આ ઝાડની એક એકરની ખેતીથી 1 કરોડ રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, જાણી લો રીત

PC: freepik.com

ભારતમાં હરિયાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, બિહાર, કેરળ, ગુજરાત, પશ્ચિમ બંગાળ,ગોવા, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં મોટા પાયા પર નિલગીરીના ઝાડની ખેતી કરવામાં આવે છે. તેના લાકડાનો ઉપયોગ ફર્નીચરથી લઈને પાર્ટીકલ બોર્ડ અને ઈમારતોને બનાવવામાં પણ કરવામાં આવે છે. નિલગીરીન ઘણી જગ્યાઓએ સફેદાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ કોઈ પણ પ્રકારની આબોહવામાં ઉગી શકે છે. સાથે જ કોઈ પણ પ્રકારની માટીમાં તેની ખેતી કરવામાં આવી શકે છે. જોકે 6.5 થી 7.5 વચ્ચેના P.H વાળી જમીન પર આ છોડ ઘણો ઝડપથી વિકાસ પામે છે.

નિલગીરીની ખેતી કરનારા ખેડૂતો માટે સૌથી સારી વાત એ છે કે તમે આ છોડવાઓની વચ્ચે ઓછા સમયમાં નફો આપનારો પાક પણ ઉગાડી શકો છો. આ પાક નિલગીરીની ખેતીનો ખર્ચ કાઢી આપે છે. આ સિવાય સારો નફો પણ મળે છે. આ ઝાડની વચ્ચે તમે હળદર, આદુ, અળસી અને લસણ જેવા નફાકારક પાકને ઉગાડી શકો છો. નિલગીરીની ખેતીને સરકાર દ્વારા એટલું પ્રોત્સાહન આપવામાં આવતું નથી. માનવામાં આવે છે કે તેની ખેતીથી ભૂજલ સ્તર નીચે જતું રહે છે. જોકે તેને લઈને સરકાર તરફથી કોઈ નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું નથી.

તેમછતાં પણ જો ખેડૂત તેની ખેતી કરે છે તો તે માત્ર 10 વર્ષમાં જ એક એકરની જમીનમાં કરોડ રૂપિયા સુધીનો નફો હાંસલ કરવામાં આવી શકે તેમ છે. નિલગીરીના છોડને સંપૂર્ણ તૈયાર થઈને ઝાડ બનવામાં 10 થી 12 વર્ષના સમય લાગી જાય છે. તેની ખેતીમાં ખર્ચ પણ ઓછો થાય છે.

એક ઝાડનું વજન 400 કિલોની આસપાસ હોય છે. એક હેક્ટરના ખેતરમાં આશરે એક થી દોઢ હજાર ઝાડ ઉગાડી શકાય તેમ છે. ઝાડ તૈયાર થયા પછી તેના લાકડાંને વેચીને ખેડૂત સરળતાથી 70 લાખ થી 1 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. આ સિવાય ગ્રામીમ વિસ્તારોમાં વાંસની ખેતી પણ ઘણા મોટા પાયે કરવામાં આવે છે. આ એવી ખેતી છે જેને  એક વખત લગાવ્યા પછી તમે 30 થી 40 વર્ષ સુધી નફો મેળવી શકો છો. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર વાંસી ખેતી માટે પ્રોત્સાહન આપતી જોવા મળી છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp