જીવનની નવી પરિભાષા શીખવી જેણે

28 May, 2015
12:00 AM

mamta ashok

PC:

કોઈ સ્ત્રી પરણી હોય અને તેના પેટે કોઈ સંતાન હોય સ્ત્રી તેના શ્રવણ વિશે લખવા બેસે તો વાંચનારા લોકોને જરા વિચિત્ર લાગે. પરંતુ મારા માટે બાબત જરાય વિચિત્ર નથી. કારણ કે મેં ભલે કોઈ બાળકને જન્મ ન આપ્યો હોય, પરંતુ માતૃત્વ શું છે અને માતૃત્વમાં કયા પ્રકારની અનુભૂતિ થાય એનાથી હું સુપેરે પરિચિત છું. હું જાણું છું કે આટલી વાત લખ્યાં પછી પણ હું કહેવા શું માગું છું સ્પષ્ટ નહીં થયું હોય. સ્વાભાવિક છે. એટલે વાત જરા વિસ્તારથી કરું.

મારા માતા-પિતા દ્વારા મારો ઉછેર જરા અસામાન્ય રીતે કરવામાં આવેલો એટલે મને ચીલાચાલું સામાજિક માળખુ પહેલાથી નહીં ફાવતું. પરણીને ઠરીઠામ થવું કે વર, સંતાનો કે કુટુંબના ઝમેલામાં અટવાઈને એક સામાન્ય સ્ત્રીની જેમ જીવન વ્યતિત કરવું મને કદાપિ મંજૂર હતું. કરિયરની ઉંચાઈઓ અને વ્યક્તિગત સ્વતંત્રતા મારા જીવનની પ્રાયોરિટી હતી. અને કારણોસર મેં લગ્ન નહીં કરવાનો નિર્ણય કરેલો. એવામાં જુવાનીના શરૂઆતના વર્ષો તો નોકરીની વ્યસ્તતા અને મા-બાપની સાથે નીકળી ગયા. પરંતુ પાછળથી તબક્કાવાર માતા-પિતાનું અવસાન થયું અને ઉબકા આવે એવા ગંદા ઓફિસ પોલિટિક્સને કારણે કરિયર માટેનું પેશન પણ ધીમેધીમે સાવ ઓછું થઈ ગયું.

કારણે મારા જીવનમાં અચાનક ખાલીપો સર્જાયો અને હું સતત કોઈની હૂંફ અને કોઈ આધાર શોધવા માંડી. ઓફિસેથી રોજ સાંજે આવું ત્યારે આખો દિવસ બંધ રહેલું હડકાયા કૂતરાની જેમ મને કરડવા દોડતું. તો રોજ સવારે ઉઠીને એકલા ચ્હા પીવાની ને પોતાના માટે જમવાનું બનાવવાનું! એકલતા નામના અજગરે મારો ભરડો લીધો હતો અને હું અજાણપણે કોઈના સાથને ઝંખવા માંડી હતી. જીવનના આટલા વર્ષો સ્વતંત્રતા અને એકલતામાં વીતાવ્યાં બાદ હું એક બાબતે સ્પષ્ટ હતી કે ઉંમરે હું કોઈ પુરુષ સાથે સંસાર માંડી શકું એમ નથી. કારણ કે ઉતાવળે નિર્ણય લઈને લગ્ન તો કરી શકાય પરંતુ પછી સંબંધને નિભાવવા માટે જે ધીરજ અને સમર્પણ જોઈએ હું ક્યાંથી લાવું? ઓછામાં પૂરો મારો સ્વભાવ અતડો. એટલે માનવ સંબંધો પર અવલંબિત નથી રહેવું એવું મેં નક્કી કર્યું. આવા સમયે મારી પાસે એક વિકલ્પ હતો, અને વિકલ્પ હતો માનવયેતર સંબંધનો. માટે શ્વાનથી ઉત્તમ બીજું કોઈ પ્રાણી હતું.

આથી મેં ઘરે એક શ્વાન લાવવાનું નક્કી કર્યું. જો કે હવે મારી સામે પ્રશ્ન ઊભો થયો કે મારે કઈ બ્રીડનો શ્વાન ઘરે લાવવો. મારા કોઈ ઝાઝા મિત્રો તો હતાં નહીં કે હું એમની પાસે કોઈ સલાહ લઉં. એટલે મેં નક્કી કર્યું કે શહેરની જાણીતી પેટ શૉપ પર જઈને ત્યાંના લોકો પાસે સલાહ લેવી કે મારે કઈ બ્રીડનો શ્વાન લેવો. શ્વાન લેવા માટે હું દુકાને ગઈ ત્યારે ત્યાંનું દૃષ્ય જોઈને થોડો વાર તો હું આશ્ચર્યમાં પડી ગઈ. કારણ કે મોટા ગોડાઉન જેવી દુકાનમાં કેટલેક ઠેકાણે માછલી ઘર તો કેટલેક ઠેકાણે પક્ષીઓ, કાચબા અને બિલાડીના બચ્ચા રાખ્યાં હતા.

એક અજબ દુનિયા હતી, જે મેં પહેલા ક્યારેય જોઈ હતી. જોકે એક વાત નક્કી હતી કે મને દુનિયા ગમી ગઈ હતી. બધા પ્રાણીઓ પોતીકા લાગી રહ્યા હતા! હું આસપાસની દુનિયામાં ખોવાયેલી હતી ત્યાં મારે કાને બે-ત્રણ નાના ગલૂડિયાનો ભસવાનો અવાજ આવ્યો અને આનંદસહ હું અવાજની દિશામાં વળી. એક ખૂણામાં મોટા પાંજરામાં ચારેક ગલૂડિયા તેમની પૂંછડી પટપટાવતા સામેના પાંજરામાં મૂકેલી બિલાડીઓ તરફ ધૂરકિયા કાઢતા હતા. નાનકાઓની ટીખળ જોઈને હું એવી મોહી પડી કે એમના પાંજરાની નજીક હું બેસી પડી અને નાનકાઓને બુચકારવા માંડી. મને એમની પાસે બેઠેલી જોઈને નાનકાઓ મારી તરફ વળ્યાં અને આંખોમાં અગાધ વિસ્મય સાથે મારી તરફ જોવા માંડ્યાં. એમાં એક જરા વધુ ચંચળ હતું એટલે મારી પાસે આવવા માટે તે કૂદાકૂદ કરવા માંડ્યું. હું પણ તેના પ્રેમથી મોહિત થઈને અધિરી થઈ ગઈ અને ઉતાવળે દુકાન માલિકને બૂમ પાડીને કહ્યું કે, ‘ભૈયા, જરા ઈસ બચ્ચે કો બહાર નીકાલ કે દોના.’

દુકાનદારે નાનકાને જેવું બહાર કાઢયું કે ઉછળીને મારી પાસે આવ્યું અને જાણે મારી વાટ જોઈને બેઠું હોય એમ મને બાઝી પડ્યું. જરા વારમાં તો એણે આમથી તેમ કૂદાકૂદ કરી મૂકી, જાણે મને કોઈ વર્ષોની વાત કહેવાની રહી ગઈ હોય એમ એનો ચહેરો મારા કાન પાસે લઈ જઈને મને ચાટવા માંડ્યું! મારે હવે કશું નક્કી કરવાનું હતું. પેલા નાનકાએ પોતે નક્કી કરી લીધું હતું કે એણે મારી સાથે આવવું છે. મને તો એની બ્રીડ પણ ખબર હતી. દુકાનદારને પૂછ્યું તો ખબર પડી કે નાનડુ લેબ્રાડોર બ્રીડનું છે. ખેર, એને લઈને હું ઘરે આવી અને તેનું નામ રાખવાની મેં કવાયત શરૂ કરી. નાનકાની રૂવાંટી કંઈક સોનેરી રંગની અને આંખો પણ માંજરી હતી એટલે મેં એનું નામ ગોલ્ડી રાખ્યું. સોનેરી રૂવાંટી ધરાવતો અને સોના કરતાંય મૂલ્યવાન એવો મારો ગોલ્ડી!

ગોલ્ડીએ તો ઘરે આવતા ધમાલ મસ્તી શરૂ કરી દીધા. ક્યારેક ડ્રોઈંગરૂમના સોફા પર ચઢી જાય તો ક્યારેક બેડરૂમના કુશનના લીરાં ઉડાવે. શ્વાનને ઘરે રાખવું જેટલું સરળ મેં માન્યું હતું એટલી સરળ વાસ્તવિકતા હતી. અને બીજો પ્રશ્ન હતો ગોલ્ડીના ઝાડા-પેશાબનો. શરૂઆતના થોડા દિવસો તો ગોલ્ડી ઘરમાં ઝાડો-પેશાબ કરતો અને મારે સાફ કરવા પડતા. બધી બાબત મારા માટે નવી અને ત્રાસદાયક હતી. એકવાર તો મને એમ વિચાર આવી ગયો કે, 'આપણે એકલા ભલા હતા. કૂતરાની જાતને ઘરે લાવવાની કોઈ જરૂર હતી. તો બકરું કાઢતામાં ઉંટ પેઠું અને મારી પળોજણ વધી.'

જો કે ગોલ્ડીની અમુક ધમાલ મસ્તીને બાદ કરીએ તો એનામાં ઘણી બધી ખાસિયતો હતી, જેને કારણે એના પર હું મોહી પડતી. ગોલ્ડીને માટે મેં ઘરમાં એક ફુલ ટાઈમ મેઈડ રાખ્યો હતો, જે આખો દિવસ ગોલ્ડીનું ધ્યાન રાખતો. રોજ સવારે હું ઓફિસ જવા માટે તૈયાર થાઉં એટલે ગોલ્ડીને વાતનો ખ્યાલ આવી જતો કે હું એને મૂકીને બહાર જઈ રહી છું. એટલે ભાઈસાહેબ કકળાટ મચાવે અને ડ્રોઈંગરૂમથી બેડરૂમ અને બેડરૂમથી કિચન સુધી રઘવાયો થઈને આંટા મારવાનું શરૂ કરી દે અને તેના કાલા અવાજેકાંઉ. કાંઉ…’ કરવાનું શરૂ કરી દે, જાણે મારી આગળ કાકલૂદી કરતો હોય કે, ‘ શું રોજ રોજ ઓફિસની માથાકૂટમાં પડ્યાં છો. અહીં મારી સાથે રહેતા હો તો? મને તમારા વિના કેટલું એકલું લાગે છે એનો કોઈ ખ્યાલ છે?’ હું પણ એની કાકલૂદીથી ઓગળી જતી પણ ઓફિસ જવા વિના છૂટકો હતો.

બીજી તરફ હું એકલી રહેતી ત્યારે ઓફિસથી છૂટીને મને ઘરે જવાનું મન ક્યારેય નહીં થતું. પરંતુ ગોલ્ડીના આવ્યાં બાદ હું સાંજના ક્યારે વાગે અને હું ઘરે ક્યારે પહોંચું એની કાગડોળે રાહ જોવા માંડી હતી. સાંજના સાડા છએ મારા ઘરે પહોંચવાના ટાઈમે ગોલ્ડી અચૂક બાલ્કનીમાં ઊભો હોય અને બાલ્કનીના સળિયાની વચ્ચેથી એની ડોક બહાર કાઢી મારી રાહ જોતો હોય. ઘરના દરવાજે પહોંચીને હું ડોરબેલ વગાડું પહેલા તો ગોલ્ડી બાલ્કનીમાંથી દોડતો આવી જાય અને દરવાજાની સામે કૂદાકૂદ અને ભસાભસ કરી મૂકે. અને દરવાજો ખૂલતા એને જેવો મારો ચહેરો દેખાય કે ગોલ્ડી એવો તાનમાં આવે, જાણે એને કોઈ અમૂલ્ય ખજાનો મળી ગયો હોય, જેની ગોલ્ડીને વર્ષોથી શોધ હોય.

ગોલ્ડીને હજુ મારા ઘરમાં આવ્યાને એક વર્ષ પણ પૂરું નથી થયું. પરંતુ આ સમયગાળામાં ગોલ્ડી હવે મારા જીવનનું કેન્દ્રબિંદુ બની ગયો છે. ગોલ્ડીએ મને ખુશ રહેતા શીખવી દીધું છે. તેના સહવાસમાં હું એ પણ શીખી છું કે આપણે કોઈ માણસ અથવા પ્રાણીને અનકન્ડિશનલ લવ કરી શકીએ છીએ. ગોલ્ડીએ મને ધીરજ કેમ રાખવી અને મુસિબતના સમયે પિત્તો ગુમાવ્યા વિના આપણે નિયત કરેલું કામ સુખરૂપ કેમ પાર પાડવું એ પણ શીખવ્યું છે. ગોલ્ડી જો મારા જીવનમાં નહીં આવ્યો હોત તો કોણ જાણે હું કેટલાય સુખ અને ખુશીથી વંચીત રહી ગઈ હોત! કદાચ આ અર્થમાં જ હું ગોલ્ડીને મારો શ્રવણ કહીશ, જેણે જીવનની એક નવી જ પરિભાષા મને શીખવી છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.