પિરિયડ્સ બાદ ક્યારે સેક્સ કરવું?

PC: rtvglasdrine.com

પ્રસિધ્ધ સ્ત્રી રોગ નિષ્ણાતો મહિલાઓની સાથે સાથે પુરુષો માટે પણ આ વાત મહત્વની છે કે પિરિયડ્સ આવ્યા બાદ ક્યારે અને કેવી રીતે સેક્સ કરવામાં આવે. ઘણી મહિલાઓ સવાલ કરે છે કે પિરિયડ્સ પછી ક્યારે સેક્સ કરવાનું હિતાવહ રહેલું છે. જો તમે પણ એ મહિલાઓ પૈકીની એક હો તો આ લેખને અવશ્ય વાંચી લેવું જરૂરી છે.

આ લેખ બતાવે છે કે પિરિયડ્સ બાદ ક્યારે સેક્સ કરવું જોઈએ. જો તમારા પિરયડ્સ પાંચ કે સાત દિવસનાં હોય અને તરત સંભોગ કરો તો ગર્ભવતી થવાના ચાન્સીસ વધારે થઈ જાય છે. જો છઠ્ઠા દિવસે લોહી પડતું બંધ થઈ જાય તો સાતમા દિવસે સંભોગ કરી શકે છે.

ત્યાર બાદ 11માં દિવસે પણ પ્રયત્ન પણ કરી શકો છે કે જેનાથી ગર્ભ ધારણ કરી શકાય. આ સમય દરમિયા અંડાશયની પ્રક્રિયાનો પ્રારંભ થઈ જાય છે. નિષ્ણાતો પ્રમાણે એવું જોવા મળ્યું છે કે ગર્ભધારણ માટે શુક્રાણુ છઠ્ઠા દિવસથી જ પ્રજનન નળીમાં રાહ જોઈને બેઠાં હોય છે.

સામાન્ય રીતે અંડાશયના દિવસે એટલે (માસિક ધર્મ શરૂ થવાના 12થી 14 દિવસ પહેલા) આગળના પાંચ દિવસ, પૂર્વે સ્ત્રીની પ્રજનન ક્ષમતામાં આપોઆપ વધારો થઈ જાય છે. આ સ્થિતિ સામાન્ય રીતે 10મા દિવસથી લઈ 17મા દિવસ દરમિયાન હોય છે.

પિરિયડ્સ બાદ ગર્ભવતી થવા માટે જરૂરી છે કે સ્ત્રી સાફ-સફાઈનું વિશેષ ધ્યાન આપે. કેટલીક વખત અસુરક્ષિત સંભોગ કરવાથી સ્ત્રીઓને સંક્રમણનો ખતરો રહે છે. અંતત: જો તમે પોતાનો સુખમય પરિવાર ઈચ્છો છો તો માસિકના સમયગાળાને સંપૂર્ણ થવા સુધી રાહ જોવાની જરૂર છે.

બીજી તરફ એવું કહેવાય છે કે ફર્ટાઈલ ફ્લ્યુઈડની ઓછપના કારણે શુક્રાણુનો જીવનકાળ બે અથવા ત્રણ દિવસ અથવા તો તેના કરતા પણ ઓછો હોય છે. જેથી કરીને પિરિયડ્સ બાદ લોહી બંધ થઈ ગયા પછી જ સેક્સ કરવાનું રહે છે. જો પિરિયડ્સનો સમય ખલાસ થઈ ગયો હોય અને લોહી પડતું હોય તો સેક્સ ન કરવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp