એક લડકી કો દેખા તો...

17 Feb, 2018
07:01 AM

શિલ્પા દેસાઈ

PC: hindustantimes

મલયાલમ ફિલ્મથી જે હજુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઈ રહી છે તેવી પ્રિયા પ્રકાશ વરિયર આજકાલ હોટ ટોપિક છે. વેલેન્ટાઈન ડેની પહેલાં પહેલાં જ આવેલી એની એક નાની અમથી ક્લિપે આબાલ-વૃદ્ધ દરેકને મુગ્ધ પ્રેમી બનાવી મૂક્યા. અત્રે પ્રસ્તુત છે પ્રિયાજીના એક્સક્લુઝીવ ઈન્ટરવ્યુના અંશો.

મુલાકાત લેનાર: હેયા .. હાઉઝ યુ ગર્લી? 

પ્રિયા: યાહ.. એમ ગુડ. યુ સે.. ઓલ ગુડ? 

મુ: યસ, ઓલ ગુડ ને થેન્કસ કે તેં તારા બિઝી સ્કેડ્યુલમાંથી ય અમને સમય આપ્યો. 

પ્રિયા: અરે.. એનિથિંગ ફોર યુ. પેલું અનિલ અંકલે કહેલું ને 'તેજાબ' ફિલ્મમાં, વક્ત હોતા નહીં, નિકાલના પડતા હૈ.. હીહીહીહી..

મુ: ઓહો.. આઈ એમ ઈમ્પ્રેસ્ડ તારા નોલેજથી, આઈ સ્વેર. 

પ્રિયા: તેજાબમાં માધુરીજી કેટલા ચાર્મિંગ દેખાતા હતા? શી ઈઝ માહ રોલ મોડેલ.

મુ: સરસ કહેવાય. માધુરીજીને આ વાંચીને જતી ઉંમરે ઘણું સારું લાગશે. અલી, જબરું ગામ ગાંડુ કર્યું છે તેં તો, આઈ સ્વેર. હજુ તો ફિલ્મ આવી ય નથી ને આજકલ છાયે હુએ હો હર જગહ..આંખના ઉલાળા કરતી નાની અમથી ક્લિપ એટલી તો વાઈરલ થઈ ગઈ કે તને ઈન્સ્ટા પર ફોલો કરનારાની સંખ્યા આભને આંબી ગઈ. તું અત્યારે ઇન્સ્ટા પર થર્ડ હાઈએસ્ટ ફેન ફોલોઅર્સ ધરાવે છે, ખબર છે તને? નહીં જ ખબર હોય આઈ અમ શ્યોર. હીરાને પોતાને પોતે કેટલો કિંમતી છે એ ક્યાં ખબર હોય છે! અમે તારી મુલાકાત અંતર્ગત કેટલાંક પ્રશ્નો પૂછીશું ને સાથે સાથે ઓપ્શન્સ પણ આપીશું એટલે શું કે તારે બહુ વિચારવામાં સમય ન બગડે. 

પ્રિયા: ઓહ્હ.. સો નાઈસ ઓફ યુ. 

મુ: હીયર યુ આર.. 

પ્રિયા: યાહ..શુટ..

મુ: તમે માત્ર 18 જ વર્ષના હોવા છતાં આંખના હલનચલન પર આટલો અદ્ભૂત કંટ્રોલ કેવી રીતે મેળવ્યો? આઈ મીન કઈ ઉંમરથી તમે આ કલા-કારીગરીમાં સક્રિય થયા? 

પ્રિયા: એક્ચ્યુલી મને યાદ નથી. હું બહુ નાની હતી ત્યારે લીંબુ ચમચો, કોથળાદોડ અને એક આંખ મીંચવાની રમતમાં કાયમ જીતી જતી. પણ આંખ મીંચકારવાવાળી રમતથી મને આટલું નેઈમ ને ફેઈમ મળશે એવું આઈ નેવા થોટ, યુ નોવ. 

મુ: તમે અભ્યાસ કરો છો એ સ્કૂલ /કોલેજમાં અભ્યાસેતર કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો? 

અ. સીવણ / ભરતગૂંથણ

બ. પાકશાસ્ત્ર અથવા ગૃહ ઉપયોગી પ્રવૃત્તિઓ

ક. નૃત્ય-અભિનય

ડ. એક પણ નહીં. 

જો તમારો ઉત્તર આ પ્રશ્ન માટે 'અ' હોય તો - કયા કયા ટાંકા આવડે? 

'બ' હોય તો કયા વ્યંજન વાનગીમાં હથોટી છે? 

'ક' હોય તો કયા પ્રકારના નૃત્યમાં રસરુચિ ધરાવો છો? અભિનયમાં કયા હાવભાવ લાવવા સરળ / મુશ્કેલ લાગે છે? 

' ડ' હોય તો બહાર ક્યાંય કોઈ ક્લાસીસમાં જાવ છો? 

પ્રિયા: બાપરે, આખું ક્વેશ્ચન પેપર પૂછી લીધું કે શું? પ્લીઝ કટ ધ મેટર શોર્ટ.. આંખની આ રમત મને ગમે છે ધેટ્સ ઓલ...ને નો મોર ક્વેશ્ચન્સ ઓન ધેટ પ્લીઝ.. હું થાકી ગઈ છું બધા ખુલાસા આપતા આપતા .. 

મુ: શું તમે જાણો છો કે તમારી આ 'નૈનમટક્કા' વાઈરલ થયા પછી ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ પર તમારા નામના ફેક અકાઉન્ટસ પણ ખૂલી ગયા છે? 

પ્રિયા: અં હા , મને મઝા પડે છે આમ ફેમસ થવાની .. ઝાકમઝોળ આઈ લવ..યુ નોવ ..

મુ: શું તમે વધુ અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો? કે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવાનું પસંદ કરશો? 

પ્રિયા: લુક, આઈ બિલિવ ઇન ડેસ્ટિની..નસીબમાં જે લખ્યું હશે તે થશે. 

મુ: ઉપરોક્ત પ્રશ્નના અનુસંધાનમાં જોઇએ તો જો તમે ફિલ્મ લાઈનમાં આવવાનું વિચારતા હોવ તો ટોલીવુડને જ પ્રાધાન્ય આપશો?

પ્રિયા: હા, માતૃભાષા એટલે માતૃભાષા. પણ હા, જો બોલિવુડમાંથી સારી ઓફર આવે તો એ પણ સ્વીકારી શકાય. તમને એક કોન્ફિ. મેટર શેઅર કરું? રિસન્ટલી જ હોલિવુડમાંથી ઢાંસુ ઓફર મળી છે. પાસપોર્ટ આવે એટલે હોલિવુડ ઇઝ માય ડેસ્ટિનેશન. ત્યાં સુધી તો દેશમાં જ રહીને યુવાધનને પ્રેરણા આપીશ. 

મુ: નાટકમાં વધુ રુચિ કે ફિલ્મમાં? 

પ્રિયા: બંનેમાં સરખી જ રુચિ છે. જે સમયે જે રોલ પ્લે કરવાનો આવે એ કરવાની તૈયારી છે મારી. નાટક ઈઝ વેરી ચેલેન્જિંગ ફોર એવરી પર્ફોર્મન્સ .. યુ ડોન્ટ ગેટ ટાઈમ ફોર રિટેક. ફિલ્મમાં તમે બજેટ પ્રમાણે રિટેક કરી/કરાવી શકો. 

મુ: પ્રાદેશિક , ખાસ કરીને ગુજરાતી ફિલ્મોના ભાવિ વિષે તમારું શું માનવું છે? 

પ્રિયા: ઓહ, ગુજરાતીમાં ફિલ્મો બને છે એ મને ખબર નથી એટલે એ વિષે હું કંઈ ન કહી શકું. 

મુ: ટેડેક્સમાં ટોક આપવા જશો ? 

પ્રિયા: બોલાવશે તો ચોક્કસ જવાનું પસંદ કરીશ. એ વાત અલગ છે કે એમનું અંગ્રેજી મને નથી સમજાતું અને મારું એમને નહીં સમજાય. 

મુ: ટીવી સિરિયલ્સ વિષે શું અભિપ્રાય છે? 

પ્રિયા: બધી સિરિયલ્સ બીબાંઢાળ હોય છે. બનારસી સાડી , ભારે દાગીના , દિવસના ગમે તે પ્રહરમાં વાળ પણ વાંકો ન થયો હોય એવી જડબેસલાખ હેરસ્ટાઇલ્સ, દરેક ફેમિલી મેમ્બર કબડ્ડીમાં ઉસ્તાદ હોય જ. ગમે તે પ્રહરમાં ટાંટિયાખેંચ ચાલતી જ હોય.. ઉફ્ફ .. ડિસ્ગસ્ટીંગ.. બટ આઈ થિન્ક , એકતાજી વધુ ને વધુ સિરિયલ્સ કેમ નથી બનાવતા? એક જ વ્યક્તિ છે એ જેને આખા કુટુંબના ઇન્ટરેસ્ટની ગતાગમ પડે છે. ઇન્ટરેસ્ટિંગ. વળી, જે ટીવી સિરિયલ્સમાં થપ્પડ સિકવન્સ આવે છે તેની જગ્યાએ આંખ મીચકારવાની સિકવન્સ જ આવવી જોઇએ. જગતમાં આપણે શાંતિ અને પ્રેમ બાંટવા જોઇએ , નહીં કે તિરસ્કાર અને ધ્રુણા.. 

મુ: કાલ ઉઠીને તમને બીગ બોસ શો જેવા શોની ઓફર આવે તો તમે સ્વીકારશો? 

પ્રિયા: ઓ યેહહહ.. વ્હાય નોટ? ઇટ્સ માહ ફેવરીટ શો..નો નો.. જસ્સ કિડીંગ.. . ટુ બી ફ્રેન્ક,તદ્દન વાહિયાત શો છે. મને ફાઇટિંગ જરાય ન ગમે. મને પ્રેમમાં, પ્રેમની પરિભાષામાં રસ છે, આઈ ટોલ્ડ યુ ના..પ્લસ , બીગબોસ તો જેને કામ ન મળતું હોય, ઉંમરલાયક થઈ ગયા હોય , ખોટી રીતે ટ્રોલ થયા હોય અને કૂથલીખોર, ઝગડાળુ ટાઈપ્સ પીપલ માટેનો કોન્સોલેશન શો છે. મારી ફિલ્મના પ્રમોશન માટે એમાં જરુર જઈશ પણ એઝ અ કન્ટસ્ટન્ટ? નોપ.. નેવા .. 

મુ: : આખરી પ્રશ્ન - તમે ત્રીસ વર્ષ પછી તમને ક્યાં જોવા ઇચ્છશો? 

પ્રિયા:  વેલ, ટુ અર્લી ટુ સે એનીથિંગ. કારણકે હજી સુધી એવું કશું વિચાર્યું નથી. ઈવન મેં ઇલેક્શનમાં વોટિંગ પણ કર્યું નથી. બટ યસ્સ, આઈ વોન્ટ ટુ સી માયસેલ્ફ ટુ એન્જોય ધ સ્ટેટસ ઓફ નંબર વન એક્ટ્રેસ ઓફ ઇન્ડિયા. મારે પણ એક ઘર હશે.. એક વર હશે.. બહુ બધા બાળકો હશે. જેમાં કેટલાંક દત્તક લીધેલાં પણ હશે. એક સ્કૂલ ઓપન કરીશ જેમાં બાળકોને અભ્યાસ સિવાય બીજું બધ્ધું શીખવાડાશે. નાની ઉંમરથી આંખ મીંચકારવાની તાલીમથી માંડીને એક જ ભ્રમર કેવી રીતે ઊંચીનીચી કરવી તેની પધ્ધતિસર તાલીમ આપવામાં આવશે. 

મુ: થેન્કયુ સો મચ પ્રિયા ફોર ધ વર્લ્ડ બેસ્ટ કોન્વર્સેશન. ફરી મળીશું. હજી મારી પાસે કેટલાંક પ્રશ્નો છે પણ એ તારી ફિલ્મ પછી મુલાકાત લઈશ ત્યારે પૂછીશ. બેસ્ટ વિશીઝ. 

પ્રિયા: થેન્કયુ વેરી મચ. યાહ શ્યોર.. વીલ મીટ અગેઈન વેરી સુન. 

 

ક્રોંખારો:

HE: આપણી વખતે સ્કૂલમાં કેમ આવી છોકરીઓ ન હતી યાર?

ME: હોત તો ય તમારી સામે જોતી હોત એમ માનવું જરા વધુ પડતું નથી? 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.