આઈ હેઈટ ગુજ્જુસ યુ નો?
‘હા....ઈ, અરે યાર જલદીસે બોલ તુ કિધર હૈ? મુજે અભ્ભી તુજે મિલના હૈ. તુજે પતા હૈ, મેરી તો આજ વાટ લગા દી હૈ ઘરવાલોંને. મુજે તો ઈતના ગુસ્સા આ રહા થા ન, કિ વહાંસે ભાગ જાને કો મન હો રહા થા. પર ક્યા કરું? મેરે હી પેરન્ટ્સ થે, સબ કે સામને ઉનકા ઈન્સલ્ટ કૈસે કરું? જૈસે હી સબ ડ્રામા ખતમ હુઆ ન, વેસે હી મૈં તો સબકો બાય કર કે નીકલ ગઈ. અબ જલદી બતાઓ, સાલો તુમ સબ લોગ કિધર બૈઠે હો? મૈં અભી કે અભી વહાં પહોંચતી હૂં, મુજે તુમ સબસે બહોત સારી બાત કરની હૈ.’
પંદરેક મિનિટમાં જ, શહેરના મોસ્ટ ફેમસ ‘સ્ટુડિયો 25’માં, બાવીસેક વરસનું એક હસીન વાવાઝોડું ધસમસતું, એક નાનકડા ટેબલ પાસે જઈ પહોંચ્યું. ટેબલની ફરતે બેઠેલાં ત્રણેયને ‘હા..ય’ ને હગ કરીને પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયું. જોકે ગોઠવાયા પછી તો, શાંત પડવાને બદલે વાવાઝોડું સતત પોતાની જગ્યાએ ને પોતાના મિજાજમાં જ ઘુમરાતું રહ્યું. ક્રિસમસની માદક રાત જામી હતી. જુવાનિયાઓનો આ મનપસંદ બાર હતો. અહીં સિગરેટ પીવાની મનાઈ હતી પણ જામ છલકાવવાની કે કલાકો સુધી મોટેથી વાતો કરવાની કોઈ મનાઈ નહોતી. સતત થતા કોલાહલમાં પણ દરેક ગ્રૂપ પોતાની મસ્તીમાં મસ્ત હતું.
વાવાઝોડાનું નામ હેમાંગી હતું. એના કહેવા મુજબ, એના પેરન્ટ્સે આજે સવારે પોતાના ઘરે જ એના માટે છોકરો જોવાનું ગોઠવેલું. અને એ બધો ડ્રામા એને પસંદ નહોતો. જેમતેમ જબરદસ્તીથી બધું પતાવીને દોસ્તોને મળવા, એમની આગળ દિલ હલકું કરવા ને કદાચ એમની સાચી સલાહ લેવા એ દોડી આવી હતી. આ દુનિયામાં દોસ્તો સિવાય કોઈ સારું ને સાચું હોઈ જ ના શકે, એવું દૃઢપણે માનતી હેમાંગીએ પોતાના માટે એક પેગ બનાવ્યો.
‘યાર, તુમ લોગ કા હો ગયા ક્યા? કબસે બૈઠે હો? મેરે સાથ બૈઠના હં, ભાગ મત જાના. આજ મૈં બહોત અપસેટ હૂં. મુજે સમજમેં નહીં આતા, કે મૈં ક્યા કરું? સાલા, વો ગુજ્જુ લોગ ભી ક્યા? અપને કો બહોત હોશિયાર સમજતે હૈ. વો લડકા જો મુજે દેખને કો આયા થા, મુજે પૂછતા થા કે, ક્યા તુમકો ખાના બનાના આતા હૈ?
છી...કૈસા વીયર્ડ સવાલ પૂછા ઉસને! ખાના ઔર મૈં? માય ફૂટ. મૈંને ખાલી ઉસકી તરફ દેખા, કુછ બોલી નહીં, તો ભી વો મેરી તરફ હી દેખ રહા થા! જૈસે કે, મૈં હાં બોલૂંગી ઔર વો મુજે પાસ કર દેગા. યે ગુજ્જુ લોગ ભી સાલે, ક્યા ખાના બનાને કે લિયે હી લડકી ઢૂંઢતે હૈં ક્યા? ઔર કુછ કામ નહીં હૈ ઉન લોગો કો? મૈંને મેરે પેરન્ટ્સ કે સામને ગુસ્સેસે દેખકે ઈશારા કિયા, ‘ક્યા હૈ યે સબ? ઐસે નમૂને કો દેખને કે લિયે મુજે બિઠાયા હૈ?’
ફીર વો મુજે કહેને લગા, ‘મેરે પેરન્ટ્સ કો સિર્ફ ગુજ્જુ લડકી હી ચાહિયે. ફિર વો કોઈ ભી જાતકી ગુજ્જુ હોગી તો ચલેગી.’
મૈંને બોલા, ‘કોઈ ભી જાત કી મતલબ? ગુજ્જુ તો ગુજ્જુ હી હૈ ના?’
‘નો મૅડમ, ગુજ્જુમેં બ્રાહ્મન, બનિયા, મારવાડી ઔર બહોત સારી જાત કે ગુજ્જુ આતે હૈં. બ્રાહ્મન મેં ભી પચાસ જાત કે બ્રાહ્મન, બનિયે મેં ભી પચાસ જાત, મારવાડી મેં ભી ઊંચ નીચ, યે ગાંવવાલે, વો ગાંવવાલે ઔર બહોત સારે ગુજ્જુ તુમ્હેં મિલેંગે. ઔર...’
‘બસ, બસ પ્લીઝ. મુજે નહીં જાનના ગુજ્જુ કો. હજાર જાતકે ગુજ્જુ હો, તો ભી મુજે ક્યા ફરક પડનેવાલા હૈ?’
યા...ર, ઈતના સુનકે તો વો બંદા ખુશ હો ગયા!
‘તો ફિર મૈં પક્કા સમજું? યુ લાઈક મી નો?’ બોલ કે વો ઈડિયટ મેરે સામને હંસને લગા. મુજે ઈતના ગુસ્સા આયા, કે જાકે ઉસ કે મુંહ પે એક ખીંચકે દે દૂં. જૈસે તૈસે મૈંને મેરે કો કંટ્રોલ કિયા ઔર મૈં અપને રૂમ મેં ચલી ગઈ. વો પાગલ લોગ સમજે, કે મૈં શરમાકે ચલી ગઈ. છી યાર! યે અરેન્જ્ડ મેરેજ કિતના ઈરિટેટિંગ હૈ ના? જિસકો કભી દેખા હી નહીં, ઉસકે સાથ અપોઈન્ટમેન્ટ ફિક્સ કરને કી, ફિર ઉસકો દેખનેકા નાટક કરનેકા, ઉસકે ફાલતુ સવાલ કા જવાબ દેનેકા ઔર ખાલીપીલી હસતે રેહનેકા. યે લાઈફ હૈ? ઔર ઉસકે બાદ ક્યા? શાદી કરકે ટિપિકલ હાઉસવાઈફ બનકે ઘર સંભાલનેકા? બચ્ચે પૈદા કર કે ઉનકો પાલનેકા?
મુજે તો યે બાત પે ગુસ્સા આતા હૈ, કે મેરે પેરન્ટ્સકો તો મેરા નેચર માલૂમ હૈ, મેરી યે સબ ખાને પીને ઔર દેર રાત તક ઘૂમનેકી આદત ભી માલૂમ હૈ, ફિર ભી? ફિર ભી, ક્યું યે લોગ મેરે અરેન્જ્ડ મેરેજકે પીછે પડે હૈં? મૈં અપની મરજીકા લડકા ખુદ દેખ લૂંગી, મુજે જો પસંદ આયે ઉસકે સાથ રહૂંગી, ચાહે શાદી કરું યા ના કરું. મેરી મરજી હૈ ભાઈ. કોઈ કુછ સમજતા ક્યું નહીં? કબસે મુજે તુમ લોગોકી બહોત યાદ આ રહી થી. કબ યે લોગ જાયે ઔર કબ મૈં ભાગકે તુમ લોગોકો મિલને આ જાઉં.’
એકધારું ઘુમરી ખાતું વાવાઝોડું, બે ચાર પેગમાં તો જાણે ધુણતું થઈ ગયું. દુનિયાભરની વાતો ને એક પછી એક પ્રોબ્લેમ! કૉલેજની વાતો ને ઓફિસની વાતો, આ જોબ સારી ને આ જોબ ખરાબ, આ બૉસ સારા ને પેલા બૉસ નકામા. ફલાણો મોબાઈલ ને ઢીંકણો ડ્રેસ ને કઈ ફિલ્મ સારી ને કઈ બકવાસ, કયો હીરો હેન્ડસમ ને કઈ હીરોઈન ડમ્બ, ને શૉપિંગ ને રખડવાનું, મસ્તી ને મજા માણવાની બસ. આજે જ લાઈફ એન્જૉય કરવાની, કાલ કોણે જોઈ?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર