વહાલી મી

15 May, 2016
12:00 AM

mamta ashok

PC:

મી,

એકવીસમી સદીમાં પપ્પા શબ્દનું પા થયું, પરંતુ આપણે તો વીસમી સદીના મધ્યમાં જમમ્મી’ શબ્દનુંમી કર્યું હતું. ‘મીશબ્દની આગળ પૂજ્ય કે વહાલી વિશેષણ લખવાનો અર્થ નથી. કારણકે વિશેષણોનો એક પર્યાયમીછે. તે 82 વર્ષના સંભારણા અમારી સમક્ષ અનેક વાર રજૂ કર્યા. આજે તારા સંભારણાને મારા શબ્દોના વાઘા અને શણગાર પહેરાવું છું. આશા છે તને શબ્દરૂપી સેવા ગમશે. સુરેશ દલાલે લખ્યું છે,મંદિર સાથે પરણી મીરાં. હું કહીશમંદિર સાથે જન્મી બેના. ભાટિયા શેઠ ધનજી મૂળજીના મહેસાણા સ્થિત લક્ષ્મી નારયણ મંદિરના મુનીમજી ને ત્યાં બેનાનો જન્મ. મંદિરના પ્રાંગણમાં ઉછેર. શાળામાં શિક્ષકોને મંદિરનો પ્રસાદ ધરતી બેના બીજું કશું સમજેપહેલા એમના મા નું અવસાન. 10 વર્ષની બાળકી પર પિતા, મોટા ભાઈ, 10 વર્ષ નાની બેન અને ઘરને સાચવવાની જવાબદારી. જવાબદારી પાર પાડતા 16મે વર્ષે, મુંબઇના પ્રખ્યાત ભાટિયા સૉલિસિટરના અતિ બુદ્ધિમાન અને અતિ સોહામણા પુત્ર સાથે લગ્ન.

ગામમાં બાળ કવિતા ગાતી બેના, સાસરાના મોભા પ્રમાણે મુંબઇમાં સુધા બની બ્રિટિશ ટીચર પાસે અંગ્રેજી શીખવા લાગી. જાહોજલાલીની સાથે સંયુક્ત કુટુંબની જવાબદારી પણ આવી. પરંતુ નણંદ અને દિયર સાથે અતિ મૈત્રીપૂર્ણ અને સુમેળભર્યા સંબંધો( જે આજ પર્યંત યથાવત છે)ને કારણે જવાબદારીનો ભાર લાગ્યો નહીં. પછી ગિરગામ ચોપાટીએ અરબી સમુદ્રમાં અનેક ભરતી અને ઑટ અનુભવ્યા. જાહોજલાલીની સાથે એમાંથી ઉદભવતા વિખવાદો પણ ઝીલ્યા. જે પણ પરિસ્થિતિ, સંજોગો આવ્યા ગોવર્ધનરામની કુમુદસુંદરીની જેમ કશી ફરિયાદ વગર મૂંગે મોઢે પત્ની, વહુ કે માના કર્તવ્યમાં જરા પણ ડગ્યા વિના સ્વીકાર્યા. અન્યાય પણ સ્વીકાર્યા!

આજે ભલે અમે તારી થોડી શારીરિક સંભાળ રાખતા હશું, પણદૃઢ મનોબળને કારણે અમારા સહુની માનસિક સંભાળ તો તું રાખે છે. ઠાકોરજીની માળા જે સહજતાથી આજે પણ કરે છે, સહજતાથી તે બધા સંબંધોને સાચવ્યા. તારી પોતાની કોઈ સંપત્તિ હોવા છતાં પ્રસંગે પુત્રી, પુત્રવધુ, પૌત્રી, પૌત્રવધુને ખોબા ભરી ભરીને આપ્યું. આપણે સાથે ખૂબ ફર્યા, પણ સહુથી વધુ વખત નાથદ્વારા ગયા. ગયા ફ્રેબુઆરીમાં 82 વર્ષની ઉંમરે શ્રીનાથજીના દર્શન કરી, જ્યારે આપણે ગુલાબ, મોગરાના કરંડિયાથી ઘેરાઇને મંદિરના પ્રાંગણમાં બેઠા હતા ત્યારે તારી આંખમાંથી નીકળેલા હર્ષના આંસુ શ્રીનાથજીના ચરણમાં યમુના જળનો અભિષેક હતો.

જાણ્યે અજાણે તારા દિલને દુભવ્યુ હશે, તો તારી હાજરીમાં જ માફી માગતો

નિષીધ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.