મેરા યાર બડા દિલદાર
મારું મિત્ર વર્તુળ આમ તો ઘણું મોટું... એક જ વિસ્તારમાં રહીએ અને રોજ સાંજે બધા જ ભેગા મળીએ... રાત્રે જમ્યા બાદ અમુક મિત્રોને ગલ્લા પર જવાની ટેવ... મને એવી કોઈ ટેવ પડી નહીં... અમે બધા જ મિત્રો રોજ રાત્રે જમ્યા બાદ અમારા વિસ્તારમાં આવેલી સ્કૂલના ઓટલે રોજ ભેગા થઈએ... બધા પોતપોતાના અનુભવો કહે.. પિક્ચરની, ક્રિકેટની, રાજકારણની, અભ્યાસની, નોકરીની, લગ્નની, ગર્લફ્રેન્ડની, સમાજની, જાતજાતની વાતો... કોઈપણ મિત્રનો બર્થ-ડે હોય એટલે ખૂબ મઝા આવે... એના ઘરે અથવા બહાર કોઈક પ્રોગ્રામ ગોઠવી દઈએ... એ મિત્ર વર્તુળમાં આશરે વીસેક મિત્રોનું આખુ ગ્રુપ હતું.
મિત્રોનું આખું ગ્રુપ ખૂબ જ સંપીને રહેતું હતું... હસી, મજાક, મસ્તી, તોફાન... અને બસ ખુશી જ ખુશી... અમારી વચ્ચે એટલો બધો સંપ હતો કે, અમે અભ્યાસનો સમય નક્કી કર્યો હતો... જ્યારે અમારો અભ્યાસનો સમય હોય ત્યારે એકપણ છોકરો ઘરની બહાર દેખાય નહીં... સામાન્ય રીતે રાત્રે જમ્યા પછી જ અમે ફરવા નીકળતા... અમારા મિત્ર વર્તુળમાં અમે થોડા નિયમો પણ બનાવ્યા હતા... અને બધા જ મિત્રો એને ફૉલો પણ કરતા હતા... એથી જ આજે અને અમે બધા વેલસેટ છીએ અને અમારા ગ્રુપનો કોઈ પણ મિત્ર કોઈને પણ મળી જાય તો આનંદ-આનંદ થઈ જાય...
આજે તો બધા જ સેટ થઈ ગયા છે... બે મિત્રો અમેરિકામાં છે, એક દુબઈમાં છે, એક મિત્ર મુંબઈમાં છે... બાકીના બધા અમદાવાદ, વડોદરા અને સુરતમાં સેટ થયા...
એમાં એક મિત્ર રાકેશ એ હંમેશા મારી સાથે જ રહે... હું કોઈક પ્રોગ્રામમાં જવાનું કેન્સલ કરું તો એ પણ કેન્સલ જ કરી દે... અમારી એટલી મિત્રતા હતી.. અમે જ્યાં જુઓ ત્યાં સાથે જ હોઈએ... રાકેશનો અભ્યાસ આમ સામાન્ય કહી શકાય એવો પણ એને સમાજ કલ્યાણ ખાતામાં નોકરી મળી ગઈ.. અને એની લાઈફ એકદમ સેટ થઈ ગઈ... જ્યારે મારે તો ઘરનો બિઝનેસ સંભાળવાનું હતું... ઘરમા સભ્યો માન્યા નહીં અને મને સમજાવીને બિઝનેસમાં જોડી દીધો... આખા ગ્રુપમાં ફક્ત હું જ એવી વ્યક્તિ છું જે, સ્થાનિક કહી શકાય એવો રહ્યો છું.. બાકીના બધા જ અલગ-અલગ શહેરોમાં સ્થાયી થઈ ગયા છે...
આમ તો બધા જ સારા મિત્રો કહી શકાય, છતાં પણ રાકેશ અને મારી વચ્ચે એ મિત્રતાથી ય વધુ ખાસ મિત્રતા હતી... એનું એક કારણ એ હતું કે, હું અને રાકેશ એક જ ક્લાસમાં ભણ્યા છીએ... અને એક જ બેન્ચ પર બેસતા હતા.. ફક્ત અમારા ઘર જ અલગ બાકી બધી જ જગ્યાએ અમે સાથે જ હોઈએ...
એક પ્રસંગ આજે પણ મને યાદ કરું છું ત્યારે હસવું આવી જાય છે... ધોરણ 12 પાસ કર્યા પછી અમે કોલેજ જોઈન્ટ કરી ત્યારે અમારે ટ્રેનમાં જવા-આવવાનું થતું... અમારી સાથે અમારા વિસ્તારમાં બીજા છોકરાઓ પણ હોય... ત્યારે એ ટ્રેનમાં પણ મજાક કરવાનું ચૂકતો નહીં... એક દિવસ અમે પ્લેટફોર્મ પર પહોંચ્યાં... રાકેશે બધા જ મિત્રોને કહ્યું કે, આજે ટ્રેનમાં હું બહેરો-મુંગો બનીશ... લોકલ ટ્રેનમાં બેઠા પછી એ એ જ પ્રમાણે એક્ટીંગ કરવા લાગ્યો... થોડા સ્ટેશનો ગયા પછી એક સ્ટેશન ઉપર એ પાણી પીવા નીચે ઉતર્યો... ફરી પાછો આવીને બેસી ગયો.... બીજા એક મિત્રએ રાકેશને પૂછી નાખ્યું... પાણી કેવું છે? રાકેશે જવાબ આપ્યો 'ઠંડુ'. અને બધા ખડખડાટ હસી પડ્યા....
જ્યારે રાકેશ જોબ માટે ગયો ત્યાર બાદ એના ઘરમાં કોઈપણ કામ હોય તો હું એની જગ્યા પર જઈને ઊભો રહું છું... એના ઘરની જવાબદારી મારી બની ગઈ છે.. રાકેશ ફક્ત શનિ-રવિ ઘરે આવે.. ત્યારે લગભગ એ મારી સાથે જ હોય... એનો સ્વભાવ એટલો બધો મજાકીયો છે, કે એ ભલભલાને હસાવી શકે છે... બધા જ મિત્રોની સાથે રાકેશને ખાસ મિત્ર તરીકે મેળવીને હું ખૂબ ખુશ છું... કારણ કે રાકેશ મારો સાચો મિત્ર છે...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર