અમે અચાનક ઉદયપુર જઈ આવ્યા!
15 એપ્રિલ,2017 ,ચૈત્ર વદ ચોથ
અમદાવાદ.
પ્રિય સપ્તક,
એ જોરદાર વાત કહું. So very happy i am! બિહાગ અમને ઉદયપુર લઈ ગયેલો. એટલે આ વખતે જરા મોડું થઈ ગયું પત્ર લખવામાં. અચાનક જ એને વિચાર આવ્યો અને મને કહે કે ‘ચાલો, બેગ પેક કરો. ઉદયપુર જઈએ.’ જૈતશ્રી અને હું તો બઘવાઈ જ ગયા. સાનંદાશ્ચર્યાઘાતમાંથી બહાર આવીને ફટાફટ બબ્બે જોડી કપડાં ભર્યાં, થોડો નાસ્તો ને પાણી લીધાં કે નીકળી ગયાં. ચાર કલાકમાં તો ઉદયપુર. પહોંચ્યા પછી ય જાણે માનવામાં આવતું ન હતું. પ્લાનિંગ વિનાનો સ્વભાવ તારો છે પણ બિહાગ તો ફુલ પ્લાન કરે પછી જ ઘરની બહાર પગ મૂકે. જે હોય તે… કોઈનો ય નાદ લાગે એવો છે નહીં આમ તો. આ પરિવર્તન કાયમી હોય એમ લાગતું તો નથી પણ પછી ભગવાન જાણે… ત્રણ દિવસમાં તો આખું સિટી ઑફ લેક્સ પગતળે કરી નાંખ્યું. ફોટોગ્રાફી કરી. જૈતશ્રી અને મેં ચિત્રો દોર્યાં. યસ્સ... મેં ય ચિત્રો દોર્યાં બોલ. કાર્ટૂનમાં આવે એવું નથી દોર્યું આ વખતે for a change… સિરીયસ સ્કેચીંગ પર હાથ અજમાવી જોયો. ચાલable દોરેલું… એવું બિહાગે કહ્યું હોં. ને એને સ્પષ્ટ બોલવાની ટેવ છે ને બહુ કડક વિવેચક છે. પેલું યાદ છે મેં તને લખેલું " स्पष्टवक्ता सुखी भवेत् । " બસ, એ જ એની ફિલસૂફી. કોઈને ખોટું લાગી જાય એ હદ સુધીનું સ્પષ્ટ બોલે. ઉદયપુરની ગલીઓમાં રખડ્યા. લારી-ફૂડ બી ઝાપટ્યું. બિહાગને ગમે નહીં આવું બધું લારીફૂડ ખાઈએ તે. પણ આ વખતે તો 360 ડિગ્રી ચેન્જ છે.. :p એણે ય કચોરી ને જલેબી ચાખેલાં. પછી એણે દાવ ડિક્લેર કર્યો ને અમે મા-દીકરી ટેસથી ખાતા રહ્યાં. એ તેં સિકંજી પીધું છે? મેં કદી પીધું નથી. લારી પર બહુ મળે બધે. મારે પીવું હતું પણ પાછી બીક બી લાગી કે ન કરે નારાયણ ને કંઇ તબિયત બગડે તો મારે તો કાયમ માટે લારી-ફૂડ પર પ્રતિબંધ આવી જાય... ;) ઘરમાં બધું as it is જ રાખીને તાળા મારીને નીકળી ગયેલા તો આવીને પહેલું ઘર સાફ કર્યું. એમાં જરા વધુ મોડું થયું પત્રમાં. તારો પત્ર મારી રાહ જોતો વરંડામાં પડ્યો જ હતો પણ એ વાંચીને લખું તો મારે આ સરપ્રાઈઝ વાળું અટવાઈ જાય… કંઈ નહીં... ઘા ભેગો ઘસરકો… ;)
કેવી છે દિલ્લીની ગરમી? ‘ન્યુઝીલેન્ડમાં શાંતિથી રહેવાનું મૂકીને ક્યાં દોડ્યો આવ્યો?’ એવું વિચાર્યું હોય તો ભાઈ તું પહેલી ફ્લાઈટ પકડીને જ્યાં જવાનો હોય ત્યાં જા. અહીં ન જોઈએ. આવી સરખામણી કરવાની માનસિકતા જ સમાજમાં સડો લાવે છે. આપણે નાના હતા ત્યારે તો તને વિદેશ જવાના બહુ ઓરતા હતા. એ ફોરેનમાં તો આમ ને ફોરેનમાં તો તેમ… આપડે તો એક ઘર જાત્તે જ બનાઈસુ ને કલર બી જાતે જ કરીસુ .. ત્યાં આપડી જેમ કંઈ માણસો ના મળે. સ્વાવલંબનનો મંત્ર એ લોકો જેટલો આપડે નથી સમજતા... બ્લા બ્લા બ્લા....આવા તો કેટલા ફાલતુ પ્રવચનો તું અમારા માથે મારતો. યાદ છે? કે હરિ: ૐ ? પણ એટલું ખરું કે તારે જવું હતું તો તું એ પ્રમાણે તારું ભણવાનું ડિઝાઈન કરીને ગયો જ. તે જનાબ કેમ પાછા આવ્યા? ના સંઘર્યો કોઈએ ? કે પછી હોમ-સિકનેસ? એક સરસ શબ્દ છે અહાંગરો. ભગવદ્ ગોમંડળમાં એનો અર્થ "અહાંગળો : અસાંગળો; બાળકને થતું વિયોગનું દુ:ખ." એવો આપ્યો છે પણ આનો અર્થ હું એવો સમજું છું કે વ્યક્તિ કે સ્થળ કે અન્ય કોઈ પણ વસ્તુ સાથે માયા બંધાયા પછી વિયોગ સહન કરવાનો આવે અને એ સહન ન થઈ શકે એ લાગણી. તને ય આવું જ કંઈક થયેલું ને ? તારા પત્રમાં કોઈની ફેસબુક પોસ્ટનો ય ઉલ્લેખ કરેલો તેં એ પરથી જ મને લાગેલું કે સાહેબ પાછા આવી જ રહેશે. ને ખરેખર થોડા સમયમાં તું બિસ્તરાંપોટલાં બાંધીને ભારતભેગો થઈ ગયો. ઓહ… બહુ થઈ ગયું, નહીં? કંઈ નહીં કોઈવાર તો ચાલે. કાયમ તું જ મગજ પકાવે એ થોડું ચાલે?
અહીં તો આ વખતે અત્યારથી જ ગરમીનો પારો વિક્રમ તોડવા લાગ્યો છે. તોબા પોકારવા માંડ્યા છે લોકો. અત્યારે આવું છે તો હજુ તો વૈશાખે દસ્તક નથી દીધા. ત્યારે કરીશું શું?
તારા હેડ ઑફિસની ઈ-મેઈલની વિગત તેં મને ફોરવર્ડ કરી તે વાંચીને મન એક પ્રકારની ગ્લાનિ અનુભવી રહ્યું છે. આ મારે તને નહતું જ જણાવવું કદી પણ તને ન કહું તો કોને કહું? Promotion with transfer શબ્દોથી મને હૈયે ચિરાડો પડ્યો છે. પ્રમોશન એટલે પ્રગતિ એ હું સમજું છું પણ સાથે ટ્રાન્સફર આવે એ મને અઘરું પડે છે. એકસાથે કેટલાં સમીકરણ બદલાઈ જેવા જાય પરિવર્તનના વાવાઝોડામાં... પણ dont worry. આ વખતે હું સહેજ પણ નબળી નહીં પડું.
એ જ લિ.
ક્યારે તારો પત્ર વાંચું અને તરત જ પ્રત્યુત્તર વાળું એવી અધીરાઈમાં ,
અંતરા.
****
11/04/17
New Delhi.
પ્રિય અંતરા,
કિ હાલચાલ? All good? મારો ઈ-મેઈલ વાંચીને તારા વોટ્સપ મેસેજીસ પરથી મને એમ લાગ્યું છે કે તેં પરિસ્થિતિ સ્વીકારી લીધી છે. સરસ. Thats like my friend. આપડી બેનપણી ઢીલીપોચી હોય તે આપડાને કોઈ કાળે મંજુર નથી. આપડે તો મસ્ત મજબૂત જ છીએ. Come what may… સોચના ક્યા જો ભી હોગા દેખા જાયેગા… ને એમ પણ... યે આખ્ખા ઈન્ડિયા જાનતા હૈ કે મર્દ કો દર્દ નહીં હોતા ( પણ to be honest... ધીસ ટાઈમ અપુન થોડા દર્દ ફીલ કર રેલા હૈગા. Senti senti... you know...)
વિશ્વ પુસ્તક દિવસ નજીક આવી રહ્યો છે. યાદ છે આપડે કેવા ઘેલા કાઢતા ? કોણ એક જ દિવસમાં વધુ વાંચી નાંખે એવી શરતો મારતા. ને કાયમ તું જ જીતતી. એક વાત કહી દઉં પણ... હમોની ઉદારતાને લીધે તમો એ શરતો જીતતા હતા મેડમ. ના ના… આભાર માનને કી જરૂર નઈ હૈગા. ઈટ્સ ઓકે.. ;) એ હા… માતાજી ધુણવાનું શરુ કરશે હવે… એ સોરી સોરી… મજાક જ કરતો હતો. પણ આપણે કેટલા બધા પુસ્તકો વાંચી લીધેલા, નહીં? સ્કુલમાં રોલો ય કેટલો મારતા… આહાહા… gone were the days... જે રોલો આપણે સ્કુલમાં મારતા એ આજકાલ બધા સોશિયલ મિડીયા પર મારે છે. હેં ને? એક જોરદાર વાત કહું. તને નહીં જ ખબર હોય. કનૈયાલાલ મુનશીએ ‘કૃષ્ણાવતાર’ સહિત 42 જેટલા પુસ્તકો અંગ્રેજીમાં લખેલા. એમાં ‘કૃષ્ણાવતાર’નો ગુજરાતીમાં અનુવાદ હરીન્દ્ર દવે પાસે કરાવેલો. આ માહિતી ધીમનઅંકલના ખજાનામાંથી સાંપડી છે જેની આગળ પ્રશ્નાર્થ બી મુકેલો છે. એકાદ દિવસ અંકલને ફોન કરીને પુછી લઇસ. પછી તનઅ મું મેશેજ કરે.
કાવ્યા આણિ મંડળી મજેત આહે, તુલા આઠવણ દિલી આહે. ( મતબલ કે કાવ્યા અને મંડળી મઝામાં છે અને તને યાદ કહેવડાવી છે. મરાઠી લિખતા... હાંઈનનન…) અંકલ આંટી પુછતા હતા કે આપ ક્યારે પધરામણી કરવાના છો? કેદાર એની મસ્તીમાં મસ્ત પણ કાવ્યાને લઈને ઓવર-કેરિંગ… એ છોકરો આપણી કાવ્યાનું જે રીતે ધ્યાન રાખે છે એ જોતાં તો આપણે ભગવાનનો આભાર માનીએ એટલો ઓછો છે. અંકલ આંટીના સંસ્કાર દીપાવ્યા છે આણે... ચલ અપુન કી પ્યારી બહેના કા ફોન આ ગયલા હૈગા કે ભૈયા મેરે, ભાભી કો લે કે આ જાઓ… તો અપુન ફુરરરરર..
એ જ લિ.
તને મક્કમ થયેલી જોઈને થોડી હાશ અનુભવતો ,
હું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર