લવથી લગ્ન સુધી...
મારા કઝિનને મેં કહી રાખેલું એટલે એ શ્વેતા વિશેની બધી ઈન્ફોર્મેશન લઈ આવેલો. એ કયા ક્લિનિકમાં કામ કરે છે ત્યાંથી લઈને એનો મોબાઈલ નંબર શું છે અથવા એ કયો મોબાઈલ વાપરે છે ત્યાં સુધીની વાતો એ લઈ આવેલો! થોડા સમય સુધી મેં વિચાર્યું કે, આ ગર્લ સાથે ટોકની શરૂઆત કઈ રીતે કરું? પહેલા મને થયું કે,એને સીધો ટેક્સ મેસેજ કરું. પરંતુ પછી આઈ થૉટ કે, જવા દે આ ઈન્ડિયા છે. અહીંની સોસાયટીને તલનો તાડ કરવાની હેબિટ હોય છે. એટલે મેં મારા કઝિનને કહ્યું કે, 'આપણે તારા બાઈક પર એના ક્લિનિક સુધી જઈશું અને એની સાથે વાત કરવાની ટ્રાય કરીશું.'
બીજા દિવસે અર્લી મોર્નિંગ આઠ-સાડા આઠની આસપાસ હું અને કઝિન એની બાઈક પર શ્વેતાના ક્લિનિકની સામેના રોડ પર જઈને ઊભા રહી ગયા. કઝિને કહ્યું કે, 'એને આવતા વાર લાગશે, એટલે ત્યાં સુધીમાં આપણે ભજિયાં ખાઈએ.' આમ પણ આઈ લાઈક ભજિયાં વેરી મચ એટલે અમે ક્લિનિકની સામેની એક લારી પર ભજિયાં ઝાપટવાના શરૂ કર્યાં. જોકે અમે ભજિયાં ખાતા હતા એટલામાં જ મેં શ્વેતાને દૂરથી એક્ટિવા પર આવતી જોઈ. એને જોઈને હું તો ભારે એક્સાઈટેડ થઈ ગયો અને મારા કઝિનને તરત જ દોડાવ્યો કે, 'તું એની પાસે જા અને એને કહે કે હું એને મળવા માગું છું.' હું રોડની સામેની તરફની લારી પાસે જ મારા બચેલાં ભજિયાં એન્જોય કરતો હતો અને કઝિન રોડ ક્રોસ કરીને સીધો એની પાસે પહોંચી ગયો.
મારા કઝિન અને એની વચ્ચે શું વાત થઈ એ તો ખબર નથી. પણ સી ટોલ્ડ હિમ કે, એ હમણાં મને મળી શકે એમ નથી. પરંતુ સાંજે એ કાકરિયા પાસે મને મળી શકે એમ છે. કઝિનન તો મારી પાસે આવીને સીધો ભેટી જ પડ્યો. હી સેઈડ કે, 'એ પણ મારો કોન્ટેક્ટ્ કરવાનું વિચારતી જ હતી. પરંતુ સાંજે આપણે કાંકરિયા પાસે કેરફુલી જવાનું છે. આમ તો એના ઘરના લોકોને આ વાતની ગંધ સુદ્ધાં નહીં આવે, પણ જો એમને ખબર પડી કે, તમે બંને એકબીજાને મળ્યાં છો તો તમારા બંનેની સાથે મારી પણ વાટ લાગી જશે.' 'વાટ લાગી જશે' એટલે શું એની મને ત્યારે ખબર નહોતી પડી. પરંતુ મને એટલી ખબર તો પડી જ ગયેલી કે, એ કંઈક ખરાબ થવા વિશેની વાત કરતો હતો!
જોકે શ્વેતાએ ગ્રીન સિગ્નલ બતાવી દીધો એટલે હું એક વાતે તો શ્યોર થઈ જ ગયો હતો કે, હવે જો એના માટે મારે આખા વર્લ્ડ સાથે પણ ફાઈટ કરવી પડશે તો હું રેડી હતો. તે દિવસે તો મારા માટે આખો દિવસ પસાર કરવો અત્યંત મુશ્કેલ થઈ પડેલો. એક એક મોમેન્ટ મને એક એક યર જેવી લાગતી હતી. કઝિન તો એના મિત્રો સાથે રખડવા બહાર નીકળી ગયો પરંતુ મોમ-ડેડના દિવેલિયા ફેસિસ જોઈને મારા માટે દિવસ પસાર કરવો અત્યંત ડિફિકલ્ટ બની ગયેલો. જોકે મોમ-ડેડને એ ખબર નહોતી કે, એમનો સન એકબે દિવસોમાં નવા-જૂની કરવાનો છે અને એમને ગુડ ન્યુઝ આપવાનો છે.
એ સાંજે મારો કઝિન મને કાકરિયા લઈ ગયો. શ્વેતાને મળવા માટે હું ભારે એક્સાઈટેડ હતો. બપોરે ચાર વાગ્યાથી જ હું તૈયાર થવા માંડેલો. મારી હરકતો જોઈને મોમને તો ભ્રમ ગયેલો કે, 'આ સન કેમ આજે અચાનક આટલો બધો તૈયાર થઈ રહ્યો છે?' એમણે મને પૂછ્યું પણ ખરું. પણ વી ટોલ્ડ હર કે, કઝિનના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી છે એના માટે હું તૈયાર થઈ રહ્યો છું. આમ તો કેનેડામાં અમે આવી નાનીનાની વાતો પણ શેર કરતા પણ આ વાત હું મમ્મીને કરી શકું એમ ન હતો. કારણ કે ભૂલેચૂકે પણ જો હું એને કંઈ કહેવા ગયો તો જરા વારમાં તો એ હીયરનું ધેર કરી નાંખે! શ્વેતાએ જે ટાઈમે અમને ત્યાં બોલાવેલા એ સમયે અમે ત્યાં પહોંચી ગયા. મેં એના માટે થોડા રેડ રોઝ લીધા.
મારો કઝિન અમારાથી થોડે જ દૂર ઊભો રહ્યો અને અમે કાકરિયાના એક ખૂણે ઊભા રહ્યા. અમને વિદેશી લોકોને આડીઅવળી વાતો કરતા નથી આવડતું એટલે હું જ્યારે એને મળ્યો ત્યારે શ્વેતાને ગુલાબ આપતા મેં એને સીધું જ કહ્યું કે,
'આઈ લવ યુ... મારે તારી સાથે જ લગ્ન કરવા છે.'
થોડી સેકન્ડ્સ માટે એ ચૂપ રહીને એ બોલી, 'જો હું ના પાડું તો?'
'પણ તું ના શું કામ પાડે?'
'કેમ નહીં પાડી શકું. મારી લાઈફ છે. હું કોઈ પણ નિર્ણય લઉં.' એણે કહ્યું.
'એ વાત સાચી પણ. તારા ઘરેથી નીકળતી વખતે મેં તારી આંખોમાં જોયેલું. તારી આંખોમાં અત્યંત સ્પષ્ટ દેખાતું હતું કે, તું પણ મને પ્રેમ કરે છે.'
'એમ?'
'હા. એમ'
અને પછી અમે બંને હસી પડ્યાં. હસે ત્યારે એ વેરી બ્યુટીફુલ દેખાતી હતી. હું તો એના પર ફરી મોહી પડ્યો.
'પણ હવે શું?' આઈ સેઈડ
'તું જ કંઈક કહે....'
'તારા મોમ ડેડને સમજાવી જો કે, તું મને પ્રેમ કરે છે. જો નહીં સમજે તો તું એમ.કે. ગાંધીની જેમ ફાસ્ટ પર ઉતરી જજે. આમ પણ આ અમદાવાદ છે.' આઈ સેઈડ
અમે ફરી હસી પડ્યાં. જોકે અમને ટેન્શન તો હતું જ કે, જો એમના ઘરના લોકો જો નહીં માન્યા તો અમે શું કરીશું? એ દિવસે જ એણે ઘરે જઈને એના ડેડને કહી દીધું કે, સી લવ્સ મી. અને એ લગ્ન કરશે તો ઓનલી મારી સાથે જ કરશે! પહેલા તો એના ડેડ એના પર ઉકળી ઉઠ્યાં. પણ શ્વેતા એકની બે નહીં થઈ અને એણે એના ડેડને કહ્યું કે, જો એ લોકો એને મારી સાથે નહીં પરણાવશે તો એ સ્યુસાઈડ કરશે. જોકે સ્યુસાઈડવાળી વાત તો ગતકડું જ હતી. પણ એના મોમ-ડેડને સમજાવવા માટે એ બ્રહ્માસ્ત્ર હતું!
શ્વેતાનું એ બ્રહ્માસ્ત્ર ઈફેક્ટિવ પણ સાબિત થયું. સ્યુસાઈડવાળી વાત સાંભળીને એના મોમ-ડેડ ગભરાઈ ગયા અને એમણે બીજે જ દિવસે મારા માસીને ત્યાં ફોન કોલ કરીને અમને બધાને ફરી ત્યાં બોલાવી લીધા. મારા મોમ-ડેડ તો પહેલા જ ડરી ગયેલા. કે આ અચાનક તે શું થઈ ગયું, કે એમણે ફરી ત્યાં બોલાવ્યાં? જોકે ત્યાં ગયા પછી બધુ ક્લિયર થયું અને મારા મોમ-ડેડ ભારે હેપી થઈ ગયા. આખરે ઉમિયા માતાએ એમનું સાંભળ્યું અને એમના સનનું એક સુંદર ગર્લ સાથે નક્કી થઈ રહ્યું હતું.
પછી તો હું અને શ્વેતા અમદાવાદમાં રોજ ફરવા જતાં. અમે થોડા દિવસો સુધી જ ભારતમાં હતા એટલે અમે તાત્કાલિક લગ્ન પણ કરી લીધા. બીજી તરફ શ્વેતાના ડોક્યુમેન્ટ્સની પણ અમે તૈયારી કરી દીધી. જોકે એ અમારી સાથે આવી શકવાની ન હતી પરંતુ એ કેનેડા જલદીથી જલદી આવે એ રીતની અમે ગોઠવણ કરી. હવે અમારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે અને અમારી એક લિટલ પ્રિન્સેસ પણ છે અને અમે અમારા વર્લ્ડમાં ખૂબ સુખી છીએ. બોલો આને તમે એરેન્જ્ડ્ મેરેજ કહેશો કે લવ મેરેજ?
(સમાપ્ત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર