ફોન કરીને રેસિપી કહે. ' નવરી ને હવે તો ઘરમાં વળી શું કામ હોય ' વાળી માનસિક્તા, યુ નોવ. મિત્રએ એક અઠવાડિયામાં ફરી નોકરી શોધવા માંડી. ઘરેથી કામ કરીને આર્થિક ઉપાર્જન કરતા હોય એને વળી જુદી સમસ્યાઓ નડે. 'તમારે ક્યાં કોઈ ઓફિસ ટાઈમ સાચવવાનો છે? મરજીના માલિક, જ્યારે કામ કરવું હોય ત્યારે કરાય , ને જલસા..' ને પછી ટાણે-કટાણે ફોન ને ફ્લાઈંગ વિઝીટ..કસમયે આવા સંકટો સાંકળ લાગે

ઘણાં માતા પિતા બાળકોને નવરાં પડવા દે. એક પછી એક ક્લાસીસમાં જોતરેલાં હોય. 'નવરાં રહીને તોફાન મસ્તી કરે એના કરતાં કંઈ શીખે તો એમને કામ લાગવાનું ને'એવાં જસ્ટિફિકેશન પણ તૈયાર હોય. તો કેટલાંક બાળકો માતા પિતાને વ્યસ્ત રાખે. એક પરિચિત છે. એમનો દીકરો પરાક્રમી પાક્યો છે. નિતનવા બખેડાં હોય. કોઈ દિવસ પોતે પડે આખડે તો કોઈ દિવસ ગામનો ઝગડો ઘરમાં લાવે. સતત પ્રવૃત્તિમય જીવન. જો એકાદ અઠવાડિયું કોઈ પરાક્રમ વિના જાય તો એને તો ઠીક હવે તો એના મમ્મી પપ્પાને સમથીંગ ઈઝ મિસીંગ વાળી ફીલીંગ આવે છે

દરેક જગ્યાએ નવરો/રી  કે નવરાઓ તો હોય . એમની પાસે નવરાશ ઝાઝેરી હોય એટલે આજુબાજુની માહિતી કે સમાચાર પણ લેટેસ્ટ હોયસોસાયટીમાં કોણ આવેલું, કોનાં ઘરે આવેલું, કયું વાહન હતું, કેટલી વાર રોકાયેલું થી માંડી ને પાર્ટીએ નાસ્તો કે આઈસ્ક્રીમને ન્યાય આપ્યો ત્યાં સુધીની માહિતી હોય. સિક્યુરીટી સર્વિસવાળાને તાલીમ આપી શકે એટલા સજ્જ હોય. નવરા હોય એને અહીંની તહીં ને તહીંની અહીં કરવાની ટેવ સાર્વત્રિક છે. જે એમને નવરાશમાં ઉપયોગી નીવડે. કેટલીકવાર નવરાશમાં મનુષ્ય ભાન ભૂલીને આચરવાનું આચરી બેસે છે. એકવાર કૈકેયી નવરાં હતાં ને મંથરાએ  કૈકેયીના માથામાં તેલ નાંખતા નાંખતા કાનમાં રામને વનવાસ અને  ભરતને રાજા બનાવવાનું સુઝાડેલું. નવરાશમાં કૈકેયીને બીજું કંઈ વિચારવા જેવું લાગ્યું ને રેસ્ટ ઈઝ હિસ્ટ્રી. એમ તો આપણે ઓટલા પરિષદોમાં શાક સુધારતી, લસણ ફોલતી બાઓ,મમ્મીઓ,કાકીઓ, માસીઓને કે રાત્રે જમ્યા પછી ઘરેથી નીકળીને છેક.....પાનનાં ગલ્લે સુધી ચાલવાની કસરત કરતાં ને અમસ્તાં માવામસાલા ખાતા-થુંકતા, બીડી પીતાં, દુનિયાભરના રાજકારણ કે ક્રિકેટની ઉગ્ર ચર્ચા કરતાં દાદાઓ,પપ્પાઓ, કાકાઓને જોયા છે ને? પરસ્પર સંવાદિતા વધે, કામનું કામ થાય , મન પર કોઈ ભાર નહીં ને સામાજિક નિસબત વધે તે નફામાં. હવે ઓટલાઓનું કે પાનના ગલ્લાનું સ્થાન સોશિયલ મિડીયાએ લઈ લીધું છે. એટલે હવે શાક સુધારવા કે સિગરેટ- મસાલા ખાવા જવા માટે ખાસ સમય કાઢવો પડે છે. ને એટલે નવરાશમાં કુટુંબીઓ, પાડોશીઓ કે મિત્રો સાથે કુટુંબભાવના વિકસાવવાનો સંયોગ ઓછો રચાય છે. સમાજમાં અસહિષ્ણુતા વધારવામાં સોશિયલ મિડીયાનો ફાળો નાનોસુનો નથી. હવે લોકો નવરાં પડે ત્યારે સોશિયલ મિડીયા પર એક્ટિવ હોય છે

કહે છે કે રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો. કારણકે એને ખબર હતી કે આગ શમાવવાનું કાર્ય એનું નથી. તો ફાયરબ્રિગેડવાળા કરશે. ગામ ભડકે બળતું હોય ત્યારે કોઈ બદનસીબ બીજું કામ કરવું હોય તો શું કરેનસીબ અવળા કે ત્યાં ઓટલા પરિષદ કે પાનનાં ગલ્લા નહતા કે નીરોભાઈ ત્યાં જઈને નિષ્ણાતની જેમ વિશેષ ટીપ્પણી આપી શકે. એટલે એમણે અણધારી નવરાશનો ઉપયોગ પોતાની બજાવવાની કલાનો વિકાસ કરવામાં કર્યો તો વાંકદેખાઓ સહન કરી શક્યા અને એક બિચારાં કલારસિકને બદનામ કરી મૂક્યો. નસીબ , બીજું શું? 'નવરો બેઠો નખ્ખોદ વાળે' કે 'નવરું મગજ શેતાનનું કારખાનું છે 'જેવી નવરાશ- વિરોધી ઉક્તિઓ આવા વાંકદેખાઓએ શોધી હોવી જોઈએ. પોતાને એવી જાહોજલાલી નથી મળી એવી છૂપી ઈર્ષા જવાબદાર ખરી.

જે એમ કહેતું હોય કે મને સહેજ પણ વખત નથી એની પાસે સારો એવો સમય હો઼ય છે- મતલબનું કશેક વાંચ્યાનું સ્મરણ છે. બાકી ગાંધીજીનો દિવસ પણ ચોવીસ કલાકનો હતો. રોજિંદા કામો સિવાય અનેક મુસાફરીઓ, મુલાકાતો વગેરેમાંથી સમય કાઢીને લખાપટ્ટી કરી ને એમાં એમણે લગભગ દોઢ કરોડ શબ્દો લખ્યા

 

ક્રોંખારો: મનુષ્ય નવરો હોય તો ' માખી મારે છે' એમ કહેવાતું હોય છે. મક્ષિકાસમાજમાં માખી નવરી હોય ત્યારે ' મનુષ્ય મારે છે' એમ કહેવાતું હશે

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.