એક અસામાન્ય વાત

29 Jan, 2017
12:00 AM

PC: The Odyssey Online

તમને કોઈની સાથે પ્રેમ થઈ જાય એમાં અને કોઈ તમને દિલફેંક પ્રેમ કરે એમાં જમીન આસમાનનો તફાવત હોય છેઆમ તો પ્રેમ નામની લાગણી જ અસામાન્ય છેએટલેજો તમને કોઈની સાથે સાચો પ્રેમ થઈ જાય તો એ બાબતને અસામાન્ય જ લેખવીપરંતુ જ્યારે કોઈ વિના કોઈ કારણ તમારા પ્રત્યે હેત દર્શાવે કેકોઈ નદી કોઇ સાગરમાં ભળી જાય એમ એ વ્યક્તિ એની આખેઆખી જાતને તમારામાં લીન કરી દે એ વાત અતિ અસામાન્ય છેકારણ કે આજના જમાનામાં જ્યારે આપણને પણ આપણી જાતમાં વિશ્વાસ નથી ત્યારે અન્ય કોઈ આપણામાં વિશ્વાસ મૂકે એ કંઈ નાનીસૂની વાત નથીઅંગતપણે મેં આ બાબતનો અહેસાસ કર્યો છે એટલે જ આ વાત અત્યંત દૃઢતાથી રજૂ કરી રહ્યો છું.

ઉપર જે રીતે વર્ણન કર્યું એમ જ નયનીએ મારામાં વિશ્વાસ મૂક્યોએણે મને ભરપૂર ચાહ્યો અને એના મારા પ્રત્યેના પ્રેમના કારણે જ મને એ વાતનો ખ્યાલ આવ્યો કેસેંકડોની આ ભીડમાં હું પણ કંઈક છું અને મારામાં પણ કંઈક કરી શકવાની શક્તિ છેસાચું કહું તો નયનીએ મને કરેલા પ્રેમના કારણે જ હું મને જડી ગયો છુંએ પણ જુસ્સાભેર અને આત્મવિશ્વાસથી છલોછલ!

નયની મને કંઈક આ રીતે મળી ગયેલીઅમે બંને એક જ કંપનીમાં કામ કરતાહું પહેલાથી થોડો શરમાળ અને ગભરુ પ્રકૃતિનો અને ઘર હોય કે મિત્રો હોય કેપછી ઓફિસ હોયતમામ જગ્યાએ હું અત્યંત શાંતિથી મારું કામ કર્યા કરુંમારા ન તો કોઈ એમ્બિશન કે ન કોઈ સપનાંમારું ધ્યેય એટલું જ કેકોઈની પણ સાથે મગજમારી કર્યા વિના જીવન સુખરૂપ પસાર થાય.

બીજી તરફ નયનીના નામ પ્રમાણેના ગુણએકદમ ચંચળન એને કોઈનો ભય કે ન કોઈની શરમપોતે એ જ કરશેજે એણે કરવું હશેએ ઓફિસમાં પણ કોઈનું માનશે નહીં અને કોઈ કાયદા કે કોઈ નિયમોનું પાલન કરશે નહીંહાજોકે એના કામની બાબતે એ એક્કો સાબિત થતી અને કંપનીની અપેક્ષાઓ કરતા હંમેશાં એ ઘણું વધારે અને સારું કામ કરતીપોતાના ઘણા નવા ઈનોવેટિવ આઈડિયાઝને કારણે એ કંપનીનું જોરદાર માર્કેટિંગ પણ કરતીઆ કારણે જ કંપનીમાં કોઈ એને છંછેડતું નહીં અને એ પોતાની દુનિયામાં મસ્ત રહીને પોતાની શરતોથી જીવતી.

એવામાં જે વ્યક્તિનો સ્વભાવ મારા સ્વભાવથી તદ્દન વિપરિત હોય એવી વ્યક્તિને હું પ્રેમ તો શુંપણ એવા લોકોની આજુબાજુ પણ હું નહીં ફરકુંવળીઓફિસમાં એની એક મંડળી પણ હતીજેની આગેવાન એ હતીદર કલાકે એની મંડળી એની આજુબાજુ ભેગી થાય અને બધા ટોળે વળીને દસ પંદર મિનિટ વાતો કરેઆવે સમયે હું એકલો જ મારા કામમાં ગળાડૂબ હોઉં અને કામમાં નહીં હોઉં તો હું મારા સિલેક્ટેડ ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ કરતો હોઉંમારી આ બધી હરકતો એ જોયાં કરતીએ મારી સામેની તરફ જ બેસતી એટલે ક્યારેક હું એ પણ નોટિસ કરતો કેએ થોડી ઉંચી થઈને મને જોઈ લેતીજોકે મને એ સમયે એમ જ કેએ મને પજવવા માટે આ બધા પેંતરા કરી રહી છેકારણ કેઓફિસમાં કેટલાક લોકોને પજવવું એને ગમતું હતું.

પણ મને બહુ પાછળથી ખબર પડેલી કેએને મારી તરફ આકર્ષણ હતુંજેનાં કારણે જ એ મારી ગતિવિધિઓને નોટિસ કરતી રહેતીએક દિવસ રાત્રે મારા પર કોઈ અનનોન નંબર પરથી વ્હોટ્સ એપ આવ્યોમેસેજમાં હાઈ લખ્યું હતું એટલે મેં પણ હશે કોઈ મારો જૂનો દોસ્ત એમ સમજીને સામે હાઈ લખી મોક્લ્યુંસામે વળી એણે પૂછ્યું કે, 'જમી લીધું?' એટલે પછી મેં પૂછ્યું કે, 'ભાઈ તમે છો કોણઆમ ઓળખાણ વિના જ હું મારી દિનચર્યાનો હિસાબ શું કામ આપું?' એટલે એણે મને જણાવ્યું કેએ અનનોન નંબર એનો એટલે કેનયનીનો છે.

એણે એવું લખ્યું એટલે મારા પેટમાં ફાડ પડી કારણ કેએક તો મને નયનીનો ભય હતોતો બીજું કારણ એ હતું કેમને છોકરીઓ સાથે વાત કરવાનો અનુભવ ઓછો હતોતો એની સાથે વાત પણ શું કરુંઅને બીજું એ કેહું એને અવોઈડ પણ કરી શકું એમ ન હતુંએટલે પછી મેં એની સાથેની ચેટ ચાલું કરીજોકે ચેટિંગ દરમિયાન એની વાતચીતને કારણે હું થોડો કમ્ફર્ટ હતોતમે પણ એ વાંચીને દંગ રહી જશો કે પહેલા દિવસની ચેટિંગમાં મારા જણાવ્યા પહેલા જ એણે મને જણાવ્યું કેહું એને ગમું છું એટલે એણે કંપનીના એચઆર પાસે મારો મોબાઈલ નંબર માગીને મને મેસેજ કર્યોમને એની આ સ્પષ્ટતા અને નિખાલસતા ખૂબ ગમીએ રાત્રે મેં ભારે મનોમંથન અનુભવ્યું કેઆમ કોઈ અચાનક તમને મેસેજ કરે અને એ તમને કહી દે કેએને તમારા પ્રત્યે લાગણી છે અને સામેની તરફ તમને એના પ્રત્યે કોઈ લાગણી જ નહીં હોય તો તમે શું કરો?

બીજા દિવસે સવારે હું ઓફિસ પહોંચ્યો ત્યારે નયની એની ડેસ્ક પર જ બેઠી હતીસામાન્ય રીતે અમે આમને-સામને થઈએ ત્યારે અમે માત્ર એકબીજાને સ્માઈલ આપીએપરંતુ એ દિવસે મેં એને સામેથી હાઈ કહ્યું તો એ પણ ખુશ થઈ ગઈબપોરે એણે મને એના ગ્રુપમાં લન્ચ માટે બોલાવ્યોના પાડીએ તો સારું નહીં લાગે એવું વિચારીને ગભરાતો ગભરાતો હું ત્યાં પહોંચ્યોએના કરતા મને એના મિત્રોનો વધુ ડર હતો કારણ કેરોજ એમની સાથે નહીં જનારો હું જ્યારે અચાનક ત્યાં પહોંચી જાઉં તો એમને સ્વાભાવિક જ એમને પ્રશ્ન થવાનો.

પછી તો ધીમે ધીમે અમારું ચેટિંગ વધતું ગયુંહું આટલો બધો શરમાળ અને ગભરુ કેમ છું એ બાબતે એ મને ઘણા સવાલો પૂછતીહું એને કહેતો કેહું નાનપણથી જ એવો છુંકદાચ મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાને કારણે પણ આવું હોઈ શકેપણ એ મને સતત કહેતી રહેતી કે, 'તું આટલો બધો સ્માર્ટ દેખાય છે તો તારે સ્વભાવમાં પણ સ્માર્ટનેસ લાવવી પડશેતું થોડો બોલકો થાય કેલોકોમાં હળેભળે તો તને જ એનો ફાયદો થશે.' જોકે હું એને 'હમમ... હમમકહીને રિપ્લે આપતોપછી તો એ મને એની મંડળીની મિટિંગ્સ વખતે પણ બોલાવતી અને અમસ્તી જ મને કોઈ વાતમાં ઈન્વોલ્વ કરતી રહેતીપરિસ્થિતિનું ધ્યાન રાખીને હું પણ એ બધામાં ઈન્વોલ્વ થતો રહેતોઆ બધાને કારણે મારી જાણ બહાર હું ખીલતો ગયો અને ધીમે ધીમે મારી અંદર રહેલું પબ્લિક ફીઅર ઓછું થતું ગયુંમને આ બધું ગમતું હતું અને સાથે મને નયની સાથેની ચેટિંગ અને એની કંપની પણ ગમતી હતી.

એણે તો મને પહેલા જ કીધું હતું કેએ મને પસંદ કરે છે એટલે એણે મારો સંપર્ક કર્યો હતોપરંતુ ધીમે ધીમે હું પણ એની લાગણીઓના પૂરમાં તણાતો ગયોએ મને ગમવા માંડી હતી અને વાતવાતમાં મેં પણ એને જણાવી દીધું હતું કેહું એને પસંદ કરું છુંજોકે ટિપિકલ લવ સ્ટોરીમાં બને છે એમ અમારી વચ્ચે પ્રપોઝ કરવાની ફોર્માલિટી ન હતીઓફિસમાં રહ્યે રહ્યે અમે છએક મહિના સુધી પ્રેમ કર્યો ત્યાં એને એક બીજી જગ્યાએથી સારી ઑફર આવતા એણે ઓફિસમાં રિઝાઈન આપ્યુંજોકે એનાથી અમારી લવ સ્ટોરીને કોઈ અસર થાય એમ નહોતુંહવે તો અમારી લવ સ્ટોરીને લગભગ એક વર્ષ જેટલું થઈ ગયુંઅને આ એક વર્ષના ગાળામાં હું જડમૂળમાંથી બદલાઈ ગયોબરાબર એક વર્ષ પહેલા હું અમસ્તો જ લોકોથી ગભરાતો રહેતો અને આજે હું સેંકડોના ટોળામાં ઊભો રહીને વકત્વ આપી શકું છું.

એટલે જ આગળ કહ્યું એમ તમે કોઈને ચાહો એ સામાન્ય વાત છેપરંતુ કોઈ તમને ચાહે એ અતિસામાન્ય વાત છેહું નસીબદાર છું કેમને કોઈ ચાહનાર મળ્યું છેજેણે મારામાં વિશ્વાસ દાખવીને મારો આત્મવિશ્વાસ વધાર્યો છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.