જોઇએ છેઃ લેબલમુક્ત ભારત

13 Jun, 2016
12:05 AM

નિખિલ મહેતા

PC:

સમય બદલાયો છે એની સાથે માણસોની બુદ્ધિક્ષમતા પણ બદલાઇ હોય એવું લાગે છે. પહેલા તમને દશ માણસો મળો તો એમાંથી આઠેક ડોબા જેવા લાગતા અને બાકીના બે થોડા બુદ્ધિશાળી રહેતા. આજે દશમાંથી માંડ એકાદ ડોબા જેવો લાગે છે અને એના વિશે પણ પછીથી એવી ખબર પડે કે તો મારો બેટો છૂપો રૂસ્તમ હતો. કોઇક કારણસર ડોબો હોવાનું નાટક કરતો હતો. રીતે સૌથી વધુ બુદ્ધિશાળી હતો. બાકીના નવમાંથી પણ કોણ વધુ બુદ્ધિશાળી નક્કી કરવાનું કામ મુશ્કેલ હોય છે. આજની જનરેશન બહુ સ્માર્ટ છે.

બુદ્ધિશાળી માણસો દરેક ક્ષેત્રમાં હોય છે. તમારી પત્નીને હંમેશાં દાબમાં રાખતી કામવાળી બાઇ પણ બુદ્ધિશાળી હોઇ શકે અને મોટા શ્રોતાગણને મોહજાળમાં ફસાવી શકતા બાપુ પણ બુદ્ધિશાળી હોઇ શકે. બુદ્ધિશાળી માણસ પોતાને જે જોઇતું હોય સૌથી વધુ સારી અને ઝડપી રીતે મેળવવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. આવા બુદ્ધિશાળી માણસો સામે આપણને ખાસ વાંધો નથી, પરંતુ પ્રોબ્લેમ બૌદ્ધિકોનો છે. બૌદ્ધિકોનો ક્લાસ અલગ છે.

આમ તો બુદ્ધિશાળી અને બૌદ્ધિક વચ્ચે કોઇ ફરક નથી. બૌદ્ધિક એવી વ્યક્તિ છે, જે કોઇ વિષયમાં ઊંડો રસ લે છે અને પોતાની રીતે સમજવાની કોશિશ કરે છે. એના તારણો કાઢે છે. તો ક્લાસિકલ અર્થ થયો, પરંતુ વહેવારમાં બૌદ્ધિકનો અર્થ અલગ છે આપણે જાણીએ છીએ.

પ્રચલિત અર્થમાં બૌદ્ધિક છે, જે પોતાને બુદ્ધિશાળી તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે. આમાં પાછા બે પ્રકાર છે. એક જે બુદ્ધિશાળી નથી છતાં પોતાને બુદ્ધિશાળી ગણાવવા પ્રયત્નો કરતો રહે છે અને બીજો પ્રકાર જે પોતાનામાં જેટલી બુદ્ધિ છે એના કરતાં પોતે વધુ બુદ્ધિશાળી હોવાનો દેખાવ કરતો રહે છે. બંને કારણોસર બૌદ્ધિકની એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલની મૂળ વ્યાખ્યા બગડી ગઇ છે અને બૌદ્ધિક, ઇન્ટેલેક્ચ્યુઅલ શબ્દ બદનામ થઇ ગયો છે. મોટા ભાગના કિસ્સામાં તો સ્યુડો ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલેક્ચ્ચુઅલનો પર્યાય બની ગયો છે.

ખરેખર તો પ્રચલિત અર્થમાં જે બૌદ્ધિક છે એક વિલન જેવો છે, કારણ કે જે પોતાના હકનું નથી લેવાની તે કોશિશ કરતો રહે છે. માણસ પોતે હોય એના કરતાં વધુ બુદ્ધિશાળી હોવાનો દેખાવ કઇ રીતે કરી શકે? અહીં એક સ્પષ્ટતા કરવાની કે બુદ્ધિશાળી માણસો દરેક ક્ષેત્રમાં મળી શકે, પરંતુ બૌદ્ધિકો ફક્ત અમુક ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે. જેમ કે કળા, સાહિત્ય, પત્રકારત્વ, ફિલ્મમેકિંગ, સંગીત વગેરે. કારણ કે ક્ષેત્રોમાં ગુણવત્તા બાબતે ચર્ચાઓ થઇ શકે છે, મારફાડ દલીલો થઇ શકે છે, તકરાર થઇ શકે છે અને કોઇ છાતી ઠીને કહી શકતું નથી કે સાચું અને ખોટું.

છતાં કોઇકને તો બૌદ્ધિક માનવા પડે. માટે નાનાં નાનાં બૌદ્ધિકોને માફક આવે એવા બેંચમાર્ક્સ ક્ષેત્રમાં નક્કી થયા છે અને એના આધારે અમુક લેબલો જાહેર થયા છે. લેબલ માણસની બૌદ્ધિકતાનું એક સર્ટિફિકેટ આપે છે. લેબલ પહેરો એટલે તમે અમુક કક્ષાના બૌદ્ધિક બની ગયા. જોકે મોટા ભાગના લેબલો તો બનાવટી ડિગ્રી જેવા હોય છે, પરંતુ બૌદ્ધિકોએ એને પકડી રાખ્યા છે અને પોતાને ઊચ્ચ સ્થાને સ્થાપિત કરવા માટે તેઓ આવા લેબલને અપનાવતા હોય છે. પ્રસ્તુત છે કેટલાક લેબલ.

સ્ત્રી દાક્ષિણ્યઃ કેટલાક બૌદ્ધિકોને સ્ત્રીઓ સાથે થતાં અન્યાય અને વૂમન એમ્પાવરમેન્ટનું એટલુ બધું ઓબ્સેશન હોય છે કે તમને ક્યારેક એમની લૈંગિક જાતિ વિશે શંકા જાય. પરંતુ તમે વધુ વિચારો તો તમને ખ્યાલ આવે કે ભાઇના મનમાં કોઇક સમયે એવું ઘુસી ગયું હતું કે એક પુરુષ થઇને તમે મહિલાના ઉદ્ધારની વાત કરો તો તમે બૌદ્ધિક ગણાવ. તમારી ગણતરી સમાજમાં એક આદરણીય વ્યક્તિ તરીકે થાય. આવા માણસો અંગત જીવનમાં સ્ત્રીઓ સાથે ભલે ગમે એવો વર્તાવ કરતા હોય, પરંતુ જાહેરમાં સ્ત્રીશક્તિનો જય જયકાર બોલાવતા રહે. એમને મન સ્ત્રી દાક્ષિણ્યનો મુદ્દો એક લેબલ સિવાય બીજું કંઇ નથી હોતું.

સેક્યુલરઃ કોઇ પણ સમજદાર માણસ બિનસાંપ્રદાયિક હોઇ શકે અને એમાં વધુ ચર્ચા માટે પણ અવકાશ નથી, પરંતુ કેટલાક મામુલી માણસો ફક્ત પોતાને બૌદ્ધિક ગણાવવા માટે સેક્યુલરનું લેબલ અપનાવતા હોય છે. જ્યાં કોઇ મુદ્દો હોય ત્યાં તેઓ ધર્મઝનૂનીઓ પર પ્રહાર કરે છે. ધર્મના નામે ચાલતા રાજકારણની સખત શબ્દોમાં ટીકા કરતા રહે છે. કોઇ છંછેડે નહીં તો પણ નાની નાની ઘટનાઓને સાંપ્રદાયિક અને બિનસાંપ્રદાયિક ચશ્માથી જોતા રહે છે અને વિશે બોલતા કે લખતા રહે છે. આવા લોકોના કારણે સ્યુડો સેક્યુલર શબ્દ પ્રચલિત બન્યો છે. મૂળ વાત છે કે ઓછો બુદ્ધિશાળી માણસ સેક્યુલરનું રેડિમેડ લેબલ અપનાવીને પોતાને વધુ બુદ્ધિશાળી ગણાવવાની કોશિશ કરે ત્યારે આવી તકલીફ ઊભી થાય છે.

વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યઃ બૌદ્ધિકોનું જરા ઊચ્ચ પ્રકારનું લેબલ છે. આવું લેબલ અપનાવનારા લોકો એમ માને છે કે જો સરકાર દ્વારા લેવાતા દરેક પગલાંનો વિરોધ નહીં કરીએ તો દેશમાં લોકશાહી ખતમ થઇ જશે, માનવજાત ગુલામ બની જશે અને '1984' નોવેલમાં જ્યોર્જ ઓરવેલે કરેલી કલ્પના વાસ્તવિકતા બની જશે. કોઇ ફિલ્મ, કાર્ટુન, વાર્તા, કે પેઇન્ટિંગ વિશે વિવાદ થાય અને સરકાર વિશે કોઇ પગલાં લેવાનો વિચાર કરે પહેલા લેબલધારીઓ બૂમબૂમ કરી મૂકે. લોકો સંબંધિત મુદ્દા કે પ્રશ્ન વિશે વિચારવાની ક્યારેય તસદી નથી લેતા. કોઇ ફિલ્મ કે કળાકૃતિ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે કે તરત વર્ગને ઓર્ગેઝમના આંચકા આવવા માંડે. સંબંધિત ફિલ્મ કે પેઇન્ટીંગ જાય ભાડમાં, આવા લોકોને ફક્ત એક જાહેરાત કરવામાં રસ હોય છે. પોતાને ઊચ્ચ સ્તરના બૌદ્ધિક તરીકે પ્રસ્થાપિત કરવા.

લિબરલ, આધુનિકઃ લિબરલ મૂલ્યો મહદ અંશે પશ્ચિમની સંસ્કૃતિના છે, છતાં મોટા ભાગની લિબરલ વેલ્યુઝ અપનાવવા જેવી અને ઇચ્છનિય છે. સંકુચિતતા ત્યજીને અન્ય લોકોને પોતાની રીતે જીવવાની સ્પેસ આપવી સારી વાત છે. ઉપરાંત આપણી કેટલીક જૂની રૂઢિઓ અને પ્રથાઓને તિલાંજલી આપવાનું પણ એટલું ઇચ્છનીય છે. આમ છતાં યોગ્ય સંદર્ભ વિના પશ્ચિમના મૂલ્યોને ફક્ત એક લેબલ તરીકે અપનાવવામાં જોખમ છે. અમારા એક મિત્રના મિત્રના ઘરે નાની પ્રાઇવેટ પાર્ટી યોજાઇ હતી. ભાઇ ઘણા બ્રોડમાઇન્ડેડ અને લિબરલ છે, પરંતુ એમના ઘરમાં પાર્ટી શરૂ થઇ ત્યારે મને આઘાત લાગ્યો. એમના પત્ની તથા એમની બે પુત્રીઓ પાર્ટીમાં હાજર મહેમાનોને ડ્રિન્ક્સ સર્વ કરતા હતા. મને લાગ્યું કે આટલા લિબરલ બનવાનો સમય હજુ ભારતમાં નથી આવ્યો. રેડિમેડ લેબલ અપનાવવા જતાં ક્યારેક આવી ઉપાધિ થતી હોય છે. છતાં પોતાને લેબલ અપનાવનારને એનું ભાન નથી રહેતું.

એન્ટી એસ્ટાબ્લિશમેન્ટઃ પત્રકારો અને લેખકોમાં પ્રકાર સૌથી વધુ લોકપ્રિય છે. સરકારની વિરુદ્ધમાં બોલવું કે લખવું, વડાપ્રધાનની ટીકા કરવી, સરકારના દરેક પગલાંની ઝાટકણી કાઢવી વગેરે લક્ષણો પત્રકાર કે લેખકને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તરીકેનું રેડિમેડ લેબલ આપે છે. સાચું કે સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરવાની અને એની યોગ્ય ટીકા કરવાની લેખક તથા પત્રકારની ફરજ છે, પરંતુ જ્યારે કોઇ પત્રકાર કે લેખક પોતાને બૌદ્ધિક ઘોષિત કરવા માટે, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનું લેબલ બુશ્કોટ પર ચિટકાવે ત્યારે પ્રોબ્લેમ થાય. આવું લેબલ લગાવનાર પોતે તો બૌદ્ધિક તરીકે ફૂલાતો રહે અને એને વાંચનાર પાંચ પચીસ માણસો પણ કદાચ પ્રભાવિત થાય, પરંતુ ભાઇ પોતાના ઘરમાં કે ઓફિસમાં કેવું વર્તન કરે છે એના આધારે એની અસલિયત નક્કી થાય છે. શક્ય છે કે ઓફિસમાં ભાઇ એસ્ટાબ્લિશમેન્ટની એટલે કે માલિકોની ચમચાગીરી કરતો હોય અને પોતાના જુનિયરોનું શોષણ કરતો હોય. અંતે તો ખોટું લેબલ લગાવેલું હોય ઊખડી જવાનું છે. જોકે આવા માણસોને સચ્ચાઇ સાથે કોઇ લેવાદેવા નથી હોતી. તો ઉધાર લીધેલા લેબલના આધારે પોતાની વેલ્યુ વધારવાની કોશિશ કરતો રહે છે.

પોતાની જાતને બૌદ્ધિકમાં ખપાવવા માટેના બીજા પણ ઘણા રેડિમેડ લેબલો બજારમાં ઉપલબ્ધ છે. આવા લેબલને કારણે લોકોની એક નિશ્ચિત ઇમેજ ઊભી થાય છે અને ઇમેજ એમને બૌદ્ધિક રીતે એક સ્તર ઊપર લઇ જવાનો આભાસ પેદા થાય છે. સમસ્યા છે ઉધારીની ઇમેજને લાંબો સમય જાળવી રાખવાનું બહુ મુશ્કેલ હોય છે. જે મૂલ્યોમાં તમે ખરેખર માનતા નથી, પરંતુ ફક્ત દેખાવ અને દંભ માટે એમાં માનતા હોવાનો દેખાવ કરો તો ક્યારેક ભાંડો ફૂટવાનો છે. પહેલા બે માણસને ખબર પડશે, પછી ચાર માણસ તમારી અસલિયત જાણતા થશે અને ધીમે ધીમે તમે એક સાવ ફેક આઇડી બની જશો. બૌદ્ધિક બનવામાં સમસ્યા છે. સાચો બુદ્ધિશાળી માણસ ક્યારેય બૌદ્ધિક બનવાની, ખાસ તો સ્યુડો ઇન્ટેલેક્ચ્યુઅલ બનવાની કોશિ કરે. અને માટે રેડિમેડ લેબલ અપનાવવાની ભૂલ તો ક્યારેય કરે. તમારી આસપાસ કેટલા લોકો ફરે છે આવા લેબલો લઇને? હવે તમે એમને જોશો ત્યારે તેમને એમની દયા આવશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.