અપેક્ષા

02 Sep, 2017
12:01 AM

શિલ્પા દેસાઈ

PC: wdy.in

દલાઈ લામાએ વર્ષો પહેલાં કોઈ ફ્રેન્ચ પત્રકારને મુલાકાતમાં એમના અનુગામી તરીકે કોઈ મહિલા આવે તો આકર્ષક હોય જરુરી છે એવા મતલબની એમની અપેક્ષા વ્યક્ત કરેલી પણ પછી એમને થયું કે પોતે આવું વિવાદાસ્પદ વિધાન કરશે તો સામાન્ય જનની અપેક્ષામાં ઊણા ઉતરશે એટલે ભૂલસુધારણા આમનોંધ તરીકે તાજેતરની  એક મુલાકાતમાં દલાઈ લામા તરીકે મહિલા હોય ઈચ્છનીય છે કારણકે મહિલાઓમાં કરુણા અને પ્રેમની ક્ષમતા કુદરતી હોય છે એમ કહીને વાત વાળી લીધી બાકી ચીનકાઓને ભારતને ભીંસમાં લેવાનો ડોકલામ પછી દલાઈ લામાનો મુદ્દો મળી જાત .

એમ તો જય લલિતાને એમના જન્મદિવસે ખુશ કરવા સ્થાનિક ધારાસભ્ય નામે કરુપૈયા પુરી અડતાલીસ મિનીટ સુધી પીઠના સહારે તરતા રહેલા તો બીજા ધારાસભ્યે તો એક અભિયાન આયોજિત કરીને એક હજ્જાર વ્યક્તિઓના હાથ પર અમ્માજીના નામનું ટેટુ ચિતરાવેલું. બે ધારાસભ્યોની અપેક્ષાઓ શું હતી તો ખબર નથી પણ જે હજાર જણે અમ્માજીની અમીનજર માટે ટેટુ ચિતરાવ્યા એમની અપેક્ષા તો અમ્માજીના  વૈકુંઠવાસ સિધાવવાથી જેટલીવાર ટેટુ જુએ એટલીવાર ભોંયભેગી થતી હશે.

મુળ વાત અપેક્ષાની છે. દરેકને અન્ય પાસે અપેક્ષા રહેવાની . એક કિસ્સો યાદ આવ્યો . ‘અપેક્ષા દુ:ખની મા છેએવું થોડાં દિવસ પહેલાં એક રિક્ષા પાછળ વાંચેલું. રિક્ષા ડ્રાઈવર તો લખાવવાના પૈસા આપીને ભુલી ગયો કે વાક્ય એણે પણ યાદ રાખવાનું છે. બીજાં વાહનોથી આગળ નીકળી જવાની અપેક્ષાએ એણે ટ્રાફિક સિગ્નલ તોડ્યું ને દંડને પાત્ર બન્યો. રકઝક કરવામાં દંડ વધતો ગયો. છેવટે ભરવા તો પડ્યા જો એણે આગળ નીકળી જવાની અપેક્ષા મનમાં આણી હોત તો અત્યારે એને નુકસાન વેઠવાનો વારો આવ્યો હોત.

અન્ય પોતાને નોટિસ કરે એવી છુપી અપેક્ષા વહેલીમોડી જાહેર થતી હોય છે. લગભગ દરેકને મનોમન એવી અપેક્ષા હોય છે કે એનું સન્માન થાય, સમાજમાં નોંધ લેવાય, છાપામાં ફોટા આવે વગેરે વગેરે. પણ બધામાં સૌથી વધુ અપેક્ષા હોય તો પતિ- પત્નીની એકબીજા માટે. પતિને અપેક્ષા પેલા જૂના ને જાણીતા સંસ્કૃત શ્લોકમાં ઝાઝી હોહા કર્યા વિના સુપેરે વ્યક્ત થઈ જાય છે.

कार्येषु मन्त्री करणेषु दासी

भोज्येषु माता शयनेषु रम्भा

धर्मानुकूला क्षमया धरित्री

ભાષાપંડિતોએ આટલામાં કેવી પત્ની અપેક્ષિત છે સમજાવી દીધું પણ સ્ત્રીને કેવો પતિ અપેક્ષિત છે સમજવામાં ગોથું  ખાધું હોવું જોઇએ. બાકી કેમ એમના માટે આટલો સચોટ શ્લોક નથી લખાયો? પશ્ચિમમાં સપ્ટેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર Wife Appreciation Day તરીકે ઉજવાય છે. પત્નીની સરાહના કરવાનો દિવસ- કેટલો ઉમદા વિચાર છે! દિવસની we,the people of India…કેમ નોંધ નથી લેતા? કે પછી વહુઘેલા ગણાઈ જવાની ધાસ્તી હશે? જો કે પત્નીની પ્રશંસા કરવામાં અમુક લોકોનો જોટો જડે. જે હોય તે, અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. ટીપ્સનો માત્ર સપ્ટેમ્બર મહિનાના ત્રીજા રવિવારે ઉપયોગ કરતા આખું વરસ ઉપયોગ કરવામાં આવે તો સરવાળે તો સુખ એમનું છે.

. પત્નીને આશ્ચર્ય જરુર આપો, આંચકા નહીં. કોઈ દિવસ કદર કરી હોય તો શરુઆતમાં આકરું ચોક્કસ પડવાનું છે પણ લાંબા ગાળાના સુખનો વિચાર કરી સમસ્યાને હસી નાંખો. એક દિવસમાં બધી કદરનો સ્ટોક પૂરો કરી નાંખવો જરુરી નથી. વધુ પડતી કદર કરવાથી પત્નીને વહેમ જઈ શકે છે કે તમારું ક્યાંક બીજે ચક્કર ચાલુ થયું છે એટલે તમે ઘેલા કાઢો છો. ‘આપ તો ઐસે થેનો કીડો જિંદગીભર ચટકે એવી ને એટલી પ્રશંસા કરવાથી બચો.

. પત્નીની રસોઈ જેવી હોય એવી , તમારે સહન કરવાની છે. રોજ વાંધાવચકા કાઢવાથી રસોઈયો રાખવાનું આર્થિક નુકસાન આવી પડે અથવા જાતે શીખવી પડે નોબત આવવા દો. એના કરતાંતું ગમ્મે તે બનાવે , મને તો ભાવે છે.’ એવી એને અનુભૂતિ કરાવો,પછી પણ તમને ભાવે સ્વાદની રસોઈ બનાવશે. કદાચ એકાદ વરસ તમને ભાવે એવી રસોઈ બને, પણ પછીતમે ટેવાઈ જશો. કોઈ દિવસ તમે રસોડામાં આંટો મારો તો તમને ખબર પડશે કે કેટલા વીસે સો થાય છે. એટ લીસ્ટ, મસાલાના ડબ્બામાં કયા કયા મસાલા ભરે છે તો જાણો . બધું તો સામાન્ય જ્ઞાન છે પણ એના માટે બચ્ચન સરકૌન બનેગા કરોડપતિમાં ઓપ્શન સાથેતીસરા પ્રશ્ન બીસ હજાર રુપયે કે લિએ’  પૂછે તો ખબર હોવી જોઈએ એવો ભ્રમ વહેલી તકે કાઢી નાંખો.

. પત્નીની ડ્રેસીંગ સેન્સ કે મેક ઓવર સેન્સ સુધારવાનો પ્રયત્ન કરો. કારણકે જો નહીં બદલાય તો ડ્રેસીંગ સેન્સ કે મેક ઓવર જેવા ફાલતુ મુદ્દે ઘરમાં ભારેલા અગ્નિનું વાતાવરણ રહેશે. If you cant change her, join her સુત્ર અપનાવી લો. ઘરમાં હર્ષોલ્લાસ કાયમ રહેશે.

. પત્નીના સગાંવહાલાંને પત્ની જેટલું માન આપે એનાથી વધુ માન આપો. રાજેશ ખન્ના એક ફિલ્મમાં કહી ગયા છે કેસાસુ તીરથ , સસુરા તીરથ, તીરથ સાલાસાલી હૈ…’ જેમ પત્ની તમારા ઘરમાં આવીને બધો વહીવટ સંભાળી લે છે એમ તમે એના પિયરનો વટ વહીવટ સંભાળો. બહુ બહુ તો તમને વહુઘેલો બિરુદ મળશે. પણ પતિ એના કહ્યામાં છે એવું પિયરમાં સાબિત કરવાનું  દરેક પત્નીને ગમતું હોય છે. તમારાવાળી કંઈ દેવની દીધેલી નથી કે બધાથી જુદી હોય.

. પત્નીના મિત્રોને પ્રેમથી આવકારો પણ એમાં બહેનપણીઓ માટે બહેન જેવો ભાવ રાખવો. અઢળક ઢળિયો રે મારો શામળિયોમાં તમારો વટ પડવાને બદલે વારો પડી જાય ધ્યાન રાખવું. પત્નીઓની સિક્સ્થ સેન્સ સોલ્લિડ હોય છે નિર્વિવાદ સત્ય છે. અજાણતાં ચેલેન્જ કરવામાં જિંદગીભર સાંભળવું પડે પરિસ્થિતિનું  નિર્માણ   થવા દો.

ઉપર જણાવેલી જીવન ઉપયોગી ટિપ્સને જીવનમાં વણી લેવાથી અર્ધી જીવનયાત્રા સરળ થઈ જશે. બાકીની અર્ધી જીવનયાત્રા સરળ કરવા માટે પત્ની ફાળો આપશે ને? એટલી અપેક્ષા તો રખાય .

ક્રોંખારો: અપેક્ષા -expectation જન્મજાત વૃત્તિ છે

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.