ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એટલે શું?
ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એ સુભાષ પાલેકરના કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેતસામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિદ્ધાંત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિધ્ધાંતને આધારિત છે. આ પદ્ધતિ એક કરતા વધારે પાકોના વાવેતર કે જેના ટૂંકા ગાળાના આંતર પાકોના વાવેતરથી જે ઉત્પાદન મળે તેમાથી ત્યાર પછીના બીજા વર્ષના મુખ્ય પાકનુ ખેતી ખર્ચ નિકળી શકે જે ગણતરીને આખી ખેતી પદ્ધતિ-ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિના જીવામૃત, બીજામૃત, આચ્છદન અને વાપશા એમ મુખ્ય ચાર આધારસ્તંભો છે.
(1) જીવામૃત: જીવામૃત છોડનો ખોરાક નથી પરંતુ તે કોટી સુક્ષ્મ જીવોનો મહાસાગર છે. તે જમીનમાં જે ખાધ તત્વ છોડના મુળને ઉપલબ્ધ સ્થિતિમાં નથી તેને ઉપલબ્ધ સ્થિતિમાં કરાવે છે. જીવામૃત બનાવવા દેશી ગાયનું છાણ, મુત્ર, ગોળ, કઠોળનો લોટ, સજીવ માટી અને પાણીથી બને છે અને તે જમીનમાં નાખતાં જ અસંખ્ય સુક્ષ્મ જીવોને જીવંત કરીને કામે લગાડે છે.
(2) બીજામૃત: ગાયના છાણ અને મુત્ર દ્વારા બિયારણને પટ આપવાની પદ્ધતિ
(3) આચ્છાદન: આચ્છદન એટલ કે જમીન ઉપર કે ઘાસ/વનસ્પતિનું આવરણ કરવાને આચ્છાદન કહેવામાં આવે છે. આચ્છાદનથી જમીનનું તાપમાન વધતું નથી અને ભેજ જમીનમાં સંગ્રહ થાય છે. આચ્છદન ત્રણ પ્રકારના હોય છે.
(4) વાપશા: વાપશા એટલે જમીનમાં હવાની અવર જવર. જીવામૃત અને આચ્છદનથી જમીનની વાપશાની સ્થિતિ સુધરે છે. આમ ચાર મુખ્ય પાયા પર આધારિત છે, જેમાં મુખ્ય સિદ્ધાંતોમાં બહારની કોઇ ખેત સામગ્રી વાપરવી નહિ, સ્થાનિક બીજનો ઉપયોગ કરવો, સુક્ષ્મ જીવાણુથી બીજની માવજત કરવી, જમીનમા સુક્ષ્મ જીવાણુના કચ્છરનો ઉપયોગ કરવો, પાકના અવશેષોનો મલ્ચીંગ કરીને જમીનની સુક્ષ્મ જીવાણુઓની પ્રવૃતિ વધારવી, મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરવો, ખેતરમા ઝાડનો સમાવેશ કરવો, પશુપાલન સાથે ખેતીને આવરી લઈ જમીનની પાણી/ભેજનો સંગ્રહ કરવો અને એગ્રો ઇકોલોજી (કૃષિ નિયત્રણ તંત્ર) ખેતીની નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp