વિધાનસભા ચૂંટણી પછી ગુજરાતમાં ખેડૂત આંદોલન એકાએક વધી ગયા

PC: NDTV Khabar.com

ગુજરાતમાં ખેડૂત આંદોલનોમાં એકાએક વધારો થયો છે. ગાંધીનગરમાં હાલ સત્યાગ્રહ છાવણી ઉપર ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. તેઓ નર્મદાના પાણીનો હિસાબ સરકાર પાસે માંગી રહ્યાં છે. રાજ્યમાં હવે ખેડૂત આંદોલન રાજકીય રૂપ ધારણ કરી રહ્યું છે. ખેડૂતો ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી રચાયેલી નવી ભાજપ સરકારની ખેડૂત વિરોધી માની રહ્યાં છે. ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણીની નીતિના કારણે ખેડૂતોના દેખાવો અને આત્મહત્યા કરવાની ધમકીમાં એકાએક વધારો થયો છે. તેમાં સિંચાઈ માટે બનાવવામાં આવેલાં 412 બંધોનું પાણી ખેડૂતોને ન આપાવનું વલણ ગુજરાત સરકારે આપનાવતાં ખેડૂતો સરકાર સામે અનેક સ્થળે વિરોધ કરી ચૂક્યા છે.

ભાવ નીચા ગયા

મગફળી, ઘઉં, રાયડો, તુવેર, બટાટા, ટામેટા, ડૂંગળી, ગરમ મસાલા જેવા પાકના પૂરતાં ભાવ ન મળવાના કારણે છેલ્લાં અઢી મહિનામાં 300થી પણ વધારે જગ્યાએ દેખાવો, વિરોધ અને પ્રદર્શન ખેડૂતોએ કર્યા છે. એવા અખબારી અહેવાલો પરથી તારણ કાઢવામાં આવ્યું છે. પણ તે સમાચારો છપાયા નથી એવો વિરોધ તેમાં ગણવામાં આવ્યો નથી. આમેય 2014 પછી જે રીતે દેશભરમાં ખેડૂતો સરકાની ખેતી વિરોધી નીતિ સામે વિરોધ કરી રહ્યા છે. તેનું પ્રમાણ ઘણું વધી ગયું છે. ખેડૂતોનો પ્રશ્ન હવે રાજકીય બની રહ્યો છે. RSS, VHP, PAAS, GKS જેવી સંસ્થાઓ પણ ખેડૂતોનું આંદોલન મજબૂત કરી રહ્યાં છે. જેમાં દિલ્હી મુંબઈ કોરીડોરમાં જતી જમીન, અમદાવાદ મુંબઈ ફાસ્ટ ટ્રેનમાં જતી જમીન, વડોદરા-વલસાડ એકસ્પ્રેસ હાઈવેમાં જતી જમીન સામે વારંવાર વિરોધ કરી ચૂક્યા છે. મગફળી ખરીદ અને ખરીદી વખતે ભાજપના નેતાઓએ અને અધિકારીઓએ કરેલાં કૌભાંડો સામે આંદોલન કે વિરોધ થયા છે.

ગયા વર્ષે શું થયું

ખેતી સબંધિત આંદોલન કરવા માટે ગુજરાતમાં પોલીસ કે સરકાર મંજૂરી આપતી નથી તેમ છતાં 2017માં સત્તાવાર રીતે 123 ગુના એવા નોંધાયા છે કે જે ખેડૂત આંદોલનને લગતા હતા. જો કે ખરેખર તો આ આંક ત્રણ ગણો છે કે જ્યાં કોઈ ગુનો ન બન્યો હોત. ભારતમાં આવી ઘટના 2014માં 628 બની હતી જે બે વર્ષમાં એકાએક વધીને 4837 સુધી થઈ ગઈ છે. એવો આંક નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના અહેવાલમાં સ્પષ્ટ થાય છે.

ખેડૂતોની આવક બમણી નહીં પણ અડધી થઈ

ગુજરાતના ખેડૂતોને આ ઉનાળામાં સિંચાઈનું પાણી ન આપવાના કારણે નર્મદા નહેરથી થતી 4 લાખ હેક્ટર  સિંચાઈ ઘટી છે. ઉપરાંત બીજા તમામ સિંચાઈ બંધનું પાણી પણ સિંચાઈ માટે પ્રતિબંધિત કરી દેવાતાં ઉનાળા દરમિયાન ઓછામાં ઓછા 30 લાખ ખેડૂતો અને ખેત મજૂરો અર્ધ બેકાર બન્યા છે. તમામ બંધોની મળીને પાંચ લાખ હેક્ટર જમીન પર ઉનાળું સિંચાઈ ન થવાના રૂ.15 હજાર કરોડનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. જે હવે પછી શાકભાજીના ભાવ વધારામાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp