જો ખેડૂતો કમલમનું વાવેતર કરશે તો મળશે મોટી સબસિડી, 31 જાન્યુ પહેલા અરજી કરો

PC: https://www.deccanherald.com

ગુજરાત સરકારે ડ્રેગન ફ્રુટનું વાવેતર કરતાં ખેડૂતો માટે ખાસ સહાયની યોજના જાહેર કરી છે જેમાં વાવેતર ખર્ચમાં 50 ટકા સબસીડી આપવામાં આવશે. આ યોજનાનો લાભ જમીન ધરાવતા તેમજ વન અધિકાર રેકોર્ડ ધરાવતા ખેડૂતો લઇ શકશે. આ લાભ એક જ વખત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે આ ફ્રૂટનું નામ કમલમ જાહેર કર્યું છે. 

ડ્રેગન ફ્રુટ માટેની યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ 31મી જાન્યુઆરી 2022 પહેલાં અરજી કરવાની રહેશે. આ અરજી તેઓ આઇ ખેડૂત પોર્ટલ પર કરી શકશે. રાજ્યમાં ઘણાં ખેડુતો ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહ્યા છે. તેમાં એન્‍ટી ઓક્સિડન્‍ટ, વિટામીન સી કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે. જે બ્લડ પ્રેશર તેમ જ ડાયાબિટીસને પણ કાબુમાં રાખે છે.

આ સહાયનો લાભ ગુજરાતનાં જ ખેડુતોને ફક્ત એક વખત મળશે. ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને પણ લાભ મળે. આ ઉપરાંત એસ.ટી, એસ.સી, આર્થિક રીતે નબળા, ઓબીસી અને જનરલ વર્ગના લોકોને પણ સહાય આપવામાં આવશે. ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.

ડ્રેગન ફ્રૂટનાં વાવેતર માટેનું પ્લાન્ટીંગ મટિરિયલ એનએચબી  દ્વારા માન્ય કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદવાનું રહેશે. બાગાયતી પાકની નર્સરી અથવા રજિસ્ટર્ડ ટીસ્યુ લેબમાંથી પ્લાન્ટીગ મટિરિયલ ખરીદી શકાશે.

પ્લાન્ટીગ મટિરિયલ તૈયાર કરનાર નર્સરીનું એક્રિડીટેશન ન થાય ત્યાં સુધી, તેવી નર્સરીમાંથી પણ ખરીદી કરીને વાવેતર કરી શકાશે.આ યોજનામાં પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય આપવામાં આવે છે. લાભાર્થી દીઠ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે.

લાભાર્થી ખેડૂતોએ પ્રતિ હેક્ટરે અઢી લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે. આ ખર્ચના 50 ટકા એટલે કે 1.25 લાખ રૂપિયાની સહાય સબસીડી તરીકે મળશે. ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર આધારકાર્ડની નકલ, એસસી કે એસટી સમુદાયનાં હોય તો જાતિનું સર્ટિફિકેટ, રેશનકાર્ડની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે.

જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું પ્રમાણપત્ર ,ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ, જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક,આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર,બેંક ખાતાની પાસબુકની નકલ રજુ કરવાની રહેશે.સહકારી મંડળીના કે દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી આપવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp