મમ્મી વહાલનો દરિયો

08 May, 2016
12:05 AM

mamta ashok

PC:

મમ્મી, મારી પાસે શબ્દ જ નથી તારા પ્રત્યેની મારી લાગણીઓને વ્યક્ત કરવા. મનમાં જે આવ્યું છે એ બધું લખી રહી છું.

'મમ્મી' એક એવો શબ્દ છે જે હંમેશાં મારા મોઢા પર હોય જ. કંઈ પણ થાય એટલે સૌથી પહેલાં તું જ યાદ આવે. લોકો કહે છે કે, દીકરીઓને પપ્પા જોડે વધારે બને અને દીકરાઓને મમ્મીઓ જોડે. તો કેમ આપણે બંને એક અપવાદ છીએ? કેમ કે આપણા બંનેનો સંબંધ ક્યાંક અલગ જ છે? મારી ફ્રેન્ડ્સ હંમેશાં મમ્મીની કમ્પ્લેઈન કરતી હોય કે મમ્મી જોડે ઝઘડો કરતી હોય. પણ આપણા સંબંધમાં છેક આવું નથી. ઝઘડા આપણી વચ્ચે પણ થાય છે, પણ આપણા રિલેશન કંઈક અલગ જ છે.

મને યાદ છે, મારા નાનપણમાં તું કહેતી "તું જ મારી દીકરીને તું જ મારો દીકરો." એટલે જ કદાચ આપણો સંબંધ આવો છે. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તું મારી સપોર્ટ સિસ્ટમ છે. તું પહેલા મારું મોઢું જોઈને કહી દેતી કે સવારથી સાંજ સુધીનો ટાઈમ કેવો ગયો અને હવે ફોન પર અવાજ સાંભળીને કહી દે છે. હંમેશાં પપ્પા જોડે મારો ઝઘડો થાય ત્યારે તું મારું રક્ષા કવચ બને છે. હું સાચી હોઉં કે નહીં, પણ તું હંમેશાં મારો જ પક્ષ લે. બધા હંમશાં કહે કે હું તારાથી ડરતી નથી, પણ સાચી વાત તો તું અને હું જ જાણીએ છીએ. તે મને હંમેશાં શીખવ્યું છે કે સાચા હોઈએ ત્યારે ભગવાનથી પણ નહીં ડરવાનું અને ખોટા હોઈએ ત્યારે કીડીથી પણ ડરવાનું. અને જ્યારે તું કહે કે, ખૂન કરીને આવે તો પણ ઘરે આવીને પહેલા મને કહેવાનું ત્યારે મને આશ્ચર્ય થાય. આ બધી શીખ હંમેશાં મને યાદ રહેશે. હું હંમેશાં તારા જેવી બનવાનું સપનું જોઉં છું અને એ માટેની ટ્રાય પણ કરું છું, જોકે હકીકતમાં હું તારા જેવી ક્યારે બનીશ એ ખબર નથી.

આ બધી વાતોમાં તે મને શું શીખવ્યું છે અને શું આપ્યું છે, એનો જ ઉલ્લેખ છે, કારણકે મેં તને કાંઈ જ આપ્યું નથી અને કદાચ આપી શકીશ પણ નહીં. એ માટે સોરી. હું હંમેશાં પૂછું છું કે કેમ મમ્મીને 'તમે' નથી કહેતા. ટ્રાય પણ કરું છું કે તને 'તમે' કહીને બોલાવું પણ થતું જ નથી. એનો એ મતલબ નથી કે હું તને રિસ્પેક્ટ નથી કરતી, પણ નાનપણથી 'તું' જ બોલવાનું શીખ્યું છે. એવું પણ બની શકે કે તારા માટે રિસ્પેક્ટ કરતા તારા પ્રત્યેનો પ્રેમ વધારે છે, કેટલો છે એ તો મને પણ નથી ખબર પણ તારી સોમલુના મનમાં જે કાંઈ પણ છે એ તારા સુધી પહોંચાડવાનો પ્રયાસ, આ 'મધર્સ ડે' પર આ ગિફ્ટના માધ્યમથી કર્યો છે. થેન્ક યૂ, તને અને પાપાને, હું જે છું અને જેવી પણ છું એવી જ એક્સેપ્ટ કરવા માટે.
હેપ્પી મધર્સ ડે મમ્મા...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.