પ્રિયલ અને પ્રેમ
કૉલેજમાં પહોંચ્યો ત્યાં સુધી ખાસ કોઈ એવી છોકરી સાથે મારે નજીકના સંબંધો બંધાયા નહોતા. મને એટલો તો ખ્યાલ હતો જ કે કૉલેજનું વાતાવરણ મુક્ત હોય છે. લગભગ દરેકને ફ્રેન્ડ હોય છે.
કૉલેજનો પહેલો દિવસ એટલે આપણે બરોબર તૈયાર થઈને ગયેલા. જેવો કૉલેજ કેમ્પસમાં પહોંચ્યો અને મારી બાઈક પાર્ક કરી એની બિલકુલ બાજુમાં જ એક એક્ટિવા આવીને ઊભી રહી. ત્યારે મેં પહેલી વાર પ્રિયલને જોઈ હતી. તે ક્ષણથી જ એ મને ગમી ગઈ હતી. એને પહેલી જ વાર જોઈ હતી એટલે એના વિશે મારી પાસે કોઈ માહિતી નહોતી. પ્રિયલનો દેખાવ, હેરસ્ટાઈલ, પર્સનાલિટી મને ખરેખર આકર્ષી રહી હતી. કૉલેજમાં દરેક સમયે મારી નજર પ્રિયલને જ શોધતી હોય.
આશરે એકાદ મહિનો પસાર થયો પછી ફરી વાર એવું બન્યું કે, હું કૉલેજ પહોંચ્યો અને એની ગાડી બિલકુલ મારી પાછળ હતી. અમારી કૉલેજ મોર્નિંગ હતી. મેં મારી ગાડી પાર્ક કરી કે તરત મેં એની સામે જોયું.. જેવી એની નજર મારી પર પડી કે તરત મેં એને કીધું. 'ગુડ મોર્નિંગ...', એણે જવાબ આપ્યો 'વેરી ગુડ મોર્નિંગ'.
આ પહેલા પગથિયાથી હું એટલો પ્રોત્સાહિત થયેલો કે બીજું પગથિયું તરત જ ચઢી ગયેલો... બીજા દિવસે હું એની રાહ જોઈને ઊભો રહ્યો.. એ આવી અને ગાડી પાર્ક કરતી હતી ત્યાં જઈ મેં કહ્યું મારી સાથે ફ્રેન્ડશીપ કરશે? અને મેં હાથ લંબાવ્યો. એક ક્ષણ કંઈક વિચારીને એણે મારી સાથે હાથ મિલાવી દીધો. મેં એને એનું નામ પૂછ્યું, એણે કહ્યું પ્રિયલ.
મને હતું કે, એ મારું નામ પૂછશે. પણ એણે મારું નામ પૂછ્યું નહીં. એટલે ખુશીની સાથે થોડી નિરાશા પણ આવી ગઈ.
કૉલેજમાં શું ભણાવે છે એનું મને ભાન રહેતું નહોતું.. બસ એના જ વિચારોમાં ખોવાયેલો રહ્તો હતો... એને મળી શકાતું નહોતું...
રિસેસના સમયે એ બહેનપણીઓથી ઘેરાયેલી રહેતી હતી. હું એને મળવાના પ્રયત્નો કરતો હતો. અમારી નજર મળતી રહી પણ મળી શકાતું નહોતું. કૉલેજ છૂટીને પણ બધી બહેનપણીઓ સાથે જ નિકળતી. એટલે મળી શકાતું નહોતું. કઈ રીતે આગળ વધવું કંઈ સમજણ પડતી નહોતી. મારા વિચારોમાંથી પ્રિયલ ખસતી પણ નહોતી.
કૉલેજમાં મ્યૂઝિકલ ઈવનિંગની તારીખ જાહેર થઈ. તે દિવસે સાંજે હું વહેલો કૉલેજ પહોંચી ગયો. બધા જ ઉત્સાહમાં હતા. પ્રિયલ આવી અને ગાડી પાર્ક કરવા ગઈ, આજે એ સરસ તૈયાર થઈને આવી હતી... હું એને જોતો જ રહી ગયો... મેં નક્કી કર્યા પ્રમાણે એની પાસે જઈને મેં એને કહ્યું 'ગુડ ઈવનિંગ...' તેણે જવાબ આપ્યો 'વેરી ગુડ ઈવનિંગ..' મેં એને કહ્યું, મારે તને મળવું છે ક્યારે મળું? પ્રિયલે સ્માઈલ સાથે મને જવાબ આપ્યો. 'કાલે હું વહેલી આવીશ પાર્કિંગમાં મળીશું.'...
બીજા દિવસે સવારે મંદિરની બહાર વેચાતા ફૂલમાંથી એક ગુલાબ ખરીદીને કૉલેજ લઈ ગયેલો... મેં એને રેડ રૉઝ આપી પ્રપોઝ કર્યું.. અને એણે ખુશીથી સ્વિકારી લીધું... જાણે મારા આગળ વધવાની રાહ જોતી હોય એ રીતે... પ્રિયલે મને કહ્યું, હું તને પ્રેમ કરું છું પણ મારી સાથે ક્યારેય દગો નહીં કરવાનો. મેં કહ્યું. હું ક્યારેય તને દગો નહીં કરું... એ ક્ષણથી અમારા પર્સનલ સંબંધો શરૂ થઈ ગયા... ત્યારથી લગભગ અમે કૉલેજમાં સાથે જ હોઈએ... ઘણા પિરીયડ અમે ગાર્ડનમાં અને ટૉકિઝમાં ભર્યા.... ઘણાં મિત્રોની બર્થડે જન્મતારીખ જાણ્યા વગર ઊજવતા રહ્યા... છેવટે ઘરે પણ કંઈક તો જવાબ આપવો પડે... એટલે એકસ્ટ્રા પિરીયડ પણ ભરતા રહ્યા... વૉટ્સએપ પર સતત અમે સાથે જ હોઈએ છીએ...
અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ... અમે એકબીજા વગર રહી શકતા નથી... અમે અલગ થવા માંગતા નથી.. એને માટે અમારે જે કંઈપણ કરવું પડશે તે અમે કરીશું... બાકી આજે તો અમારી લાઈફ એકદમ મસ્ત ચાલી રહી છે...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર