એનો પ્રેમ મારું સુખ

18 Dec, 2016
12:00 AM

PC: netdna-ssl.com

એક તરફી પ્રેમની આ વાત છેદુનિયાની નજરમાં એકતરફી પ્રેમ કદાચ અપરિપૂર્ણ પ્રેમ કહી શકાયપરંતુ અંગતપણે હું એવું માનતો નથીમને તો મારી પ્રેમિકા નહીં મળી હોવા છતાં કે એણે મારા પ્રેમનો સ્વીકાર નહીં કર્યો હોવા છતાંમારો પ્રેમ મને પૂર્ણ લાગે છેકારણ કે મારા તરફથી ક્યારેય અડધો કે અપૂર્ણ પ્રેમ નથી થયોમેં તો એને ભરપૂર ચાહી છે અને સંપૂર્ણ ચાહી છે તો પછી મારો પ્રેમ અપૂર્ણ કઈ રીતે કહી શકાય?

અહીં એના નામનો ઉલ્લેખ નથી કરવોપણ એને મેં નાનપણથી પ્રેમ કરેલોઅમે એક જ ગામના હતા અને એક જ સ્કૂલમાં ભણતાભણવામાં હું એના કરતા એકાદ વર્ષ આગળ એટલું જબાકી સ્કૂલે જવા આવવાનું પણ સાથે અને સાંજને ટાણે ગામને પાદરે રમવાનું પણ સાથેનાનપણમાં તો પ્રેમ જેવી કોઈ બાબત વિશે મને ખ્યાલ નહોતોપરંતુ એનું આસપાસ હોવું મને ખૂબ ગમતુંકોઈ દિવસ એ અમારી સાથે રમવા નહીં આવે તો એને હું સાવ સહજ રીતે તેડવા જતો કે સ્કૂલે જતી વખતે એને થેલાનું વજન લાગે તો એ હકથી મને એનો થેલો પકડાવી દેતી અને હું બબ્બે થેલા સાથે લઈને ચાલતો.

મારો કહેવાનો મતલબ એટલો જ અમે એકદમ પાક્કા દોસ્તોની જેમ મોટા થયાં છીએસહેજ મોટા થયાં પછી અમે પરીક્ષાની તૈયારીઓ પણ સાથે કરી છે અને જ્યારે એ મારા ઘરે વાંચવા આવતી ત્યારે એ હંમેશાં મારા માટે મારું કંઈક ભાવતું બનાવીને લાવી છેહું એને ખૂબ ચીઢવતો અને કોઈક વાર એ મારાથી ભયંકર રિસાતીપણ એ રિસાય ત્યારે મારો નિયમ એવો કેહું ક્યારેય એની સાથે સામેથી નહીં બોલુંહું એમ માનતો કેએણે પોતે બોલવાનું બંધ કર્યું છે તો એ પોતે જ બોલવા પણ આવશેએના માટે હું એને મનાવવા નહીં જાઉંએને પણ મારા આ સિદ્ધાંતની ખબર હતી એટલે થોડાં દિવસ થાય એટલે એ સામેથી જ મારી સાથે બોલવા આવે અને કહે, 'એક તો મને ચીઢવે સે ને પાછો વાયડો થાય સે... મગજમાં એટલી બધી ખુમારી શેની ભરી સે?' એ બોલતી ત્યારે એ મારા પર અધિકાર પણ એવો જતાવતી જાણેમારો બધો મદાર એના પર જ છે!

જોકે એ બધુ મને ખૂબ ગમતુંકારણ કેએ મને ખૂબ ગમતી!  નાનપણની વાત તો ઠીક છેપરંતુ હું તરુણ થયો પછી હું એ વાત સમજી ગયેલો કેમને એના પ્રત્યે જે લાગણી છે એ લાગણી બીજું કંઈ નહીં પણ પ્રેમ છેઅને એના તરફથી આવતા પ્રતિભાવો કે એના મારા પ્રત્યેના લગાવને કારણે હું પણ એમ સમજ્યો હતો કેએ મને પણ એટલો જ પ્રેમ કરે છેજેટલો હું એને કરું છું.

એના દસમાં અને બારમાં ધોરણની પરીક્ષાઓની વાત કરું તો પરીક્ષાના કેન્દ્રો દૂર હોવાને કારણે એણે મને પહેલાથી જ કહી દીધું હતું કેમારે જ એને એના પરીક્ષા કેન્દ્ર પર લઈ જવાની અને એનું પેપર પતે ત્યાં સુધી પરીક્ષા કેન્દ્ર પર બેસી રહેવાનુંઅને પછી એને લઈને ફરી ગામ આવવાનુંઆવી ગોઠવણ કરતી વખતે એણે વાત એ રીતે કરેલી જાણે આ દુનિયામાં મારા સિવાય એનું બીજું કોઈ જ નથીઅને એને ખૂબ ચાહતા આપણે પણ એણે કહ્યું એમ કરતા રહ્યા અને એને કોઈ અગવડ નહીં પડે એનું ધ્યાન રાખતા ગયા.

એની બારમાં પરીક્ષા ચાલતી હતી ત્યારે મેં નક્કી કરેલું કેપરીક્ષાના છેલ્લા દિવસે એ પેપર આપીને આવે એટલે એને ક્યાંક સારી જગ્યાએ નાસ્તો કરાવવું અને એની આગળ મારી લાગણીઓ વ્યક્ત કરી દેવુંસામે મને પણ એવો ભરોસો હતો જ કેએને પણ આ બાબતે કોઈ વાંધો નહીં જ હોયપરંતુ એને જ્યારે મેં આ વાત કરી તો એ ડઘાઈ ગઈ અને એણે મને કહ્યું કેએણે મારી બાબતે ક્યારેય એવું વિચાર્યું જ નથીએ તો મને એક દોસ્ત કે વિશ્વાસપાત્ર ભેરુ તરીકે જ જોતી રહીએથીય મોટો ઝાટકો તો મને ત્યારે લાગ્યો જ્યારે એણે મને એમ કહ્યું કેએ છેલ્લા બે વર્ષથી એક યુવકના પ્રેમમાં છે અને ભવિષ્યમાં એમના લગ્ન સુખરૂપ પતી થાય એ માટે એ મારી મદદ લેવાનું વિચારી રહી હતી!

એ દિવસે એની વાત સાંભળીને મને દુખ તો બહુ થયુંપરંતુ હું એને દુખી કરવા માગતો ન હતો એટલે એને કંઈ નહીં કહ્યું અને એને લઈને ગામડે આવી ગયોએના છેલ્લાં પેપરની છેલ્લી સાંજ એ અમારી મુલાકાત હતીત્યાર પછી હું એને ક્યારેય મળ્યો નથી કે એ સામેથી મને મળવા આવી તો પણ મેં એને ટાળી છેજો હું એને મળતો રહેત કે એની સાથે વાતો કરતો રહેત તો હું એના તરફ ખેંચાતો રહેત અને મારા ઝખમો વધુ ને વધુ ઊંડા થતાં રહેત.

એ જ વર્ષે બહાર ભણવા જવાના બહાને મેં ગામ છોડી દીધું અને ત્યાંથી અમદાવાદ આવી ગયોજેથી રોજેરોજ એનો ચહેરો નહીં જોવો પડેગામમાં પણ બધાને એમ જ હતું કેઅમે બંને ગાઢ પ્રેમમાં છીએપરંતુ લોકો જેમ જેમ વાસ્તવિકતા જાણતા ગયા એમ એમને પણ આઘાત અને આશ્ચર્ય થતું ગયુંજોકે અમદાવાદ આવ્યા પછી મારા ઘા થોડા રુઝાંયા અને હું મારા ભણતરમાં થોડોઘણો પરોવાઈ ગયોપરંતુ હું એને સંપૂર્ણ ભૂલી તો નહીં જ શક્યોએણે મને સાચા મિત્ર તરીકે જોયો હતો એટલે એણે અનેક વાર મારો સંપર્ક કરવાનો પ્રયત્ન તો કર્યો પરંતુ મેં એને દર વખતે ટાળીઆ કારણે મેં એને ઘણું દુખ પહોંચાડ્યું પરંતુ મને ખબર હતી કેજો હું એમ નહીં કરું તો મારા ભાગે ખૂબ દુખી થવાનું આવશેકારણ કેહું તો એને ત્યારે પણ પ્રેમ કરતો હતો અને આજે પણ પ્રેમ કરું છુંપરંતુ વાસ્તવિકતા એ હતી કેએ મને ક્યારેય મળવાની ન હતી.

તો કંઈક આવી છે મારી લવ સ્ટોરીઆ કારણે આ લવ સ્ટોરીને 'તારી મારી લવ સ્ટોરીતો નહીં જ કહી શકાયપરંતુ મને એ વાતનો બહુ વસવસો નથીઆજે એ પણ સુખી છે અને હું પણ સુખી છે. ફરક માત્ર એટલો જ છે કે, એ એના પ્રેમી સાથે સુખી છે અને હું મારા પ્રેમ સાથે સુખી છું!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.