બીજાઓને પૂછતાં રહેવાનું : કેવું લાગ્યું?
રજનીકાન્ત સુપરસ્ટાર છે. દાયકાઓથી. બિઝનેસમાં તમારી પ્રોડક્ટ આ જ મજબૂતીથી ટકી રહે તે માટે બ્રાન્ડિંગની સિરીઝનો હવે અંત આવી રહ્યો છે. આ એ શ્રેણીનો અંતિમ હપતો. બેસતા વર્ષથી નવી ગિલ્લી, નવો દાવ.
લેખકો પી.સી. બાલાસુબ્રમનિયન અને રાજ કૃષ્ણમૂર્તિના પુસ્તક 'રજની'ઝ પંચતંત્ર : બિઝનેસ એન્ડ લાઈફ મેનેજમેન્ટ ધ રજનીકાન્ત વે'માં રજનીકાન્તના જે મોસ્ટ ફેમસ 30 ડાયલૉગ્સના આધારે આ વિષયને સમજવાની કોશિષ થઈ છે એમાંના 14 સંવાદ જોઈ લીધા. બાકીના આજે.
15. નલ્લવંગલ આનંદવન સોડીપ્પન, કૈવિડા માતન... કેટ્ટાવંગલુકુ આનંદવન નેર્ય કુડુપ્પન, આના કૈ વિપ્તુવિદુન. અર્થાત્ ગૉડ ટેસ્ટ્સ ગુડ પીપલ બટ ડઝ નૉટ લેટ ધેમ ડાઉન... હી મે ગિવ ધ બેડ વન્સ જનરલી બટ લેટ્સ ધેમ ડાઉન. શૉર્ટ કટથી કદાચ ઓછી મહેનતે ઘણું મળી જતું હશે. કોઈને છેતરીને, ખોટો-સસ્તો-ઓછો માલ પધરાવીને ટેમ્પરરી તમારી આવકમાં વધારો થઈ શકે છે. તમારા સહયોગીઓ, તમારા પ્રોફેશનલ કન્સલ્ટન્ટ્સ પણ તમને આવું કરવાની સલાહ આપે. પણ બીજાઓથી ધોવાઈ જવાની જરૂર નથી. સરવાળે આ માર્ગ ઘાટાનો છે. પડકારો સામે ઝૂકી જવાને બદલે એનો સામનો કરીને આગળ વધવાનું. તમને એમ લાગે કે કોઈને છેતરીને મેં બહાદુરી કરી છે કારણ કે જુઓ, મને બદલામાં કેટલું બધું મળી ગયું તો એ તમારી ભ્રામક જીત છે. બિઝનેસ તેમ જ લાઈફ-બેઉ માટે આ મંત્ર છે : ડોન્ટ બી સ્વેયડ બાય ટ્રાન્ઝિયન્ટ ચેલેન્જીસ એન્ડ ઈલ્યુઝરી ટ્રાયમ્ફસ.
16. પાતુ વેઈલૈ સૈયુંગા... પાર્કુમ પોતુ વેઈલૈ સૈયતિન્ગા. અર્થાત્ બી ફોકસ્ડ એન્ડ વૉચફુલ વ્હાઈલ વર્કિંગ, બટ ડોન્ટ વર્ક જસ્ટ બીકોઝ યુ આર બીઈંગ વૉચ્ડ. કોઈ તમને જોતું નથી એની તમને ખાતરી હોય ત્યારે તમે શું કરો છો એ જ તમારું ખરું ચારિત્ર્ય છે એવું કહેવાય છે. તમે નોકરી કરતા હો, ધંધો કરતા હો કે પ્રોફેશનલ હો - તમારા કામની એકએક પળનો હિસાબ કોઈ માગતું નથી, શક્ય પણ નથી. કોઈની નિગરાની વિના સ્વયંશિસ્તથી કામ કરતાં શીખી જવું જોઈએ. નોકરીના કલાકો દરમ્યાન ઑફિસમાં જે કામ કર્યું તેની જ નોંધ લેવાશે એવી મેન્ટાલિટી ખોટી. ઑફિસે જતાં-આવતાં ટ્રેનમાં કે બસમાં કે કારમાં તમે ઑફિસનું કામ કરશો તો તરત કોઈ એની નોંધ ન પણ લે તોય તમારા પોતાનામાં કામ માટેની આવી નિષ્ઠાને કારણે જે પોઝિટિવિટી આવશે તે તેમને લાઈફમાં બધે જ કામ લાગશે. જિંદગીની એક પણ પળ અમસ્તી વેડફાઈ ન જાય તેનું ધ્યાન રાખનારાનું સરોવર જ ટીપે ટીપે ભરાઈને છલકાઈ જાય છે. બિઝનેસ અને લાઈફ માટેનો મંત્ર છે : બી સેલ્ફ-ડ્રિવન એન્ડ નૉટ સુપરવિઝન-ડ્રિવન.
17. પન્નિંગતાન કૂટમા વરુમ, સિંગમ સિંગલતન વરુમ. અર્થાત્ સ્વાઈન ટ્રાવેલ ઈન ડ્રોવ્સ, બટ ધ લાયન કમ્સ અલોન. રજનીકાન્તની બહુ ફેમસ થયેલી ગત દશકની ફિલ્મ 'સિવાજી' (2007)નો આ સંવાદ છે. ગાડરિયા પ્રવાહમાં ભળી જવું સહેલું છે. ચીલો ચાતરીને આગળ વધતાં જવું કપરું છે. તમે તમારા વિચારોમાં મક્કમ રહો. લાખ લોકો કહે કે તમે ખોટા છો અને તેમને પણ ઘડીભર લાગે કે આ બધા ખોટા ને હું એકલો જ સાચો? ત્યારે તમારે પોતાનામાં શ્રદ્ધા બરકરાર રાખવાની. મોટા મોટા માણસોએ જિંદગીમાં આ જ કર્યું છે. લોકોના કહેવાથી પોતાના ખભા પરનું બકરું તેઓ કૂતરું ગણીને ઉતારી દેતા નથી. સિંહનાં ટોળાં ન હોય, ઘેટાંનાં જ હોય એનો મતલબ એ પણ ખરો કે એક ઘેટું સિંહના તો શું ઘેટાંના ટોળાનેય વશમાં ન રાખી શકે, એને પ્રોટેક્ટ કરવાની વાત તો બાજુએ રહી. જ્યારે એક સિંહ ઘેટાંના ટોળાને વશમાં પણ રાખી શકે અને બીજાં પ્રાણીઓથી એ ટોળાનું રક્ષણ પણ કરી શકે
બિઝનેસ અને લાઈફનો આ મંત્ર લખી રાખજો : લિવ લાઈક અ લાયન - બી, બ્રેવ, પ્રોટેક્ટ અધર્સ, લીડ ધ વે ફૉર એવરીવન.
18. અસન્તા અદિકારતુ ઉન્ગ પૉલિસી, અસરામ અદિકારતુ બાબા પૉલિસી, અર્થાત્ હિટિંગ આઉટ વ્હેન ધ અધર્સ ગાર્ડ ઈઝ ડાઉન ઈઝ યૉર પૉલિસી, બીઈંગ એવર-વિજિલન્ટ ઈઝ બાબાઝ પૉલિસી. દુનિયાદારી ભલે કહેતી હોય કે બીજાઓનું ધ્યાન ન હોય, તેઓ અસાવધ હોય ત્યારે એમના પર ઘા કરીને જીત મેળવી લેવી પણ વ્યવહારમાં બીજાઓની ગેરલાયકાતને કારણે જીતવાની ઈચ્છા રાખવાને બદલે પોતાની લાયકાત વધારીને આગળ આવવાની કોશિષ રાખવાની. લાંબા ગાળાનો ફાયદો એમાં જ છે. મંત્ર છે : બી પ્રોએક્ટિવ એન્ડ ડૉન્ટ એક્સ્પ્લોઈટ ધ વીકનેસીસ ઑફ અધર્સ ફૉર પર્સનલ ગેઈન.
19. કેટ્ટુપોનવન વળહુલમ આના નલ્લા વળહન્તવન કેટ્ટુ પોગ કુડતુ. અર્થાત્ રૉન્ગડુઅર્સ મે એક્ઝિસ્ટ, બટ ધ ગુડ શુડ નૉટ ટર્ન ટુ ઈવિલ. આ દુનિયા ખરાબ છે અને અહીં ભલાઈનો બદલો પણ બુરાઈથી મળે છે એવું વિચારીને તમારે પણ ખરાબ થઈ જવાની જરૂર નથી. તમારે તમારી નીતિ બીજાઓની અનીતિને કારણે છોડી નહીં દેવાની. બિઝનેસમાં કે લાઈફમાં જેવા સાથે તેવા થવા જશો તો તમારા પોતાના વ્યક્તિત્વને ખોઈ બેસશો. ગમે એવી કટોકટી દરમ્યાન પણ તમે પોતે તમારા ગૌરવભર્યા સ્થાનથી હેઠે નહીં ઊતરી જતા.
20. નામ્મ વાળકઈ નામ્મા કઈલાતાન ઈર્રુકુ અર્થાત્ અવર લાઈફ ઈઝ ઈન અવર હેન્ડ્સ. નસીબ પર ઝાઝો ભરોસો કરવો નહીં. બીજાઓ આવીને તમારું સુધારી જશે એવા ભરોસે પણ બેસી રહેવું નહીં. તમારી વિધિના લેખ તમારે પોતે જ લખવાના છે, તમારા પોતાના હસ્તાક્ષર વડે. પુરુષાર્થથી મોટો કોઈ ભગવાન નથી. પુરુષાર્થ કરવામાં પાછીપાની નહીં કરી હોય તો તમારી સુદાનતનું ફળ આજે નહીં તો કાલો જરૂર મળશે. જાત પર ભરોસો રાખો. મંત્ર છે : ડિટરમાઈન યૉર ઑન ડેસ્ટિની.
21. સોલ્લરાન... સેન્જિટ્ટાન. અર્થાત્ આય કમિટેડ, આય ડિલિવર્ડ. પ્રાણ જાયે પણ બચન ન જાઈની પરંપરાનો આ દેશ છે. વચન સમજી વિચારીને આપવું પણ એક વાર વચન આપી દીધા પછી કોઈપણ સંજોગોમાં એનું પાલન કરવું. તમારા પોતાના સંજોગો બદલાય તો પણ વચન પાલનમાં પાછી પાની કરવી નહીં. મંત્ર છે : લિવ ધ પ્રૉમિસ, વૉક ધ ટૉક.
22. નાન્ગા કોડુત વક્કુમ કોડુત પોરુલૈયમ તિટુપી વંગરતૈ ઈલૈ. અર્થાત્ વી ડોન્ટ ટેક બેક ધ વર્ડ ઑર ધ થિન્ગ્સ વી ગિવ. વચનનું પાલન તો કરવું જ, કોઈને એકવાર કશું આપી દીધું હોય તે પછી એની પાસેથી એને ક્યારેય પાછું છિનવી ન લેવું. એ ભેટ હોય કે પછી પ્રેમ. આપ્યું તે આપ્યું એ જ મંત્ર હોવો જોઈએ.
23. કશ્ટપદમ એતુવમ કિંડૈકતુ, કશ્ટપદમ કિડૈકરતુ, એનાઈકુમી નિલૈકતુ. અર્થાત્ યુ ડોન્ટ ગેટ સમથિંગ વિધાઉટ રિયલ એફર્ટ, ઈવન ઈફ યુ ગેટ ઈટ વિધાઉટ એફર્ટ, ઈટ વોન્ટ સ્ટે વિથ ટુ ફૉર લૉન્ગ. મહેનત કર્યા વિના કશુંય મૂલ્યવાન પ્રાપ્ત થતું નથી અને જો પ્રાપ્ત થઈ જાય તો ઝાઝું ટકતું નથી. પ્રતિષ્ઠા, કામ, દામ - આ બધીય બાબતોમાં આ વાત લાગુ પડે છે. મંત્ર સાદો સીધો છે : લક ફેવર્સ ઓન્લી ધોઝ હુ વર્ક હાર્ડ.
24. બાળકૈલ બયમ ઈર્રુકલમ, આના બયમૈ વળકૈ અયુદા કુડતુ. અર્થાત્ ઈટ ઈઝ ઓકે ટુ ફિયર સમથિંગ્સ ઈન અવર લાઈફ, બટ ફિયર ઈટસેલ્ફ શુડ નૉટ રુલ અવર લાઈફ. ભગવાનથી ડરવું પણ બીજા કશાથી ય ડર્યા વિના જીવવું કારણ કે એક જૂનો મંત્ર છે : જો ડર ગયા, સો મર ગયા.
25. બાબા કાઉન્ટિંગ સ્ટાર્ટ્સ નાઉ... વન, ટુ, થ્રી : સમય સૌથી મોટી મૂડી છે. વેડફો નહીં.
26. સાવર નાલ તેરુંજિપોમુના વળર નાલ નરગમ આયુદમ. અર્થાત્ ઈફ યુ નો વ્હેન યુ વિલ ડાય, યૉર લાઈફ વિલ બી હેલ. બિઝનેસ અને લાઈફમાં અણધારી બાબતોનો સામનો કરવા તૈયાર રહેજો. કારણકે મંત્ર છે : લાઈફ ઈઝ ઈન્ટરેસ્ટિંગ બીકૉઝ ઈટ ઈઝ અનપ્રેડિક્ટેબલ, બી પોઝિટિવ.
27. કે દૈકિરધુ કેદૈક્કામા ઈરુક્કાધુ. કેદૈકામા ઈરુકરધુ કે દૈક્કાતુ. અર્થાત વૉટ યુ આર એન્ટાઈટલ્ડ ટુ, યુ વિલ સર્ટનલી ગેટ, વૉટ ઈઝ નૉટ ફૉર યુ, યુ વિલ નૉટ ગેટ. વક્ત સે પહલે ઔર તકદીર સે ઝ્યાદા કભી કિસી કો કુછ નહીં મિલતા એ તમે તમારી અને સૌ કોઈની જિંદગીમાં જોયું છે. કર્મણ્યે વાધિકારસ્તેનો મંત્ર તમને ગળથૂથીમાં મળેલો છે. તમારા નસીબનું હશે તે કોઈ છીનવી જવાનું નથી અને બીજા કોઈના પ્રારબ્ધમાં જે હશે તે તમને મળવાનું નથી. માટે આ મંત્ર ગોખી રાખો : એફર્ટ ઈઝ મોર ઈમ્પોર્ટન્ટ ધેન ધ આઉટકમ.
28. ઈતુ એપ્પાડી ઈરુ કુ. અર્થાત્ હાઉ ઈઝ ધિસ? પૂછતા રહેવાનું સૌને. અભિપ્રાય લેતાં રહેવાનું. કોઈ તમારી ટીકા કરશે. તમારા કામની કે તમારી પ્રૉડક્ટની એવા ડરથી લોકોના અભિપ્રાય લેવાનું બંધ નહીં કરવાનું. કેવું લાગ્યું? એવું પૂછવાથી ટીકાના શબ્દો મળશે તો એ વાત શીખવા મળશે. માટે આ બે શબ્દનો મંત્ર ગાંઠે બાંધી રાખજો : ઓપિનિયન મેટર્સ.
29. નામ નમોલા ગવનિચ્છાતન આંદવન નમાલા ગવનિપાન. અર્થાત્ ઓન્લી વ્હેન વી ટેક કેર ઑફ અવરસેલ્વ્ઝ વિલ ગૉડ ટેક કેર ઑફ અસ. પારકી આશ સદા નિરાશ. આપણે જ આપણને ખભો આપવાનો છે, સહારો આપવાનો છે. આપણી જવાબદારી આપણે નહીં લઈએ તો બીજું કોણ લેશે? મંત્ર : ગૉડ હેલ્પ્સ ધોઝ ટુ હેલ્પ ધેમ સેલ્વ્ઝ.
અને છેલ્લે.
30. નાન યાનૈ ઈલ્લા, કુતિરૈ, કીબ વિળુન્ધ ટક્કુનુ યેબઉન્તુ પૈણય અર્થાત આયમ નૉટ એન એલિફન્ટ બટ અ હૉર્સ, ફૉર અ ગેટ અપ ઈન્સ્ટન્ટલી વ્હેન આય ફૉલ. પછડાટ તો આવવાની. પછડાઈને તરત ઊભા થઈ જવાનું. કોને લીધે પછડાટ આવી એવો વિચાર કરીને બદલાની આગમાં શેકાતા રહીને પડ્યા ત્યાંને ત્યાં જ રહેશો તો ક્યારેય આગળ નહીં અવાય. ચડતીપડતી દરેકના જીવનમાં હોય છે. પડ્યા પછી તમે કેટલા ઝડપથી અને કેવી ડિગ્નિટીથી ઊભા થઈ શકો છો, તેના પર તમારા ભવિષ્યનો આધાર છે.
બસ, જે શીખવાનું હતું તે શીખી લીધું. તલૈવા રજનીકાન્ત પાસેથી. હવે કાલથી એને અમલમાં મૂકવાની શરૂઆત કરીએ. દિવાળીના દિવસો શરૂ થઈ રહ્યા છે. સૌના જીવનમાં ઉલ્લાસ રહે, અજવાસ રહે અને લક્ષ્મીજીનો વાસ રહે એવી પ્રભુને પ્રાર્થના.
બેસતા વર્ષે મળીએ.
લાઈફ લાઈન
ક્યારેક તમે જાગી જાઓ છો, ક્યારેક તમારી પછડાટ તમને ખતમ કરી નાખે છે. અને ક્યારેક તમે પછડાઓ છો અને આકાશમાં ઊડવા લાગો છો.
- નીલ ગેઈમેન
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર