એક બોધકથા

03 Nov, 2016
12:00 AM

કૌશિક હરસોડા

PC: modernfarmer.com

એકવાર એક બાળક બહારથી રમીને ઘરની અંદર પ્રવેશી એમના રૂમમાં ગયો. બાળક એકદમ થાકેલી અવસ્થામાં બેડ પર આરામ ફરમાવી રહ્યો હતો.

બેડ ઉપર ફરતો પંખો મસ્ત હવા આપી રહ્યો હતો. બાળકનો થાક ધીરે ધીરે ઉતરી રહ્યો હતો. ત્યાં જ અચાનક લાઇટ જતી રહી. જોકે બાળકને ગુસ્સો આવે એ પહેલા જ લાઇટ આવી ગઇ. 

બાળકનો થાક હવે બરાબર ગાયબ થઈ ગયો એટલે બાળકે ઉપર ફરતાં પંખાનો આભાર માનતાં કહ્યું, ‘મિત્ર, તારા જેવી તો સેવા કોઇ જ નહીં કરતું હોય. તારા લીધે જ તો માણસોની થકાવટ દૂર થઇ જાય છે. તું જ અમારો સાચો મિત્ર અને સહારો છે.’

થોડા દિવસ પછી બાળક ચાલી એક વિશાળ મેદાન વચ્ચેથી પસાર થઇ રહ્યો હતો. બરાબર ઉનાળાનો સમય હતો અને ધોમધખતો તાપ અગન વરસાવી રહ્યો હતો. પવન પણ લમણે હાથ દઇને શાંત અવસ્થામાં જણાતો હતો. બાળકના ચહેરા પર પણ તડકાનો થાક સ્પષ્ટ જણાતો હતો.

એટલામાં જ બાળકે થોડે દૂર એક વિશાળ પવનચક્કી જોઇ એટલે બાળક એવી આશા સાથે ત્યાં પહોંચ્યો કે, જો મારા રૂમનો નાનો એવો પંખો પણ મારો થાક દૂર કરી શકતો હોય તો પવનચક્કી તો કદમાં બહુ જ મોટી છે. એટલે ત્યાં તો એકદમ જલદીથી મારો થાક દૂર થઇ જશે. બાળક જ્યારે પવનચક્કીની એકદમ પાસે પહોંચે છે. પણ એમને જે વિચાર્યું હતું એવી કોઇપણ પ્રકારની રાહત ન અનુભવાય. એમને ધાર્યા મુજબ હવાનો એહસાસ ન થયો એટલે બાળક ગુસ્સે થઇ પવનચક્કી ઉપર ત્રાડુક્યો કે, "તારું આ વિશાળ કદ કશું કામનું તો છે જ નહીં, તારા કરતા તો મારો નાનો એવો પંખો સારો. એ પણ કેવી મસ્ત હવા આપી અમારો થાક ઉતારી આપે. જ્યારે તું તો થોડી પણ હવા નથી આપી શકતો."

પવનચક્કી સ્મિત સાથે બાળકની વાત સાંભળી રહી હતી અને બહુ સરસ ઉત્તર આપતા બાળકને કહ્યું "મારાં વ્હાલાં મિત્ર હું પંખાની માફક હવા આપવા માટે નહીં, પરંતુ હું તો એ હવા થકી જ તારા એ પંખાને મારી વીજળી આપી અને ફેરવું છું. કદાચ હું ફરતી બંધ થઇ જાવ તો એ પણ બંધ થઇ જાય, હાં એ બીજા પાસેથી વીજળી લઇને ચાલુ પણ થશે પણ એ વીજળી મફતમાં તો નહીં જ મળે."

ભાવાર્થ - આપણા જીવનમાં પણ આવી ઘટના બનતી હોય છે. જેમા માતા-પિતારૂપી પવનચક્કી હોય છે અને પત્નીરૂપી પંખો હોય છે. આપણે પણ આ બાળકની માફક પત્નીરૂપી પંખાને વધૂ પડતા પોતાના સમજવામાં એ ભુલી જઇ છીએ કે પવનચક્કીરૂપી માતા-પિતાને સતત દોષી સ્વરૂપે જ જોયા કરી છીએ.

આપણે એ હંમેશા યાદ રાખવું જોઇએ કે, માતા-પિતા આપણા માટે જે પણ કરતાં હોય તે લાંબા ગાળાના ફાયદા જોઇને કરતા હોય છે. પવનચક્કીની જેમ એ તુરંત જ હવા નથી આપતા. પરંતુ હવા મળવા માટેનુ માધ્યમ બનીને હવા આપતા હોય છે. જે કમનસીબે આપણને દેખાતું જ નથી હોતું. આપણને તો બસ આપણી નજીક જે પત્નીરૂપી પંખો હોય છે એમની જ હવા મધુર લાગે છે. 

માતા-પિતાની જગ્યા આપણે બીજાને પણ આપી દઇએ. પરંતુ એમાં તમારે કિંમત તો ચુકવવી જ પડશે. જ્યારે માતા-પિતા તો પવનચક્કીની માફક વિના મુલ્ય ઉપયોગી થતા હોય છે.

આપણે શું પત્ની અને માતા-પિતાને વચ્ચે સમરૂપતા રાખીને જીવન ના જીવી શકીએ? જરા વિચાર કરજો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.