ભક્તોને ન પૂછો દેશભક્તિ શું ચીજ છે

21 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

બસ સ્ટોપ પર તમે ઊભા છો. ત્યાં કોઈ કાકા એક સુંદર યુવતીની સાથે બસ સ્ટોપ પર આવે છે. આવતાની સાથે કાકા કડક અવાજમાં તમને કહી દે કે મારી દીકરી છે, એના પર નજર બગાડતો નહીં. તમે કહો કે મને કોઈ રસ નથી. હું મારી ગર્લફ્રેન્ડને મળવા જઈ રહ્યો છું. કાકા કહે કે મને તારા પર વિશ્વાસ નથી આવતો. તું મારી દીકરીના હાથે રાખડી બંધાવી લે. તમને વાત વિચિત્ર લાગે એટલે તમે ચોખ્ખી ના પાડી દેતા કહો કે હું શા માટે બંધાવું રાખડી? કાકા કહે કે તું રાખડી બંધાવવા તૈયાર નથી થતો એનો અર્થ કે તું મારી દીકરી પર નજર બગાડી રહ્યો છે. તમે સામી દલીલ કરો પહેલા તો કાકા આસપાસના માણસોને ભેગા કરે અને બધાને કહેવા લાગે કે જૂઓ, છોકરો મારી દીકરી પર નજર બગાડી રહ્યો છે. તમે ઢીબાઇ જાવ અથવા ત્યાંથી ભાગી છૂટો.

જીવનમાં ક્યારેક આવી લૂઝ-લૂઝ સિચ્યુએશન્સ ઊભી થતી હોય છે. તમે કંઈ પણ કરો તો તમને નુકસાન થાય. કોઈ તમને પૂછે કે તમે તમારી પત્નીની મારપીટ કરવાનું બંધ કર દીધું? હા કે ના માં જવાબ આપો. હવે આવા પ્રશ્નનો તમે ગમે તે જવાબ આપો તો નુકસાન છે. પેલા કાકા તમારા માટે એવી સિચ્યુએશન ઊભી કરે કે યા તમારે એની દાદાગીરીને વશ થઈને અજાણી છોકરી પાસે વિના કારણ રાખડી બંધાવવી પડે અને જો બંધાવો તો તમે છોકરી પર નજર બગાડો છો એવું તારણ નીકળે.

આવી સિચ્યુએશન ક્યારેક આકસ્મિકપણે ઊભી થતી હોય છે તો ક્યારેક અમુક ચાલાક લોકો જાણી જોઇને ઊભી કરે છે. હિન્દુત્વ બ્રિગેડે 'ભારત માતા કી જય' બોલવા માટે લોકોને ફરજ પાડવાનું એક ગંદકી અભિયાન શરૂ કર્યું છે. પોતે જાણે દેશભક્તિનો ઠેકો લઇ લીધો હોય એમ તેઓ નક્કી કરે છે કે કોણ દેશભક્ત અને કોણ દેશદ્રોહી. માટેના માપદંડ પોતે નક્કી કરે છે અને બીજાને લાગુ પાડવાની કોશિશ કરે છે. હવે ભારત માતા કી જય બોલવામાં કોઇને વાંધો હોય, પણ તમારું માથું દુઃખી રહ્યું હોય ત્યારે તમને કોઇ પરાણે ભારત માતા કી જય બોલવાનું કહે તો તમારો મૂડ બગડે અને તમે કહી દો કે ભાઇ, માફ કરો. તમારી આવી નિર્દોષ પ્રતિક્રિયાને પગલે તમારું દુઃખતું માથું ફૂટી પણ શકે છે. કારણ કે ભારત માતા કી જય બોલનાર વ્યક્તિ દેશદ્રોહી છે એવું લોકોએ નક્કી કર્યું છે.

AIMIMના નેતા અસાદુદ્દીન ઓવૈશી ચાલમાં ફસાઇ ગયા. મોહન ભાગવતની વાત માનવાનો એમણે ઇનકાર કર્યો, પણ સાથોસાથ એવું પણ ઝનૂન સાથે કહી દીધું કે મારા ગળા પર ચપ્પુ રાખશો તો પણ હું ભારત માતા કી જય નહીં બોલું. હવે એમણે ગળા પર ચપ્પુ રાખશો કહ્યું વાતની લોકોએ અવગણના કરી અને હું ભારત માતા કી જય નહીં બોલું વાતને લોકોએ પકડી રાખી અને મોટો વિવાદ થઇ ગયો.

આનાથી વઘુ ગંભીર વાત તો મહારાષ્ટ્ર વિધાનસભામાં બની ગઇ. AIMIMના સભ્ય વારીશ પઠાણને એક વિધાનસભ્યે ભારત માતા કી જય બોલવાનું કહ્યું અને એમણે ઈનકાર કર્યો. ગૃહમાં ધાંધલ મચી અને સ્પીકરે પઠાણને સસ્પેન્ડ કર્યા. હદ કહેવાય. આવો કોઇ નિયમ નથી છતાં એક લુખ્ખી દાદાગીરીને કારણે એક વિધાનસભ્યને સસ્પેન્ડ કરવામાં આવે એવી ઘટના કદાચ પહેલી વાર બની છે. મજાની વાત છે કે વિધાનસભ્ય ગૃહની બહાર આવીને જય હિન્દ અને જય ભારત બોલ્યા. જોકે AIMIM જેવા પક્ષના નેતાઓ કોમવાદી છે એટલે એમને પણ કદાચ આવા વિવાદમાંથી લાભ થશે એવું વિચાર્યું હશે.

બાબતમાં જાવેદ અખ્તર સાહેબ વધુ ચાલાક નીકળ્યા. એમણે સંસદમાં ભારત માતા કી જય બોલીને પોતાની જાતને બચાવી લીધી અને તમાચો મારીને ગાલ લાલ રાખતા હોય એમ પાછી બીજેપીની ટીકા કરી. એમણે ગોળગોળ વાત કરતા કહ્યું કે ભારત માતા કી જય કહેવાનો મારો અધિકાર છે. વાહ, ઉલ્લુ બનાવવાના શું ધંધા છે. સાથોસાથ ઓવૈશીની ટીકા કરીને પણ એમણે સંબંધિત લોકોને ખુશ કરી દીધા. બીજેપીવાળા હવે જાવેદ અખ્તરનો દાખલો આપીને કહે છે કે જૂઓ, જાવેદ અખ્તર કેવા ડાહ્યા ડમરા થઈને ભારત માતા કી જય બોલ્યા.

આવી સ્થિતિ ઊભી થાય ત્યારે સીધાસાદા માણસો ચાલાક લોકોની જાળમાં ફસાઇ જાય છે. એવું નથી કે તમારી પાસે ભારત માતા કી જય બોલાવવાનો આગ્રહ રાખનારા શરીફ છે. એવું પણ નથી કે તેઓ સાચા દેશભક્ત છે. દેશભક્તિની પરીક્ષા લેવાવાળા લોકો પોતે કેટલા દેશભક્ત છે પ્રશ્ન કોઇ નથી પૂછતું. કેસમાં સંઘ પરિવાર કે બીજેપી કે એનડીએ સરકારની દેશભક્તિ પર કોઇ પ્રશ્ન નથી ઊઠાવતું. કાશ્મીરમાં પીડીપી જેવા પક્ષ સાથે બીજેપીએ સમાધાન કર્યું, સત્તા પર આવ્યા પછી પીડીપીએ કેટલાક ત્રાસવાદીઓને જેલમાંથી મુક્ત કર્યા, કાશ્મીરમાં શાંતિપૂર્વક ચૂંટણી થવા દીધી માટે મરહૂમ મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદે પાકિસ્તાનનો જાહેરમાં આભાર માન્યો હતો, કાશ્મીરી પંડીતો માટે કોઇ પગલાં નથી લેવાયા અને બીજેપી બધુ ચૂપચાપ જોતી રહી છે. ઉપરાંત, પઠાણ કોટ જેવી અનેક ઘટનાઓ બની તોય સરકારે પાકિસ્તાન સામે જરાય કડક વલણ નથી અપનાવ્યું. શું બધામાં તમને બીજેપી અને એનડીએ સરકારની દેશભક્તિ દેખાય છે? આવા લોકોને બીજાની દેશભક્તિની પરીક્ષા લેવાનો શો અધિકાર છે?

મુખ્ય સમસ્યા છે કે અમુક લોકો કોઇ વાત, વિચાર કે મૂલ્યનું હાઇજેક કરીને એનો ઠેકો લઇ લે છે. આવા મૂલ્ય સનાતન હોય છે પણ ચાલાક લોકો બળજબરીપૂર્વક એને પોતાનું કરી લે છે અને પછી એનો દૂરોપયોગ કરીને બીજાને હેરાન કરે છે. તમે જ્યારે કોઇ મૂલ્યને હાઇજેક કરી લો ત્યારે સૌથી મોટો ફાયદો થાય કે તમે પોતે મૂલ્યમાં માનો છો કે નહીં એના વિશે કોઇ પૂછે નહીં. તમે જ્યારે ગાઇ-વગાડીને મૂલ્યને આગળ કરતા હોવ ત્યારે એવું માની લેવામાં આવે કે તમે પોતે તો એમાં માનતા હશો.

નવરાત્રિ વખતે મંડળના યુવાન આયોજકો પણ ક્યારેક આવી ભૂમિકામાં આવી જતા હોય છે. પોતાના મંડળમાં આવનારી તમામ યુવતીઓની રક્ષા કરવાનો તેઓ ઠેકો લઈ લે છે. બહારના યુવાનો અને ખાસ તો અન્ય કોમના યુવાનો પર ચાંપતી નજર રાખે અને જરાક ડાઉટ જાય તો મારામારી પણ કરી નાંખે. રીતે તેઓ મહોલ્લાની યુવતીઓની રક્ષા કરવાનો ઠેકો લઈ લે. તેઓ એવી છાપ ઊભી કરે કે તેઓ જાણે સંત મહાત્મા છે અને છોકરીઓ સામે આંખ ઊઠાવીને પણ જુએ નહીં. હકીકત જુદી હોય છે. દાંડિયા રમવા આવતી યુવતીઓ પર એમની પોતાની નજર બગડે ત્યારે એમની રક્ષક તરીકેને ભૂમિકા સમાપ્ત થઇ જાય. હકીકતમાં આવા મંડળમાં આયોજક બનવા પાછળનો એમનો હેતુ મેલો હોય છે.

દેશભક્તિની બાબતે અનેક રીતે પાછળ રહી ગયેલા બીજેપીના નેતાઓ આજે વટથી બીજાને દેશભક્તિના પાઠ શીખવી રહ્યા છે. અનુપમ ખેરે જો ખરેખરી દેશભક્તિ કરવી હોય તો એણે જેએનયુમાં નહીં, પણ કાશ્મીરમાં જવાની જરૂર છે. કાશ્મીરના પંડિતો માટે બીજેપી પીડીપીની સરકાર કોઇક નક્કર પગલાં ભરે માટે એણે ચળવળ શરૂ કરવી જોઇએ. પણ માર્ગ મુશ્કેલીભર્યો છે, જ્યારે અહીં તો ફક્ત ભાષણબાજી કરીને દેશભક્તિ કર્યાનું પુણ્ય કમાવાનું છે.

જો તમે દેશનું ભલુ ઇચ્છતા હોવ તો માટે પહેલા સારા નાગરિક બનવું જરૂરી છે. બીજા પાસે દેશભક્તિની અપેક્ષા રાખવાને બદલે એમની પાસે સારા નાગરિક બનવાની અપેક્ષા રાખવી જોઇએ. તમને ગુનેગારો અને ભ્રષ્ટ લોકો સામે વાંધો હોય અને ફક્ત ભારત માતા કી જય બોલે એની પાછળ પડી જાવ તો એના જેટલી વાહિયાત વાત બીજી કોઇ નથી.

મૂળ સમસ્યા છે કે ભારત માતા કી જય બોલવા પર કોઇ ટેક્સ નથી લાગતો. સાવ મફતના ભાવમાં દેશભક્તિ વ્યક્ત કરવાનું બધાને ફાવી ગયું છે. જેને તેને ભારત માતા કી જય બોલવાની ફરજ પાડવાને બદલે કોમવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચાર, કરચોરી વગેરે જેવા ગુનામાં સંડોવાયેલા લોકોને કહેવું જોઇએ કે તમે જો આવા ધંધા કરવાના હોવ તો તમને ભારત માતા કી જય બોલવાનો હક નથી. છે દેશભક્તિનો સાચો જુસ્સો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.