ફેસબુક છોડવું છે?

18 Apr, 2016
12:00 AM

mamta ashok

PC:

ફેસબુ સાથેનો આપણો સંબંધ સંસાર અને સ્મશાન સાથેના સંબંધ જેવો છે. ફેબુકનો ઉપયોગ કરતી દરેક વ્યક્તિને ક્યારેક તો એનાથી વૈરા આવે છે. અનેક લોકો અવારનવાર ઘોષણા કરી દેતા હોય છે કે હું ફેસબુ હંમેશાં માટે છોડી રહ્યો છું. હવેથી મારો સંપર્ક કરવો હોય તો વ્હોટ્સએપ પર કરવો. બીજા કેટલાક લોકો ઘોષણા કર્યા વિના ફેસબુક પરથી દૃશ્ય થઇ જાય અને કોઇ એમને યાદ પણ નથી કરતું. બંને પ્રકારના ત્યાગીઓ વચ્ચે એક સામ્ય હોય છે કે થોડા દિવસો પછી તેઓ ફેસબુ પાછા પધારે છે અને ચૂપચાપ લાઇક અને પોસ્ટના રૂટિનમાં પોતાની જાતને ઓતપ્રોત કરી નાંખે છે. જીના યહાં, મરના યહાં, ફેસબુ કે સિવા જાના કહાં. ફેસબુ વિશે અનેક ભ્રમ પ્રવર્તે છે. આથી ફેસબુ વિશેની વધુ જાણકારી મેળવવાનું આપણા માટે જરૂરી છે. અલબત્ત, સાવ સાચી માહિતી એકત્રિત કરવાનું મુશ્કેલ છે, છતાં ફેસબુકની કેટલીક વાતો કંઇક આવી છેઃ

  1. ફેસબુક આપણી અંગત માહિતી એકઠી કરીને ભવિષ્યમાં આપણને બ્લેકમેઇલ કરી શકે અથવા હેરાન કરી શકે એવો ડર ખોટો છે, કારણ કે ફેસબુ પર આપણે રિસર્ચના વોલેન્ટિયર્સ છીએ. જેમ લેબોરેટરીમાં કોઇ રિસર્ચ માટે દસ ઉંદરો પર પ્રયોગ કરવામાં આવે રીતે ફેસબુ પર આપણે આવા ઉંદરોની ભૂમિકામાં છીએ. ફેસબુ પાસે આપણી કોઇ વ્યક્તિગત ઓળખ નથી. આપણા જેવા કરોડો યુઝર્સના ડેટાબેઝના આધારે રિસર્ચ કરનાર નિષ્ણાતો અમુક તારતમ્યો કાઢે છે અને એને કોઇ સામાજિક સંશોધનનો આધાર બનાવે છે. ક્યારેક એનો ઉપયોગ માર્કેટિંગ માટે પણ થતો હશે, પરંતુ એક વાત નક્કી છે કે કરોડો ફેસબુ યુઝરોમાંના કોઇ એકલદોકલની વિશેષ માહિતીનો ફેસબુકને કોઇ વિશેષ ઉપયોગ નથી.

  2. ફેસબુ આપણી વર્તણૂકનો બરોબર અભ્યાસ કરે છે. આપણે કોને લાઇક કરીએ છીએ, કેટલી વાર પોસ્ટ્સ મૂકીએ છીએ, કેવા ઇમોટિકોન્સ વાપરીએ છીએ, કેવા ફોટોગ્રાફ્સ મૂકીએ છીએ એની સામૂહિ ધોરણે નોંધ લેવાય છે અને એના આધારે આપણી સામાજિક વર્તણૂકના નિષ્કર્ષ કાઢવામાં આવે છે. એક મજાની વાત છે કે આપણે મૂકવા ધારેલી, પણ પછીથી મૂકેલી પોસ્ટ પણ ફેસબુકમાં નોંધાઇ જાય છે. ઘણીવાર આપણે પોસ્ટનું લખાણ ટાઇપ કરીએ છીએ અને પછી પોસ્ટનું બટન દબાવતા પહેલા આપણો વિચાર બદલાઇ જતો હોય છે. આપણને એવો વિચાર આવે કે આનાથી અમુક તમુકને બહુ ખરાબ લાગશે. આનાથી મારી ઇમેજ બગડશે. અને આપણે પોસ્ટ કેન્સલ કરી નાંખીએ છીએ. પરંતુ ફેસબુકના ચોપડામાં નોંધાઇ જાય છે. 2012માં ફેસબુકના ડેટા સાયન્ટીસ્ટ એડમ ક્રેમર અને ઇન્ટર્ન સૌવિક દાસે 17 દિવસ સુધી આવી ટાઇપ કરાયેલી છતાં પોસ્ટ કરાયેલી પોસ્ટ્સનો અભ્યાસ કર્યો અને ફેસબુકને એવું તારણ કાઢીને આપ્યું કે ફેસબુકનો ઉપયોગ કરનારા પોતાની જાતને સેન્સર કરતા રહેતા હોય છે. આના આધારે રિસર્ચરોની બીજી એક ટીમે એવું તારણ કાઢ્યું કે જો આપણા મતનો સામાજિક વર્તુળમાં સ્વીકાર નહીં થાય એવું લાગે તો આપણે વિરોધ મતનો સૂર દબાવી દઇએ છીએ.

  3. ફેસબુકનો ઉપયોગ આપણે વધુ સરળતાથી કરી શકીએ માટે એમાં નવા વા ફીચર્સ આવતા રહે છે. લાઇકની સાથે આવેલા વિવિધ ઇમોટિકોન્સ એનું છેલ્લાંમાં છેલ્લું ઉદાહરણ છે. આનો અર્થ નથી કે ફેસબુકને આપણી બહુ ચિંતા છે અને આપણને કોઇ તકલીફ પડે એનું ધ્યાન રાખે છે. હકીકતમાં ફેસબુક આપણા દ્વારા જે રિસર્ચ કરે છે, જે ડેટાબેઝ તૈયાર કરે છે એને વધુ વિશ્વસનિ અને વધુ અસરકારક બનાવવા માટે સુવિધાઓ ઉમેરવામાં આવતી હોય છે. ફેસબુ દ્વારા આપણા પર એટલે કે રિસર્ચના વોલેન્ટિયર્સ પર, લેબના ઉંદરો પર જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. કઇ સ્થિતિમાં આપણે કેવી પ્રતિક્રિયા વ્યક્ત કરીએ છીએ. કયા સંજોગોમાં આપણો મૂડ કેવો બદલાય છે, ક્યારે આપણે ખુશ થઇએ છીએ અને ક્યારે ગુસ્સે થઇએ છીએ બધી વિગતો ફેસબુકના રિસર્ચરો નોંધતા રહે છે. આપણે મૂકેલી પોસ્ટ્સ, આપણી પ્રતિક્રિયા અને આપણી એકંદર ફેસબુ એક્ટિવિટીનો અભ્યાસ કરીને તારણો કાઢવામાં આવે છે. અલબત્ત, આમાં પણ આપણને એવું ખાસ નુકસાન નથી. અપના કામ બનતા, ભાડ મેં જાય રિસર્ચવાલા.

  4. જોકે એક ચિંતાનો વિષય છે. જો ફેસબુ ફક્ત આપણી વર્તણૂકનો અભ્યાસ કરતું હોય તો આપણને એમાં ખાસ વાંધો નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં એવું જોવામાં આવ્યું છે કે પોતાની રિસર્ચ માટે ફેસબુ આપણી લાગણીઓ સાથે રમત પણ રમે છે. બાબતે ફેસબુકે 2012માં કરેલા એક પ્રયોગની બહુ ટીકા થઇ છે. એમાં 6,89,003 ફેસબુ યુઝરોમાંના અમુકને વધુ પડતી નકારાત્મક પોસ્ટ્સ દેખાડવામાં આવી અને બાકીનાને વધુ પડતી પોઝિટિવ પોસ્ટ્સ દેખાડવામાં આવી. રિણામ આવ્યું કે જેમને નકારાત્મક પોસ્ટ્સ દેખાડવામાં આવી એમનો મૂડ બગડી ગયો અને એમણે પોતે પછી નકારાત્મક પોસ્ટ્સ મૂકી. બીજી તરફ જેમણે પોતાના ન્યૂ ફીડમાં પોઝિટિવ પોસ્ટ્સ જોઇ એમણે પોઝિટિવ પોસ્ટ્સ મૂકી. ફેસબુ યુઝરોને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વિના પ્રયોગ કરવામાં આવ્યો હતો. ફેસબુકની પોલીસીનો અનુભવ ઘણાને થયો હશે. આથી ફેસબુકનું ન્યુઝફીડ કોઇ સ્વતંત્ર અલ્ગોરિધમને કારણ કે નિયંત્રણ વિના થતું હોવાની માન્યતા ખોટી છે. ફેસબુ ઇચ્છે આપણને સ્ક્રીન પર જોવા મળતું હોય છે.

  5. ફેસબુકમાં એવું કંઇક ખૂટે છે, જે કિશોરવયના છોકરા છોકરીઓને આકર્ષી શકતું નથી. ફેસબુ પર ટીનએજરોની સંખ્યા ઘટી રહી છે એવી હકીકત કેટલાક રિસર્ચરોએ આંકડા સાથે રજૂ કરી છે. એમના કહેવા પ્રમાણે ટીનએજર્સ ફેસબુકને બદલે અન્ય મેસેજિંગ પ્લીકેશન્સ વાપરવાનું પસંદ કરે છે. ફેસબુ પર આપણે હકીકત સ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ.

  6. સફળ થયેલી કોઇ પણ બાબતને લોકોની નજર તરત લાગી જતી હોય છે અને એનો હવે અંત આવશે એવી વાર્તાઓ કોઇને કોઇ તર્ક સાથે વહેતી થતી હોય છે. રિલાયન્સ કંપનીનું મેં નામ સાંભળ્યું ત્યારથી એવી અફવા સાંભળતો આવ્યો છું કે હવે રિલાયન્સનો ફુગ્ગો ફૂટી જશે. પણ હકીકતમાં હવે એના બે મજબૂત ફુગ્ગા થઇ ગયા છે. ફેસબુ બંધ થઇ જશે એવી આગાહીઓ પણ અવારનવાર થતી રહે છે. એક અભ્યાસમાં ફેસબુકને એક ચેપી રોગ સાથે સરખાવીને એવી દલીલ કરવામાં આવી કે આવા રોગ ઝડપથી પ્રસરે છે અને પછી અચાનક ખતમ થઇ જાય છે. અભ્યાસમાં એવી આગાહી કરવામાં આવી છે કે 2017 સુધીમાં ફેસબુ યુઝરોની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થઇ જશે. આવું થવાની શક્યતા જોકે ઓછી છે, પરંતુ હકીકત છે કે ફેસબુ બંધ થઇ જશે એવી વાર્તા સાંભળવાનું બધાને ગમે છે.

  7. 2013માં મિશિગન યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું કે ફેસબુકથી લોકોને ડિપ્રેશન આવે છે. અભ્યાસમાં એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તમે ફેસબુકનો જેટલો વધુ ઉપયોગ કરો એટલા વધુ દુઃખી તમે થશો. જોકે ત્યાર પછી યુનિવર્સિટીની બીજી એક ટીમે નવો અભ્યાસ કરીને એવું તારણ કાઢ્યું કે તમે ફેસબુકનો ખોટી રીતે ઉપયોગ કરો તો ડિપ્રેશન આવે. એટલે કે જો તમે ફેસબુના ન્યૂઝફીડ જોતા રહો અને એમાં હિસ્સો લો તો આવી સમસ્યા થાય. જો તમે એક્ટિવ બનો, મિત્રો સાથે હળોમળો તો વાંધો આવે.

  8. ફેસબુ અને એનો ઉપયોગ કરનારા વિશે થયેલી રિસર્ચનો સહારો લીધા વિના પણ ફેસબુ યુઝરો વિશેની કેટલીક વાતો સરળતાથી તમે સમજી શકો છો. કોઇની ફ્રેન્ડ્ રિક્વેસ્ટ આવે ત્યારે આપણે એની ટાઇમલાઇન ચેક કરીને એના વ્યક્તિત્વ વિશેનો અંદાજ લગાવવાની કોશિ કરતા હોઇએ છીએ. રીતે અમુક ફ્રેન્ડ્સ કેવા પ્રકારની પોસ્ટ્સ મૂકે છે, કેવી રીતે કમેન્ટ્સ કરે છે વગેરે પરથી અમુક અંદાજ આપણે કાઢતાં હોઇએ છીએ.

એક રીતે જોઇએ તો ફેસબુ આલ્કોહોલના નશા જેવું છે. તમે આનંદ માટે, ફ્રેશ થવા માટે આલ્કોહોલનું સેવન કરો તો ગુણકારી છે, પરંતુ જો એની આદત પડી જાય તો પ્રોબ્લેમ. તમે દારૂને પીઓ છો કે દારૂ તમને પીએ છે? તમે ફેસબુકનો યુઝ કરો છો કે તમે એના ગુલામ બની ગયા છો? ફેસબુકનો યુઝ કરવા માટેનો સાચામાં સાચો અભિગમ એની પાછળ કેટલો સમય વ્યતિત કરવો નક્કી કરી લેવાનો છે. રોજનો એક કલાક? બે કલાક? નશો તો એક કે બે પેગમાં આવી જાય છે. પછીના પેગ્સ તો વિના કારણ પીવાતા હોય છે. ફેસબુકની ઉપયોગીતાનો કસ તમે રોજ એને ફક્ત એકાદ કલાક વાપરીને કાઢી શકો છો. જો આખો દિવસ તમે ચન્દ્રમુખીના એપાર્ટમેન્ટમાં પડ્યા રહો તો પછી દેવદાસ જેવું ડિપ્રેશન આવે.


પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.