કેસર કેરી સૌરાષ્ટ્રમાં આવી ગઇ, મણ દીઠ ભાવો ઉંચા ખુલ્યા પછી તુટી ગયા
કેરીનો ભાવ મણ દીઠ 2400થી 3200 રૂપિયા સુધી હતો. કુલ 10 ક્વિટન્ટલ કેરી બજારમાં આવી છે. જો કે 24 કલાકમાં જ કેસર કેરીના ભાવ 500 રૂપિયા તુટી ગયા છે. બુધવારે ભાવ 1200થી 2900 રૂપિયા થયા છે. 4 ક્વિન્ટલ હાફસ કેરી પણ બજારમાં આવી છે.
કેસર કેરી માટે જુનાગઢના નવાબનું મોટું યોગદાન છે. 1851થી 1882 સુધી જુનાગઢમાં નવાબ મહાબત ખાન બીજાનું શાસન હતું, તે વખતે સાલાભાઇ નામના એક ખેડુતે નવાબને કેરી ભેટમાં આપેલી અને નવાબ અને દરબારીઓએ કેરી ખાધી અને ખુશ થઇ ગયા અને નવાબ આ કેરીની કલમ મંગાવી. કેરીનું નામ રાખ્યું, સાલેભાઇની આંબલી. એ પછી 25 મે 1934માં નવાબ મહાબત ખાન ત્રીજાએ આ કેરીનું નામ બદલીને કેસર રાખ્યું હતું. ત્યારથી કેસર કેરી કહેવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp