મેરા યાર હૈ રબ જૈસા...
મારું બાળપણ એક નાના નગરમાં પસાર થયું. અભ્યાસકાળ દરમિયાન ઘરમાં, સ્કૂલમાં અને ઘરની બહાર ખૂબ મઝા કરી. મારી આસપાસમાં રહેતા મિત્રો સાથે રમતા, લડતાં ઝઘડતાં સ્કૂલમાં સ્કૂલની શિસ્ત, ઘરમાં પપ્પાની શિસ્ત એ બધામાંથી રસ્તો કાઢતા કાઢતા ક્યારે મોટા થઈ ગયા તેનો તો ખ્યાલ જ ન રહ્યો... મારા મિત્ર વર્તુળમાં માંડ ચાર મિત્રો એવા હતા કે જેમને પોતાની કારકિર્દીની ઘણી જ ચિંતા રહેતી... મારી એમની સાથેની મિત્રતા ગાઢ બનતી ગયેલી... પછી એ ચિંતા મારામાં પણ પ્રવેશેલી... અને મેં તન-તોડ અભ્યાસ શરૂ કરી દીધેલો...
અમે ચાર, મિત્રોમાંથી એક આકાશ, તે કેનેડા ચાલ્યો ગયો... પછી અમે ત્રણ મિત્રો રહ્યા... અંકુરે એન્જિનિયરીંગ લાઈન લીધી અને એમાં સેટ થઈ ગયો... ત્યારબાદ રહ્યા હું પ્રણવ અને નિકુંજ. અમે બંનેએ એકદમ સિર્યસલી મહેનત કરીને સી.એ. થયા.. સી.એ. થયા બાદ શરૂઆતમાં અમે લોકલ સી.એ.ની ઓફિસમાં જોબ શરૂ કરી હતી... આ વ્યવસાય સાથે અમે મુંબઈમાં સેટ થવાનું નક્કી કર્યું હતું... ઓળખાણ કાઢીને અમે મુંબઈ જઈને સી.એ. તરીકે જોબ કરવા લાગ્યા... સમય જતાં અમે પાર્ટનરશીપમાં સી.એ.ની ઓફિસ શરૂ કરી દીધી છે... આજે તો અમારી ઓફિસ એકદમ સેટ થઈ ગઈ છે... અમારા બંનેના પરસ્પરના સહયોગથી અમે સફળતાના એક પછી એક પગથિયાં ચઢી રહ્યા છીએ...
અમે બંને એક જ ફ્લેટમાં રહીએ છીએ... અમારા બંનેની એક જ ઓફિસ છે. પાર્ટનરશીપમાં સી.એ.ના વ્યવસાયને આગળ વધારી રહ્યા છીએ... નિકુંજ એક મોટા ભાઈની ગરજ સારે છે... અમારી વચ્ચે કોઈ જ વાતનો ભેદભાવ રહ્યો નથી... તારું-મારું જેવી કોઈ વાત રહી જ નથી... એક સાચા મિત્ર તરીકેની નિખલસતા ભારોભાર નિકુંજમાં છે...અમને બંનેને સગા ભાઈ કરતાં પણ વધુ ફાવે છે...
જાહેર રજાના દિવસોમાં અથવા તો ક્યારેક રવિવારે અમે અમારા ઘરે પણ સાથે જ જઈએ છીએ... જ્યારે ઘરે જઈએ છીએ ત્યારે ઘરની દરેક વ્યક્તિ ખુશ-ખુશ થઈ જાય છે... અમારા બંનેની જોડી એકદમ જાણીતી બની ગઈ છે... અમે મહેનત કરીને આગળ તો વધી ગયા સાથે જ અમારી જોડીની પ્રશંસા આખા વિસ્તારમાં થાય છે ત્યારે ખૂબ સારું લાગે છે...
એક જ ફ્લેટમાં રહેવાને કારણે અમે ચોવીસેય કલાક સાથે જ હોઈએ છીએ... મને એ વાતનો સંતોષ છે કે, અમે ચાર મિત્રો હતા. એમાંથી એક મિત્ર તો મારી સાથે લાઈફ ટાઈમ રહેશે. અમે બંનેએ નક્કી કર્યું છે કે, એકદમ સેટલ ન થઈ જવાય ત્યાં સુધી લગ્નની વાતમાં પડવું નહીં...
આકાશ જ્યારે કેનેડાથી આવે છે ત્યારે સીધો અમારી પાસે જ આવે છે... એ સમયે અમે અંકુરને પણ બોલાવી લઈએ છીએ.. અને અમે ચારેય મિત્રો ફરી મળીએ છીએ...
મારા માટે સૌથી સુંદર સમય એ હોય છે કે જ્યારે અમે રજાના સમયમાં મુંબઈમાં ફરવા નિકળીએ છીએ.. એકદમ મુક્ત જીવન અને સાથે નિકુંજ જેવો મિત્ર... એમ કહું તો હું અને નિકુંજ અમારી લાઈફના ખૂબ સુંદર સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર