આ વ્યક્તિ 40 વર્ષથી અખબાર ભેગા કરે છે, કારણ છે રસપ્રદ

PC: twitter.com

સાહિત્ય ખુદ પોતે ઘણું જ રસપ્રદ હોય છે. પરંતુ જ્યારે તે ઈતિહાસ, સંસ્કૃતિ અને સમાજના અનેક મુદ્દાઓને એકબીજા સાથે મેળવે છે ત્યારે તે અખબાર બની જાય છે. પછી તેમાં તમને એવી માહિતી પણ મળશે કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. અથવા તો એવી ઘણી માહિતી જે રસપ્રદ હોય છે. પરંતુ ભાગ્યે જ કોઈ સામાન્ય માણસ આ પ્રકારના અખબારો સાચવવાનો અનેરો શોખ કેળવતા હોય છે.

આ વાત છે ઈન્દોરના પ્રવીણ જોશીની જેમને ઈતિહાસ અને સાહિત્યને સાચવવાનો અનેરો શોખ છે. તેઓ છેલ્લા 40 વર્ષથી અખબારો ભેગા કરે છે. આ અખબારો માત્ર એક શહેર અથવા એક રાજ્યના નથી, પરંતુ મધ્યપ્રદેશથી અલગ સંસ્કૃતિ ધરાવતા એવા ઘણા રાજ્યોના છે. આવો જાણીએ ઈન્દોરના આ પ્રવીણ જોશી વિશે, જેમણે દેશ-વિદેશને એકતાની દોરીમાં પરોવી દીધા છે…

ઈન્દોરના પત્રકાર પ્રવીણ જોશી કહે છે, '40 વર્ષ પહેલાં હું વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો. ત્યારથી મેં તંત્રીને પત્રો લખવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે હું સંપાદકો સાથે જોડાતો ગયો અને તેમની વિનંતી પર લેખ લખવાનું શરૂ કર્યું. એ લખેલા લેખો મેં એકઠા કર્યા અને પછી એ રીતે બીજા અખબારો પણ એકત્ર કરવા લાગ્યા. આ રીતે તે એક ટ્રક ભરાય તેનાથી પણ વધારે અખબાર થઇ ગયા છે. આ ઘરના વરંડાથી લઈને મારા ઘરના રૂમ અને રસોડા સુધી ભરેલા પડ્યા છે. હું એક મધ્યમ વર્ગીય પરિવારનો છું, તેથી તે કાચું મકાન છે, પરંતુ લેખન અને અખબારોને લગતી દરેક વસ્તુ અહીં ઉપલબ્ધ છે. તેમને સાચવીને રાખવામાં મુશ્કેલી તો પડે છે, પણ હું હાર માનતો નથી. આ અખબારો જ મારા માટે સર્વસ્વ છે. આનાથી મારા મનને શાંતિ મળે છે. મારુ મન એકાગ્ર થાય છે. હું લોકોને તો માત્ર કામ પૂરતો જ મળું છું, પણ હું તેમને (અખબારને) એવી રીતે મળું છું કે, હું સવારે વહેલા ઊઠીને પણ તેમને વાંચું છું અને રાત્રે ઘરે વહેલા પણ એમના કારણે જ આવું છું.'

અખબારો વિશે વાત કરતાં તેઓ કહે છે, 'લોકો કહે છે કે અખબારોમાં નકારાત્મકતા હોય છે. પણ એ વિચારવા જેવું છે કે, અખબારમાં ઘણું બધું હોય છે. તેમાં ઘણા દેશોની સંસ્કૃતિ, ધર્મ, જાતિ અને સમાજ ઉપરાંત, તેમાં જાગૃતિ અભિયાન, પ્રેરક, ફૂડ, ફેશન વગેરે જેવી વાતો પણ છે. જે જીવન જીવવાની એક નવી દિશા આપે છે. મારી પાસે માત્ર રાજ્યના જ નહીં પણ દેશ-વિદેશના અનેક અખબારો છે. જ્યારે કોઈ મિત્ર પૂછે કે, જોશી આ શહેરમાં જવાનો છું, ત્યારે હું તમારા માટે શું લાવું… હું કહું છું કે, એ શહેરનું અખબાર! તેઓ એમ પણ કહે છે કે, માત્ર અખબારો જ શા માટે? તો મારો જવાબ છે કે આ અખબારો મને ત્યાંની સંસ્કૃતિ, મૂલ્યો, વિચાર અને સમાજ વિશે માહિતી આપશે. તે અખબારો મને મારા શહેરની સીમાની બહારની વસ્તુઓને વિચારવાની સમજવાની શિખામણ આપે છે.'

ફેમિલી સપોર્ટ વિશે વાત કરતાં પ્રવીણ જોષી કહે છે, 'માતા-પિતા કંઈક બીજું બનાવવા માંગતા હતા પણ લખવાની કળા મને બીજે ક્યાંક લઈ ગઈ. આથી પિતાજી ચિંતિત રહ્યા કરતા હતા. લગ્ન પછી પત્નીએ આ સંગ્રહને સમર્થન ન આપ્યું, તો તેણે વિરોધ પણ ન કર્યો. છોકરીઓને પરેશાની થતી હતી કે તેમના પિતા અમારા કરતાં અખબારો સાથે વધુ જોડાયેલા રહે છે, પરંતુ પછી તે લોકો પણ સમજી ગયા. પત્ની થોડા સમય પહેલા જ આ દુનિયાને છોડી ગઈ. 3 દીકરીઓએ અભ્યાસ પૂરો કરીને પોતાના ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કર્યું છે. એક હજુ ભણે છે. નવેમ્બરમાં એક દીકરીને પરણાવીને તેની વિદાય કરાવી. પત્રકારત્વમાં રહીને તેમણે 1500થી વધુ ઇન્ટરવ્યુ લીધા છે. હજારો લેખો અને સમાચારો લખ્યા છે. અત્યાર સુધીમાં સેંકડો સન્માન મળી ચૂક્યા છે. આ બધું આ અખબારોના કારણે પ્રાપ્ત થયું છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp