ગુજરાતીઓ પાઈપમાં ધાબા પર ઉછેરીને શાકભાજી ખાઇ રહ્યા છે

PC: khabarchhe.com

હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીની માટી વગરની ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ 90 ટકા પાણી ઓછું જોઈએ છે. પાણીના આધારે છોડને પોષક તત્ત્વ મળે છે. રૂ. 999થી એક એકરમાં લગાવવાનો ખર્ચ રૂ.50 લાખ થાય છે. ઘરમાં 80 ચોરસ ફૂટમાં આ ટેક્નોલોજી લગાવવાનો ખર્ચ રૂ. 40,000 થાય છે. તેમાં 160 છોડ લગાવી શકાય છે.

છોડને જરૂરી પોષક તત્વો પાણીના આધારે સીધા મૂળ સુધી પહોંચાડી શકાય છે. છોડ એક મલ્ટી લેયર ફ્રેમના સહારે રાખવામાં આવલાં પાઈપમાં ઉગે છે. તેના મૂળીયા પાઈપની અંદર પોષક તત્વોથી ભરેલા પાણીમાં હોય છે. છત ઉપર ખેતી કરવામાં ભાર કે છતમાં કોઈ ફેરફાર પણ નથી. જમીન જોઈતી નથી.

ગ્લોબલ હાઈડ્રોપોનિક્સ માર્કેટ 2016માં રૂ. 45,000 કરોડનું હતું. 2025માં તે 78,500 કરોડ સુધી જઈ શકે છે. ઓછા જંતુનાશકો, ઓછું પાણી, ઓછી જગ્યા, ઈકો-ફ્રેન્ડલી આ પદ્ધતિ છે. પાણીની ટાંકી બનાવીને જે પણ ઉત્પાદન લેવાનું છે તેનાથી સંબંધિત ખાતર-દવા વગેરે પાણીમાં ભળી જાય છે. તે પછી પ્લાસ્ટિક પાઈપો હોય છે.

એક લાખ રૂપિયાના ખર્ચથી તમે ઘરે બેસીને 2 લાખ રૂપિયાની આવક મેળવી શકો છો.

તૈયાર ફ્રેમ અને ટાવર ગાર્ડન કે શાકભાજીના 400 છોડ વાળા 10 ટાવરની કિંમત અંદજે રૂ.1 લાખની આસપાસ થાય છે. આ કિંમતમાં ટાવર, સિસ્ટમ અને જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે. આ 10 ટાવર ધાબા કે છત ઉપર 150 થી 200 સ્કવેર ફૂટમાં સરળતાથી આવી જાય છે. આવા 10 ટાવરથી 2000 કિલો વાર્ષિક ઉત્પાદન મળી જાય છે.  આ ટેકનીકથી ઉત્પાદન 3 થી 5 ગણું વધી જાય છે. આ ટેકનીકમાં પ્રારંભિક ખર્ચ વાધું આવે છે પરંતુ પછી  ખર્ચ ઘટતા નફો વધી જાય છે.

પાંદડાવાળી શાકભાજીઓ,લસણ,ટામેટા, પાલક, કોબીજ, કોથમીર,કાકડી જેવા વેલા, છોડ, જેવા અનેક છોડ કે વેલા ઉછેરી શકાય છે. ભારતમાં જે રીતે 50 લાખ ખેડૂતો ઝીરો બજેટ ખેતી કરી રહ્યાં છે તે રીતે હવે હાઈડ્રોપોનીક્સ ખેતી શહેરોમાં વધી રહી છે. 5 ડિસેમ્બર 2019માં વૈજ્ઞાનિકોએ ટામેટા, સલાડ,લીલુ સલણ,સ્ટ્રોબેરી, અનેક જાતના ફુલોની ઉપજ અને કાકડીનું હાઈડ્રોપોનિક્સ સિસ્ટમથી છત્તીસગઢમાં બતાવ્યું છે.

ખેડૂતો વધ્યા જમીન ઘટી

2001-02માં 1.06 કરોડ, 2005-06માં 1.02 કરોડ હેક્ટર, 2010-11માં 98.98 લાખ હેક્ટર, 2017-18માં 94 લાખ હેકટર અને 2025 સુધીમાં ઘટીને 86 લાખ હેકટર ખેતીની જમીન થવાની ધારણા છે. જમીન ઉદ્યોગ, બિનખેતી, નકામી બની છે અથવા પડતર બની છે. આમ 15 લાખ હેક્ટર ખેતીની જમીન ભાજપના લાંબા શાસનમાં ઘટી છે. ભાજપ સરકારે ખેતીની જમીન આંચકી લેવાનો કાયદો લાગુ પાડ્યો છે તેનાથી ખેતીની જમીન વધારે ઓછી થઈ રહી છે.

ઘટેલી જમીન પર જો કેળાની ખેતી કરવામાં આવી હોય તો માથા દીઠ ગુજરાતના તમામ લોકોને 3 કિલો કેળા રોજ આપી શકાયા હોત. 

ખરાબ સ્થિતિ

વિશ્વની 20 ટકા વસ્તી ધરાવતા ભારતમાં વિશ્વની કુલ ખેતીલાયક જમીનમાંથી ફક્ત 7 ટકા જમીન જ છે. દેશની સરખામણીએ ગુજરાતમાં 5 ટકા છે. 1970થી શહેરીકરણને પગલે દેશમાં ખેતીલાયક જમીન સતત ઘટી રહી છે. પરિવારદીઠ સરેરાશ જમીનની માલિકી 2015-16માં 1.1 હેક્ટર હતી. ત્રણ વર્ષ અગાઉ 1.6 હેક્ટર હતી. ભારતમાં ત્રીજા ભાગના ખેડૂતો પાસે એક હેક્ટર કરતાં પણ નાનાં ખેતર છે. 60 ટકા ખેડૂતો અડધો હેક્ટર કરતાં પણ નાનાં ખેતર ધરાવે છે. ફક્ત 13 ટકા પરિવારો પાસે બે હેક્ટર કરતાં વધુ જમીન છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp