દોસ્તી કી હૈ... નિભાની તો પડેગી...

25 Feb, 2017
11:31 AM

શિલ્પા દેસાઈ

PC: amazingindiablog.in

08/02/17

અમદાવાદ.

પ્રિય સપ્તક,

કાલે ગીતનો ફોન આવેલો. એને ગાયનેક પ્રોબ્લેમ છે એવું કહેતાં બિચારી ખુબ રડી. દિલગીરી પણ અનુભવતી હતી કે મને વાત ખબર નથી ને માહિતી મને તું આપે પહેલાં આપી રહી છે.Anyways, કેમ કહ્યું નહીં કશું??આવડી મોટી વાત મારાથી છુપાવી કેવી રીતે શક્યો તું? કાલે આખો દિવસ મેં બાબત પર વિચાર કર્યો છેવટે બિહાગને વાત કરી. બિહાગે વિના વિલંબે મને કહ્યું કે બે કારણ હોય છુપાવવાનાં. એક તો તું દુ:ખી થાય તો ખરું પણ કદાચ તમે લોકો વાત કહેવા માટે યોગ્ય સમયની રાહ જોતાં હશો. ખાસ્સા એવા મનોમંથન પછી મને પણ વાત સાચી લાગી. કેટલીય વાર તમને બંનેને જુદાં જુદાં સમયે અચાનક ઉદાસ થઈ જતા જોયાં છે મેં. એની પાછળ કારણ હોવું જોઈએ એવું મારું અનુમાન છે. અત્યારે મારા મન પરથી વાદળો ખસી ગયા છે અને મને હવે તમારા બેમાંથી એકેય માટે ફરિયાદ નથી, હં કે.

ગીત મને કહેતી હતી કે તને બાળકો ખૂબ વહાલા છે પણ એની કુદરતી તકલીફના લીધે માતા બની શકે એમ નથી. એક બાળક દત્તક લેવાનો એનો વિચાર મને બહુ યોગ્ય લાગ્યો છે. પોતે પરિવારના પ્રેમથી વંચિત રહી છે એટલે માતા પિતા કે પરિવાર  માટેનો ઝુરાપો એનાથી સારુ કોણ સમજી શકે? તું બાળક દત્તક લેવાની ના કહે છે એના કોઈ સજ્જડ કારણો હશે તારી પાસે. ઉંમર વધતી જાય તો બાળક સાથે ગોઠવાઈ શકાય. એટલે બાળક માટે જલદી કોઈ નિર્ણય પર આવી જવું બહેતરએક બાળકને પરિવાર મળે અને પરિવારને કિલ્લોલ.. બિહાગ પણ બાળક દત્તક લેવાવાળી વાત સાથે સંમત છે. પત્ર વિષે ચર્ચાનું યોગ્ય માધ્યમ નથી એવું મારું માનવું છે. પત્ર મળે કે તરત અનુકુળતાએ ફોન કરજે

તારી ડાર્લિંગને સહેજ અણસારો તો આવ્યો છે કે કાલે મારે ને ગીતને વાત થઈ પછી હું કાયમ હોઉં છું એવા ઉલ્લાસમાં નથી.

કાવ્યા અને કેદારને વહાલ.. કાવ્યાને દીકરી આવશે તો આપણે એનું બાળપણ ફરીથી માણીશું ને દીકરો આવશે તો કેદારનું.. અંકલ આંટી મજામાં હશે. પ્રણામ પાઠવજે. પાછા આવીશું એમ ધમકી આપી રાખજે એડવાન્સમાં..;) ચાલ,પછી વાત હવે. મન પર ભાર કે અજંપો રાખ્યા સિવાય તું અમારી સાથે કંઈ પણ share કરી શકે છે.તારા ફિલ્મી અંદાજમાં કહું તો, દોસ્તી કી હૈ..નિભાની તો પડેગી..

લિ. ફોનની પ્રતીક્ષામાં,

***

અંતરા.

10/ફેબ/ seventeen

New Delhi,

પ્રિય અંતરા,

દિલ કા ભંવર કરે પુકાર પ્યાર કા રાગ સુનો પ્યાર કા રાગ સૂનો ઊઊઊ.... બોસ્સ ...આજે આપડાને તારો ખાસ દેવાનંદ યાદ આયો ભયંકર..પૂછ કેમ .. તો મેડમ ,એમ કે હમો આજે કુતુબ મિનારના દર્શને સંચર્યા હતા. તારા વહાલા , આરાધ્ય દેવ પ્રાત: સ્મરણીય દેવાનંદ અને સ્પોટલેસ, ગોર્જીઅસ નૂતન પર ફિલ્માવાયેલું વાઉ.. વોટ્ટા સોંગ ..વોટ્ટા સોંગ ! ગીત બી યાદ આઈ ગયું મસ્ત. મઝ્ઝા પડી ગઈ. તેં વરસો પહેલા કુતુબ મીનારના ગુણગાન ગાયેલા તે બધ્ધે બધ્ધા યાદ આઈ ગયા. ને lemme admit mam, you were absolutely right. શિયાળાની બપ્પોરનો તડકો મઝાનો લાગતો હતો..  કેદાર કે બીજું કોઈ મારી સાથે આવી શકે એમ હતું એટલે બંદા એકલા નીકળી પડ્યા. ને એકદમ અચાનક કોનોટ પ્લેસમાં રખડતા રખડતા વિચાર આયો તે ઉબર બોલાઈને એમાં સીધ્ધા કુતુબ મિનાર.. તેં કહેલું એવું અદ્દલ નીક્ળ્યું રહ્યુ તો . ૭૨. મીટર ઊંચા પાંચ માળવાળા  મીનારામાં  397 પગથિયાં છે.છે. તને યાદ છે કે  અહીં ગોળ ગોળ ચઢાઈવાળા પગથિયા પર એકવાર કોઈ સ્કુલ ટ્રીપમાં બહુ બાળકો કચડાઈ ગયેલા? પછી અહીં જવાનું પ્રતિબંધિત હતું. પણ વળી પાછું જવા દે છે હવે. બાળકોની દુર્ઘટનાવાળું  કદાચ મને ખોટું યાદ રહી ગયું હોય એમ પણ બને . જે હોય તે, ઇમારત છે અદ્ભુત. બાજુમાં કંઈ લોઢાનો એક થાંભલો છે. એના માટે એમ કહેવાય છે કે એને તમે વળગો ને તમારા બે હાથ એકબીજાને ટચ થાય તો તમે ભયંકર નસીબદાર. આપડે તો એવું બધું માનતા નથી એટલે કંઈ વળગી ના જોયું પણ કંઇક ડિફરન્ટ તો લાગ્યું . ચાલુ દિવસ હતો ને મારી જેમ ભર બપ્પોરે ચાંદનીમાં રખડવાવાળું ખાસ કોઈ હતું નહીં. ઘેર આઈને સર્ચ માર્યું તો ઓહોહો થઈ ગયો બે.લે વાંચ.. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અનુસાર, આના નિર્માણ પૂર્વે અહીં  20 જૈન દેરાસર હતા તે તોડી પાડીને બધો માલસામાનનો ઉપયોગ કરીને હાલ વાળી  ઇમારતો બની. અફઘાનિસ્તાનમાં આવેલાં , જામના મિનારથી ઇન્સ્પાયર થઈને ને વળી પાછા તેનાથી આગળ નીકળવાની ઇચ્છાથી, દિલ્હીના પ્રથમ મુસ્લિમ શાસક કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનાર નું નિર્માણ સન 1193માં આરંભ કરાવ્યું, પરંતુ કેવળ આનો પાયો બનવી શકાયો. પછી તેના અનુગામી ઇલ્તુતમિશએ આમાં ત્રણ માળ વધાર્યા, અને સન 1368માં ફીરોજશાહ તુઘલકએ પાંચમો અને અંતિમ માળ બનાવડાવ્યો. ઐબકથી તુઘલક સુધી સ્થાપત્ય તથા વાસ્તુ શૈલીમાં બદલાવ, અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. મિનારાને લાલ બલુઆ પત્થરથી બનાવડાવ્યો છે, જેના પર કુરાનની આયતોની તથા ફૂલ વેલોની સુક્ષ્મ નક્શી કરાઈ છે. કુતુબ મિનાર પુરાતન દિલ્હી શહેર, ઢિલ્લિકાના પ્રાચીન કિલ્લા લાલકોટના અવશેષો પર બન્યો છે. ઢિલ્લિકા અંતિમ હિન્દુ રાજાઓ તોમર અને ચૌહાણની રાજધાની હતી.( ઓરિજિનલી સાત માળનો હતો એવું કહેવાય છે હોં.. ઇતિહાસકારોમાં લોબી ચાલે .. બોલ :p ) આના નામકરણ માટે   પણ વિવાદ છે. અમુક પુરાતત્વવિદોના અનુસાર   જગતની ઊંચામાં ઊંચી ઈમારતનું નામ  તુર્કી સુલ્તાન કુતુબુદ્દીન ઐબકના નામ પરથી પડ્યું, અમુક લોકો એમ માને છે કે આનું નામ ભારતમાં આવીને રહેલા બગદાદના પ્રસિદ્ધ સંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકી ના નામ પર છેઇલ્તુતમિશ તેમનો ખૂબ આદર કરતો હતો, માટે કુતુબ મિનારાને નામ આપવામાં આવ્યું. આના શિલાલેખ અનુસાર, આનું સમારકામ તો ફિરોજ શાહ તુઘલકે (135188) અને સિકંદર લોધીએ (14891573)માં કરાવડાવ્યું. મેજર આર. સ્મિથે આનો જીર્ણોદ્ધાર 1829માં કરાવડાવ્યો હતો. એની બાજુમાં પેલો લોઢાનો થાંભલો છે વળી જોરદાર અજાયબી . સામાન્ય રીતે લોખંડનો કટાવાનો ગુણધર્મ છે પણ થાંભલો આટલી બધી સદીઓ પછી કસેથી કટાયો નથી. હજુ તો આવું કંઈક નીકળસે ચલ, હું વાંચી લઉં. પછી ફરી ક્યારેક તને વિગતે લખીશ.

બી.બાબુ અને જે.બેબીને યાદ કહેજે. કાવ્યાની તબિયત સારી છે. દિવસો ગણી રહ્યા છીએ હવે. એક વાત કહું? ગીતનું બિહેવિયર કોઈવાર સમજાતી નથી. મને એમ લાગે છે કે કાવ્યાની પરિસ્થિતિ ,માતા બનવાની અનુભુતિ જોઈને એને કદાચ માતા બનવાની ઈચ્છા જાગ્રત થઈ લાગે છે. ને વાત એમ છે કે કદી માતા બની શકે એમ નથી વાતની એને જાણ છે. ને મારે બાળક દત્તક લેવું નથી. તને મળીશ ત્યારે બધું કહીશ એમ માનીને કશું કહ્યું હતું. પત્ર મળે એટલે ફોન કરજે. વાત કરાય એમ હશે તો કહીશ. I wish all goes well..

લિ. થોડો ચિંતાતૂર,

સપ્તક.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.