અમારી આંખોમાં એમના સપનાં
(શ્રદ્ધા શ્રીધરાણી)
ये तो सच हैं कि भगवान हैं, हैं मगर फिर भी अन्जान हैं,
धरती पे रूप मा बाप का उस विधाता की पहेचान हैं |
આ વાત તદન સાચી જ છે. જોકે આજે આપણે માતા-ડેડી બંનેન નહીં, પણ માત્ર ડેડીની જ વાત કરવાના છીએ કારણ કે, આજે પ્રસંગ ડેડી માટેનો છે! મારા ડેડી પંકજ શ્રીધરાણી. ગુજરાતનું કંઈક જાણીતું નામ. ભગવાને એમને એટલું બધુ સામર્થ્ય આપેલું કે, તેઓ ચેસ, બ્રિજ, કબડ્ડી જેવી રમતોમાં કે સ્ટેટ લેવલના ખેલાડી તરીકે હિસ્સો તો લે. આ બધા સાથે એમને બોડી બિલ્ડીંગનો પણ રસ ખરો અને રમતગમતની સાથે એમને કળામાં પણ એટલો જ રસ. સંગીતના લગભગ તમામ વાદ્યો ખૂબ સારી રીતે વગાડી જાણતા મારા ડેડી ગાયક પણ ઘણા સારા. અને આ બધા ઉપરાંત એમની એક ઓળખાણ એક્સિક્યુટિવ એન્જિનિયર તરીકેની પણ ખરી.
આ બધી આવડત ઉપરાંત માણસ તરીકે પણ તેઓ એટલા જ ઉત્તમ, જેઓ હંમેશાં અન્યોને મદદ કરવા તૈયાર જ રહે. કદાચ આ જ બધા કારણોને મારા ડેડી મારા અને ભાઈ ગગન શ્રીધરાણીના આદર્શ છે અને તેઓ અમને ખૂબ પ્રિય છે. ડેડીને એમના જીવને પણ ઘણા પડકારો આપ્યાં છે, જેને એમણે સમયાંતરે સામી છાતી ઝીલ્યાં છે અને એનો સામનો કર્યો છે. એક વખત તો ડેડી પાસે જ બે જ વિકલ્પ બચી ગયેલા કે ક્યાં તો એમણે સ્કોલર તરીકે અમેરિકામાં કામ કરવું અથવા પ્રેમને પસંદ કરવો. જોકે એ સમયે પણ એમણે પ્રેમની જ પસંદગી કરેલી. અને પોતાના પ્રેમ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એમણે એમની આખી જિંદગીમાં અનેક નાના-મોટા સમાધાનો કર્યા અને એમની આખી યુવાની ખર્ચી કાઢી.
જ્યારે એમને પૂછીએ કે, ‘તમારી શું ઈચ્છા છે?' ત્યારે એમનો એક જ જવાબ હોય કે, 'જેવી તમારી ઈચ્છા.' એમની મૂક આંખો એમની 'ઈચ્છા' નામના મોતીને જીવનના મહાસાગરમાં ઊંડે ક્યાંક શોધતી હોય એવું અનુભવાય. પણ, ખારા જળમાં મીઠી નદી સમાયેલી હોય છે અને એમાંથી ઊછળતી નદી જાણે બોલે એમ એમનાં મુખ પર કાયમ મીઠું હાસ્ય ખળખળે અને કહે ‘ચાલો મૂવી જોવા જઇએ…’
તૂટેલા સપનાઓને કેમ પોતાના સ્મિતમાં ઊગાડીને ફૂલોની જેમ વેરવા એ એમની પાસેથી શીખવા મળે. ઊર્દ્વમૂલમધઃ શાખની જેમ એમણે પોતાના તૂટેલા સપનાઓને મનનાં આકાશમાં વાવેતર કરી, આંસુથી સીંચીને એની શાખોને એમના દિલની જમીનમાં ક્યાં દાટી રાખ્યા છે તે હું શોધું છું. પણ એમના સપનાઓ, જ્યારે તેઓ અમને ખુશ જુએ અને જ્યારે હું ગાતી હોઉં ત્યારે એમની આંખોમાં જીવી ઊઠે છે. અને ત્યારે મને ધન્યતા અનુભવાય છે.
અમારાં દરેક સપનાઓને પૂરા કરનારનાં દરેક સપના અને એમની ઇચ્છાઓ પૂરી કરી શકું એ જ
આજે એમનાં જન્મદિવસે અમારી ભેટ અને પ્રભુપ્રાર્થના.
જો ડેડીને મારું આ લખાણ વંચાવું તો મને વઢશે અને કહેશે 'આ બધું મૂક! ને બરાબર રિયાઝ કર " :)
Happy Father's day dear Ddy many happy returns of the day :) ❤️
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર