ઈલેક્ટ્રોનિક ઈમોશનલ અત્યાચાર

01 Feb, 2016
12:06 AM

mamta ashok

PC:

થોડા દિવસો પહેલા નૃત્યવિદ્દ મૃણાલિની સારાભાનું અવસાન થયું અને એમની ચ્છાનુસાર પુત્રી મલ્લિકા સારાભાએ માતાને નૃત્યાંજલિ આપી. એ સમયની તસવીર તરત જ સોશિયલ મીડિયામાં વહેતી થ. બીજા દિવસે બધા અખબારોમાં પણ એ તસવીર છપા. ખરેખર તો એ દિવસે એક ઘટના નહોતી બની, ઘણું બધુ એક સાથે બની ગયું. ગુજરાતની એક ગૌરવશાળી પ્રતિભાનું અવસાન થયું હતું. બીજું, લોકોએ કદી ન જો હતી એ પ્રકારની નૃત્યાંજલિની તસવીરો દેખા, ત્રીજું, મૃણાલિની સારાભાના અવસાન અંગે ખેદ વ્યક્ત ન કરવા બદલ મલ્લિકા સારાભાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉધડો લીધો. આ બધાની સાથે પાછું મલ્લિકા સારાભાને અંગત રીતે થયેલું દુઃખ તો અલગ. બધુ બહુ ઝડપથી અને બહુ વિચિત્ર રીતે બની ગયું. મને તો સમજાયું જ નહીં કે આમાં ક વાત સૌથી વધુ મહત્ત્વની હતી? એક વિખ્યાત ગુજરાતી પ્રતિભાનું અવસાન? એમને આપવામાં આવેલી અનોખા પ્રકારની અંજલિ? વડાપ્રધાને એ અંગે ખેદ વ્યક્ત ન કર્યો એ વાત? કે પછી મલ્લિકા સારાભાને અંગત રીતે થયેલી દુઃખ અને આઘાતની લાગણી?

ટીવી અને સોશિયલ મીડિયાના કારણે લોકોના જીવના અનેક પાસાં બદલા ગયા છે. આપણી સમજણ અને આપણી સંવેદનાઓના માપદંડ પણ કદાચ બદલા ગયા છે. આમ તો આપણા જીવનમાં બનતી સુખદ કે દુઃખદ ઘટના પ્રત્યેની આપણી પ્રતિક્રિયા સ્પોન્ટેનિયસ એટલે કે સ્વંયસ્ફૂરીત હોય છે. વિદેશમાં રહેતા આપણા કો સગાંએ મોટી સિદ્ધિ મેળવી એના સમાચાર મળે ત્યારે આપણને તરત જ ખુશી થ જાય છે. મોઢામાંથી એ અનુસારના ઉદગાર નીકળી જાય છે. ટીવી પર ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં જીત મળે કે તરત મન ઝૂમી ઊઠે છે. ક્યારેક આસપાસનું ભાન રાખ્યા વિના આપણે ચિલ્લાઇ ઊઠીએ છીએ. એ જ રીતે કો માઠાં સમાચાર મળે કે ત્યારે આપણને જે દુઃખ કે આઘાત લાગે એ એકદમ ત્વરીત હોય છે. સૌથી અગત્યની વાત તો આપણને આસપાસનું કો ભાન નથી રહેતું.

હવે સોશિયલ મીડિયા અને ટેલિવિઝનને કારણે આખી વાત બદલા છે. ટીવી ચેનલોનો ધંધો ચોવીસ કલાક ચાલુ રહેતો હોય છે એટલે ગમે એવી સારી કે ખરાબ ઘટના બને કે તરત તેઓ ત્યાં પહોંચી જાય છે અને પછી ટીવીના ન્યૂઝ રિપોર્ટરોની અણઆવડત અનુસાર ત્યાંનું મોશનલ રિપોર્ટિંગ શરૂ થાય છે. ઘટનાને ક રીતે કવર કરવી એની કો આચારસંહિતા ન્યૂઝ ચેનલોએ ઘડી નથી અને અને રિપોર્ટરોમાં કો કોમન સેન્સ નથી હોતી એટલે ક્યારેક ટ્રેજડી કોમેડી બની જાય છે અને કોમેડી ટ્રેજડીમાં ફેરવા જાય છે.

જોકે આમાં ન્યૂઝ ચેનલો કે રિપોર્ટરોનો વાંક કાઢવાનો પણ કો અર્થ નથી. હકીકત એ છે કે જે સામાજિક પરિવર્તન આકાર લ રહ્યું છે એની કો ખાસ નોંધ નથી લેતું અને એ વિશે કો અભ્યાસ પણ નથી કરતું. મૂળ પ્રશ્ન એ છે કે ખરેખરી લાગણી અને ટીવી પર વ્યક્ત થતી લાગણી વચ્ચે કો સંબંધ ખરો? અને હોય તો એ કેટલો?

મોટે ભાગે ખુશીની ઘટના બને અને એની જ્યારે કેમેરા સામે અભિવ્યક્તિ થાય એમાં બહુ ફરક નથી પડતો. જેમ કે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતે ત્યારે ક્રિકેટ ચાહકોને જે ખુશી થ હોય એ ક્ષણ અને થોડા સમય પછી ટીવી કેમેરા સામે ક્રિકેટ ચાહકો પ્રાણીઓ જેવા ચહેરા કરીને જે ચિચિયારી કરે એ બંનેમાં ખાસ ફરક ન હોય. રમતગમતમાં કે શૈક્ષણિક બાબતમાં સંતાને મેળવેલી સિદ્ધિ વિશે પેરન્ટ્સ ટીવી પર ગૌરવ સાથે વાત કરે ત્યારે પણ એવી કો કુત્રિમતા લાવવાની જરૂર ન પડે, કારણ કે પેરન્ટ્સના મનમાં આવા ગૌરવની લાગણી લાંબા સમય સુધી ટકી રહેતી હોય છે.

સમસ્યા ત્યારે થાય છે જ્યારે કો દુઃખદ ઘટના બને અને એની સાથે સંકળાયેલી વ્યક્તિઓએ ટીવી કેમેરા સામે એ વિશેની લાગણી વ્યક્ત કરવાની હોય. દેશમાં રોજબરોજ અનેક કરુણાંતિકાઓ સર્જાતી હોય છે અને એના લીધે અનેક લોકોના જીવનમાં દુઃખના પહાડ તૂટી પડતા હોય છે. અનેક લોકો અનાથ બની જતા હોય છે, ખુવાર થ જતા હોય છે અને કં કેટલાયના જીવન બરબાદ થ જતા હોય છે. આમાંની મોટા ભાગનાની કો નોંધ નથી લેતું, પરંતુ ટીવી ન્યૂઝને લાયક હોય એવા લોકોના દુઃખ ન્યૂઝ ચેનલો પર પ્રસારીત થાય છે.

હું એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે દુઃખ કે આઘાતની જે લાગણી ઘટના બની ત્યારે અથવા એના સમાચાર મળ્યા ત્યારે થ હોય એવી જ લાગણી ફરીથી, ટીવી કેમેરાની સામે ઉદ્ભવી શકે ખરી? આવો પ્રશ્ન ઊઠાવીને હું કોને દંભી કહેવા નથી માંગતો કે નથી કોની નિષ્ઠા પર શંકા કરીને એમની લાગણી દુભવવા માગતો, પણ મારા મનમાં એક ઉત્સુકતા છે.

સાવ જ ગરીબ કે અશિક્ષિત લોકોની સાથે જ્યારે આવું બને ત્યારે પણ એમને ટીવી કેમેરાની સામે બેસાડતા પહેલા થોડી ઘણી સમજણ આપવામાં આવે છે. અમુક સમજણ ન્યૂઝ ચેનલવાળા આપે છે તો શું બોલવું અને શું ન બોલવું એની અમુક સમજણ એમના નજીકના સગાં અથવા હિતેચ્છુઓ આપતા હોય છે. સલમાન ખાનનો હીટ એન્ડ રનનો કેસ ચાલતો હતો ત્યારે ટીવી પરની ગંભીર ચર્ચમાં ભાગ લેવા ઘણીવાર અકસ્માતનો ભોગ બનેલાના સગાં આવતા હતા. મેં જેટલી વાર એમને જોયા ત્યારે તેમને એક જ વાત બોલતા સાંભળ્યા હતા કે જે થ ગયું એ થ ગયું. અમે ગરીબ છીએ. અમને પૈસા મળે એવી વ્યવસ્થા કરો. સલમાન ખાન જેલમાં જાય કે ન જાય (એટલે કે ન્યાય થાય કે ન થાય) એની સાથે અમને કોનિસ્બત નથી.

બીજી તરફ નિર્ભયાના માતાપિતા, ખાસ તો એની માતા જેવી વ્યક્તિ છે, જે ટીવી પર જેટલી વાર આવે એટલી વાર જાણે ગ કાલે જ દુર્ઘટના બની હોય એટલી કરુણ રડતી દેખાતી હતી. અહીં પણ એમની દીકરી સાથે જે થયું એની બહુ જ આઘાતજનક હતું એ આપણે સ્વીકારીએ છીએ, પરંતુ એક વર્ષ વિતી ગયા પછી માણસની લાગણી થોડી તો ઠંડી પડે. કહેવાય છે કે દુઃખનું ઓસડ દહાડા. દુઃખ ભલે પૂર્ણપણે દૂર ન થાય, પણ ઓછું તો જરૂર થાય. નિર્ભયા કેસના એક આરોપીને જુવેનાલ એક્ટ હેઠળ મુક્ત કરવામાં આવ્યો ત્યારે જે હોબાળો મચ્યો અને નિર્ભયાની માતાએ ટીવી પર જે રૂદન કર્યું એ જરા વધુ પડતું લાગતું હતું.

સામાન્ય માણસોની વાત ક્યાં કરવી, બરાક ઓબામાનો જ દાખલો લ લો. થોડા દિવસ પહેલા 2012માં બાળકો સાથે બની ગયેલી એક ક્રૂર ઘટના યાદ કરીને તેઓ ટીવી પર રડી પડ્યા. ઓબામાને રડતા જોઇને મીડિયા પણ રડી પડ્યું. ભલે ઓબામાના આસું ગ્લિસરીનના નહીં હોય, પણ એમના રૂદનની સચ્ચા સો ટચની હોવા અંગે મને શંકા છે.

ઓબામાને યાદ કરીને આપણે નરેન્દ્ર મોદીને યાદ ન કરીએ તો એમને ભારે અન્યાય થ જાય, કારણ કે બંને ખાસ ગોઠિયા છે. ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ સાથેની વાત કરતાં કરતાં પોતાની માતાને યાદ કરીને નરેન્દ્ર મોદી કેવા રડી પડ્યા હતા એ સૌને યાદ છે. એ સમયે એમના અભિનયના ઘણા વખાણ થયા હતા. કહેવાનો ભાવાર્થ એ છે કે ટીવી કેમેરા સામે રડવા માટે ફક્ત લાગણી જરૂરી નથી, શૉટ આપવા માટેની તૈયારી પણ જરૂરી છે.

આખી વાત જોકે મજાકમાં કાઢવા જેવી નથી. ટીવી કેમરા સામે લાગણી વ્યક્ત કરવાનું વ્યવસાયીકરણ થઇ રહ્યું છે. લોકો ચ્છે ત્યારે કેમેરાની સામે રડવા લાગ્યા છે. ક્યારેક એમાં કો રાજકીય હેતુ હોય છે તો ક્યારેક નાણાંકીય હેતુ. ક્યારેક દુઃખદ ઘટનાનો ભોગ બનેલા લોકોનું શોષણ થાય છે અને પછી એ જ લોકો આ કળામાં પારંગત બની જાય છે. આ કળા ધીમે ધીમે બધા શીખી રહ્યા છે. અસલી અને નકલી રૂદન વચ્ચેનો ફરક ટીવી પર ભૂલાઇ રહ્યો છે. આ ફરક ટીવી દર્શકો સમજતા થાય એ જરૂરી છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.