તું આવ્યો એ મને ખૂબ ગમ્યું
16/11/16
અમદાવાદ.
પ્રિય સપ્તક ,
જોરદાર મઝા પડી તમને લોકોને મળવાની. ભલે બે દિવસ તો બે દિવસ. મળી શકાયું એ મહત્ત્વનું છે. ગીતનાં ચિત્ર પ્રદર્શનની દોડાદોડીમાં ય તમે લોકો અહીં માત્ર અમને આમંત્રણ આપવા જ આવ્યા that touched to my heart. Really, feeling very happy and charged. તું સ્વભાવે તો હજી સહેજ પણ બદલાયો નથી. એવો ને એવો મસ્તરામ, લહેરીલાલા, રેઢિયાળ, લાહરિયો and what not? ભગવાન જાણે ગીત તારા પ્રેમમાં કેમની પડી ગઈ? કે એ સમયે એને પ્રભાવિત કરવાની લાહ્યમાં જરા સુધરી ગયેલો કામચલાઉ? પેલી પ્રેમમાં પડી પછી તું એ નો એ થઈ ગયો હોય વળી. બનાવટ બહુ લાંબો સમય ન કરી શકો આમ પણ. એમાં ય જ્યારે નેકદિલ ઇન્સાન હોવ ત્યારે તો નહીં જ. થોડા જાડો થયો છે. પણ સારો દેખાય છે. પાંચ વરસ પહેલાં અહીંથી ન્યુઝીલેન્ડ ગયો ને તને મૂકવા આવેલા ત્યારે છેલ્લે મળ્યો હતો. તદ્દન પાતળો... નટરાજ પેન્સિલવાળાનો સંપર્ક કર્યો હોત તો તને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચોક્કસ પસંદ કરી લીધો હોત એવો. અને પાંચ વરસમાં તો તું પરણી ય ગયો. અહીં તો મોટી ઠાંસ મારતા હતા કે આપણે તો એકલા જ સારા. એ ય ને મસ્ત હરવા ફરવાનું ને અલગારી રખડપટ્ટીઓ જ આપણો ધર્મ હશે ને એવાં તો કેટલાંય ગાંડા કાઢ્યા હતા. ગીતને જોઈને બધું સોડાવોટરના ઉભરાની જેમ શમી ગયું? સાચું કહેજે, પહેલી જ મુલાકાતમાં ક્લીન બોલ્ડ થઈ ગયેલો ને? પણ, એ છોકરી છે જ એવી મીઠડી. ગમી જ જાય. સાવ સીધી સાદી, સરળતાથી ભળી જાય એવી. અમે ય પહેલીવારમાં જ ખૂબ પ્રભાવિત થઈ ગયા એનાથી. જરાય અજાણ્યું ન લાગે કે પહેલીવાર મળીએ છીએ એવું ય ન લાગે. અંકલ આંટી પણ તમને ખુશ જોઈને ખુશ થતાં હશે અને તમને આશીર્વાદ આપતા હશે. એ અફસોસ રહી ગયો કે એ લોકો ગીતને ન મળી શક્યા. મને આટલું લાગે છે તો તને તો લાગતું જ હશે ને.
અરે, હું ય શું આ વાત કાઢી બેઠી. પ્રદર્શનમાં તો નહીં આવી શકાયું પણ અમારી પ્રતિનિધિ, તારી લાડલી ગર્લફ્રેન્ડ J ને એટલે જ તમારા ભેગી જ બેસાડી દીધી. એને ગીત જોડે ફાવી ગયું છે. બાકી તારી બેનપણી બહુ જ સિલેક્ટીવ અને મુડી છે. વાત કરવી હોય તો જ કરે. ન બોલવું હોય તો ન જ બોલે. બે ત્રણ વાર મળે નહીં કોઈને ત્યાં સુધી ખાસ વાતચીત ન કરે. પણ ગીત કા જાદુ ચલ ગયા. જો કે એમાં તારો ફાળો ય નકારી ન શકાય. તારા લીધે એ ગીતથી પરિચિત થઈ ગઈ હતી એટલે જલદી ભળી શકી.
હજી તો તમને એરપોર્ટ પર મૂકીને આવ્યા જ ને આ પત્ર લખવા બેસી ગઈ છું. તું અત્યારે મુંબઈ છે પણ તું બેગલોર પહોંચીશ ત્યારે આ પત્ર તારું સ્વાગત કરશે. કેટકેટલી વાતો કરવાની રહી ગઈ એવું લાગ્યું. તારા સાહેબ ઉર્ફે મિસ્ટર બિહાગ તો મારી ઉડાવી રહ્યા છે અત્યારે ય કે 'મને તો કોઈ દિવસ એક પતાકડું ય સમ ખાવા પૂરતું ય લખ્યું નથી. ને આ સપ્તકડાને હજી મૂકીને જ આવ્યા એમાં લખવાની થઇ ગઈ. બધું એને ના લખતી અલી, મને ય લખજે કોઈ દિવસ...' બોલ.... કહેવું છે તારે કંઈ એમાં? જો હં મારો પક્ષ લેવાનો હોય તો જ બોલજે બાકી મને ખબર છે તમે બે ભેગાં થઈને મારી ઉડાવો છો. પરિણામ બહુ સારું નહીં આવે હં કે, લખી રાખ. તું પહેલાં મારો ભાઈબંધ છે, કહી દઉં છું, હા.
ચલ પછી વાત, આ તારા સાહેબ મને શાંતિથી લખવા નહીં જ દે. કેટલું બધું લખવું છે હજુ.
By the way, તું મને પત્રમાં વારે વારે તારી J અને સાહેબને જે convey કરતો હતો એ તમારી આ ટુંકી મુલાકાત વિષે જ હતું ને?
એ જ લિ.
તમે આવીને જતાં ય રહ્યા એવું માનવાનો હજુ ય ઈનકાર કરતી ,
હું .
*****
20/11/16
મુંબઈ.
પ્રિય અંતુડી,
કેવું લાગ્યું સરપ્રાઈઝ? હજી અમો મુંબઈ જ છીએ. આવતી કાલે સવારની ફ્લાઈટ છે. પ્રદર્શનનો response આટલો બધો આવસે એવી અમારા બેમાંથી એકેયને કલ્પના નહતી. 11 ચિત્રોમાંથી 4 તો પહેલે દિવસે જ વેચાઈ ગયા. એ વાત તો તને મેં કહી ને? જૈતશ્રી પહોંચી ગઈ ને બરાબર? એને ગમેલું કે અમારી સાથે? તારી છોકરી છે પણ તારા કરતા ઓછું બોલે છે. અમને બંનેને તો બહુ ગમ્યું એ આવી તો. કોઈ પ્રકારની માથાકૂટ નહીં ખાવાપીવા બાબતે. તારા તો બાપા બઉ નખરાં હતા મને ખબર છે. રોટલી જાડી છે ને કાળી છે ને what not.. મેં પુછ્યું J ને કે હવે તારી મમ્મા કેવી રોટલી ખાય છે ? તો એણે તો પેપર ફોડી નાંખ્યુ કે એ તો હવે એવી જ ખાય છે કારણકે એનાથી એવી જ બને છે :D બઉ હસ્યા અમે ત્રણે ય. એણે એવું ય કહ્યું કે તું બાફવામાં એક્સપર્ટ છે ;) ચલ જેવી બનાવે એવી પણ તને રસોઈ આવડી ગઈ એ જાણીને સાલું સારું તો લાગે છે હોં.
અત્યારે અહીં ગેલેરી પર આયો છું. ગીત એના કોઈ મિત્ર સાથે લંચ પર ગઈ છે એટલે એકલો છું . આવસે કલાકેકમાં. બહુ મહેનત કરી છે I tell you. Not that કે મારી વહુ છે એટલે પણ બધું એકલા હાથે મેનેજ કરવું થોડું અઘરું તો પડે . Proud of her. એને ય તારી જેમ રસોઈમાં ખાસ રસ નથી. બધું બનાવતા આવડે છે ખરું એટલે કરી નાંખે. જો કે કોઈ આવવાનુ હોય ત્યારે ખુબ ઉત્સાહથી બધું જ બનાવે. મારે બપોરે જમવાનો ટાઈમ ફિક્સ ના હોય એટલે બપોરે ગમે તે બનાવી દે પણ સાંજે બને ત્યાં સુધી મને ભાવતું બનાવે. કોઈવાર તારું ભાવતું તો બનાવ એમ કહું તો કહે કે તને ભાવે એ મને ભાવે જ. સુ કહેવાનું હવે આને. મને કેવું ભાવે એ બધી ખબર છે એને પણ એને ભાવતી બે આઈટમ્સ પણ મને ખબર નથી. Sad ને? પણ હવે હું ન્યુઝીલેન્ડ જઈસ ત્યારે આખો બદલાઈ જઈસ જોજે ને.. બિહાગ પાસેથી હું બઉ શીખ્યો બે જ દિવસમાં. એમને તો ખબર પણ નહીં હોય એમના આ સાયલન્ટ સ્ટુડન્ટ વિસે. કહેતી નહીં હોં પાછી ચાંપલી થઈને. બહુ અદ્ભુત માણસ છે તારો વર. નાની નાની વાતમાં તારી જે રીતે કાળજી લીધી એનાથી આપડે impressed. બિલકુલ કેદારની જેમ જ. કેદાર પણ કવલીની આમ જ સ્નેહથી કાળજી રાખે. ગીત પ્રદર્શન પતે પછી થોડાં દિવસ દિલ્હી જવાની છે. કાવ્યાને જરાય એમ ન થવું જોઈએ કે મારા મમ્મી પપ્પા નથી. મારી ઑફિસમાં જો બધું જો બરાબર હસે તો હું ને ગીત કાવ્યાની ડિલીવરી સમયે અહીં આવીશું. જોઈએ સુ થાય તે. જો આવીસુ તો એ સમયે થોડાં દિવસ આપણે બધાં ભેગાં રહીસુ. કેદારનો તો વસંતવિહારમાં મોટ્ટોબધો બંગલો છે. ને સ્ટાફ પણ છે તો વાંધો નહીં આવે. કેદારે તો આવી જવાનું કહી જ દીધુ છે. સાહેબને કહેજે કે રજાની જોગવાઈ રાખે.
ચલ, કોઈ વ્યુઅર કંઈ પુછે છે ચિત્ર વિસે. પાછો હું ય બાફી દઈસ તારી જેમ ..;)
એ જ,
મળવા છતાં ય ન મળ્યા એવું અનુભવતો
હું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર