આજના દિવસે થયો હતો એમ.એફ.હુસૈનનો જન્મ

17 Sep, 2017
08:31 PM
PC: wordpress.com

ભારતમાં પિકાસો ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા પ્રસિદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસૈનનો આજે જન્મ દિવસ છે. 17 સપ્ટેમ્બર, 1915ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા હુસૈનના તેમના વિશિષ્ટ પ્રદાન બદલ 1966-1971મા બે વાર પદ્મશ્રી પુરસ્કાર, 1973મા પદ્મભૂષણ પુરસ્કાર અને 1991મા પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પરંતુ પેઇન્ટિંગને કારણે વિવાદમાં રહેવાને કારણે તેમને ભારત છોડવું પડ્યું હતું. 2010મા તેમને કતારની નાગરિકતા મળી હતી અને 9 જૂન, 2011ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.