ભલું થશે જો ભાંગશે જંજાળ

11 Apr, 2016
12:05 AM

mamta ashok

PC:

આજકાલ હિન્દુત્વવાદી બ્રિગેડ જોરમાં છે. જેએનયુથી શરૂ થયેલા ગરમાવાને ભારત માતા કી જયના નારાં જેવી બાબતોને રાષ્ટ્રીય કોરસમાં ફેરવીને ઘણા લોકોની લાગણીને ઉશ્કેરવામાં તેઓ સફળ થયા છે. વિદ્યાર્થી જગતમાં તેઓ બે ફાંટા પડાવી શક્યા છે. દેશનો માહોલ જોઇને સ્વસ્થ તથા તટસ્થ રીતે વિચારી શકતા લોકોને ચિંતા જરૂર થાય, પણ એમણે વધુ ડરવાની જરૂર નથી. હકીકતમાં દેશના તમામ સેક્યુલર અને શાંતિપ્રિય માણસો માટે એક રાહત તથા ખુશી અનુભવવાનો સમય છે.

માણસ ખોટી વ્યક્તિ સાથે પ્રેમમાં પડીને આખી જિંદગી બગાડે એના કરતાં વ્યક્તિ વિશેનો ભ્રમ ભાંગી જાય, સચ્ચા સામે આવી જાય અને પછી હંમેશ માટે એને જિદંગીમાંથી કાઢી મૂકે તો જેવી રાહત થાય એવી રાહત સેક્યુલર અને શાંતિપ્રિય લોકોએ અનુભવવાની છે. હવે નરેન્દ્ર મોદીની સચ્ચા સામે આવી છે. હવે સંઘ પરિવાર સાથેના એમના સંબંધો અને એમના અસલી એજન્ડાની હકીકતો સામે આવી છે. હવે આપણને ખબર પડી છે કે ભાજપના બધા નેતાઓ અને આરએસએસ તથા સંઘ પરિવારના તમામ સંગઠનો અને એના નેતાઓ સાથે છે. એમનું ધ્યેય એક છે અને એમની કાર્યશૈલી પણ એકબીજાથી અલગ પડે એવી નથી. હા, એક સમય એવો હતો જ્યારે આપણે માનતા હતા કે નરેન્દ્ર મોદી કો વિરલ પ્રતિભા છે, મહા મુત્સદ્દી છે, સંઘ સાથે ટક્કર લઇને તેઓ પછાત વિચારોને તિલાંજલિ આપશે અને દેશને વિકાસના પંથે જશે. પણ ના, તેઓ પરિવારનો એક હિસ્સો છે. વાત હવે એકદમ સ્પષ્ટ છે.

.. હા.. શું દિવસો હતા , જ્યારે આપણે એવી આશા સેવતા હતા કે નરેન્દ્ર મોદી તો વિકાસપુરુષ છે. એમને ફક્ત વિકાસમાં રસ છે. હિન્દુત્વને તેઓ આગળ નહીં કરે, દેશના તમામ વર્ગોને સાથે લઇને તેઓ આગળ ચાલશે અને માટે સંઘ પરિવાર સાથે ઘર્ષણમાં ઊતરવું પડશે તો એમાં પણ તેઓ પીછેહઠ નહીં કરે. પરંતુ હવે દિલ્હી અને નાગપુર વચ્ચેની ભ્રામક દિવાલ તૂટી ગઇ છે. મોહન ભાગવતનો જીવ નવી દિલ્હીમાં છે અને નરેન્દ્ર મોદીનું મન નાગપુરમાં છે. બધા હળીમળીને દેશને રીતે પછાતપણા તરફ જવો નક્કી કરી રહ્યા છે.

2014ની લોકસભા ચૂંટણીના પહેલાના થોડા હિના અને એનડીએની સરકાર બની પછીના દિવસો અલૌકિ હતા. કો માની શકે કે પાક્કા સેક્યુલર અને સંઘ વિરોધી બૌદ્ધિકો તથા પત્રકારો અને લેખકો પણ સમયે નરેન્દ્ર મોદીની ભ્રામક ઇમેજથી પ્રભાવિત થઇ ગયા હતા. લોકસભાની ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દાની ગેરહાજરીએ અમુક લોકોના દિલ જીતી લીધા હતા. ત્યાર પછી નરેન્દ્ર મોદીએ જે ભાષણો આપ્યા, વિકાસની જે વાતો કરી એનાથી સૌ પ્રભાવિત થઇ ગયા હતા. લાલ કિલ્લા પરથી ભાષણ આપતા નરેન્દ્ર મોદીએ જાજરૂ જેવા વિષયને મહત્ત્વ આપ્યું એનાથી તો તેઓ અંગ્રેજી મીડિયાના ડાર્લિંગ બની ગયા. કેવો ડાઉન ટુ અર્થ માણસ છે . નરેન્દ્ર મોદીએ દિવાળી સૈનિકો સાથે મનાવી એનાથી લોકો ફરી પોકારી ગયા. વાહ, તો પ્રજાનો લાડીલો નેતા છે. ત્યાર પછી આવ્યા નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો અને બિન રહેવાસી ભારતીયોમાં એમની જે લોકપ્રિયતા ઊભરી એનાથી દેશ પ્રભાવિત થયો. બરાક ઓબામા જાણે નરેન્દ્ર મોદીના ખાસ દોસ્ત હોય એવી અને અમેરિકા સાથે સંબંધો એકદમ સુધરી ગયા હોવાની છાપ ઉપસી. શી થરૂર જેવા વિચારશીલ રાજકારણીને પણ નરેન્દ્ર મોદીમાં એક આશા દેખા. એમણે પણ કહ્યું કે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે જે નરેન્દ્ર મોદી હતા એમનું વર્ઝન 1.0 હતું, અત્યારે નરેન્દ્ર મોદી વર્ઝન 2.0 છે. વાહ. શું દિવસો હતા . સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ વધ્યા એટલે મોંઘવારી પણ ખાસ વધી. વેંકૈયા નાયડુ કહે છે એમ નરેન્દ્ર મોદી ભગવાને દેશને આપેલી કો ગિફ્ટ હોય એવું ઘણાને લાગવા માંડ્યું.

પછી જાણે અચાનક ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડ્યો હોય એમ નરેન્દ્ર મોદીની છેક ઉપર ચડેલી ઇમેજ ધીમે ધીમે નીચે પડવા લાગી. ગિરિરાજ સિંહ, સાક્ષી મહારાજ, યોગી આદિત્યનાથ, મહેશ શર્મા જેવા કટ્ટર હિન્દુવાદી નેતાઓએ મન ફાવે એમ બકવાસ શરૂ કર્યો. શરૂમાં નરેન્દ્ર મોદીએ પરોક્ષ રીતે એમને ઠપકા આપ્યા, પણ પછી તે પણ બંધ કર દીધું. ત્યાર પછી સુષ્મા સ્વરાજ, વસુંધરા રાજે, પંકજા મુંડે, શિવરાજ સિંહ વગેરેના કૌભાંડો બહાર આવ્યા અને નરેન્દ્ર મોદીનો અસલી ચહેરો અડધો પડધો ખૂલ્લો થઇ ગયો. નરેન્દ્ર મોદીએ એક વિશેષ રેકોર્ડ સ્થાપ્યો છે કે આજ સુધી એમણે ભાજપના કે પરિવારના કોઇ નેતા સામે કોઇ પગલાં નથી લીધા અને ખોટું કરનારને કશું કહ્યું નથી. પોતાના દરેક નેતાઓના ગુનાની સજા એમણે કોંગ્રેસને આપવાનું નક્કી કર્યું. કોંગ્રેસની ટીકા કરવામાં નરેન્દ્ર મોદી ગરિમા ગુમાવી બેઠા, વિદેશમાં ને કોંગ્રેસની ટીકા કરી. નરેન્દ્ર મોદીની એક મુત્સદ્દી તથા સ્વપ્નદૃષ્ટા નેતાની ઇમેજ સાવ ભાંગી ગઇ.

છેલ્લા કેટલાક મહીનાઓથી દેશમાં જે ઘટનાઓ બની રહી છે એમાં તો ભાજપ તથા સંઘ પરિવાર વચ્ચેનો ઘરોબો અને એમના વચ્ચેની ઘનિષ્ટતા એકદમ બહાર આવી ગઇ છે. નરેન્દ્ર મોદીનો પણ અસલી ચહેરો સાવ ખૂલ્લો થઇ ગયો છે. મત લેવા માટે એમણે જે વચનો આપ્યા હતા, જે વક્તૃત્વ કળા પ્રસ્તુત કરી હતી અને વિકાસની જે મોટી મોટી વાતો કરી હતી એમાંની કોઇ વાતનો અત્તોપત્તો નથી. હવે તો નરેન્દ્ર મોદી જાણે પ્રજાને ઠેંગો બતાવીને કહી રહ્યા છે કે અમે ભલા અને અમારો પરિવાર ભલો. તમારું જે થવું હોય થાય. દેશની એક પછી એક યુનિવર્સિટિમાં માહોલ હિંસક અને દ્વેષયુક્ત બની ગયો છે. લઘુમતી કોમ અસલામતી અનુભવી રહી છે. દલિતો લાચારી અનુભવી રહ્યા છે. મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. જે મધ્યમ વર્ગે સરકારને મત આપ્યો હતો દુઃખી દુઃખી છે.

બીજી તરફ વિદેશ નીતિમાં સદંતર નિષ્ફળતા મળી છે. ચીને દગો કર્યો, પાકિસ્તાન દાદાગીરી કરી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્ર સરકારનો વ્યૂ શો છે સમજાતો નથી. પણ સામાન્ય લોકો એટલું તો સમજે છે કે મહેબૂબા મુફ્તી ભરોસામંદ નેતા નથી અને એનડીએએ એમની સાથે જોડાઇને બહુ મોટી ભૂલ કરી છે. નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોની કો ફળશ્રુતિ જોવા નથી મળી. એમના કોઇ પગલાંમાં કો તર્ક કે દીર્ઘદૃષ્ટિ નથી દેખાતી.

સરકારને ફક્ત એક વાતમાં સફળતા મળી છે. સમાજમાં ધ્રુવીકરણની પ્રક્રિયા તેઓ શરૂ કરાવી શક્યા છે. પરંતુ સૌથી મોટી રાહતની વાત છે. હિન્દુત્વ બ્રિગેડ જે ઇચ્છે છે એવું ધ્રુવીકરણ દેશમાં થવાનું નથી. મોટા ભાગના હિન્દુઓ સેક્યુલર અને શાંતિપ્રિય છે. એમને આવા સંકુચિત કોમવાદ, રાષ્ટ્રવાદ કે જાતિવાદમાં રસ નથી. એમને ફક્ત આર્થિક પ્રગતિમાં રસ છે. આથી તો આટલા વર્ષો સુધી જમણેરીઓ ક્યારેય ફાવ્યા નહોતા. વાજપેઈ જેવા નેતાએ પણ ચૂંટણીઓ જીતવા માટે ઉદારમતવાદને આગળ કરવો પડ્યો હતો. નરેન્દ્ર મોદીએ પણ વિકાસની વાત આગળ કરીને જીત મેળવી. અત્યારે સરકાર જે મુદ્દાઓ ચલાવી રહી છે એને જો નરેન્દ્ર મોદીએ 2014માં આગળ કર્યા હોત તો સામાન્ય ચૂંટણીઓનું રિણામ કંઇક અલગ હોત.

અત્યારે દેશમાં જે માહોલ છે ચિંતાનો વિષય છે, પરંતુ રાહત વાતની છે કે હવે પરિવર્તન માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. પોતે શું ભૂલ રી હતી લોકોને સમજાઇ ગયું છે અને એનો પરચો તેઓ ચૂંટણીઓમાં આપશે. દેશને પાછળ જવા માગતા તત્ત્વો એક થયા છે તો શું એમની સામે દેશને પ્રગતિને પંથે લઇ જવા માગતા લોકો એક નહીં થાય?

હા, અત્યારે વાતાવરણ થોડું નિરાશાજનક છે. કોંગ્રેસમાં કોઇ આશાસ્પદ પરિવર્તન દેખાતું નથી. આમ આદમી પાર્ટી હજુ રાષ્ટ્રીય સ્તરે લગામ હાથમાં લે એની તૈયારી દેખાતી નથી. ત્રીજા મોરચાના પક્ષો વેરણછેરણ છે. ડાબેરી એક મર્યાદામાંથી બહાર આવી શક્યા નથી. આમ છતાં એક વાત નિશ્ચિત છે કે કોમવાદ, જાતિવાદ અને સંકુચિત રાષ્ટ્રવાદના નામે વોટ માગનારા હવે લાંબું ટકી નહીં શકે. હવે આગળનો રસ્તો સાફ ગયો છે.

આઝાદી પછીના આટલા વર્ષોમાં પ્રજાએ ક્યારેય સંકુચિત માનસિકતા ધરાવતા હિન્દુત્વવાદ પર ભરોસો નથી કર્યો. અને આપણા દેશની ખુશનસીબી છે. જરા કલ્પના કરો કે જો દેશના પહેલા વડા પ્રધાન સેક્યુલર અને પ્રોગ્રેસિવ હોત તો આજે આપણા દેશની હાલ કેવી હોત?

બહુ લાંબું વિચારવાની જરૂર નથી. તો આપણી હાલત પાકિસ્તાન જેવી હોત. બટ ડોન્ટ વરી. આપણે ક્યારેય પાકિસ્તાન નહીં બનીએ. પ્રજાએ નિર્ધાર કરી લીધો છે, સાડા દાયકા પહેલા .

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.