પડઘા પડછાયાના (પ્રકરણ બાર)
ચાર કલાક રાહ જોયા બાદ ડૉ. આકાશ અરોરાના ક્લિનિકમાં બેઠેલી કોમલ હવે ખૂબ જ ગભરાઈ રહી હતી. મિસિસ અરોરાના એક્સિડન્ટના ન્યૂઝ આપવા ઈન્સ્પેક્ટરનો ફોન આવ્યો ત્યારે તેણે પૂછવાના પ્રયત્નો કર્યા હતા, પણ ઈન્સ્પેક્ટર ડૉ. અરોરા સિવાય કોઈને પણ ન્યૂઝ આપવા તૈયાર નહોતા. કોમલે બે વાર ડૉ. અરોરાને ફોન લગાવ્યો પણ સામા છેડેથી ફોન રિસીવ થતો જ ન હતો. પોતાની કેબિનમાં બેઠેલા અંશુમનને તે બે વાર થોડો દરવાજો ખોલી જોઈ આવી હતી. અંશુમનનો અવાજ તો સંભળાતો ન હતો, પણ તેના મોઢાના હાવભાવથી ખ્યાલ આવી રહ્યો હતો કે તે એ વાત કરતી વખતે કેટલો ખુશ છે. ડૉ. અરોરાએ લગભગ એકાદ મહિના પહેલા જ અંશુમનનો કેસ કોમલ સાથે ડિસ્કસ કર્યો હતો.
અંશુમન 'બાયપોલર ડિપ્રેશન' નો આઈડિયલ પેશન્ટ હતો. લગભગ બે વર્ષથી તે ડિપ્રેશનનો શિકાર થયો હતો, જેની જાણ સૌથી પહેલા રિદ્ધિમાને થઈ હતી. તે જ અંશુમનને ડૉ. અરોરા પાસે લાવી હતી.
અંશુમન પોતાને માટે ખૂબ જ હીન ભાવનાથી પીડાતો હતો. એક સમયે હજારોની મેદની સામે કોન્ફિડન્ટલી પરફોર્મ કરતો સુપર સ્ટાર અંશુમન આજકાલ દસ લોકો સામે ઊભા રહીને વાત કરવા પણ સમર્થ ન હતો. તેનું સિંગીંગ પાછલા 6 મહિનાથી એકદમ બંધ થઈ ગયું હતું. અંશુમન પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠો હતો. ડૉ. અરોરાની કેબિનમાં અંશુમનની ફાઈલ જોવાની જીજ્ઞાસા કોમલ રોકી ન શકી, ફાઈલ ખોલતાં જ સામે અંશુમનનો હસતો ફોટો હતો. આ ફોટો બે વર્ષ પહેલાનો જ હોવો જોઈએ. અંશુમનની આંખોની ચમક અને હોઠ ઉપરની મૂસ્કાન બતાવે છે કે, અંશુમન ખુશ હતો. કોમલ એક નજરે ફોટો જોઈ વિચારતી રહી. અંશુમન મલ્હોત્રાના લાખો ફેન્સમાંની કોમલ પણ એક હતી. તેનો મદહોશ કરતો મધુર અવાજ કોમલને પણ પ્રિય હતો. અને આ આંખોની ચમક તેને પણ ક્યારેક ધબકારો ચૂકવવા પૂરતી હતી, પણ હમણાં બાજુની રૂમમાં બેઠેલો અંશુમન એક પેશન્ટ માત્ર હતો. કોમલ ફોટો જોઈ વિચારતી જ હતી ત્યાં જ બાજુમાં પડેલા મોબાઈલમાં રિંગ વાગી. ડૉ. અરોરાની કેબિનમાં તેમની પરવાનગી વગર અંશુમનની ફાઈલ જોઈ રહેલી કોમલના હાથ અનાયાસ જ ધ્રૂજ્યા અને ફાઈલ નીચે પડી ગઈ. ફટાફટ ફાઈલ ઉંચકી કબાટમાં પાછી મૂકી અને ફોન લઈ બહાર આવી. સ્ક્રીન પર જોયું તો ડૉ. અરોરાનો જ ફોન હતો. કોમલનું હૃદય બમણી ગતિથી ધબકી રહ્યું હતું. તેણે આંખ બંધ કરી ઊંડા શ્વાસ લઈ પોતાને શાંત કરી અને ડૉ. અરોરાનો ફોન ઉપાડ્યો.
'હેલ્લો...' અવાજમાં પોતાની ગભરામણ ન સંભળાય તે રીતે કોમલ બોલી રહી હતી.
'સર.... અનિતા મેમ...'
'કોમલ... સાંભળ... મારી આ વીકની બધી જ અપોઈન્ટમેન્ટ્સ કેન્સલ કરી નાખ. અનિતાની સ્થિતી ગંભીર છે, પણ હું એને કંઈ જ નહીં થવા દઉં. હું હમણા એને લઈને બ્રીચ કેન્ડી હૉસ્પિટલ જઈ રહ્યો છું. તું પર્સનલી ટેઈક કેર કે બધી જ અપોઈન્ટમેન્ટસ કેન્સલ થાય.'
ડૉ. અરોરાનો સામા છેડેથી ગભરામણ મિશ્રિત અવાજ આવી રહ્યો હતો.
'હા સર, ડૉન્ટ વરી અબાઉટ હીયર, હું સંભાળી લઈશ.' કોમલે ધરપત આપી.
'સર... અંશુમન...' કોમલ કંઈ કહે તે પહેલાં ડૉ. અરોરાએ કોમલની વાત કાપી,
'અંશુમનનું શું?'
'અંશુમન અહીં જ છે. સર, તમે ગયા પછી તેને પોતાનું સેશન પૂરું કરવું હતું.' કોમલે જણાવ્યું .
'વ્હોટ....? કોમલ ચાર કલાક થયા. એ ત્યાં કરી શું રહ્યો છે?' ડૉ. અરોરાએ થોડી ચિંતા સાથે પૂછ્યું.
'મેં એને કહ્યું કે, હું સેશન લઉં પણ એ રેડી ન થયો માટે મેં તમારું ટેપ રેકોર્ડર આપ્યું છે, અને તે મારી કેબિનમાં ચાર કલાકથી કોન્સ્ટન્ટ પોતાની સાથે જ વાતો કરી રહ્યો છે.' કોમલે વાત વાતમાં જણાવી પણ દીધું કે અંશુમનને પોતાની કેબિનમાં બેસાડ્યો છે.
'કોમલ ગો ટુ હીમ અને એને એ ટાઈમમાંથી બરાબર રીતે બહાર લાવી ઘરે મોકલ. હી ડસન્ટ વોન્ટ ટુ કમ આઉટ ફોર ધેટ ટાઈમ. મેઈક શ્યોર તે બરાબર પ્રેસન્ટ ટાઈમમાં પાછો આવે.' ડૉ. અરોરાએ કોમલને સૂચનાઓ આપી ફોન કટ કર્યો.
*****
'અંશુમન... તમારે મારી સાથે આવી વાતો ક્લિયર કરવાની જરૂર નથી. હું તમને પસંદ કરું છું એ મારી ચોઈસ છે, એનો મતલબ એ નથી કે તમે મને બધું જ કહેવા બંધાઈ જાઓ. મારા કારણે તમારી પર્સનાલિટીમાં કોઈ જ ફેરફાર ન આવવા જોઈએ...' બેડમાં હેડરેસ્ટના ટેકે બેઠેલા અંશુમનની સામે અનુષ્કા મન ખોલીને વાત કરી રહી હતી. ફોનમાં ઈયર પ્લગ્સ લગાવીને અંશુમન આંખ બંધ કરી અનુષ્કાની વાતો સાંભળી રહ્યો હતો. અનુષ્કાની વાતથી અંશુમનને રાહત થઈ પણ સાથે-સાથે થોડી નવાઈ પણ લાગી. વાત ચાલી જ રહી હતી ત્યાં તેના હાથમાં પકડેલા ફોનમાં વાઈબ્રેટ થયું. અંશુમનથી અનાયાસ જ ફોનની સ્ક્રિન તરફ જોવાઈ ગયું. રિદ્ધિમાનો મેસેજ હતો. અનુષ્કાની સાથે વાત ચાલુ રાખી તેણે રિદ્ધિમાનો મેસેજ વાંચવા માંડ્યો.
'hey, અંશુ, ગુડ મોર્નિંગ, ઈટ વોઝ રિયલી નાઈસ મિટીંગ યુ યસ્ટરડે, હું જોઈ શકતી હતી કે તું કેટલો ખુશ છે, લોકો તને ચાહે છે, મને ખ્યાલ છે. હાઉ ઈટ ફીલ્સ, અને ખૂબ ઓછા લોકોને આવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. તે ગઈકાલે અનુષ્કાની વાત પણ કરી... મને હજી વિશ્વાસ નથી આવતો કે તું હજી સુધી કોઈ લોંગ ટર્મ રિલેશનશીપમાં હતો જ નહીં! બટ આઈ એમ હેપ્પી કે તને અનુષ્કામાં એક લોંગ ટર્મ સાથી દેખાય છે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ડિયર. મને આ બાબતમાં જણાવતો રહેજે. અને અનુષ્કાને લઈને પેરીસ આવવાનું પ્રોમીસ યાદ રાખજે. થોડા ટાઈમમાં એક સ્પેશિયલ ઈવેન્ટ થઈ રહી છે. વીચ ઈઝ વેરી ઈમ્પોર્ટન્ટ ફોર મી. પોસીબલ હોય તો ત્યારે આવજો, આઈ વીલ લેટ યુ નો.'
તને મારી પૉપ્યુલારિટીના પણ દર્શન કરાવું! (જસ્ટ કિડિંગ) હું હમણા ઉદયપુર જવા નીકળું છું. ત્યાં 2 દિવસના શૂટ પછી મુંબઈ આવીશ. પણ ડાયરેક્ટ એરપોર્ટ જ જઈશ તો હવે નહીં મળી શકાય. bbye!!)' અંશુમનનું ધ્યાન પૂરેપૂરું રિદ્ધિમાના મેસેજમાં જતું રહ્યું હતું. ફોનમાં અનુષ્કા બોલતી અટકી ગઈ હતી.
'અંશુમન?' થોડી વાર પછી અનુષ્કાએ પૂછ્યું.
'હા...' અંશુમને તરત જ જવાબ આપ્યો.
'બિઝી હો તો પછી વાત કરીએ?' અનુષ્કાએ પૂછ્યું.
'હમમમમ... નાઆઆઆ... અનુષ્કા, સાંજે ડિનર ઉપર મળીએ?'
'હા... ઓકે' અનુષ્કા બોલી તો ગઈ પણ તે વિચારતી થઈ ગઈ હતી કે પોતે અંશુમનને મનની વાત કરી અને અંશુમનનો એ વાતને લગતો કોઈ જવાબ જ ન આવ્યો. તે પહેલી વાર અંશુમન સાથે મન ખોલીને વાત કરી રહી અને તેને અંશુમન પાસે પણ એ જ ઓપનનેસની આશા હતી.
'ઓકે, હું તને તારી ઓફિસથી સાંજે સાત વાગ્યે પીક કરું?' અંશુમને પૂછ્યું. તે અનુષ્કાની સેન્સીટીવીટીથી હજી સુધી બિલકુલ અજાણ હતો.
'ઓકે, હું સાત વાગ્યે રાહ જોતી હોઈશ.' અનુષ્કાએ કહ્યું.
'અનુષ્કા...' અંશુમન જાણી જોઈને નામ બોલી અટકી ગયો.
'હમમમ... ?' અનુષ્કા ફોનમાંથી પણ આ ગુલાબી લાગણી બરાબર ઓળખી રહી હતી.
'આઈ રિયલી લાઈક ટોકિંગ ટુ યુ, મને તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ખૂબ જ ગમે છે.' બોલતી વખતે અંશુમન પોતાના ધબકારાની ગતિ વધતી અનુભવી શકતો હતો.
'I Know! મને પણ તમારી સાથે ખૂબ જ પસંદ છે.' અનુષ્કાના મોં ઉપર એક શરમાળ સ્મિત આવી ગયું. થોડી વાર પહેલા અનુભવેલી અધુરપ હવે ગાયબ થઈ રહી હતી. અનુષ્કાના શરીરમાં ઉત્પન્ન થયેલા 'ફીલ ગુડ' હોર્મોન્સના કારણે તેને લાગી રહ્યું હતું કે તે સાતમાં આકાશમાં વિહરી રહી છે.
આ તરફ અનુષ્કાનો ફોન કટ કરી અંશુમન તરત જ રિદ્ધિમાને ફોન લગાવી રહ્યો હતો.
'હાય રિદ્ધિ...'
'હાઈ... તુ અત્યારમાં ઊઠી ગયો છે?' રિદ્ધિમા અંશુમનને ચિડવી રહી હતી.
'શું કરવું?' આ રાજુ એનો ટાઈમ થાય એટલે આવી જાય! હમણાં એક રેકોર્કિંગમાં જવાનું છે, પણ તે કાલે કહ્યું કેમ નહીં કે હમણા જાય પછી મળી નથી શકવાની?' અંશુમને ફરિયાદ કરતો હોય એમ કહ્યું.
'કાલે તારી પાસે ટાઈમ હતો અનુષ્કા સિવાયની કોઈપણ વાત કરવાનો?'
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર