અમૂલ બાદ આ ડેરીએ પણ કર્યો દૂધની કિંમતમાં વધારો

PC: deccanherald.com

ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા દૂધ ડેરીઓએ જનતાને ઝટકો આપ્યો છે. અમૂલ ડેરીએ દૂધની કિંમતમાં લીટરે બે રૂપિયાનો વધારો જાહેર કર્યો છે, જેમાં હવે મધર ડેરી પણ પાછળ નથી રહી. મધર ડેરીએ પણ ફરીએકવાર દૂધની કિંમતમાં ભાવવધારો જાહેર કર્યો છે. મધર ડેરીએ કહ્યું હતું કે, અમે 3 જૂન, 2024થી તમામ માર્કેટમાં અમારા દૂધની કિંમતમાં લીટરે 2 રૂપિયાનો વધારો કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ મધર ડેરીએ દૂધની કિંમતમાં વધારો કર્યો હતો.

મોંઘું થયું અમૂલ દૂધ

દેશભરમાં દૂધની કિંમત 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધની કિંમત વધારવામાં આવી છે. હવે અમૂલ ગોલ્ડની કિંમત 64 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઇ છે. તેને લઈને અમૂલે કહ્યું કે, વધેલી કિંમત માત્ર 3-4 ટકાનો વધારો છે. જે ફૂડ ઇન્ફ્લેશનથી પણ ઓછો છે. ફેબ્રુઆરી 2023થી કિંમત વધી નહોતી એટલે વધારો જરૂરી હતો.

અમૂલનો દાવો છે કે દૂધના ઉત્પાદન અને ઓપરેશન કોસ્ટમાં વધારો થવાના કારણે કિંમત વધારવામાં આવી છે. ગયા વર્ષે અમૂલના દૂધ સંઘોએ કિંમતમાં 6-8 ટકાનો વધારો કર્યો હતો. અમૂલની પોલિસી મુજબ ગ્રાહકોએ આપેલા 1 રૂપિયામાંથી 80 પૈસા દૂધ ઉત્પાદનકર્તાને જાય છે. સાથે જ દહીંની કિંમતમાં પણ વધારો થયો છે. આ સંબંધમાં અમૂલ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ (GCMMF)એ પોતાના વિતરકોને નવી કિંમતો સાથે એક લિસ્ટ મોકલી છે, જેના કારણે આ સમાચાર સામે આવ્યા છે.

આ અગાઉ એપ્રિલ 2023માં પણ અમૂલે ગુજરાતમાં પોતાની દૂધની કિંમતમાં વધારો કર્યો હતો. GCMMFએ આખા રાજ્યમાં અમૂલ દૂધની કિંમતોમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. 2023માં વધારા બાદ અમૂલ દૂધ (ભેંસ)ની કિંમત હવે 68 રૂપિયા થઈ ગઈ છે. તો અમૂલ ગોલ્ડની કિંમત 64 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. અમૂલ શક્તિની કિંમત 58 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. તો અમૂલ તાજા દૂધની કિંમતમાં પણ વધારો થયો હતો, જે વધીને 52 રૂપિયા પહોંચી ગઈ હતી.

અમૂલના નવી કિંમત પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીમાં 32 રૂપિયા વધીને હવે 33 રૂપિયા થયા છે. અમૂલ તાજા 500 મિલીના 26 રૂપિયાથી વધીને 27 રૂપિયા થયા છે. અમૂલ શક્તિ 500 મિલીના 29 રૂપિયાથી વધીને 30 રૂપિયા થયા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp