Emoticons
'Hi D'
દૃષ્ટિનાં બેડ પર પડેલાં ફોનમાં WhatsApp notification આવી - '1 Message from jagat Dave'. થોડી વારમાં ફોન અનલોક થયો. મેસેજ રીડ થયો. સામે છેડેના ફોનમાં દેખાયું- 'Drashti Jadeja is typing...'
'Hi jagat.'
'What r u doing?'
'T.V'
'?'
'Bigg Boss'
'OK (Thumbs up Emoji)'
'Hmmm'
'એય સાંભળ ને.'
'બોલ'
'તું કહી જ દે આજે એને. બસ હવે બહું થયું. But watch out for gud tym હા. સરખી રીતે બધું જ સમજાવજે અને કોઈને ખબર ના પડે.'
'શું કહે છે, કોને સમજાવું? (Shock Emoticon)'
'અરે યાર મને આજે પાછો એટેક આવ્યો. Take it seriously. મને કંઈક થાય છે.'
'Oh God!! (Shock Emoji) શું થયું તને? એટેક શાનો?'
'અરે યાર કેમ આમ વાત કરે છે તું આજે? પ્રેમ એટેક મારો યાર, આપણે જાણે આના વિશે પહેલી વાર વાત કરતા હોઈએ એમ કરે છે તું. સૌંદર્યા સૌંદર્યા (Love Emoji)'
થોડી વાર થઈ સામેથી કોઈ રિપ્લાય ન આવ્યો તો જગત બેચેન થઈ ગયો. 'Hello...'
'શું છે સૌંદર્યાનું?'
'સાચે જ?'
'OK Sry ચલ. મજાક કરતી હતી. (Smiley) તો બોલ શું કહું સૌંદર્યાને?'
'1st તો તું letter તેને વાંચી સંભળાવજે.'
'આપી જ દઉં તો?'
'ના. ના. As decided only. જો કે મારે જ સંભળાવવો હતો પણ એ possible નથી. એ હા પાડે પછી એને રોજ સંભળાવીશ. ને તું બધું change ના કર મારી આમે ય ફાટે છે.'
'એ જ વાંચે તો શું ફરક પડે?'
'ના એટલે ના. આમ હું તેને કહેતો હોઉં એવી ફીલિંગ આવવી જોઈએ. પણ તું ત્યાં છે તો એટલે તારે મારાં બદલે કરવાનું.'
'OK પણ તું ખુદ જ એને આપણા ક્લાસમાં કહી દે તો.'
'ના આ જ બરાબર છે. જરૂર પડશે તો એ પણ કરીશ પણ પહેલાં તું આ કર.'
'ના કરું તો?'
'આપણે BFF નહીં? (Smiley)'
'હા..હા..હા.. lol. (Smiley)'
'Where r u?'
'At room.'
'એ શું કરે છે? ક્યાં છે? તેણે શું પહેર્યું છે? આજે રજામાં ક્યાંય બહાર જવાના તમે?'
'તું એક કામ કર હોસ્ટેલે જ આવી જા. (Smiley)'
'આવવું જ છે મારે તો. પણ પહેલાં તું જવાબ આપ મને.'
'હું બહુ મોટી પાર્ટી લઈશ હો.'
'હા પણ હવે કે ચલ. (Thumbs up Emoji)'
'એ બેઠી છે બાજુમાં કંઈક ચાર્ટ બનાવે છે. Black & red sleeveless top અને Black Capri પહેર્યા છે.'
'અને તે? (Smiley)'
'તારે ક્યાંક મને તો નથી સંભળાવવો ને લેટર? (Surprise Emoticon)'
'અરે નહીં નહીં Dear. પણ પેલી જો ના પાડે તો કંઈક જોઈએ (Smiley)'
'Flirty... તારી પાસે હું જ એક ઓપ્શન છું હો તેનાં સુધી પહોંચવા. (Angry Emoticon)'
'હા..હા..હા.. (Smiley). ફરવા જવાના?'
'હા, આજે 'રાહુલ રાજ'નું નક્કી કર્યું છે.'
'શું તમે જ્યારે હોય ત્યારે મોલમાં જ પહોંચી જાવ? (Smiley)'
'તો જ Black Capri આવે ને, શાયર. (Smiley)'
'OK તો જાવ જાવ. (Thumbs up Emoji)'
'Now u tell me that y u havn't told her yet?'
'It's not that simple. One line proposal is still difficult than one night stand for this generation. મારે તેને કહેવું જ છે પણ હું confuse છું. (Confuse Emoticon)'
'કે તું તેને Luv કરે છે કે નહીં એ વાતે (Surprise Emoticon)?'
'No, એ મને Luv કરે છે કે નહીં એ વાતે. (Crying Emoticon)'
'ઓહ OK, તો confirm કરી લે. BTW do u think she knows that u luv her?'
'Yes, I am sure she knows from day one. (Happy Emoticon)'
'હવે તું મને એ કહે કે suppose એ ખુદ First move કરે તો તને એના મોં એ શું સાંભળવું ગમે? (Smiley)'
'એવું મેં ક્યારેય વિચાર્યું જ નથી.'
'y?'
'કેમ કે એ possible જ નથી. (Sad Emoticon)'
'Oh. don't be so negative. Tell me.'
'તને ખબર છે જ્યારે retum love ના મળે ત્યારે અમે છોકરાઓ એવી fantasyમાં હોઈએ ને કે અમને એ શક્ય જ ન લાગે. એ fantasy બસ થોડી unrealistic હોય. આટલું ચાહવા છતાં પણ અમને સામે પ્રેમ મળવા પર જાણે belief જ ના હોય. (Sad Emoticon)'
'Lover/Philosopher? (Surprise Emoticon)'
'Love often transforms a normal man into a philosopher.(Smiley Emoticon)'
'હા, પણ તોય કહે ને.'
'હું બસ એટલું જ ઈચ્છું છું કે એ મને આવીને કહે કે- હું ફક્ત તારી શાયરી બનીને નથી રહી જવા માંગતી'
'Wow!! (Perfect Emoji)'
'Yeah!'
'તો ચાલ હવે તારો વારો.'
'શાનો?'
'માન કે આ લેટર અને મારી સમજાવટ કામ ન આવી અને તારે જ direct proposalની જરૂર પડી તો તું શું કહે એને?'
'અમ્મ્મ... (Thinking Emoticon)'
'બસ હવે વિચારમાં.'
'પણ આપણે આ બધીય વાતો કેટલીય વખત થઈ ગઈ છે, તું શું કામ પૂછે છે?'
'તો ય કહે ને મારે સાંભળવું છે.'
'તો હું તેને એમ કહું કે, મને સંભાળી લે, સાચવી લે, ટકાવી લે.'
'ઓહહો...Beautiful. (Perfect Emoji)'
'Thanks (Smiley)'
'પણ આ તો selfishness થઈ ને?'
'હા, selfishness. In fact everybody in the world wants to love themselves and remain happy forever and that's the biggest reason for the birth of love for or from others. Everyone asks for love only for this reason. આ હકીકત છે પણ આખરે એ પ્રેમ છે, એમાં લુચ્ચાઈ નથી.'
'પણ આપણી કોલેજમાંથી કોઈ બીજું કદાચ ચાન્સ મારશે તો?'
'I dont's think so.'
'કેમ? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો? (Smiley)'
‘Lol...ના એવું તો નહીં. જો કે I hope so. પણ એ જ કોઈને પોતાની પાસે ફરકવા નહીં દે એવું મને લાગે છે.’
'તને એવું કેમ લાગે છે?'
'કારણ કે મને શ્રદ્ધા છે. આશા છે કે હું જેનાં આધારે ટકવા માગું છું એનામાં પરખવાની skils તો હશે જ.'
'ઓહો...!!! How lucky she is. (Perfect Emoji)'
'OK'
'બસ, OK?'
'હા, જ્યારે મારે બહું બધું બોલવું હોય છે ત્યારે હું કંઈ નથી બોલતો.'
'OK'
'Lol... (Smiley)'
'So, do u think that she luvs u?'
'નથી સમજાતું. ક્યારેક લાગે છે હા ને ક્યારેક લાગે છે ના.'
'એ કેવી રીતે? (Shock Emoticon)'
'એ ઘણી વખત મારી સામે જુએ છે પણ ત્યારે એની આંખોમાં શું હોય છે એ હું કળી નથી શકતો. એ સ્માઈલ આપે છે. હેલ્પ માંગે છે. તું જ કહે છે કે એ ઘણી વખત મારી વાતો કરે છે. અને એવાં તો તેણે ઘણાંય Responses આપેલાં છે. જ્યારે તેની નજર મારી સામે હોય છે ત્યારે હું તેમાં ડૂબી જાઉં છું, પણ છીપલાં મારાં હાથમાં નથી આવતા. (Thinking Emoticon)'
'Oh...! Now I don't know she is lucky or unlucky. May be she is both but in different prospective. (Happy Emoticon)'
'Yeah! (Thumbs up Emoji)'
'તને worldના બધા જ loversની જેમ ક્યારેય એવું લાગે છે કે તું best lover છે?'
'નો.'
'લે, કેમ? (Surprise Emoticon)'
'I am simply not the best, but હું જે કરું છું તે, પ્રેમ માત્ર હું જ કરું છું.'
'(Clap Emoji)'
'અને હવે મને તું એ કે કે તને શું ગમે છે એનામાં. I mean y do u luv her only?'
'તે બહું જ સવાલો પૂછ્યા હોં આજે મને.'
'ના કે ના. What's the reason?'
'I don't have any reason that's y I love her. Actually it's the matter between nothing and 'everything.'
'Superb. I am impressed. તો હવે?'
'હવે શું?'
'કેમ કહેશું તેને, કેમ સમજાવીશું. કેમ મનાવીશું તેને?'
'બસ હવે બધું જ તારાં પર આધાર રાખે છે. (No Expression Emoticon)'
ડીંગ-ડોંગ... ડીંગ-ડોંગ... દૃષ્ટિનાં રૂમનાં દરવાજે ડોરબેલ વાગી.
'OK Bye. લાગે છે દૃષ્ટિ પાર્લરથી આવી ગઈ. VI talk to u later. અને હા હું ફક્ત તારી શાયરી બનીને નથી રહી જવા માંગતી - સૌંદર્યા. (Love Emoji)'
જગતનો આખો રૂમ ઓશિકાનાં રૂથી મઘમઘી ઉઠ્યો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર