કવિ ટાગોર વિશે તું જાણે છે સપ્તક?

20 Aug, 2016
12:00 AM

શિલ્પા દેસાઈ

PC:

15 ઓગસ્ટ, 2016

પ્રિય સપ્તક,

તારા સરનામાની રાહ જોવા બેસું તો મારે પત્ર લખવાનો ઉભરો જરા ઓસરી જાય. લખીને કવરમાં મૂકી રાખીશ એટલે જેવું સરનામું મને મળે કે તરત પોસ્ટતરત દાન, મહા પુન

કાલે એરપોર્ટ બાજુ જવાનું થયેલું ફોટોગ્રાફી માટે. વરસાદ સારો પડ્યો રહીરહી ને એટલે બધું લીલુંછમ્મ. કેટલીક જગ્યાએ તો આપણે અમદાવાદ જેવા  પ્રદૂષણયુક્ત શહેરના એક ભાગમાં છીએ ભૂલી જવાય. ફોટોગ્રાફી કરીને શાહીબાગ પાસેથી પાછા આવતા હતા ત્યારે અચાનક બિહાગે કાર રાજભવનમાં વાળી લીધી. વન ઑફ અવર ફેવરિટ પ્લેસ. મોટાભાગે સૂર્યાસ્ત થાય પહેલાં પહોંચી જવાનું . એટલું અદ્ભુત વાતાવરણ હોય અહીં સમયે. રાજભવન એકદમ ઐતિહાસિક સ્થળ છે. પહેલાં અહીં શાહજહાંનો મહેલ હતો. Infact, વિસ્તારનું નામ શાહીબાગ પણ શાહજહાંના નિવાસને કારણે પડેલું. તને ખબર છે કે હવે રાજભવન તરીકે ઓળખાતા મહેલમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોર પણ જુદા જુદા સમયે કુલ સાત વખત વસવાટ કરી ચૂક્યા છે? ફોટો મોકલીશ વોટ્સપ પર રાજભવનનો. I doubt કે ટાગોર અહીં આવતા તને ખબર હશે કે કેમ. Tagore was JUST 17 when he visited Ahmedabad for the first time. ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથ અમદાવાદમાં ન્યાયાધીશ હતા ત્યારે મહેલ એમનું સત્તાવાર નિવાસસ્થાન હતો.

બીજી એક જોરદાર વાત કહું તને. 1920માં ટાગોરને "નોબલ" પુરસ્કાર મળ્યાના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પરિષદના છઠ્ઠા અધિવેશન પ્રસંગે ટાગોરને માનપત્ર આપવામાં આવેલું. વળી, ચોથી ડિસેમ્બર,1922 ના રોજ ગાંધીજી જેલમાં હતા ત્યારે એમની ગેરહાજરીમાં રવિન્દ્રનાથ ટાગોરે સાબરમતી આશ્રમમાં અંતેવાસીઓ સમક્ષ અંગ્રેજીમાં વ્યાખ્યાન આપેલું. ટાગોર તો ટાગોર છે. કવિવર, ગુરુદેવ વિશે તો કહીએ એટલી વાત ઓછી પડવાની. તને સાહિત્યમાં રસ હજુ જળવાયેલો હોય તો સારું. નહીં તો ગુરુદેવ-સ્તુતિ-પત્રમાં તું કંટાળી જશે. તને જાણીને નવાઈ લાગશે પણ ટાગોરનું અંગ્રેજી કાચું હતું એવું એમણે ક્યાંક લખેલું છે. પંક્તિઓ વાંચ. જો કે મૂળ બંગાળીમાંથી અંગ્રેજી અનુવાદ છે.

The raindrop whispered to the jasmine ,

'keep me in your heart for ever'

The jasmine sighed, ' Alas', and dropped  the ground .

(Stray birds )

છે ને સરસ? Stray Birds પુસ્તિકામાં ઘણાં બધાં બે-બે પંક્તિના પદો છે. ટાગોરે એનેદ્વિપદીનામ આપેલું છે. એવો બીજો સંગ્રહ છે ‘Fireflies’. વિલિયમ રાદીચે નામના કવિ અને અનુવાદક જે પોતે લંડનની જાણીતી સ્કૂલ ઑફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાં બંગાળીના અધ્યાપક છે. કવિવરનાં લઘુકાવ્યોના ત્રણ બંગાળી સંગ્રહકનિકા’, 'લેખન' , અને 'સ્ફુલિંગ'ની કબિતિકાઓનો એમણે ' Particles, Jottings, Sparks : The Collected Brief Poems of Rabindranath Tagore ' નામનો અનુવાદ કર્યો છે. ચાલ આજે કવિવર ટાગોરની આટલી વાત ઘણી. ચિત્રકાર ટાગોર અને શાંતિનિકેતનની વાત ફરી ક્યારેક.

તેરમી તારીખે પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા. મને ધરમ ધ્યાનમાં કોઈ નાસ્તિક કહી શકે એટલો રસ છે. પણ પ્રમુખસ્વામીનો જાદુ જે રીતે વિશ્વમાં વ્યાપેલો છે જોતાં હું એમ વિચારવા પ્રેરાઉ છું કે કશુંક દૈવી તત્ત્વ જેવું તો હશે બાપામાં. વિના કોઈ વ્યક્તિ આટલી વિશેષ બની શકે. સત્તરમી તારીખે અગ્નિસંસ્કાર થશે. ત્યાં સુધી ભક્તોનાં દર્શન માટે બપાને સાળંગપુર ખાતે સાચવી રાખવામાં આવશે. આવતા થોડાં દિવસો અખબારોમાં એમની ખબરનું રાજ રહેશે. કાલે તો અખબારોમાં રજા છે એટલે ઓનલાઈન જોવા વાંચવા મળે . આજે ઘણે ઠેકાણે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પણ બાપાના મૃત્યુના લીધે મોકૂફ રખાઈ. સાળંગપુર બાજુ તો માનવમહેરામણ ઊમટ્યું છે જાણે. દેશ પરદેશથી બાપાના અંતિમ દર્શન માટે લાખો લોકોની આવનજાવન છતાં ક્યાંય અવ્યવસ્થા નહીં. બધું સાધુ સંતોએ સંભાળી લીધું છે.પોલીસ છે પણ ફક્ત કોઈ અનિચ્છનીય ઘટનાના નિવારવા . ભાઈચારાનું કેટ્લું અદ્ભુત ઉદાહરણ છે? તો પછી આપણે ત્યાં રમખાણો કેમ માથું ઊંચકે છે સમજાતું નથી.

#Rio2016 મા દીપાનો નંબર  આવ્યો તો જરા વાર ચચર્યું પણ પછી આટલે સુધી પહોંચવું ઓછી સિદ્ધિ કહેવાય. શોભા ડે જેવા જમાનાના ખાધેલ અને ગામને ઘોળીને પી જનારા પેજ થ્રી માણસો સસ્તી પ્રસિદ્ધિ માટે ગમે તે એલફેલ બોલે અને રમતવીરોનો જુસ્સો વધારી શકે તો કંઈ નહીં પણ મુંગા મરે તો સારું. કોણ કેવી પરિસ્થિતિમાં સામે પૂર તરીને જગ્યાએ પહોંચ્યું છે એટલો વિચાર કરનારા આવા સંવેદનહીન લોકોને એક અઠવાડિયું કોઈ પણ સુખ સાધન વિના કોઈ દૂરના ગામમાં પૂરી દેવા જોઈએ તો એમને કદાચ અંદાજ આવે કે તકલીફ એટલે શું?

ને મહાત્મા, પહોંચો એટલે જરા જાણ કરવાની તસ્દી લેશો.

પત્ર તું વાંચીશ ત્યારે તો #Rio2016મા કદાચ ભારતનું ભાગ્ય ચમકી ગયું હોય અને આપણા ભાગે બીજી રમતોમાં મેડલ આવી જાય એવી આશા સાથે,

જય હિંદ.

 ********* 

15 ઓગસ્ટ,2016

પ્રિય અંતરા,

પત્ર તને એરપોર્ટ પર વેઈટિંગ લાઉન્જમાં બેસીને લખી રહ્યો છું. સિક્યુરિટી ને એવી બધી ફોર્માલિટીઝ આર ડન. ઊંઘી જવાનો વિચાર આવ્યો એકવાર પણ પછી એમ થયું કે લાવ તને લખી દઉં. પત્ર તારા હાથમાં આવશે ત્યારે મેં તને મારું બેંગલુરુનું એડ્રેસ આપી દીધું હશે.

અહીં હતો ત્યારે પ્રમુખસ્વામીના અવસાનના સમાચાર જોયેલા. બધો સચિત્ર અહેવાલ તો વાંચી નહીં શકું પણ કોણ કોણ મહાનુભાવો એમના દર્શન માટે જવાના છે જોયેલું . સમાજસુધારણાના બહુ કામ કર્યા છે માણસે. મારા નાના કહેતા કેવાણિયો ને સ્વામીનારાણિયો કોઈ દિવસ ગરીબ ના હોય.’   ખાલી યાદ આવ્યું એટલે લખ્યું છે હોં. તારી ધરમની લાગણીઓ ખસખસની ઠેસ વાગે એવી સુંવાળી નથી પણ તો કઈ વાતથી તું રંગમાં આવી જાય મને બરાબર ખબર છે પણ ક્યારે કઈ વાત પર તને વાંકુ પડી જાય આજ દિન સુધી હું સમજી શક્યો નથી. ભગવાન બિહાગ અને જૈતશ્રીને તારા પ્રકોપથી બચાવે.. :p

તેં મને અહીંના રીત રિવાજ વિષે લખવા કહેલું નેજે હોટેલમાં મારો સ્ટે હતો ત્યાં મારા  એટેનડન્ટનું નામ બોરીસ હતું. બોરીસ બેકર યાદ છે? પેલો ભૂરીયોલોન ટેનિસનો જર્મન પ્લેયર.. રહ્યો એવો ભૂરીયો ને લીલી આંખવાળો 23  વરસનો યંગબોય. સોલ્લિડ ઈન્ટ્રેસ્ટીંગએના મા-બાપના ઝઘડાઓથી ત્રાસીને આણે લગભગ આઠેક વરસ પર એમને છૂટાછેડા આપી દીધેલા. મીન્સ કે એમનાથી જુદો થઈ ગયેલો. પછી એના પેરેન્ટ્સને બોરીસનું મહત્ત્વ સમજાયું ને ઝગડવાનું ઓછું કરવાનું પ્રોમીસ કર્યું ને બોરીસને પાછા આવી જવા ખૂબ કરગર્યા પણ બોરીસભાઈ ટસના મસ ના થયા અને ઘેર ના ગયા. પણ મા-બાપ હવે ઝગડતા નથી અને સાથે રહે છે. બોરીસ એમ માને છે કે જો એમની સાથે રહેવા જશે તો ફરીથી ગમે ત્યારે પરિસ્થિતિ જો આવીને ઊભી રહી તો એના માટે જીરવવું મુશ્કેલ થઈ જશે. હસમુખો છે એકદમ. ચહેરાની કુમાશ હજી દુનિયાએ થપાટો મારીને છીનવી નથી. જર્મન સિવાય અંગ્રેજી, ફ્રેન્ચ, ને સાનંદાશ્ચર્યાઘાત વચ્ચે ભાંગ્યુ તૂટ્યું હિન્દી બોલી શકે છે. ભારત  વિશે ઘણું જાણે છે ને એકવાર બનારસ જવું છે એમ કહેતો હતો. અહીં 22 જલાઈથી 31 ઓગસ્ટ સમર ફેસ્ટિવલ ઊજવાય.  Salzburger…  આનો ઉચ્ચાર મને આવડતો નથી એટલે બોરીસ પાસે બોલાવડાવીને રેકર્ડ કરી લીધું. પત્ર વાંચે ત્યારે વોટ્સપ કરજે મને. તને ફોરવર્ડ કરીશ ( જો સાંભળવું હોય તો) . જાન્યઆરીના અંતિમ અને ફેબ્રુઆરીના આરંભમાં અહીંમોઝાર્ટ વીકસેલિબ્રેટ થાય. આપણોસપ્તક સંગીત સમારોહયાદ આવી ગયો ને? મને યાદ આવેલો. અહીં સપ્ટેમ્બરમાં ઉજવાતા ટ્રેડિશનલ તહેવારો સમયે ફટાકડા ફૂટે, બોલ. મીન્સ કે દિવાળી અહીં સપ્ટેમ્બરમાં આવે. :D

ચલ પછી વાત . મારી ફ્લાઈટનું એનાઉન્સમેન્ટ થયું.

#Rio2016 ના લેટેસ્ટ કંઈ ખબર નથી. ટાઈમ નહોતો. બેંગલુરુ પહોંચીને જોઈશ. ત્યાં ઊતરીને પહોંચી ગયાનો કોલ કરી દઈશ બાપા. ભયંકર ત્રાસ છે તમારા લોકોનો.. પાછળ ને પાછળ વોચ રાખો. સીસીટીવી કેમેરા હારી જાય .

 ()લિ.હું આવું છું

 

(‘લિ. હું આવું છું મેઘાણીનો પત્ર-વૈભવ  છે તને તો ખબર જ હશે .)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.