15 ઓગસ્ટ 'સ્વતંત્રતા દિવસ' માત્ર આપણો જ નથી, આ દેશ પણ થયા હતા 15 ઓગસ્ટે આઝાદ

PC: happyindependenceday.in

15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની 200 વર્ષની ગુલામી બાદ ભારત દેશને આઝાદી મળી હતી. કેટલાય વીર અને વીરાંગનાઓએ સંઘર્ષ કરી પોતાનું લોહી વહેવડાવીને દેશને આઝાદી અપાવી. પરંતું શું તમને ખબર છે કે 15 ઓગસ્ટની તારીખે માત્ર આપણા દેશ ભારતને જ નહીં પરંતુ દુનિયાના અન્ય ત્રણ દેશને પણ આઝાદી મળી હતી. જી હાં, ભારત ઉપરાંત જે ત્રણ દેશને આઝાદી મળી છે તેમાં દક્ષિણ કોરિયા, બેહરીન અને કાંગો નામના દેશનો સમાવેશ થાય છે.

જ્યાં સુધી ભારતની આઝાદીનો પ્રશ્ન છે, ચોંકાવનારી વાત એ છે કે બ્રિટન ભારતને 1947 નહીં પરંતુ 1948માં આઝાદ કરવા માંગતું હતું પરંતુ મહાત્મા ગાંધીના ભારત છોડો આંદોલનથી અંગ્રેજ એટલા પરેશાન થઈ ચૂક્યા હતા કે તેમણે ભારતને એક વર્ષ પહેલા જ એટલે કે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ કરવા પર નિર્ણય લઈ લીધો.

દક્ષિણ કોરિયાને 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાનથી આઝાદી મળી હતી. વર્ષ 1910થી 1945 સુધી કોરિયાઈ પ્રાયદ્વીપ જાપાનનો ગુલામ હતો. આપણે આજે જેને દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાના રૂપમાં જોઈ રહ્યા છીએ તે 1948 સુધી સંયુક્ત હતા, પરંતું ત્યારબાદ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાના ભાગલા પડી ગયા.

અરબ દેશ બેહરીન પણ ભારતની જેમ બ્રિટનનો ગુલામ દેશ હતો. તેને 15 ઓગસ્ટ 1971મા સ્વતંત્રતા મળી અને સંવૈધાનિક રાજતંત્રની સ્થાપના થઈ. આજે પણ અહીં રાજાશાહી છે. આપને જણાવી દઈએ કે બેહરીનની રાજધાની મનામા છે.

હવે વાત કરીએ કાંગોની. કાંગો દેશને ફ્રાન્સે 80 વર્ષ સુધી ગુલામ બનાવીને રાખ્યું અને 15 ઓગસ્ટ 1960ના રોજ કાંગો ફ્રાન્સથી આઝાદ થયું. ક્ષેત્રફળ અનુસાર કાંગો વિશ્વનો 11મો સૌથી મોટો દેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp