માફ કરશો

30 Sep, 2017
12:01 AM

શિલ્પા દેસાઈ

PC: desicomments.com

થોડાં સમય પહેલાં બ્રિટનમાં એક વિશ્વકક્ષાનો સરવે થયેલો. એક આડવાત. સરવેની વાતો બડી મજેદાર હોય છે. દા.. કોઈ શહેરનાં ૧૮થી ૨૫ વર્ષના વયજૂથને સાંકળીને કોઈ સરવે કર્યો હોય. માની લો કે આપણે વયજૂથ કે શહેરમાં વસતા હોઈએ તો આપણાને કે આપણા દૂર દૂર સુધીના કોઈ પરિચિતને સરવેની માહિતી સુધ્ધાં હોય. સવાલ થાય કે તો સરવે કોનો કર્યો? જે હોય તે, બ્રિટનમાં જે સરવે થયેલો અનુસાર બ્રિટીશ નાગરિકો એક કલાકમાં સરેરાશ બે વખત અને દિવસ દરમ્યાન ઓછામાં ઓછું આઠ વખત 'સોરી' બોલે છે. એવું તે શું કરતા હશે કે એમણે આટલી બધી વાર 'સોરી' કહેવું પડે? મુખ્ય બે કારણ લાગે છે. . નમ્રતાનો અવતાર હોય અને . કજિયાનું મોં કાળું સૂત્ર આત્મસાત કર્યું હોય. કંકાસ ઊભો થાય તે પહેલાં ડામી દેવા વારંવાર સોરી બોલતા હોય. સરવેમાં અમેરિકનો બ્રિટીશરોની તુલનામાં વધુ સહનશીલ સાબિત થયા છે. અમેરિકનો વારેવારે 'સોરી'પ્રસાદ ધરવામાં ઓછું માને છે. એમાં કદાચ એમનો જગતકાજી હોવાનો જે સુપિરિયારીટી કોમ્પ્લેક્સ છે જવાબદાર હોય એમ બને. 

સરવેમાં એવું જાણવા મળ્યું કે બ્રિટીશરો ઘણીવાર આદતવશ 'સોરી' કહી દે છે. નિર્જીવ વસ્તુઓને સોરી કહેતા હોય તો નવાઈ નહીંક્યારેક કશી ભુલ કરી હોય તો સોરી બોલે. અત્યંત વિવેકી. ભારતની કે અન્ય નબળા દેશોની સ્વતંત્રતા પર તરાપ મારવા બદલ કોઈ સત્તાધીશે સોરી કહેવું જોઈએ કે નહીં એવો પ્રશ્ન  સરવેમાં નહીં હોય. આપણે ત્યાં આવો સરવે થાય તો સોરી કહેવાવાળા સમૂહની ટકાવારી દશાંશમાં આવે. શું ને હાલતા ને ચાલતા સોરી કહેવાનું વળી? કોઈવાર ફોર ચેન્જ ઠીક છે કે માંગી લઈએ માફી. પણ સામાવાળાને આપણા સોરીની ટેવ પડવી જોઈએ. વારંવાર સોરી કહેવાથી સામેવાળી વ્યક્તિ આપણા આત્મવિશ્વાસમાં કમી છે એમ માની બેસે છે અને દાદાગીરી કરવાનું શરુ કરી દે એમ પણ બનેઆપણે ત્યાં સોરી કહેવાનું ચલણ ઓછું છે એના ઘણાં બધાં કારણ છે. 

.આપણી હક્કભાવના : આપણે માની લઈએ છીએ કે કોઈને દુ: પહોંચાડવાનો આપણો જન્મસિધ્ધ અધિકાર છે. એટલે આપણે સોરી કહેતા નથી. વગરવાંકે તતડાવી નાંખેલા , ઘરકામ કરતાં રામાની માફી માંગવાનું ભાગ્યે સુઝે. ત્યારે આપણે જાતે આશ્વાસન લઈ લઈએ કે એને તો એવું કશું હોય. આપણું માન સન્માન હીરામોતી ને નાના માણસોનું માન સન્માન ગારોમાટી જેવી માનસિક્તા, યુ સી. 

. અણસમજ:  સામી વ્યક્તિને આપણે દુ: પહોંચાડ્યું છે એવો સંદેશો આપણા મગજ સુધી પહોંચતો નથી અથવા વિલંબે પહોંચે છે. સ્લો બુધ્ધિ , યુ નોવ. 

. અહોભાવ : 'આપડે તો કોઈને દુ: પહોંચાડીએ નહીં અથવા આપડે તો હાવ નરમદિલ, મરતાને મર પણ કહીએ' જેવો પોતાના માટે અહોભાવ. અમારાં એક પરિચિત છે. એમને પોતાનાં માટે આવી ભાવના. કોઈ દિવસ પોતે વાંકમાં છે એવું કબૂલે નહીં. હવે જો પોતે વાંકમાં નથી તો માફી શેનાં માટે માંગવાની. 

. પ્રેસ્ટીજ ઈશ્યુ : ખબર પડે ખરી કે પોતાના થકી કોઈ દુ:ખી થયું છે પણ માફી માંગવાથી એમની શાન કહેતા પ્રતિષ્ઠા કહેતા પ્રેસ્ટીજને ધક્કો લાગે અને કડડભુસ થઈ જાય છે જેવી માન્યતા ઊંડે સુધી ઘર કરી ગઈ હોય ત્યારે માફી માંગવામાં અખાડા કરાય છે. ઉચ્ચ હોદ્દા પર બિરાજેલાં ઘણાં બધાંને સમસ્યા હોય છે. 

. પૂર્વધારણા-:  ' એને તો કોઈ દિવસ દુ: લાગે નહીં ગમ્મે તે કહેવાય,વર્તાય' ની પૂર્વધારણા વિલન હોય છે. આવી પરિસ્થિતિ માટે બંને પક્ષ જવાબદાર કહેવાય. 'મને ખોટું લાગ્યું છે એવું હું કહીશ તો એને નહીં ગમે'માં કાયમ દુ:ખી થાય.

. પૂર્વધારણા - : ' એને તો ખસખસની ઠેસ લાગતી હોય છે. આખો વખત શું માફીઓ માંગ્યા કરવાની?' પૂર્વધારણા ૧થી સાવ જુદી પરિસ્થિતિ માફી માંગવાનું નજરઅંદાજ કરી શકાય એવું પરિબળ છે. નાની નાની વાતમાં ખોટું લગાડી બેસતાં હોય એની માફી માંગનાર મોટેભાગે તો વાતની માંડવાલી કરવા માફી માંગી લે છે. એક કામ પતે. 

માફી માંગવાવાળા બીજાં, અમે નહીં'ની માનસિક્તા કે અમે તો જાનૈયા અથવા તો એમના કરતાં પૈસાવાળા અથવા તો ઉચ્ચ જ્ઞાતિના હોવાનો સુપિરિયારીટી કોમ્પ્લેક્સ મોટાંભાગનાંને નડતો હોય છે. સરવે ( વળી પાછો સરવે ) તો એવું કહે છે કે માફી માંગવામાં મહિલાઓ સદા અગ્રેસર હોય છે. એનું કારણ શું ભલે સરવેમાં જણાવ્યું હોય પણ અમે જાણીએ છીએ કે સરવે કરવાવાળા પુરુષ હોવા જોઈએ. કારણકે આખો મુદ્દો સિફતથી ઉડાવી મુકાયો છે. હજુ સુધી કોઈ મહિલા સંગઠનની સરવે પર નજર કેમ નથી પડી સરવેનો વિષય ખરો. કાલ ઉઠીને જિસસ કરે ને કોઈ મહિલા સંગઠન મુદ્દે હાથમાં મીણબત્તીઓ લઈને ચાર રસ્તે  ભેગી થઈ જાય તો સરવેવાળા માફી માંગશે કે નહીં રસપ્રદ ડિબેટ છે.

ચેન્નઈમાં એક ચોરે મંદિર બનાવ્યું . અફકોર્સ, ચોરીના પૈસે . દર વખતે ચોરી કરવા જતાં પહેલાં મંદિરમાં દેવીની માફી માંગીને નીકળતો. એને એમ હશે કે રીતે જવાથી એના ગુના માફ થઈ જશે પણ પોલીસે એની આગોતરી ધાર્મિક માફીઓ ગણકારી નહીં ને જેલભેગો કરી દીધો. હમણાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને માફી માંગવી એટલે શું બકાયદા ખબર પડી ગઈ છે.

 

ક્રોંખારો : વારેવારે માફી માંગીને કે  'સોરી'ની લહાણી કરીને શબ્દ એટલો તો પોલો થઈ ગયો છે કે ખરેખર કોઈ માફી માંગે તો એની સચ્ચાઈ પ્રત્યે શંકા જાય છે

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.