વેલકમ 2018: બુર્જ ખલીફાએ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, જૂઓ વીડિયો...

દુબઈમાં આવેલું બુર્જ ખલીફા બંધાયું ત્યારથી લઈને આજસુધી તેના નામ પર ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. સૌથી પહેલા તો તે દુનિયાનું સૌથી ઊંચાઈવાળું બિલ્ડીંગ છે. આ સાથે તેમે 2017ના વર્ષના છેલ્લા દિવસે બીજો એક વધુ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામ પર કર્યો છે.

બુર્જ ખલીફા બિલ્ડીંગ આપણને એક યા બીજી રીતે અચંબામાં મુકતું રહે છે. પછી તે બિલ્ડીંગ પર 26 જાન્યુઆરીએ ભારતના ઝંડાને સન્માન આપ્યું હોય કે પહેલા રોબોટ કોપના સ્વાગતમાં કરેલી લાઈટીંગ હોય. તેવી જ રીતે આ વખતે દુનિયાના સૌથી લાંબા ટાવર પર 31મી ડિસેમ્બરે એટલે કે નવા વર્ષની સંધ્યાએ ફાયર વર્કની સાથે લેસર લાઈટ શો પણ બતાવવામાં આવ્યો હતો.

દુબઈના આ લેસર લાઈટીંગને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 12 વાગ્યાના ટકોરે બુર્જ ખલીફા પર શ્વાસ અટકાવી દે તેવી લેસર લાઈટ અને સાઉન્ડ શો શરૂ થયો હતો, જેણે એક જ બિલ્ડીંગ પર સૌથી લાંબા સમય માટેનો લેસર શો બતાવવાનો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામ પર કર્યો હતો.

10 મિનિટ ચાલેલી આ મ્યુઝિકલ ઈવેન્ટને આશરે 1.5 મિલીયન જેટલા લોકોએ નીહાળી હતી. 2018નું વર્ષ 'યર ઓફ ઝાયેદ' તરીકે ઓળખાશે તેવું ડિસપ્લે કરવામાં આવ્યું હતું. અને બાદમાં તે UAEના ફ્લેગ, ફ્લાઈટ ફાલ્કન અને એરેબિક લેન્ગવેજમાં લખેલું બતાવવામાં આવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp