અનામત પ્રથાઃ શું ન્યાય કરવા જતાં અન્યાય થઇ ગયો છે?

30 May, 2016
12:05 AM

નિખિલ મહેતા

PC:

આપણા દેશમાં હીન પ્રકારની અસ્પૃશ્યતાનો ભોગ બનેલા એક લિ વર્ગ સાથે થયેલા ઘોર અન્યાયનો ઇતિહાસ છે. દેશ આઝાદ થયો ત્યારે વર્ગ સમાજના અન્ય વર્ગોની સરખામણીમાં ઘણો પાછળ હતો. સામાજિક તેમ આર્થિક રીતે અન્યો સાથે સ્પર્ધામાં રહી શકે એમ નહોતો અને એના માટે જીવવાનું ભારે કઠિન હતું. મહાત્મા ગાંધી આઝાદી પહેલા અસ્પૃશ્યતાની વિરુદ્ધમાં ચળવળ શરૂ કરીને દિશામાં ઘણી જાગૃતિ લાવી શક્યા હતા અને પછી તો અસ્પૃશ્યતા વિરોધી કાયદા પણ બન્યા. લિ વર્ગને ઉપર લાવવા માટે, એમને ન્યાય આપવા માટે અનામત પ્રથાને અપનાવવામાં આવી.

1954માં ત્યારના શિક્ષણ ખાતાએ (હાલનું માનવ સંશાધન ખાતું) દરેક રાજ્યના ચીફ સેક્રટેરીઓને એક પત્ર લખીને જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં 20 ટકા બેઠકો અનુસુચિત જાતિઓ તથા અનુસુચિત જનજાતિઓ માટે અનામત રાખવામાં આવે. પ્રથા સામે ક્યારેય કોઇ વિરોધ નહોતો થયો, પરંતુ 1989માં મંડળ પંચનો અમલ કરીને ત્યારના વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહે અનામતના પ્રમાણમાં 27 ટકાનો વધારો કરી નાંખ્યો. આમ અનામતનું પ્રમાણ 47 ટકા જેટલું થઇ ગયું. મંડળ પંચના અમલનો ઠેર ઠેર વિરોધ થયો. દિલ્હી યુનિવર્સિટીના રાજીવ ગોસ્વામી નામના એક વિદ્યાર્થીએ આત્મદહન કરીને મંડળ પંચની ભલામણો સામે વિરોધ વ્યક્ત કર્યો. સમાજમાં એક ઘેરી તિરાડ પડી. રાજકારણીઓ પોતાની રમત રમતા રહ્યા, વોટબેન્કનું પોલિટિક્સ ખેલતા રહ્યા અને ન્યાય માટે શરૂ થયેલી ક પ્રક્રિયાનો માર્ગ ફંટાઇ ગયો. અનામત પ્રથાની તરફેણમાં અને વિરુદ્ધમાં અનેક દલીલો થાય છે, પરંતુ કેટલાક મુદ્દા ખોટી રીતે મિક્સઅપ થઇ ગયા છે. સમાજમાં જાણે બે ભાગલા પડી ગયા છે.

અનામત પ્રથાની ચર્ચામાં એક વાત સૌથી પહેલા સમજી લેવાની જરૂર છે. જેમની સાથે સદીઓથી અન્યાય થયો છે, જેમની સામે અત્યાચાર થયા છે લિ વર્ગની વેદના અલગ છે અને ત્યાર પછી સામાજિક ન્યાય આપવાના આશયથી જે અન્ય પછાત જાતિઓ (અધર બેકવર્ડ ક્લાસિ-ઓબીસી)ની સમસ્યા વિશે વિચારવામાં આવ્યું મુદ્દો અલગ છે. બે વચ્ચેનો ફરક બહુ મહત્ત્વનો છે.

મંડળ પંચની રચના 1979ની જનતા સરકારના વડા પ્રધાન મોરારજી દેસાઇ કરી હતી. પંચે સામાજિક તેમ આર્થિક રીતે પછાત વર્ગોને શોધી કાઢવાનું હતું, જેથી એમના માટે નોકરી તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત ફાળવી શકાય. પંચના વડા બી. પી. મંડળ એક સંસદસભ્ય હતા અને એમની ટીમે કામ એક વર્ષની અંદર પતાવી દીધું. હકીકતમાં કાર્ય એટલું વિકરાળ હતું કે જો પદ્ધતિસર કાર્ય હાથમાં ધરવામાં આવે તો વર્ષોના વર્ષો નીકળી જાય. આમ છતાં મંડળ પંચને જાણે કોઇ ઉતાવળ હતી. આથી પંચે જે પદ્ધતિ અપનાવી એમાં અનેક ખામીઓ રહી ગઇ હોય એવું નિષ્ણાતોનું માનવું છે.

મંડળ પંચે એક જાતિનું પછાતપણું નક્કી કરવા માટે ત્રણ કેટેગરી નક્કી કરી. સામાજિક, શૈક્ષણિક અને આર્થિક. એટલે કે કેટેગરીમાં જે લોકો પાછળ હોય એમને પછાત ગણવા. ત્રણેયના કુલ 11 રિબળો નક્કી કરવામાં આવ્યા. દરેક રિબળને પોઇન્ટ્સ આપવામાં આવ્યા. સામાજિક રિબળોને ત્રણ ત્રણ પોઇન્ટ્સ આપવામાં આવ્યા, શૈક્ષણિક રિબળોને બે બે પોઇન્ટ્સ આપવામાં આવ્યા અને આર્થિક રિબળોને એક એક પોઇન્ટ આપવામાં આવ્યા. ત્યાર પછી વિવિધ જાતિઓને દરેક રિબળના કેટલા પોઇન્ટ્સ મળે છે નક્કી કરવામાં આવ્યું અને સરવાળો કરવામાં આવ્યો. જે જાતિના પોઇન્ટ્સ 50 ટકાથી ઓછા, એટલે કે 11 થી ઓછા થયા એને પછાત જાહેર કરવામાં આવી. રીતે મંડળ પંચે એવો અંદાજ કાઢ્યો કે કુલ વસતીના 54 ટકા લોકોનો સમાવેશ ઓબીસીમાં થાય છે.

આશ્ચર્ય અને આઘાતની વાત હતી કે ફક્ત જાતિઓના ધોરણે અભ્યાસ તથા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અનામતના ક્વોટા આપવા માટે પણ જાતિને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. સૌથી હાસ્યાસ્પદ વાત હતી કે જાતિના ધોરણે વસતીના છેલ્લામાં છેલ્લા આંકડા ઉપલબ્ધ નહોતા એટલે પછાત વર્ગોની સંખ્યાની ગણતરી કરવા માટે 1931ના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મંડળ પંચે જે રીતે પછાત વર્ગો નક્કી કરવાનું કાર્ય હાથ ધર્યુ વિવાદાસ્પદ હતું એટલું નહીં, એમાં અનેક મુદ્દા તર્કવિહિન હતા.

સામાજિક કેટેગરીમાં એક રિબળ એવું હતું કે અન્ય લોકો જેમને પછાત જાતિ ગણતા હોય એને પછાત જાતિ ગણવાની. હવે પ્રશ્નો કમિશનના સભ્યોએ કોને પૂછ્યા હશે અને કોના જવાબો સ્વીકાર્યા હશે? કોઇએ કહી દીધું કે જાતિ પછાત છે એટલે એના ત્રણ પોઇન્ટ્સ જાતિને મળી ગયા. શૈક્ષણિક કેટેગરીમાં એક રિબળ એવું હતું કે જે જાતિના પાંચથી પંદર વર્ષના બાળકોનું સ્કૂલ ડ્રોપઆઉટ (અડધેથી શાળાનું શિક્ષણ છોડી દેવું) પ્રમાણ રાજ્યની સરેરાશથી 25 ટકા વધુ હોય એને પછાત જાતિ ગણવી. આર્થિક કેટેગરીમાં એક રિબળ એવું હતું કે જે જાતિના લોકોની કાચા મકાનમાં રહેતા હોવાની સંખ્યા રાજ્યની સરેરાશથી 25 ટકા વધુ હોય એને પછાત જાતિ ગણવી. આમ પછાત જાતિ નક્કી કરવા માટેના જે રિબળો નક્કી થયા હતા એમાં અક્ષમ્ય ખામીઓ હતી અને એનાથી જાતિનું પછાતપણું નક્કી કરવામાં ભૂલ રહી જાય એવી પૂરી શક્યતા હતી.

નવાઇની વાત હતી કે મંડળ પંચે જેમને પછાત જાતિ જાહેર કરી એમાંની અનેક જાતિઓ અન્ય સામાન્ય જાતિઓની સરખામણીમાં આર્થિક રીતે ઘણી સદ્ધર હોવાનું પછીના વર્ષોમાં થયેલા અનેક સર્વેક્ષણોમાં બહાર આવ્યું છે. આજે પણ ઓબીસી તરીકે જાહેર થયેલી કેટલીક જાતિના લોકો પોતાને પછાત જાતિ તરીકે ઓળખાવાનું પસંદ નથી કરતા. કારણસર કેટલાય પરિવારોએ પોતાની અટક બદલી નાંખી છે. એકંદરે મંડળ પંચના અહેવાલમાં ઘણા લોચા હતા અને ઘણી લાપસી હતી.

મંડળ પંચે તો પોતાના અભ્યાસનો ખેલ કરી દીધો અને અહેવાલ સરકારને સુપરત કરી દીધો. અહેવાલની ક્ષતિઓથી ત્યાર પછીની સરકારો વાકેફ હતી અને એના જોખમી રિણામો સમજતી હતી એથી અહેવાલને અભરાઇ પર ચડાવી દેવામાં આવ્યો હતો, પરંતુ એવામાં ભારતની રાજધાનીમાં રાજા વિશ્વનાથ પ્રતાપ સિંહ નામના એક મહારાજા તખ્તનશીન થયા. વિશ્વનાથ પ્રતાપ સિંહ એટલે અત્યારના અરવિંદ કેજરીવાલની એકદમ ઊંધી આવૃત્તિ. કેજરીવાલ ચળવળકર્તામાંથી રાજકારણી બન્યા, જ્યારે વી. પી. સિંહ રાજકારણીમાંથી ચળવળકાર બન્યા. વી. પી. સિંહને પણ દેશનો દરેક શ્રીમંત વિલન લાગવા માંડ્યો હતો. બોફોર્સમાં ભ્રષ્ટાચાર થયો હોવાના મુદ્દે એમણે કોંગ્રેસ સામે જંગ માંડ્યો હતો. પ્રતિષ્ઠિ ઉદ્યોગપતિઓ પર દરોડાનો મારો ચલાવ્યો. વી. પી. સિંહ રાતોરાત રોબીનહૂડ તરીકેની ઇમેજ પ્રાપ્ત કરવા માગતા હતા. આવા ગતકડાં કરવામાં હોશિયાર વી. પી. સિંહ ખરા રાજકારણમાં નિષ્ફળ ગયા અને સત્તા પર ટકી રહેવા માટે એમણે મંડળ પંચનો અમલ કરવાનો જોખમી નિર્ણય લીધો.

આમ ભારતમાં અનામત બાબતે કહેવાતા સવર્ણોમાં જે અસંતોષ પ્રવર્તે છે એના મૂળમાં બિનતાર્કિક અભ્યાસ અને એનો રાજકીય અમલ છે. જેના આધાર પર દેશભરમાં આવો મોટો નિર્ણય લેવાયો અને જેની વ્યાપક પ્રતિક્રિયા હતી મંડળ પંચના અહેવાલ તેમજ એનો અમલ કરવાનો નિર્ણય લેનારા રાજકારણીની કોઇ વિશ્વસનિયતા નહોતી.

મૂળ પ્રશ્ન છે કે પછાતપણું નક્કી કરવા અને એના લાભ આપવા માટે ફક્ત જાતિને શા માટે મહત્ત્વ આપવામાં આવ્યું? આર્થિક પછાતપણાની શા માટે અવગણના કરવામાં આવી? સમાજીક ન્યાય- અન્યાયની આવી ગહન ને ગૂંચવણભરી સમસ્યાને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પેપર જેવું બનાવી દેવાની વાત કેટલી વાહિયાત હતી. પ્રશ્નની સામે માર્ક્સ આપવાના, કુલ માર્ક્સનો ટોટલ મારવાનો અને રીતે કોઇ જાતિને પછાત અથવા બિનપછાત જાહેર કરી દેવાની કવાયત કેટલી તર્કહીન હતી. આમાં તો એવું બને કે કોઇ જાતિ એક ટકા માટે પછાત બની જાય અથવા બિનપછાત કે સદ્ધર બની જાય. આગામી પેઢીઓનું ભાવિનું જેના પર નિર્ભર હતું એવો નિર્ણય આવા બોદા અને કાચા પાયા પર લેવાયો હતો.

જો મંડળ પંચનો અહેવાલ અને એનો અમલ ઐતિહાસિ ભૂલ હતી તો એને સુધારવા માટે ઐતિહાસિ પહેલ પણ થઇ શકે છે. હવે આધુનિક સમયમાં, ચોકસાઇભર્યા ડેટા ઉપલબ્ધ છે એવા માહોલમાં ફરી એકવાર આર્થિક પછાતપણાનો તાગ મેળવવા માટે મોટા પાયે એક સર્વેક્ષણ થવું જોઇએ, જેમાં જાતિવાદને તિલાંજલી આપી દેવી જોઇએ. જાતિ પર આધારિત પછાતપણું નક્કી કરવામાં સમસ્યા છે કે કોઇ એક જાતિને પછાત જાહેર કરવામાં આવે તો જાતિના બધા સભ્યો પછાત નથી હોતા. રીતે જે જાતિને પછાત જાહેર કરવામાં નથી આવી એટલે કે જેમને સદ્ધર માનવામાં આવી છે જાતિના બધા સભ્યો બિનપછાત કે સદ્ધર નથી હોતા. આટલી સરળ વાતની કેમ અવગણના કરવામાં આવી સમજાતું નથી. અનામતનો લાભ જો આપવો હોય તો દરેક જાતિના ખરેખરા પછાત સભ્યોને આપવો જોઇએ. એટલું નહીં, પછાત જાહેર થયેલી જાતિના સદ્ધર અને સક્ષમ લોકોને વહેલામાં વહેલી તકે લાભ મળતો બંધ થવો જોઇએ.

નવી કોઇ શરૂઆત માટે અલબત્ત, બંધારણની મર્યાદા છે અને કમિટમેન્ટ પણ છે, પરંતુ એક નવું, વિસ્તૃત અને વ્યવસ્થિત સર્વેક્ષણ હાથ ધરાય જરૂરી છે. આજના સમાજની સાચી વિગતો દેશની પ્રજા સમક્ષ રજૂ થવી જોઇએ. પ્રજાનો કયો વર્ગ ખરેખર તકલીફમાં જીવી રહ્યો છે શોધી કાઢવું જોઇએ. છેલ્લી ત્રણ પેઢીથી અતિ કંગાળ સ્થિતિમાં જીવી રહેલા કોઇ બ્રાહ્મણ પરિવારે કે એના બાળકોએ કોઇ ગુનો નથી કર્યો. એમને ન્યાય મળવો જોઇએ? આર્થિક ન્યાયને ઓળંગીને સામાજિક ન્યાયનો ઝંડો લહેરાવી શકાય. જો કોઇ રાજકારણી કે રાજકીય પક્ષ સાચી દાનતથી દિશામાં પહેલ કરશે તો એનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.