પત્રમૈત્રી અને મૈત્રીતિથિ
30/11/2016 , રાત્રે 10 (આશરે)
પ્રિય સપ્તક,
આશા છે કે તું બરાબર પહોંચી ગયો હોઈશ અને પાછો રૂટિનમાં ગોઠવાઈ પણ ગયો હોઈશ. મુંબઈથી બેંગલોર ગયેલો ત્યારે જેમ મારો પત્ર તારા સ્વાગતમાં તૈયાર હતો એમ અહીં પણ તારા પહેલા જ પહોંચી જવાનો છે. તારે પત્રનો જવાબ લખતા વાર થાય તો ભલે, તારી પાસે કારણ છે. મારી પાસે એવું કંઈ કારણ નથી. ન્યુઝીલેન્ડમાં અત્યારે કઈ સીઝન છે? અહીં તો મસ્ત ઠંડી શરુ થઇ છે. તને પેલું તિબેટીઅન પાથરણા બજાર યાદ છે? સ્વેટર વેચાતાં એ ? 30- 35 વર્ષથી તો આ બજાર ભરાય જ છે. ઓક્ટોબર ઉતરતાં જ આ લોકો અહીં ધામા નાખે. સ્વેટર વેચાઈ જાય ત્યાં સુધી અઠ્ઠે જ દ્વારકા હોય . મોટાભાગે જાન્યુઆરી અંત આવી રહે. કોઈવાર એવું બને કે બધું વહેલું વેચાઈ જાય . જે વર્ષે ઠંડીનું જોર વધુ હોય એ વર્ષે ફટાફટ માલ ખાલી થઈ જાય ને બધાં સ્ટોલવાળા ઉચાળા ભરી જાય, એ વહેલો આવે આવતો ઑક્ટોબર . રંગબેરંગી સ્વેટરોની દુનિયામાં કાંઈ ન ખરીદવું હોય તો પણ જવાની મઝા આવે. દિવસના ભાગે અવરજવર જરા ઓછી હોય પણ સાંજના સમયે ખાસી ભીડ હોય. સામાન્યથી માંડીને મોંઘી ગાડીવાળાય અહીં ગરમ કપડાં લેવા આવે. જોવાની ખુબી એ કે સામાન્ય માણસ ભાવતાલ ન કરે ખાસ પણ ગાડીવાળા વધુ ભાવ કસે.
બિહાગ અને હું, અમે બંને એવું માનીએ છીએ કે આવી જગ્યાએથી કશું ખરીદીએ તો ભાવ નહીં કરાવવાનો. ગરીબ માણસ લઇ લઇને આપણી પાસેથી કેટલું વધારે લઈ જવાનો ? બ્રાન્ડેડ શૉપમાં તો ફટ્ટ કરતાં બે હજાર ખર્ચી નાંખીએ છીએ. ત્યાં કેમ ભાવ નથી કરાવાતો? જે હોય તે, ગરીબ માણસની લારી પરથી શાકભાજીની ખરીદીમાં ય દસ રુપિયાનાં મરચાં મફતમાં પડાવીને હરખાતાં માલેતુજારોય આપણે જોયાં જ છે ને?
એ સાંભળ, આજે સવારે ઘણાં વખતે ફેસબુક ખોલ્યું હતું. શું આવ્યું હશે પહેલું જ, બોલ? Any guesses ? આજથી બરાબર છ વર્ષ પહેલાં આપણે ફેસબુકમાં connect થયેલાં. આમ તો આપણી દોસ્તી આવાં બધાં ગતકડાંઓથી પર છે, પણ તો ય. ;) જો કે એક શબ્દ મને બહુ ગમી ગયો . Friendanniversary… આ શબ્દનું ગુજરાતી મારે કરવાનું આવે તો હું એને ‘મૈત્રીતિથિ’ કહું. The Oxford Dictionaries Word of the year 2016 ‘બનવાનું ભાગ્ય કયા શબ્દને મળ્યું ખબર છે? Post-truth. આ શબ્દ પહેલીવાર 1992માં ચલણમાં આવેલો. સર્બિયન-અમેરિકન નાટ્યકર્મી Steve Tesich એ ‘The Nation’ સામાયિકમાં એક નિબંધમાં post-truth નો ઉપયોગ કરેલો. આની પહેલાં આ શબ્દ વપરાયાની સાબિતીઓ છે પણ સ્ટીવભાઈએ ઉપયોગ કરેલો એ અર્થમાં નહીં.
2005મા અમેરિકન કોમેડિયન નામે Stephen Colbert એ 'truthliness' શબ્દ પ્રસ્તુત કર્યો. જેનો અર્થ Oxford Dictionaries મા the quality of seeming or being felt to be true, even if not necessarily true' એવો આપ્યો. ગુજરાતીમાં કહેવું હોય તો 'સત્ય ન હોવા છતાં જે સાચું હોવાનો ભાસ ઊભો કરે' આગળ વાંચ હવે. તને યાદ છે મને સર્કસ નહોતા ગમતા? કારણ માત્ર અને માત્ર એ કે સર્કસમાં આવતા જોકરની બીક લાગતી હતી મને. હજુ ય લાગે છે. એ ફોબિયાને coulrophobia કહેવાય. આ શબ્દ પણ 'વર્ડ ઓફ ધ યર 2016'ની રેસમાં શામિલ હતો એટલે ખબર પડી. તમે લોકો મારી બહુ ઉડાવતા પણ હું સર્કસ જોવાની હા ન જ પાડું. આજે ઉડાવવાની જવાબદારી બિહાગ અને તારી લાડકી J એ ઉપાડી છે. જેને જે કહેવું હોય એ, મને બીક લાગે છે તો લાગે છે . હસવાની જરુર નથી. દરેકને કંઈ ને કંઈ ભય હોય જ. તને ય છે જ ને વંદાની બીક? ઉડતો વંદો જોઈને તું જબરી દોડાદોડ કરી મૂકતો. એમાં ને એમાં એકવાર ફફળતી ચ્હાનો કપ ડાઈનિંગ ટેબલ પરથી તારા પગ પર પડેલો. સારા નસીબે એમાં ચ્હા બહુ રહી નહતી એટલે દાઝ્યો નહતો ખાસ.
ગીત ક્યારે પાછી આવવાની ન્યુઝીલેન્ડ?
ચાલ, વિરમું છું. અલ્યા ,મોડો તો મોડો, પત્ર લખજે હોં. આ પત્રસાંકળ તોડે એને મૈત્રીની આણ.
એ જ લિ.
અંતરા.
*******
07/12/12 રાત્રે નવ વાગી ને પચ્ચાસ મિનીટ
વેલિંગ્ટન,NZ.
વ્હાલી બેનપણી અંતલી,
ભયંકર એકલું લાગે છે બોસ. બેંગલોરમાં મને નવો પરિવાર મળ્યો, તમે લોકો, ખાસ કરીને બિહાગ એન્ડ માય ડાર્લિંગ J ને મળાયું એનો મને બહુ આનંદ છે. ગીત નથી આવી હજુ એ ય સાલું જરા તકલીફ છે. એ નેક્સ્ટ વીક આવસે. ખાવાપીવાની તો તકલીફ નથી કંઈ. રસોઈ તો આ નાચીઝને આવડે છે. એટ લીસ્ટ , મારાં પુરતું તો ચાલી જ જાય. ને એમ પણ, તારા કરતા તો સારું જ આવડે છે મને ખાતરી છે ;) એ સોરી સોરી.. જશ્ટ જોક્સીંગ હોં. તારા લખેલા પત્રો મને આ રીતે કંપની આપસે એવી કલ્પના બી નોહતી બોલ. ફરીથી બધા પત્રો વાંચ્યા નિરાંતે. ત્યારે જરા ઉતાવળમાં વાંચેલા ;)
હું જ્યાં રહુ છું એ જગ્યા તને ગમે એવી છે. ચારેબાજુ લીલુંછમ્મ .. અમારા ગાર્ડનમાં એક આર્ટીફિશિયલ પોન્ડ છે મસ્ત. કાચ જેવું પાણી.. ગીતે એની એસ્થેટિક સેન્સ મુજબ લાઈંટીંગ કરાવ્યું છે તો લાઈટ ચાલુ કરતા જ અલગ અલગ પડછાયા પડે છે.. મસ્ત.. જેનું વર્ણન એ જ કરી શકશે . મને ગમે છે ધેટ્ઝ ઑલ.
બેઝિકલી આ ટચુકડો દેશ સમૃધ્ધ છે. હવે ભારતથી અહીં ભણવા આવવાવાળાનો ટ્રાફિક વધ્યો છે. અમેરિકા અમેરિકા થતું હતું early 90z માં એ ઓછું થયું લાગે છે.ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ અત્યારે નવાં education hub છે. નાનાં નાનંા ટાપુઓનો બનેલો આ દેશ પ્રમાણમાં ખુશનુમા આબોહવાવાળો છે. અહીં સ્નો પણ પડે છે , બોલ. 'કિવી '' યુ.એન. ના વન ઑફ ધ મેમ્બર એવા આ દેશનું પક્ષી છે એ તો આપણે ક્રિકેટના શોખીનોને બહુ નાના હતાં ત્યારની ખબર છે , રાઈટ? ચલ,બહુ થઈ ગઈ આ દેશની વાત. આપણા દેશની વાત કરીએ.
જયલલિતા વિષે સમાચાર જોયા ઇન્ડિયન ચેનલ પર. છુટી બિચારી. કેટલા બધા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી .બાપ રે.. ગજ્જબ પોલિટીશ્યન હતી i tell you.. કેટલી તો સંપતિ હતી! કોઈ વારસદાર નથી તે હજ્જારો સાડીઓ, ઘરેણાં, સેંડલ એ બધાનું શું થસે ? કહે છે કે અમ્મા માટે લોકોને બહુ પ્રેમ હતો. કેટલાક તો અમ્માના અવસાનના આઘાતમાં ગુજરી ગયા . ક્યાંથી ક્યાં પહોંચી ગઈ આ વન્સ અપોન અ ટાઈમ હીરોઈન..એ હીરોઈન હતી ત્યારના ફોટા ય હતા .. સુંદર હતી હોં . પછી જ આટલી બધી ફુલીને ફાળકો થઈ ગઈ. એના વિષે ખાસ આઈડિયા નથી મને પણ એણે કંઈક તો સારુ કર્યુ જ હસે ને લોકોનું? એ વિના તો લોક આટલુ ગાંડુ નહી થતુ હોય ને ? પણ આમ તો વ્યક્તિપુજા જ કહેવાય ને ? જો ને પેલા રજનીકાંતની ફિલ્મ રિલીઝ વખતે બધી કંપનીઓએ રજા ડિકલેર કરેલી જ ને ઑફિશિયલી. જબરા હારા. ને પબ્લિક બી રજનીકાંત પાછળ ગાંડી. એ કબાલી અમે જોયેલું . મોં માથા વિનાનું પિક્ચર પણ રજનીસર ના નામે ફિલમ તરે.. આપડાને તો બચ્ચન ગમે . તને પેલો રાજેસ ખન્નો.. સુ ચોઈસ છે તારી તો .. અરરર.. જો કે બિહાગની બાબતમાં તારી ચોઈસ મસ્ત નીકળી પણ એ બાપડો થાપ ખાઈ ગયો તને પસંદ કરવામાં. કંઈ નહીં.. ક્યારેક તો માણસથી ભૂલ થાય ને? હેં ? સુ કહે છે?
ભાગો... માતાજી કોપાયમાન થયા જ હસે હવે.. :p
એ જ લિ.
એકલો એકલો બોર ને પછી અઠવાડિયામાં ઠળીયો થઈ જઊ તો નવાઈ નહીં એવો,
હું .
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર