કાંકરીયા જઈને ટ્રેનમાં બેસવું છે
16/01/2017 નક્ષત્ર પુર્વા ફાલ્ગુની
અમદાવાદ.
પ્રિય સપ્તેશ્વર,
બહુ જ મઝા આવી આ વખતે ઉત્તરાયણમાં.કેટલાં વર્ષો પછી આટલી મઝા કરી ધાબે. તમે લોકો આવ્યા તો આખું ધાબું celebration mode માં હતું જાણે.એ ય ને ટોળાં, અવાજ, ઘોંઘાટનું જ સામ્રાજ્ય હતું. ગમતીલાં ટોળાંનો અવાજ, ઘોંઘાટ પણ કર્ણપ્રિય લાગે. શું કહેવું છે તારું અે વિષે? કોઈ વિશેષ ટિપ્પણી? લાલા અમરનાથ ક્રિકેટની કોમેન્ટરીમાં આપતાં જ કાયમ? યાદ છે? તને ય બધે એક્સપર્ટ કોમેન્ટ ફટકારવાની ટેવ હતી એટલે તારું નામ લાલા ય પાડેલું મેં... ખુબ ગુસ્સે થતો તું. ને તને ગુસ્સે થતો જોવો એ ય એક લહાવો જ હતો વળી. કાયમ ખુશમિજાજમાં રહેનારો તું એક આ લાલા સંબોધનથી કેમ આટલો ગુસ્સે થતો એ ખબર નથી. હજુ આવે કે ગુસ્સો? નહીં કહું હવેથી લાલા.. હોં ને .. બસ લાલા? જો એકેય વાર નથી કહ્યું લાલો? કહ્યું ? લાલો? :p sorry.. તમે લોકો મળીને ગયા એ મઝા હજુ બરકરાર છે એટલે તને જરા ચીડવવાનું પાપ કરી લીધું. ખાર રાખીને બદલો લે એવો તો નથી તું ;) સારું ચાલ,બીજી કોઈ વાત લખું.
તું અહીં આવ્યો ત્યારે તે છાપાંમાં ખોડલધામ વિષે વાંચ્યું હશે. રાજકોટ પાસે કાગવડ મુકામે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પાંચ દિવસનો મહોત્સવ યોજાયો છે જેમાં આશરે 40 કિમી લાંબી શોભાયાત્રા નીકળશે. લાખો લોકો આ મહોત્સવનો હિસ્સો બની ધન્યતા અનુભવશે ! અંગત રીતે મને આ પ્રકારના ઉત્સવો કદી ગમ્યા નથી. It's a national wastage of money and man hours. શ્રધ્ધા હોવી એ એક બાબત છે અને અંધશ્રધ્ધા સાવ જુદી વાત છે. બે વચ્ચે ભેદરેખા અત્યંત બારીક છે. વળી, આ શ્રદ્ધાનું સત્ય દરેક જણ માટે જુદું જ હોવાનું . જેમ કે , મારી શ્રધ્ધા તારા જેવા નાસ્તિક માટે અંધશ્રધ્ધા જ હોવાની જ્યારે મારાથી વધુ શ્રદ્ધાળુ મને અંધશ્રધ્ધાળુ લાગે એ શક્ય છે. ને આવા ધાર્મિક મહોત્સવો માત્ર ્હીં જ થાય છે એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. વિશ્વ આખામાં થાય જ છે. મોટાભાગે તો નર્યું તૂત જ હોય છે પણ જો જરાક વિરોધ કરાય તો પ્રજાની ધાર્મિક લાગણી તરત જ ઘવાઈ જાય એટલી સુંવાળી હોય છે તને કયાં નથી ખબર? રથયાત્રા અને તાજીયાના જુલુસ સમયે થતા છમકલા તો આપણે નજરે જોયા છે. આટલાં પૈસા ને મહેનતનો ઉપયોગ સમાજને ઊંચો લાવવાના કામમાં કરે તો કોની તાકાત છે કે આપણાને હરાવી શકે? પણ બધાને રાતોરાત બીજા કરતા વધુ માલેતુજાર થઈ જવું છે એટલે ટાંટિયાખેંચની પ્રવૃત્તિમાંથી બહાર આવે તો બીજાનું વિચારેને? ખૈર,અકળામણમાં બહુ લખી નાંખ્યું.
તમે લોકો નવા ઘરમાં સેટ થાવ એટલે અમે પાછળ પાછળ આવ્યા જ સમજ. 26 જાન્યુઆરી ની આસપાસ આવવા વિચારી એ છીએ. જૈતશ્રીને પરેડ જોવી છે ખાસ તો. લેટ્સ સી .સામાન આવી ગયો કે બધો? ગીતને તો કાવ્યા મળશે એટલે બીજું બધું ભૂલી જશે. કેમ ને? કાવ્યાની તબિયત સારી હશે જ અને હવે તમે લોકો છો એટલે એ વધુ ખુશ રહેશે સરવાળે એના માટે ને આવનાર બાળક માટે સારું. બરાબર ને? દીકરો કે દીકરી જે આવે એ, નામ સરસ વિચારી રાખજો. નામ શોધવામાં મદદની જરુર હોય તો સહેજે. મને બહુ ગમે નામ પાડવાનું ;)
ચાલ, પછી વાત.
એ જ લી. હવે દિલ્હી આવવાનું ખુલ્લી આંખે સપનું જોતી ,
હું.
***
16/1/17
નવી દિલ્હી.
માય ડીયર બેનપણી રૂપાંદે ,
જો સ્મરણપોથીમાંથી તારા મેં પાડેલા નામો યાદ આવતા જાય છે. ઉત્તરાયણ એકદમ સોલ્લિટટ રહી. ભયંકર મઝા આઈ આપી ફેરી. સુ પતંગ ચગાયા ને લુટ્યા છે. કેટલા વરસ પછી આંગળા કપાયા છે. મહામુલા સંભારણા જ તો . ગીત તો બિચારી મને આમ ચિચીયારીઓ પાડતા જોઈને હેબતઈ જ ગયેલી હો કે. એને મારા પતંગપ્રેમની માહિતી ખરી પણ મને આટલો ક્રેઝ હસે એ એની કલ્પના બહારનું હતું. હજ્જૂ આપડે પતંગ મસ્ત ચગાવી જાણીએ છે ને? બીહાગબાબુ ને માય ડાર્લિંગ જૈતશ્રી બી મસ્ત પતંગ ચગાવે છે હો.
This is to certify that they also are good at flying kites ..🔷🔷〰〰➰➿➿
Sd. આપડે જાત્તે.
લે ,આ સર્ટી આપ્યું . જલસા કરો ;)
એ સાંભળ ને, હવે અમે આઈએ ત્યારે કાંકરીયા જાયેંગે ને ટ્રેન મેં બેઠેંગે. નવું નવું થયું છે બધું એવું સાંભળેલું ને ફોટા બી આવેલા વોટ્સપમાં. ઝુમાં હજુ કેટલા એનિમલ્સ છે ? મને તો બહુ જ ગમે ત્યાં જવું . પેલા અરીસા છે ? નાના મોટા જાડા પાતળા વાળા? Actually , વિજ્ઞાન જ છે એ , પણ મનોરંજન માટે ય કેટલી અદ્ભુત વસ્તુ છે, નહી? આપણે જે નથી એ દેખાઈએ ને એકબીજાના સાવ નોખા જ સ્વરૂપ પર ખડખડાટ હસીેએ. બહુ યાદ આવે સાલું એવું નાનું નાનું તો.. ્ત્યારે જે વાત ફાલતુ લાગે એ જ વાત પર દિવસો સુધી હસી શકીએ એવી ઉંમર બહુ જલદી ફુરરરર થઈ જાય . નાના હોઈએ ત્યારે જલદી જલદી મોટા થવું હોય ને મોટા થયા પછી પાછું બાળપણ જોઈતું હોય. મનુષ્ય કયા તો ભૂતકાળમાં જીવતો હોય અથવા ભવિષ્યમાં. વર્તમાનને તો બહુ ઓછો સમય આપતા હોઈએ છીએ એમ મને કાયમ લાગે છે. સરવાળે દુઃખી થવાના ધંધા જ તો કે બીજું કંઈ? ઓહો, કવિ તો વિફર્યા બરોબરના.. ;)
અહીં અમારો ઘણોખરો સામાન આવી ગયો છે ને ગોઠવાઈ પણ ગયો છે. ગીતના રાજમાં બધું ટનાટન well organised હોય. મારા હાથમાં કારભાર હોય તો હજી ય એક જ ને તે ય બુક્સનું જ ખોખું ખુલ્યું હોય ને એમાંથી ચોપડા નીકળીને પથરાયેલા હોય . મારી totally unorganised રહેવાની ટેવ જેમ ની તેમ છે તે આપ મહોદયની જાણ સારું ;)
એ તારે ચંદ્ર પર તારા નામની તકતી લગાવવી છે? 500 રુ. મા થઈ જસે. બેગલોરમાં ટીમઈન્ડસની સ્ટાર્ટઅપ યોજનામાં કંઈ આવું ગતકડું વાંચ્યું ખરું મેં ઓનલાઈન . 10000 જણે તો એમના નામ અને પૈસા મોકલી પણ આપ્યા. સાચું કોનું તો રોમનૉઝ . તારે મોકલવું છે, બોલ ? એકસાથે ત્રણ નામ મોકલવાના કંઈ ડિસ્કાઉન્ટ આપસે કે નઈ એવું ના પુછીસ પાછી. પ્યોર અમદાવાદી . બીજું એક હસવું આવે એવું વાંચ્યું . આગરાની એક મેડિકલ કૉલેજમાં ' ચસ્મીસ ' ને ' કાલુ ' જેવા વિશેષણો વાપરવાથી 25000 સુધીનો દંડ થશે. આ ય એક વાત જ છે ને,? જો કે હેતુ ચોક્કસ સારો છે કૉલેજ મેનેજમેન્ટનો. I appreciate .
કાવ્યા એન્ડ પાર્ટી મઝામાં છે. અમે અહીં આવ્યા છીએ એટલે મહા હેપ્પી છે . ગીતની આસપાસ ફર્યા કરે ને ગીતને ય એ ન દેખાય જરાવાર તો ટેન્શન હો જાતા હે. અપુન કી છોટી બહેન કા દિલ ઉસને જીત લિયેલા હે તો એ દેખ કે અપુણ ભી ભગવાન કા આભાર
માન રેલે હે .
ચલ અભી ઈંધર વિરમતે હે કવિ.
લી. જ્યારે મરજી પડે ત્યારે આવવાનું આમંત્રણ આપતે,
હમ .
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર