પડઘા પડછાયાના (પ્રકરણ 20)

15 Dec, 2016
12:00 AM

શ્વેતા સુતરીયા

PC: khabarchhe.com

સર, હું ઈન્ફર્મેશન લઈ આવ્યો, અનુષ્કા મેડમનો રૂમ નં. 201 છે. જીગ્ગીએ અંશુમનને સ્યૂટ રૂમમાં દાખલ થતા જ કહ્યું તો ખરું પણ અંશુમન ઉપર ધ્યાન જતા તે જ્યાં હતો ત્યાં જ ભો રહી ગયો. અંશુમન ડિસેમ્બરની થીજવી નાંખતી ઠંડીમાં પેરીસની ‘Pullman hotel’ની બાલનીમાં ફક્ત જીન્સ અને ટીશર્ટમાં ભો ભો સામે દેખાતા એફિલ ટાવરને તાકી રહ્યો હતો. આજુબાજુમાં કંઈક જોઈને બાજુની ચેરમાં પડેલું જાડું જેકેટ લઈ જીગ્ગી અંશુમન પાસે દોડ્યો. અંશુમનને જેકેટ ઓઢાડી તેની સામે જોતો ભો રહ્યો.

આર યુ ક્રેઝી?’ના ભાવ આંખોમાં જોઈ શકાતા હતા, પણ શબ્દો બોલવામાં જીગ્ગીની હિંમત ન ચાલી. તે અંશુમનને અંદર લઈ ગયો અને ફટાફટ બાલનીનો દરવાજો બંધ કર્યો. જીગ્ગીના મોઢા ઉપર ફરિયાદના ભાવ જોઈ અંશુમને પૂછ્યું.

‘What?’ અંશુમનના ચહેરા ઉપર એક મીઠી સ્માઈલ હતી.

સર, તમને ખબર પણ છે બહારનું ટેમ્પરેચર શું છે? ઈટ ઈઝ ઓલ્મોસ્ટ ઝીરો ડીગ્રીઝ અને એમાં સુસવાટા મારતો પવન, શરીરથી પણ બીમાર પડવાનું બાકી છે બસ!’ જીગ્ગીથી બોલતા તો બોલાઈ ગયું પણ પછી એને ભૂલનું ભાન થયું.

જીગ્ગી.... શું જરૂર છે આવું બોલવાની? તું તો ગયા કામ સે... જીગ્ગીના મનના વિચારો અંશુમન સાંભળી શકતો હોય તેમ તે જીગ્ગીની સામે તેની બેવકૂફી ઉપર હસી રહ્યો હતો.

ઠંડી-ગરમી આ બધું તો આ મગજનો વહેમ છે જીગ્ગી... મન અને મગજ ઉપર કાબૂ હોય તો આ જ ઠંડીને તમે ભડકે બાળી શકો. અંશુમન ખૂબ જ કોન્ફિડન્સથી બોલી રહ્યો હતો. અંશુમનની બોલવાની છટા અને તેની વાત સાંભળી જીગ્ગીનું મોઢું ખૂલ્લું જ રહી ગયું. તે પોતાની સામે એ અંશુમન જોઈ રહ્યો હતો જેને તે બે વર્ષ પહેલા ઓળખતો હતો. આ કોન્ફિડન્સ અને આ રુઆબ ‘The Anshuman Malhotra’ના હતા.

201 રાઈટ?’ અંશુમને સામેના ટેબલ ઉપર પડેલો હોટલનો લેન્ડલાઈન ફોન હાથમાં પકડતા જીગ્ગી તરફ જોયું.

હં... હા સર. જીગ્ગી હજી અસમંજસમાં હતો. મુંબઈ એરપોર્ટથી અંશુમનના વર્તનમાં આવી રહેલા બદલાવને તે જોઈ શકતો હતો, પણ તેને પોતાના ઓબ્ઝર્વેશન ઉપર એટલો ભરોસો નહોતો માટે તે બધી જ વાતને benefit of doubtની કેટેગરીમાં મૂકી રહ્યો હતો. જીગ્ગી ચૂપચાપ અંશુમનને રૂમ નં. 201મા ઈન્ટરકોમ કૉલ કરતો જોઈ રહ્યો હતો.

અનુષ્કા?’ સામા છેડે ફોન ઉચકાતા અંશુમને કોન્ફિડન્સથી કહ્યું.

યસ

આઈ ડોન્ટ થીન્ક વી નીડ ટુ ઈન્ટ્રડ્યુઝ અવર સેલ્ફ લ ઓવર અગેઈન, એન્ડ આઈ એમ પ્રીટી શ્યોર તને મારો અવાજ ઓળખાયો જ હશે. અંશુમનને પણ પોતાના બદલાવમાં એક આઝાદીની ફીલીંગ આવી રહી હતી. કેટલાય સમય પછી તે પોતાના ધાર્યા પ્રમાણે વર્તી શકતો હોય તેવું લાગી રહ્યું હતું.

યા અંશુમન, આઈ વોઝ એક્ચ્યુલી એક્સ્પેક્ટીંગ યોર કૉલ પણ આટલી જલદી આવશે એની ખબર નહોતી.

કેમ? આઈ એક્સ્પેક્ટ યુ ટુ મીટ મી…’ અંશુમને ખૂબ સ્માર્ટલી અનુષ્કાના શબ્દોનો જ સહારો લઈ વાત આગળ ચલાવી.

યેસ અંશુમન, હમણાં બાર વાગ્યા છે સાંજે ચાર વાગ્યે મળીએ?’

ઓ.કે. ડન. સાંજે ચાર વાગ્યે હોટેલ લૉબીમાં આઈ વીલ બી વેઈટીંગ ફોર યુ. કહી અંશુમને ફોન કટ કરી નાખ્યો.

જીગ્ગી આ દરમિયાન અંશુમનની સામે જ ભો હતો.

જીગ્ગી, હું તને રૂમમાંથી બહાર જવા માટે નોટિફિકેશન આપું અને પછી જ તું જઈશ એવું નક્કી કરીને આવ્યા છો તમે ભાઈ?’

અનુષ્કા સાથે વાત પત્યા પછી સામે ભેલા જીગ્ગી ઉપર નજર પડતાં અંશુમને તેને સંભળાવ્યું.

ના, સોરી સર. કહેતો જીગ્ગી ફટાફટ દરવાજા તરફ જવા લાગ્યો, જતાં જતાં પાછળ ફરીને બે વાર જોતો ગયો. દરવાજે ભો રહીને કહેતો પણ ગયો કે કંઈક પણ જોઈએ તો ફોન કરજો. અંશુમનમાં અચાનક આવી રહેલા બદલાવના કારણે તેને વિચાર આવ્યો કે, આ વિશે રિદ્ધિમાને અથવા મુંબઈમાં ડૉ. અરોરાના ક્લિનીક ઉપર ફોન કરીને તેને વાત કરવી જ જોઈએ.

સાંજના ચાર વાગવામાં દસ મિનીટ બાકી હતી. અંશુમન તૈયાર થઈને પોતાના સ્યૂટમાંથી નીચે ઉતરી રહ્યો હતો. લિફ્ટમાંથી બહાર આવી લૉબીમાં સિટીંગ અરેજમેન્ટ ચેક કરતો તે એવી જગ્યા પસંદ કરીને બેઠો જ્યાંથી લિફ્ટમાંથી આવતી વ્યક્તિ તરત જ દેખાય. હૉટલની લૉબીમાં લોકોની અવર-જવર ચાલું હતી. આજુબાજુના લોકોની વાતોમાં ક્યારેય ફ્રેન્ચ તો ક્યારેય બ્રિટીશ ઈંગ્લિશના ઉચ્ચારણો સંભળાઈ રહ્યા હતા. અંશુમન જ્યાં બેઠો હતો તેનાથી થોડે દૂર રહેલા કાફેમાંથી આવતી કૉફીની સ્ટ્રોંગ સ્મેલથી મગજને કીક મળી રહી હતી.

બરાબર ચારના ટકોરે લિફ્ટમાંથી બહાર નીકળતી અનુષ્કા લૉબીમાં અંશુમનને શોધી રહી હતી. અંશુમને તરત જ અનુષ્કાને જોઈ લીધી હતી. તે ભો થયો અને અનુષ્કા તરફ ચાલવા લાગ્યો. લૉબીમાં માર્બલ ફ્લો ઉપર અંશુમનના બૂટ્સનો ટક ટક અવાજ તેના કોન્ફિડન્ટ પગલાની ચાડી ખાઈ રહ્યો હતો.

અંશુમન... અનુષ્કાના અવાજ ઉપરથી ખબર પડી રહી હતી કે તે અંશુમનને જોઈને ખરેખર ખૂ થઈ હતી.

અંશુમને સામે હાથ લંબાવ્યો. અનુષ્કાએ પોતાનો હાથ અંશુમનના હાથમાં મૂકી હેન્ડ શેક કર્યું. હાથ મળ્યા અને આંખો પણ મળી, હાથોમાં ઉષ્મા નહોતી અને આંખોમાં ખાલીપો ચોખ્ખો દેખાઈ રહ્યો હતો. લંડન એરપોર્ટ ઉપર થોડા કલાકો પહેલા ભજવાઈ ગયેલા આબેહૂબ સીનના કારણે આ વખતની ઉષ્માનો ખાલીપો બંનેમાંથી કોઈને મળ્યો નહીં.

‘Pullman hotel’થી થોડું આગળ ચાલતાં જ એફિલ ટાવરપહોંચી શકાય તેમ હતું. બંને ચાલતા ચાલતા તે તરફ જઈ રહ્યા હતા. ડિસેમ્બરની સાંજ હોવાથી સૂરજ ચાર વાગ્યામાં જ આથમી રહ્યો હતો. એફિલ ટાવર ઉપર લાઈટ્સ ચાલું થઈ ચૂકી હતી. ટાવરની નજીકમાં જ વહી રહેલી Seine નદીમાં તરી રહેલી બોટ્સની લાઈટ્સ ચાલુ થતાં નદીનું પાણી ઝળહળી રહ્યું હતું.

આવી ઠંડીમાં પણ લોકો બોટ રાઈડ્સ કરી રહ્યા હતા.

અનુષ્કા-અંશુમન લગભગ એક પણ શબ્દ બોલ્યા વગર બોટના ડોક સુધી આવી પહોંચ્યા હતા. બંને જ્યાં ભા રહ્યા ત્યાં પહેલેથી જ એક બોટ રાહ જોતી ભી હતી. આ એક સ્પેશિયલ રેસ્ટોરાં બોટ હતી, જેમાં આછી રોશનીમાં થોડા થોડા અંતરે ટેબલ્સ ગોઠવવામાં આવ્યા હતા.

અનુષ્કા... લગભગ ત્રણથી ચાર કલાકની આ બોટ રાઈડમાં તને ગમે કે ન ગમે આ સમય તારે મારી સાથે કાપવો જ પડશે. અંશુમનના ચહેરા ઉપર એક ક્ષણ પૂરતું દર્દ ઉપસ્યું ને વળી પાછું શમી ગયું.

ંઈ પણ બોલ્યા વગર અંશુમન તરફ જોઈ અનુષ્કા બોટના ખૂલ્લા ડોકમાં આવીને ભી રહી. એફિલ ટાવર ઉપરની લાઈટ્સની ઝગમગાહટથી Seina નદી ચમકી રહી હતી. ઠંડીના કારણે સુસવાટા મારતો પવન આંખને અડતાં વિના કારણે આંસોનું ઝૂંડ ટપકવા તૈયાર થઈ રહ્યું હતું, કે પછી કારણની ખબર આ ઠુંઠવી નાખતાં પવનને થઈ ચૂકી હતી!

અંશુમન, તું માને છે કે આપણો જન્મ આપણા માહ્યલાને ઓળખવાના ઉદ્દેશથી થયો હોય છે?’ અનુષ્કા પવનના કારણે ભીની થઈ ગયેલી આંખો લૂછતાં અંશુમન તરફ ફરી.

અનુષ્કા દેવી! તમે ફરી પ્રગટ થયા... અંશુમનને અચાનક મજાક સૂઝી આવી. અનુષ્કાથી પણ અંશુમનની સામે જોઈ મલકાઈ જવાયું.

તું આવી બધી વાતો કરે મને કંઈ જ ન સમજાય અનુષ્કા, માન્યું કે તને સેલ્ફ એક્સ્પ્લોરીંગ કરવું ગમે છે, પણ એનો મતલબ એ કે તું હંમેશા આવી બધી વાતોમાં જ ડૂબેલી રહ્યા કરે? હું તને લગભગ બે વર્ષ પછી મળી રહ્યો છું, ત્યારે પૂછ્યું પણ નથી કે આ બે વર્ષમાં શું થયું મારી સાથે?’ અંશુમન થોડો અકળાઈ રહ્યો હતો.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.